વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧૦/૮ પાન ૨૨
  • હું કઈ રીતે મઝા માણી શકું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હું કઈ રીતે મઝા માણી શકું?
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાબતો ભેગા મળી કરવી
  • સુદૃઢ કરતા સામાજિક મેળાવડા
  • કુટુંબ તરીકે મઝા માણવી
  • તમે એકલા હો ત્યારે
  • યહોવાહની સેવામાં ‘હરખ’
  • શા માટે હું કોઈક વાર મઝા ન કરી શકું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • શા માટે બીજા યુવાનો બધી મઝા માણે છે?
    સજાગ બનો!—૧૯૯૬
  • તાજગી આપતું મનોરંજન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • મમ્મી-પપ્પા કેમ મને મજા માણવા દેતા નથી?
    સજાગ બનો!—૨૦૧૧
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧૦/૮ પાન ૨૨

હું કઈ રીતે મઝા માણી શકું?

“મને લાગે છે કે અમને મઝા માણવાની ઘણી બાબતો કરવા મળે છે. અમે અમારા મંડળમાં ભેગા મળવાનો ખરેખર પ્રયત્ન કરીએ છીએ. અમને મળે છે એ મઝા હિતકારક હોય છે. જગતમાંનાં મોટા ભાગનાં બાળકો એમ કહી શકતાં નથી.”—જેનિફર.

આનંદપ્રમોદ—પ્રસંગોપાત એ દરેક માટે જરૂરી છે. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા કહે છે કે આનંદપ્રમોદ “વ્યક્તિના માનસિક અને શારીરિક આરોગ્યમાં મહત્ત્વનો ફાળો” પણ આપી શકે. કેમ વળી, ખુદ બાઇબલ પણ કહે છે કે “હસવાનો વખત” હોય છે, અર્થાત્‌ વ્યક્તિ માટે આનંદ કરવાનો સમય હોય છે!—સભાશિક્ષક ૩:૧, ૪.a

a અમારા ઓગસ્ટ ૮, ૧૯૯૬ના અંકમાં “યુવાન લોકો પૂછે છે . . . શા માટે બીજા યુવાનો બધી મઝા માણે છે?” લેખ જુઓ.

“આનંદપ્રમોદ” શબ્દ એ લેટિન શબ્દાવલિમાંથી ઊતરી આવ્યો છે જેનો અર્થ “નવું ઉત્પન્‍ન કરવું, પુનઃસ્થાપિત કરવું, તાજું કરવું” થાય છે.” (વેબર્સ્ટ ન્યૂ કોલીજિએટ ડિક્ષનરી) કહેતા દુઃખ થાય છે કે, યુવાન લોકો “મઝા” માટે કરતા હોય એવી ઘણી બાબતો—જેમ કે બેફામ પાર્ટીઓ કરવી, ડ્રગ્સ તથા આલ્કોહોલનો દુરુપયોગ કરવો, અને અનુચિત જાતીયતા માણવી—ખરેખર જરાયે તાજગીદાયક હોતી નથી, પરંતુ વિનાશક હોય છે. તેથી આનંદદાયક અને હિતકર એમ બન્‍ને હોય એવી આનંદપ્રમોદવાળી પ્રવૃત્તિઓ શોધવી એક ખરેખરો પડકાર બની શકે. પરંતુ શરૂઆતમાં ટાંક્યા પ્રમાણે, જેનિફર દર્શાવે છે તેમ, એ કરી શકાય છે!

બાબતો ભેગા મળી કરવી

તાજેતરમાં સજાગ બનો!એ એ વિષય પર કેટલાક યુવાનોનો ઇન્ટર્વ્યૂ લીધો. મોટા ભાગનાઓએ કહ્યું કે તેઓને બીજા યુવાનો સાથે ભેગા મળવામાં મઝા આવે છે. શું તમને પણ એવું લાગે છે—અને ઘણીવાર તમને આમંત્રણ આપવામાં આવતું નથી? તો પછી શા માટે પહેલ કરતા નથી? દાખલા તરીકે, લી નામની એક સાઉથ આફ્રિકન છોકરી કહે છે: “મને કોઈક ચલચિત્ર જોવાનું મન થાય તો, હું મારી એક સખીને ફોન કરું છું, અને એ અમે અમારી બીજી સખીઓને પણ કહીએ છીએ.” સામાન્ય રીતે તેઓ ચલચિત્રનો શરૂઆતનો શો જોવા જાય છે. પછીથી, તેઓના માબાપ તેઓને ત્યાંથી એક સ્થાનિક રેસ્ટોરન્ટમાં લઈ જાય છે, જ્યાં તેઓ ભેગા મળી જમે છે.

રમતગમતની પ્રવૃત્તિઓ આરોગ્યપ્રદ કસરત તથા હિતકર સોબત માટેની તકો પણ રજૂ કરે છે. (૧ તીમોથી ૪:૮) યુવાન રોલન કહે છે: “મારે ક્યાં જવું છે એની હું પહેલાં મારા કુટુંબ સાથે ચર્ચા કરું છું, અને પછી અમે એક નાના વૃંદને અમારી સાથે જોડાવા આમંત્રણ આપીએ છીએ.” ખરેખર, ખ્રિસ્તી યુવાનોએ એવી પ્રભાવિત કરતી હિતકર રમતો શોધી છે જેમાં તેઓ બીજાઓ સાથે સહભાગી થઈ શકે છે: સ્કેટીંગ કરવું, સાયકલ ચલાવવી, દોડવા જવું, અને ટેનિસ, બેઇઝબોલ, ફૂટબોલ, અને વોલીબોલ રમવું વગેરે.

ના, તમારે મઝા માણવા માટે પુષ્કળ પૈસા ખર્ચવાની કે ખાસ સાધનો માટે રોકાણ કરવાની જરૂર નથી. “મેં, મારા માબાપે, અને મિત્રોએ પાસેના પર્વતોમાં અને વન્યપ્રદેશોમાં ઘણા આનંદપ્રદ કલાકો પગપાળા વિતાવ્યા છે,” એક ખ્રિસ્તી તરુણી કહે છે. “તાજી હવામાં સારી સખીઓ સાથે બહાર ફક્ત લટાર મારવી પણ કેટલું બધું આનંદદાયક હોય છે!”

સુદૃઢ કરતા સામાજિક મેળાવડા

જોકે, ઘણા યુવાનો માટે મઝાનો અર્થ સામાજિક મેળાવડાઓમાં જવું થાય છે. “અમે મિત્રોને જમવા અને સંગીત સાંભળવા બોલાવીને મઝા માણીએ છીએ,” અવેડા નામની યુવતી કહે છે. સામાજિક મેળાવડાઓને ખ્રિસ્તીઓ મધ્યે પોતાનું સ્થાન હોય છે. ઈસુ ખ્રિસ્તે પોતે પણ ખાસ ભોજન, લગ્‍ન, અને બીજા સામાજિક મેળાવડાઓમાં હાજરી આપી. (લુક ૫:૨૭-૨૯; યોહાન ૨:૧-૧૦) એ જ રીતે, શરૂઆતના ખ્રિસ્તીઓએ ભોજન માટે અને સુદૃઢ કરતી સોબત માટે ભેગા મળી એ પ્રસંગોનો આનંદ માણ્યો.—સરખાવો યહુદા ૧૨.

તમારા માબાપ તમને મેળાવડો યોજવાની પરવાનગી આપે તો, તમે કોયડા ટાળવા અને દરેકને મઝા આવે એની ખાતરી કરવા શું કરી શકો? કાળજીપૂર્વકની યોજના એની ચાવી છે. (નીતિવચન ૨૧:૫) ઉદાહરણ તરીકે: સમજી શકાય એમ છે કે ફક્ત એટલા મિત્રોને જ આમંત્રણ આપો જેઓની તમે યોગ્યપણે માવજત કરી શકો. નાના મેળાવડાઓ “ધમાલિયા જલસા” કે “બેકાબૂ પાર્ટીઓ”માં ફેરવાવાની શક્યતા બહુ ઓછી છે.—ગલાતી ૫:૨૧; બાઈંગ્ટન.

પ્રથમ સદીમાંના ખ્રિસ્તીઓને ‘સ્વચ્છંદીપણે ચાલતા’ લોકો સાથે સોબત ટાળવા માટે ચેતવણી આપવામાં આવી હતી. (૨ થેસ્સાલોનીકી ૩:૧૧-૧૫) અને તોફાની તથા નિરંકુશ હોવા તરીકે નામચીન હોય એવા યુવાનિયાઓને આમંત્રણ આપવું એ આજે મેળાવડામાં સફળતાપૂર્વક વિચ્છેદ પાડવાની રીત છે. તમે કોને આમંત્રણ આપો છો એ વિષે તમે કાળજી રાખવા માંગો છો ત્યારે, એકના એક મિત્ર વર્તુળને બોલાવી પોતાને મર્યાદિત ન બનાવશો. “મોકળા બનો,” અને મંડળમાંના વૃદ્ધજનોનો સમાવેશ કરતા બીજા કેટલાકને ઓળખતા થાઓ.—૨ કોરીંથી ૬:૧૩, NW.

શું તમે ભોજન પીરસશો? એમ હોય તો, તમારા મહેમાનો મઝા માણે માટે એ અઢળક કે ખર્ચાળ હોવું જરૂરી નથી. (લુક ૧૦:૩૮-૪૨) “કેટલીકવાર અમે પિઝ્ઝા પાર્ટી રાખીએ છીએ,” સાંચિયા નામની એક સાઉથ આફ્રિકન છોકરી કહે છે. મહેમાનો ઘણીવાર ખોરાકની થોડી વાનગીઓ લાવવા તૈયાર થાય છે.

તમે મેળાવડા વખતે કરી શકો એવી—ટીવી જોવું, સંગીત સાંભળવું, કે વાતચીત કરવી એ ઉપરાંત—કેટલીક બાબતો કઈ છે? “અમે સામાન્યપણે સાંજે શું કરવું એની યોજના અગાઉથી કરીએ છીએ,” સાંચિયા કહે છે. “અમે રમતો રમીએ છીએ અથવા કોઈકને પિયાનો વગાડવા દઈએ છીએ, જેથી અમે ભેગા થઈ ગીતો ગાઈ શકીએ.” માસેની નામનો એક આફ્રિકન યુવક કહે છે: “અમે કેટલીકવાર પત્તાં, ચેસ, અને સાપસીડી રમીએ છીએ.”

અગાઉ ટાંકવામાં આવેલી જેનિફરે સજાગ બનો!ને કહ્યું: “અમારા મંડળમાં એક વડીલ છે જે અમને બાઇબલ રમતો રમવા આમંત્રણ આપે છે. સારી રીતે રમવા માટે તમારી પાસે બાઇબલનું સારું એવું જ્ઞાન હોવું જરૂરી છે.” સજાગ બનો!ના ખબરપત્રીએ બીજા યુવાનોને પૂછ્યું: “શું તમને લાગતું નથી કે બાઇબલની રમતો રમવી જુનવાણી બાબત છે?” તેઓએ બૂમ પાડી જવાબ આપ્યો, “ના!”

“એ પડકાર છે,” એક તરુણીએ કહ્યું. “એમાં મઝા છે!” બીજી તરુણીએ કહ્યું. બાઇબલની રમતો મઝા માટે રમવામાં આવે અને હરીફાઈના આત્મા પર ચાંપતી નજર રાખવામાં આવે ત્યારે, એ રમતો આનંદદાયક અને શૈક્ષણિક બની શકે!—જૂન ૨૨, ૧૯૭૨ના અવેક!માં “મેળાવડા આનંદદાયી તથાપિ લાભદાયી બનાવવા” જુઓ.

કુટુંબ તરીકે મઝા માણવી

બાઇબલ સમયમાં કુટુંબો ભેગા મળી કોઈક પ્રકારના આનંદપ્રમોદની મઝા માણે એ સામાન્ય હતું. (લુક ૧૫:૨૫) જોકે, કિડ્‌ઝ બુક અબાઉટ પેરન્ટ્‌સના યુવા લેખકો અવલોકે છે કે “આજકાલ માબાપ અને બાળકો એટલાં બધાં વ્યસ્ત હોય છે કે કોઈની પાસે પ્રવૃત્તિનું આયોજન કરવાનો સમય હોતો નથી. . . . અમને લાગે છે કે દર સપ્તાહે માબાપ અને બાળકો ભેગા મળી ફક્ત મઝા માટેની પ્રવૃત્તિઓ કરવામાં થોડોક સમય વિતાવે એ મહત્ત્વનું છે.”

“શુક્રવાર અમારો કૌટુંબિક દિવસ છે,” પેકી નામની એક આફ્રિકન યુવતી કહે છે. “અમે સામાન્ય રીતે ભેગા થઈ રમતો રમીએ છીએ.” અને તમારા સહોદરોને ભૂલશો નહિ. બ્રોનવિન નામની યુવતી કહે છે: “હું ચિત્રકામ કરીને તથા મારી નાની બહેન સાથે બીજી કલાત્મક બાબતો કરીને મઝા માણું છું.” શું તમે પહેલ કરીને તમારા કુટુંબ સાથે કરી શકો એવી મઝા માટેની પ્રવૃત્તિ સૂચવી શકો?

તમે એકલા હો ત્યારે

તમે એકલા હો તો શું? એનો અર્થ એ નથી કે તમારે કંટાળવું પડશે અને એકલા રહેવું પડશે. એવા સમયનો ઉપયોગ કરવા માટે ઘણી ફળદાયક, આનંદદાયક રીતો છે. દાખલા તરીકે, શોખની બાબતો. બાઇબલ સમયથી માંડીને પુરુષો તથા સ્ત્રીઓને સંગીતનો અભ્યાસ લાભકારક લાગ્યો છે. (ઉત્પત્તિ ૪:૨૧; ૧ શમૂએલ ૧૬:૧૬, ૧૮) “હું પિયાનો વગાડું છું,” રેચલ કહે છે. “એ એવું કંઈક છે જે તમને કંટાળો આવે ત્યારે કરી શકો.” તમને સંગીતમાં અભિરુચિ ન હોય તો, સીવણકામ, બાગકામ, ટપાલ ટિકિટો એકત્રિત કરવાનું, કે પરદેશી ભાષા શીખવાનું કામ ગમી શકે. પરિણામે, તમે એવી આવડતો પણ વિકસાવી શકો જે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે.

બાઇબલ આપણને કહે છે કે ઈસ્હાક જેવા વિશ્વાસુ માણસોએ મનન માટે એકાંતનો સમય શોધ્યો. (ઉત્પત્તિ ૨૪:૬૩) હેન્સ નામનો એક ઓસ્ટ્રિયન યુવક કહે છે: “પ્રસંગોપાત, હું માત્ર બાગમાં શાંત જગ્યાએ જાઉં છું અને સૂર્યાસ્ત જોવા બેસી જાઉં છું. એનાથી મને ખુબ આનંદ થાય છે અને એ મારા દેવ, યહોવાહની સમીપ હોવાનું અનુભવવામાં મને મદદ કરે છે.”

યહોવાહની સેવામાં ‘હરખ’

બાઇબલ ભાખે છે કે ખ્રિસ્ત યહોવાહ દેવની સેવામાં “હરખાશે.” (યશાયાહ ૧૧:૩) અને દેવની પવિત્ર સેવા ખરેખર આનંદપ્રમોદ નથી ત્યારે, એ તાજગીદાયક અને સંતોષકારક બની શકે છે.—માત્થી ૧૧:૨૮-૩૦.

અગાઉ ટાંકવામાં આવેલો હેન્સ બીજો આનંદિત અનુભવ યાદ કરે છે. તે કહે છે: “મને અને મારા મિત્રોને સંમેલનગૃહ [ઉપાસના માટે]ના બાંધકામના સ્થળે કામ કરતાં વિતાવેલા એ સપ્તાહ-અંતને યાદ રાખવાનું ગમે છે. કઈ રીતે ભેગા મળીને કામ કરવું એ અમે શીખ્યા, અને અમે એકબીજાને સારી રીતે ઓળખી શક્યા. ભૂતકાળમાં જોતાં, અમને સંતોષની લાગણી થાય છે કે અમે કંઈક સારું કામ કર્યું જેમાં મઝા પણ હતી.”

એ ખ્રિસ્તી યુવાનોનો પુરાવો નાટકીયપણે એક હકીકત સ્પષ્ટ કરે છે: તમારે મઝા માણવાથી વંચિત રહેવાની જરૂર નથી. બાઇબલના સિદ્ધાંતો અનુસરો. કલ્પનાશીલ બનો! હિતકર પહેલ કરો! તમને જાણવા મળશે કે તમે એ રીતે મઝા માણી શકો છો જે તમને સુદૃઢ કરશે અને તમને નિરુત્સાહ કરશે નહિ. (g96 9/22)

“તાજી હવામાં સારી સખીઓ સાથે બહાર ફક્ત લટાર મારવી પણ કેટલું બધું આનંદદાયક હોય છે!”

તમારે તમારા મિત્રો સાથે મઝા માણવા પુષ્કળ પૈસા ખર્ચવાની જરૂર નથી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો