વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૯/૮ પાન ૨૩
  • લંડનનું પાણી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લંડનનું પાણી
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • જૂનાને બદલે નવું
  • મોટી યોજના
  • કોમ્પ્યુટર દ્વારા બાંધકામ
  • કોમ્પ્યુટર દ્વારા નિયંત્રણ
  • દીર્ઘદૃષ્ટિ
  • ટેમ્સ નદી ઇંગ્લૅંડનો અજોડ વારસો
    સજાગ બનો!—૨૦૦૬
સજાગ બનો!—૧૯૯૬
g96 ૯/૮ પાન ૨૩

લંડનનું પાણી

એ ક ન વું પા સું

સજાગ બનો!ના બ્રિટનમાંના ખબરપત્રી તરફથી

ઇં ગ્લેન્ડના પાટનગર લંડનમાં હવે પાણી પૂરું પાડવાની દુનિયામાં સૌથી આગળ પડતી વ્યવસ્થામાંની એક છે. એને કંઈક $૩૭.૫ કરોડને ખર્ચે એના સમયપત્રક કરતા બે વર્ષ પહેલાં પૂરી કરવામાં આવી. એના બાંધકામ દ્વારા મેળવવામાં આવેલી નિપુણતાનો બીજા દેશો સાથે સોદો કરવાનું શરૂ થઈ ચૂક્યું છે.

શા માટે આટલી ખર્ચાળ યોજનાની જરૂર પડી, અને એણે શું સિદ્ધ કર્યું છે?

જૂનાને બદલે નવું

લંડનની પાણીની પાઈપલાઈનની સૌથી જૂની જાળ ૧૮૩૮માં બાંધવામાં આવી હતી. શહેરના ગરીબ વિસ્તારોમાં ૪૦ વર્ષ પછી પણ શેરીમાંના સાર્વજનિક નળમાંથી ડોલ દ્વારા પાણી ભરી લઈ જવામાં આવતું. “વહેલી સવારે ચકલીવાળો એક માણસ નળ ખોલી જતો એ મહત્ત્વનો બનાવ હતો, . . . કેમ કે ચકલીવાળો એ અધિકારી એક વખત જતો રહે પછી સવાર સુધી નળમાંથી એક ટીપું પાણી ન આવે,” એક લેખિકા વર્ણવે છે.

રાણી વિક્ટોરીયાના યુગના ઇજનેરોએ લોખંડની પાઈપો નાખી અને રસ્તાની સપાટી નીચે વિવિધ ઊંડાઈનાં બોગદાં બાંધી દરેક ઘર સુધી પાણીનો પુરવઠો લંબાવ્યો ત્યારે તેઓએ કુશળ કાર્ય કર્યું. જોકે, ત્યારથી માંડીને વધેલાં જથ્થો, વજન, અને મોટરગાડીઓની ધ્રુજારી, તેમ જ લાંબા અંતર—કેટલાક કિસ્સાઓમાં ૩૦ કિલોમીટર—સુધી પૂરતો પ્રવાહ જાળવવા જરૂરી પાણીના વધારાના દબાણને પરિણામે ઘણીવાર પાઈપો ફાટી છે. જેને પરિણામે પાણીની પાઈપો સમારવા માટે રસ્તા બંધ કરવાને લીધે વાહનવ્યવહારમાં અંધાધૂંધી ફેલાઈ છે. ઇંગ્લેન્ડના સરોવરોમાંથી કાઢેલા પાણીમાંથી પાઈપમાંની ખામીને લીધે અંદાજ પ્રમાણે ૨૫ ટકા પાણીનો વ્યય થાય છે.

વધુમાં, છેલ્લા ૧૫૦ વર્ષમાં લંડનમાં પાણીની માંગ વધી છે—રોજના ૩૩ કરોડ લીટરથી વધીને ૨ અબજ લીટરથી વધારે. કપડાં ધોવાનાં મશીન, વાસણ માંજવાનાં મશીન, કાર ધોવી, અને સૂકા ઉનાળા દરમ્યાન બગીચામાં પાણી છાંટવું વગેરેએ માંગ વધારવામાં ફાળો આપ્યો છે. પાટનગરમાં પાણીનો પુરવઠો સુધારવાની જરૂર તાકીદની બની. પરંતુ શું થઈ શકે?

મોટી યોજના

એ જ રસ્તાઓની નીચે જૂની પાઈપોની જગ્યાએ વધુ મજબૂત પાઈપો નાખવી શક્ય ન હતી. ઊભી થતી અગવડતા લંડનવાસીઓને જેટલી અસ્વીકાર્ય હતી એટલો જ ખર્ચ વધુ પડતો હતો. આમ, દસ વર્ષ પહેલાં થેમ્સ વોટર રીંગ મેઈન્સ યોજના ઘડવામાં આવી. એ લંડનના પાણીનો પુરવઠો ઘણો જ વધારશે. એ યોજનામાં રોજના એક અબજ લીટરથી વધુ પાણી હાથ ધરી શકે એવી, ૮૦ કિલોમીટર લાંબી, ૨.૫ મીટર પહોળી પાઈપ, અથવા બોગદું, શહેરની સપાટીથી ૪૦ મીટર નીચે નાખવાનો સમાવેશ થાય છે. પાઈપની આવી જાળમાં બંને દિશામાં પ્રવાહનું નિયંત્રણ થઈ શકે છે, જે કોઈ પણ સમયે એનો કોઈ પણ ભાગ બંધ કરી સમારવો શક્ય બનાવે છે. શુદ્ધિકરણના પ્લાંટમાંથી પાણીને ગુરુત્વાકર્ષણ દ્વારા પાઈપોમાં લઈ જવામાં આવે છે અને પછી હયાત સ્થાનિક પાઈપોમાં, અથવા સંગ્રાહક સરોવરોમાં, સીધેસીધું પંપ કરવામાં આવે છે.

શા માટે બ્રિટનમાં સૌથી લાંબું બોગદું આટલું ઊંડું હોવું જોઈએ? કેમ કે લંડનના ભૂગર્ભમાં ૧૨ રેલ્વે વ્યવસ્થાનું જાળું આવેલું છે તેમ જ સામાન્ય જાહેર સેવાઓની ગૂંથણી પણ છે, અને દેખીતી રીતે જ બોગદું એ બધાથી દૂર હોવું જોઈએ. ઇજનેરો પ્રારંભિક સર્વેક્ષણમાં ચૂકી ગયેલા એક મકાનના ઊંડા પાયા પાસે અનપેક્ષિતપણે આવી પહોંચ્યા ત્યારે, કાર્ય દસ મહિના મોડું પડ્યું.

બાંધકામ તબક્કાવાર ગોઠવવામાં આવ્યું હતું. લંડનની માટીમાં ખોદવામાં કોઈ મોટા કોયડાની અપેક્ષા રાખવામાં આવી ન હતી, પરંતુ થેમ્સ નદીને દક્ષિણે ટૂટીંગ બેક ખાતે, પ્રારંભિક સ્થળે એક વર્ષ સુધી બોગદું બનાવવાનું પડતું મૂકવું પડ્યું. ત્યાં ખોદકામ કરનારાઓ રેતીના એ સ્તરમાં પ્રવેશ્યા જ્યાં પાણીનું ઊંચું દબાણ હતું, જેણે છેવટે ખોદકામના મશીનને ઢાંકી દીધું. એ મુશ્કેલી આંબવા માટે, કોન્ટ્રાક્ટરોએ ખોદેલા કાણાઓમાં માઈનસ ૨૮ અંશ સેલ્સિયસ જેટલું ઠંડું બ્રાઈનનું દ્રાવણ જમીનમાં નાખી જમીનને થીજવી દેવાનું નક્કી કર્યું. બાજુમાં કાણું પાડી, તેઓ બરફના જથ્થામાં ખોદી દટાઈ ગયેલું મશીન કાઢી શક્યા અને ખોદકામ ચાલુ રાખી શક્યા.

એ અનુભવને લીધે, ઇજનેરોએ બોગદાની અંદર કોંક્રીટનો થર પાથરવાની નવી વ્યવસ્થા કરવાની જરૂર જોઈ. એ પણ સ્પષ્ટ થયું કે આવી અસ્થિર જમીનમાં ખોદકામ કરવા માટે ભિન્‍ન પ્રકારનું મશીન જરૂરી હતું. જેનો જવાબ હતો કેનેડાનું પૃથ્વીના દબાણ સાથે સંતુલિત મશીન. ત્રણ ખરીદવામાં આવ્યાં, અને પરિણામે, ખોદકામની ઝડપ બમણી બનીને એક મહિનાના ૧.૫ કિલોમીટરની થઈ.

કોમ્પ્યુટર દ્વારા બાંધકામ

ખોદકામની દિશા નક્કી કરવા માટે મકાનોનાં છાપરાઓ પરથી રૂઢિગત થીઓડોલાઈટ યંત્ર દ્વારા સીધી રેખામાં માપ લઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું, અને પછી પરિણામને ઈલેક્ટ્રોનિક રીતે તપાસવામાં આવ્યા. શરૂઆતમાં એ પદ્ધતિ પુરતી હતી, પરંતુ એકવાર ખોદકામ શરૂ થયા પછી, ભૂગર્ભમાં ચોક્કસ દિશા કઈ રીતે જાળવી રાખી શકાય?

અહીં, ગ્લોબલ પોઝિશનીંગ સીસ્ટમ (GPS, જીપીએસ) કહેવાતી આધુનિક ટેક્નોલોજી કામ લાગી. એ સર્વેક્ષણના સાધનમાં પૃથ્વીની આસપાસ ફરતા GPS અવકાશયાન સાથે સંપર્ક ધરાવતા સેટેલાઈટ રીસીવરનો સમાવેશ થાય છે. એ સાધન ફરી રહેલા કેટલાક ઉપગ્રહોના સંકેતોને સરખાવી શકે છે. એકવાર કોમ્પ્યુટર દ્વારા એ માપ સરખાવ્યા પછી, ખોદકામની ૨૧ જગ્યાઓ અને ૫૮૦ કાણાઓ ઓર્ડનન્સ સર્વે સંગઠનના નકશાઓ પર બારીકાઈથી નિર્દેશવામાં આવ્યા. એ માહિતીથી સુસજ્જ થઈ, ખોદકામ કરનારાઓ ચોક્સાઈપૂર્વક દોરવણી પામી શક્યા.

કોમ્પ્યુટર દ્વારા નિયંત્રણ

સાઠ લાખ ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવું સહેલું નથી. માંગ ઋતુ પ્રમાણે જ નહિ પરંતુ રોજેરોજ બદલાઈ શકે. એ જરૂરી બનાવે છે કે પાણીનું ખરું દબાણ સાચવવા અને ગુણવત્તા સર્વ સમયે જાળવવા ચોવીસે કલાક દેખરેખ કરવામાં આવે. એ અગત્યનો સમન્વય કઈ રીતે શક્ય છે? $૫૦ લાખની કિંમતની કોમ્પ્યુટર નિયંત્રણ વ્યવસ્થા દ્વારા.

દરેક પંપનું એના પોતાના કોમ્પ્યુટર દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે, અને સસ્તી, ઓછા વપરાશના સમયની વીજળીનો ઉપયોગ કરી ખર્ચ ઓછો રાખવામાં આવે છે. પશ્ચિમ લંડનમાં આવેલા હેમ્પ્ટન ખાતેના મુખ્ય કોમ્પ્યુટરો આખી જાળનું નિયંત્રણ કરે છે. કોમ્પ્યુટરો બોગદાની દિવાલોમાંની નળીઓમાં ગોઠવવામાં આવેલા ફાયબર-ઓપ્ટિક તાર દ્વારા માહિતી ભેગી કરે છે અને આંતરિક ટેલિવિઝન ગોઠવણ દ્વારા એને પ્રસારિત કરે છે.

દરરોજ, દર અઠવાડિયે, અને દર મહિને પાણીની ગુણવત્તા તપાસવામાં આવે છે. “પાણીની ગુણવત્તા માટે પાણીમાંના ૧૨૦ તત્ત્વોની ચકાસણી કરવા માટે ૬૦ કસોટીઓ છે. એમાં નાઈટ્રેટ્‌સ, સુક્ષ્મ તત્ત્વો, જંતુનાશક દવાઓ અને બીજા રાસાયણિક દ્રાવકો જેવા પદાર્થોના પૃથક્કરણનો સમાવેશ થાય છે,” ધ ટાઈમ્સ વર્તમાનપત્ર સમજાવે છે. હવે એ માપન આપમેળે જ કરવામાં આવે છે અને એના અર્થઘટન તથા જરૂરી પગલાં માટે એને કોમ્પ્યુટરના વડામથકે મોકલવામાં આવે છે. પાણી ચાખનારાઓ પણ અમુક સમયગાળાને અંતરે ગુણવત્તા માપે છે.

દીર્ઘદૃષ્ટિ

આધુનિક ઇજનેરીશાસ્ત્રની આ અદ્‍ભુતતા ગ્રેટર લંડનના ૧,૫૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી વસ્તીને દરરોજ ૫૮.૩ કરોડ લીટર પીવાનું પાણી પૂરું પાડી રહી છે. એ પૂરેપૂરી કાર્યરત હશે ત્યારે, હાલની માંગના કંઈક ૫૦ ટકાને પહોંચી વળશે, જે પુરવઠાના બીજા ઉદ્‍ભવો પરનો બોજ ઓછો કરશે.

અરે એ પણ પૂરતું નહિ હોય. તેથી, આવતી સદીની શરૂઆતમાં પાઈપલાઈનની જાળ હજુ પણ ૬૦ કિલોમીટર વધુ વિસ્તારવાની યોજના ચાલી રહી છે. સાચે જ, એક મુશ્કેલ કોયડાનો બુદ્ધિશાળી ઉકેલ! (g96 8/22)

લંડનની નીચેના વિસ્તારની રૂપરેખા, જે બોગદાંવાળી બીજી સેવાઓની નીચે પાણીની પાઈપલાઈન બતાવે છે

ઉ

પાણીની નવી પાઈપલાઈન અને જગ્યાઓ

દ

થેમ્સ નદી

ભૂગર્ભ રેલ્વેનાં બોગદાં

ફોટા પર આધારિત: Thames Water

ફોટો: Thames Water

પાણીની પાઈપલાઈન માટે ખોદકામ કરતું મશીન

પાણીની પાઈપલાઈનનું

બાંધકામ

ફોટો: Thames Water

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો