વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૭/૮ પાન ૨૬
  • શા માટે હું શીખી શકતી નથી?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે હું શીખી શકતી નથી?
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • સામનો કરવાનો પડકાર
  • એકાગ્રતા કેળવતા શીખવું
  • બેચેની ઘટાડવી
  • તમારું સ્વમાન જાળવો
  • સાચી માહિતી ક્યાંથી મળી શકે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • બાળક વાંચવા-લખવામાં ગરબડ કરે છે?
    સજાગ બનો!—૨૦૦૯
  • નિષ્ફળ થઈ જવાની લાગણી પર જીત મેળવવી
    સજાગ બનો!—૨૦૦૫
  • શીખવાની અક્ષમતાસહિત જીવવું
    સજાગ બનો!—૧૯૯૭
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૭/૮ પાન ૨૬

યુવાન લોકો પૂછે છે . . .

શા માટે હું શીખી શકતી નથી?

“મારે ઘરે આવવું ન હતું,” જેસિકા યાદ કરે છે, “અને મારા માબાપનો સામનો કરવો ન હતો. હું ફરી એકવાર ઘણા વિષયોમાં નાપાસ થઈ હતી.”a પંદર વર્ષની જેસિકા તેજસ્વી તથા સુંદર છે. પરંતુ ઘણા યુવાનોની જેમ, સારા માર્ક્સ મેળવવા તેને માટે અઘરી બાબત છે.

a કેટલાક નામો બદલવામાં આવ્યાં છે.

નિશાળમાં નબળી કામગીરી ઘણીવાર શિક્ષણ કે શિક્ષક તરફના ઉપેક્ષિત વલણનું પરિણામ હોય છે. પરંતુ જેસિકાનો કિસ્સો એવો નથી. તેને સિદ્ધાંતલક્ષી વિચારો સમજવા અત્યંત મુશ્કેલ લાગે છે. દેખીતી રીતે જ, એણે જેસિકા માટે ગણિતમાં સફળ થવું મુશ્કેલ બનાવ્યું. અને વાંચવાની મુશ્કેલીએ તેના માટે બીજા વિષયોમાં સારા માર્ક્સ લાવવા અઘરું બનાવ્યું.

બીજી તર્ફે, મારિયા સાચી જોડણી કરી શકતી નથી. તે ખ્રિસ્તી સભાઓમાં લીધેલી નોંધ હંમેશા સંતાડતી હોય છે કેમ કે તેને પોતાની જોડણીની ભૂલોની શરમ લાગે છે. જોકે, જેસિકા કે મારિયા કંઈ ઠોઠ નથી. જેસિકા લોકો સાથેના વ્યવહારમાં એટલી કુશળ છે કે તેના સહાધ્યાયીઓની વચ્ચે કોઈ કોયડો ઊભો થાય ત્યારે, તે નિશાળમાં નિયુક્ત મધ્યસ્થ કે કોયડા ઉકેલનાર તરીકે સેવા આપે છે. અને મારિયા શિક્ષણ સંબંધી તેના વર્ગના સૌથી સારા માર્ક્સ લાવનાર ૧૦ ટકા વિદ્યાર્થીઓમાં છે.

કોયડો: જેસિકા અને મારિયાને શીખવાનો વિકાર છે. નિષ્ણાતો માને છે કે સર્વ બાળકોના ૩થી ૧૦ ટકાને એવી જ શીખવાની મુશ્કેલીઓ હોય શકે. ટાનિયા, જે હવે તેની વયના ૨૦ના દાયકામાંની શરૂઆતમાં છે, તે અટેન્શન ડીફિસીટ હાપરએક્ટીવિટી ડિસઓર્ડર (ADHD, એડીએચડી, ધ્યાનના અભાવવાળો અતિસક્રિયતાનો વિકાર) કહેવાતા રોગથી પીડાઈ રહી છે.b તે કહે છે: “મારી ધ્યાન આપવાની તથા શાંતિથી બેસવાની અક્ષમતાને કારણે મને ખ્રિસ્તી સભાઓમાં, વ્યક્તિગત અભ્યાસમાં, અને પ્રાર્થના કરવામાં ઘણી જ મુશ્કેલી પડે છે. મારા સેવાકાર્યમાં અસર થાય છે કેમ કે હું ઉતાવળથી એકથી બીજા વિષયમાં ઝંપલાવું છું જે સાંભળનાર માટે વધારે પડતું ઝડપી હોય છે.”

b કૃપા કરી અવેક! નવેમ્બર ૨૨, ૧૯૯૪ની શૃંખલા “મુશ્કેલ બાળકોને સમજવા” અને મે ૮, ૧૯૮૩ના અંકમાં “શું તમારા બાળકને શીખવાનો કોયડો છે?” લેખ જુઓ.

વિકાર સાથે અતિસક્રિયતા ન હોય ત્યારે, એ વિકારને અટેન્શન ડીફિસિટ ડિસઓર્ડર (ADD, એડીડી) કહેવામાં આવે છે. આ વિકાર ધરાવતા લોકોને ઘણીવાર દિવાસ્વપ્ન જોનાર તરીકે વર્ણવવામાં આવે છે. ADD ધરાવનારાઓ સંબંધી જ્ઞાનતંતુશાસ્ત્રી ડો. બ્રુસ રોઝમને કહ્યું: “તેઓ ૪૫ મિનિટ સુધી એક પુસ્તક સામે બેસી રહે છે, પણ કંઈ શીખતા નથી.” કોઈક કારણોસર તેઓને એકાગ્રતા કેળવવી ઘણી જ અઘરી લાગે છે.

તબીબી સંશોધકો માને છે કે તેઓને તાજેતરમાં સમજાવા લાગ્યું છે કે એ કોયડા કયા કારણોથી થાય છે. તોપણ, ઘણું ખરું હજુ પણ અજાણ છે. અને શીખવામાં હસ્તક્ષેપ કરતા વિવિધ વિકારો અને અક્ષમતાઓ વચ્ચેની સરહદ હંમેશા સ્પષ્ટ હોતી નથી. ખાસ વિકાર—વાંચવાનો, યાદ રાખવાનો, ધ્યાન આપવાનો, કે અતિસક્રિય બનવાનો—થવા માટે ચોક્કસ કારણ કે ગમે તે નામ આપવામાં આવેલું હોય છતાં, એ વ્યક્તિના શિક્ષણમાં દખલ કરી શકે અને ઘણું દુ:ખ આપી શકે. તમને શીખવાની અક્ષમતા હોય તો, તમે એનો સામનો કઈ રીતે કરી શકો?

સામનો કરવાનો પડકાર

જેસિકાનો વિચાર કરો જેનો ઉલ્લેખ પ્રસ્તાવનામાં કરવામાં આવ્યો હતો. વાંચવાની અક્ષમતાને પહોંચી વળવાનો નિર્ધાર કરીને, તેણે ભિન્‍ન પુસ્તકો વાંચવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. તેને તલ્લીન કરતું કવિતાનું પુસ્તક મળ્યું ત્યારે વળાંક બિંદુ આવ્યું. તેણે એવું જ બીજું એક પુસ્તક મેળવ્યું, જેને વાંચવાથી પણ તેને આનંદ થયો. પછીથી તેને વાર્તાના પુસ્તકોની શૃંખલામાં રસ પડ્યો, અને વાંચવાનો કોયડો ધીમે ધીમે ઓછો થતો ગયો. શીખવાનો બોધપાઠ એ છે કે સતતપણે મંડી રહેવું ફળ નિપજાવે છે. તમે પણ શીખવાની અક્ષમતાને પહોંચી વળી શકો છો અથવા તમે ઓછામાં ઓછું પડતું ન મૂકીને એ દિશામાં હરણફાળ ભરી શકો છો.—સરખાવો ગલાતી ૬:૯.

ટૂંકા ગાળાની યાદશક્તિના કોયડાનો સામનો કરવા વિષે શું? કોયડાના ઉકેલની મહત્ત્વની ચાવી એક કહેવતમાં રહેલી છે: “પુનરાવર્તન એ યાદશક્તિની માતા છે.” નિકીને જાણવા મળ્યું કે પોતે સાંભળેલું અને વાંચેલું પોતાને કહી જવાથી તેને બાબતો યાદ રાખવામાં મદદ મળી. એ અજમાવી જુઓ. એ તમને પણ મદદ કરી શકે. નોંધપાત્રપણે, બાઇબલ સમયોમાં લોકો પોતે વાંચતા તોપણ શબ્દો મોટેથી ઉચ્ચારતા. યહોવાહે બાઇબલના લેખક યહોશુઆને આજ્ઞા આપી: “તારે [દેવનો નિયમ] દિવસ અને રાત ધીમે અવાજે વાંચવો જ જોઈએ.” (યહોશુઆ ૧:૮, NW; ગીતશાસ્ત્ર ૧:૨) શા માટે મોટેથી વાંચવું એટલું મહત્ત્વનું છે? કેમ કે એમ કરવાથી બે ઇન્દ્રિયો—સાંભળવાની અને જોવાની—કામે લાગે છે અને વાચકના મન પર ગહન છાપ પાડવામાં મદદ કરે છે.

જેસિકા માટે ગણિત શીખવું પણ એક મોટી બાબત હતી. તેમ છતાં, તેણે ગણિતના નિયમોનું પુનરાવર્તન કરીને શીખવા પ્રયત્ન કર્યો—કેટલીક વાર એક નિયમ શીખવા માટે અડધા કલાક જેટલો સમય ગાળ્યો. પ્રયત્નોએ આખરે ફળ નિપજાવ્યું. તેથી પુનરાવર્તન, પુનરાવર્તન, પુનરાવર્તન કરો! એક ડહાપણભરી રીત એ છે કે વર્ગમાં સાંભળતી વખતે કે વાંચતી વખતે કાગળ અને પેન્સિલ હાથવગાં રાખો જેથી તમે નોંધ લઈ શકો.

તમે શીખવા માટે કૃતનિશ્ચયી બનો એ અગત્યનું છે. નિશાળ છૂટ્યા પછી થોભીને તમારા શિક્ષકો સાથે વાત કરવાની ટેવ પાડો. તેઓને ઓળખવા પ્રયત્ન કરો. તેઓને કહો કે તમને શીખવાની કમજોરી છે પરંતુ તમે એને આંબવા કૃતનિશ્ચયી છો. મોટા ભાગના શિક્ષકો તમને મદદ કરવા તત્પર હશે. તેથી તેઓની મદદનો આશ્રય લો. જેસિકાએ એમ જ કર્યું અને તેથી તેને સહાનુભૂતિવાળા શિક્ષક પાસેથી જરૂરી મદદ મળી.

એકાગ્રતા કેળવતા શીખવું

પોતા માટે ધ્યેય રાખવો અને પોતાને બદલો આપવાની વ્યવસ્થાની ગોઠવણ કરવી પણ મદદ કરે છે. ચોક્કસ ધ્યેય રાખવો તમને એકાગ્રતા રાખવા પ્રેરી શકે જેમ કે ટેલિવિઝન ચાલુ કર્યા પહેલાં કે તમારું મનપસંદ સંગીત સાંભળવા પહેલાં તમને આપવામાં આવેલા ઘરકામની કામગીરી પૂરી કરવી. ખાતરી રાખો કે તમે રાખેલા ધ્યેયો વાજબી હોય.—ફિલિપી ૪:૫.

કેટલીક વાર તમારી ફરતેની પરિસ્થિતિમાં સુધારાલક્ષી ફેરફારો મદદ કરી શકે. નિકીએ સારી એકાગ્રતા રાખવા માટે વર્ગમાં શિક્ષકની નજીક સૌથી આગળ બેસવાની ગોઠવણ કરી. જેસિકાને અભ્યાસી સખી સાથે ઘરકામ કરવું લાભકારક લાગ્યું. તમને તમારો ઓરડો વધુ સુઘડ અને માફકસરનો બનાવવો મદદરૂપ લાગી શકે.

બેચેની ઘટાડવી

તમે અતિસક્રિય હોવાનું વલણ ધરાવતા હોય તો, શીખવું એક પીડાકારી કસોટી બની શકે. તેમ છતાં, કેટલાક નિષ્ણાતો કહે છે કે અતિસક્રિયતાને શારીરિક કસરતમાં વાળી શકાય. “પુરાવો એટલો મોટો છે,” યુ.એસ.ન્યૂઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટ નોંધે છે, “કે દરેક વ્યક્તિની નવી માહિતીમાં કુશળ થવાની અને જૂની માહિતીને યાદ રાખવાની ક્ષમતા એરોબિક કસરત દ્વારા મગજમાં જૈવિક ફેરફારો લાવીને સુધારાય છે.” એમ મધ્યમ કોટિની કસરત—તરવું, દોડવું, બોલ રમવો, સાયકલ ચલાવવી, સ્કેટીંગ કરવું, વગેરે—તન તથા મન બન્‍ને માટે સારી થઈ શકે છે.—૧ તીમોથી ૪:૮.

શીખવાના વિકાર માટે નિત્યક્રમનાં ઔષધ આપવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે ADHDથી પીડાતા કંઈક ૭૦ ટકા યુવાનોને ઉત્તેજનાવર્ધક ડ્રગ્સ આપવામાં આવતા તેઓએ સારો પ્રત્યાઘાત પાડ્યો હતો. તમે ડ્રગ્સની સારવાર સ્વીકારશો કે નહિ એ બાબત તમારે અને તમારા માબાપે કોયડાની તીવ્રતા, શક્ય આડઅસરો, અને બીજા ઘટકોને વિચાર્યા પછી નક્કી કરવાની રહે છે.

તમારું સ્વમાન જાળવો

શીખવાની મુશ્કેલીને લાગણીમય કોયડો ગણવામાં આવતો નથી ત્યારે, તેના લાગણીમય પરિણામો હોય શકે. માબાપ અને શિક્ષકોની સતત અસંમતી અને ટીકા, શાળાનું નબળું કે મધ્યમ પરિણામ, અને નીકટના મિત્રોના અભાવનો સમન્વય સહજ રીતે સ્વમાન ઘટાડી શકે. કેટલાક યુવકો એવી લાગણી ગુસ્સો અને ધમકીરૂપ વર્તન પાછળ સંતાડે છે.

પરંતુ તમારે શીખવાના કોયડાને કારણે સ્વમાન ગુમાવવું જરૂરી નથી.c “મારો ધ્યેય,” શીખવાની કમજોરીવાળા યુવાનો સાથે કામગીરી કરતા એક નિષ્ણાત કહે છે, “જીવન તરફનું તેઓનું વલણ—‘હું મૂર્ખ છું, અને કંઈ પણ સારી રીતે કરી શકતો નથીʼમાંથી . . . ‘હું કોયડાને પહોંચી વળી રહ્યો છું, અને હું કદી ધારતો હતો તેથી ઘણું વધારે કરી શકું છું,’—બદલવાનો છે.”

તમે બીજાઓના વર્તન વિષે કંઈ કરી ન શકતા હોવા છતાં, તમે પોતાનું વલણ બદલી શકો. જેસિકાએ એમ જ કર્યું. તે કહે છે: “નિશાળના છોકરાઓએ જે કહ્યું અને તેઓએ જે ખીજો પાડી એને આધારે મેં મારો ન્યાય કર્યો ત્યારે, હું નિશાળ છોડવા માંગતી હતી. પરંતુ હવે તેઓ કંઈ કહે એ અવગણવા પ્રયત્ન કરું છું અને મારાથી બનતી કોશિશ કરવાની ચાલુ રાખું છું. એ અઘરું છે, અને મારે પોતાને સતત યાદ દેવડાવ્યા કરવું પડે છે, પરંતુ એ સફળ થાય છે.”

c એપ્રિલ ૮, ૧૯૮૩ના અવેક!ના અંકમાં “યુવાન લોકો પૂછે છે . . . હું મારું સ્વમાન કઈ રીતે કેળવી શકું?” લેખ જુઓ.

જેસિકાએ બીજી હકીકતનો સામનો કરવો પડ્યો. તેનો મોટો ભાઈ A ગ્રેડ [૭૦ ટકાથી વધુ માર્ક્સ] લાવતો વિદ્યાર્થી હતો. “એ મારા સ્વમાનને હણતું,” જેસિકા કહે છે, “મેં પોતાને તેની સાથે સરખાવવાનું બંધ કર્યું ત્યાં સુધી.” તેથી તમારા સહોદરો સાથે પોતાને સરખાવશો નહિ.—સરખાવો ગલાતી ૬:૪.

ભરોસાવાળા મિત્ર સાથે વાત કરવી પણ બાબતોને યોગ્ય સ્થાને મૂકવા તમને મદદ કરશે. તમે સુધારો કરવા માટે પ્રયત્ન કરો તેમ એક સાચો મિત્ર તમને વફાદારીપૂર્વક વળગી રહેશે. (નીતિવચન ૧૭:૧૭) બીજી તર્ફે, એક ખોટો મિત્ર, તમને ઉતારી પાડશે કે તમને તમારા વિષે અયોગ્ય ઉચ્ચ દૃષ્ટિ આપશે. તેથી તમારા મિત્રોની પસંદગી કાળજીપૂર્વક કરો.

તમને શીખવાનો કોયડો હોય તો, શક્યપણે તમને બીજા યુવાનો કરતા વધુ ઠપકા મળશે. પરંતુ એ તમને તમારા વિષે નકારાત્મક દૃષ્ટિ આપે એમ ન થવા દો. શિસ્તને દેવમય રીતે જુઓ, અર્થાત્‌ ઘણી મૂલ્યવાન બાબત તરીકે. તમારા માબાપે આપેલી શિસ્ત એ પુરાવો છે કે તેઓ તમને ચાહે છે અને તમારું ભલું ઇચ્છે છે.—નીતિવચન ૧:૮, ૯; ૩:૧૧, ૧૨; હેબ્રી ૧૨:૫-૯.

ના, શીખવાના તમારા કોયડાએ તમને નિરુત્સાહી બનાવવા ન જોઈએ. તમે તેઓ વિષે કંઈક કરી શકો અને ફળદાયક જીવન જીવી શકો. પરંતુ આશા માટે એથી મોટું કારણ છે. દેવે ન્યાયીપણાનું નવું જગત લાવવાનું વચન આપ્યું છે જેમાં અઢળક જ્ઞાન હશે અને જેમાં મન અને તનના દરેક વિકારોને સુધારવામાં આવશે. (યશાયાહ ૧૧:૯; પ્રકટીકરણ ૨૧:૧-૪) તેથી યહોવાહ દેવ અને તેમના હેતુઓ વિષે વધુ શીખવા માટે કૃતનિશ્ચયી બનો, અને એ જ્ઞાનના સુમેળમાં કાર્ય કરો.—યોહાન ૧૭:૩. (g96 6/22)

શીખવા માટે કૃતનિશ્ચયી બનો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો