વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧૧/૮ પાન ૧૨
  • શા માટે દેવ ખરાબ બાબતો થવા દે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે દેવ ખરાબ બાબતો થવા દે છે?
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • ખરાબ બાબતો દેવ પાસેથી આવતી નથી
  • દુષ્ટતાને દેવની પરવાનગી
  • તમને સંડોવતો એક વાદવિષય
  • યહોવાહ—કાળજી લેતા પ્રેમાળ દેવ
  • બૂરાઈ ઈશ્વરે હજી કેમ દૂર કરી નથી?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • પરમેશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?
    સજાગ બનો!—૨૦૦૪
  • ઈશ્વરે કેમ દુઃખોને રહેવા દીધાં છે?
    સજાગ બનો!—૨૦૦૭
  • ઈશ્વરે ધરતી કેમ બનાવી?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧૧/૮ પાન ૧૨

શા માટે દેવ ખરાબ બાબતો થવા દે છે?

લિડિયા ફક્ત એક તરુણી હતી જ્યારે તેના વતનમાં યુદ્ધ ફાટી નીકળ્યું—જે દેશ અગાઉ યુગોસ્લાવિયા તરીકે જાણીતો હતો. “મેં ઘણાં દિવસરાત અંધારા આશ્રયસ્થાનમાં વિતાવ્યા,” તે યાદ કરે છે. “ઘણીવાર મને બહાર દોડી જવાની લાલચ થતી, જોકે એમ કરવાનો અર્થ માર્યા જવું થાત તોપણ! યુદ્ધ પહેલાં તમારી પાસે તમને જોઈતું બધું હતું, પરંતુ હવે તમે ફક્ત જીવંત હોવાથી ખુશ છો.”

યુદ્ધના તણાવો અને દબાણોએ થોડા જ વખતમાં લિડિયાની આત્મિકતાનો ભોગ લીધો. તે કહે છે: “અમે અઠવાડિયાઓ સુધી પ્રચારકાર્યમાં કે સભાઓમાં જઈ શક્યા નહિ. મને ખરેખર લાગ્યું કે યહોવાહ અમારા પ્રત્યે નિષ્કાળજી સેવી રહ્યા હતા. હું પોતાને પૂછતી કે, ‘શા માટે તે હવે અમને મદદ કરતા નથી?’”

યુદ્ધો, ગુના, હિંસા, રોગો, દુર્ઘટનાઓ, અકસ્માતો—એવી ખરાબ બાબતો યુવાનોને પણ થઈ શકે. અને દુર્ઘટના પોતાના પર આવી પડે ત્યારે, સ્વાભાવિકપણે જ તમને નવાઈ લાગી શકે કે, ‘શા માટે દેવ આ ખરાબ બાબતો થવા દે છે?’

ભૂતકાળમાં દેવના સેવકોએ એવા જ પ્રશ્નો પૂછ્યા. દાખલા તરીકે, દેવના લોકો મધ્યે પ્રવર્તતી તિરસ્કરણીય સ્થિતિ હબાક્કૂક પ્રબોધકે જોઈ ત્યારે, તેણે વિલાપ કર્યો: “હે યહોવાહ, ક્યાં સુધી હું પોકાર કરીશ, ને તું સાંભળશે નહિ? હું જોરજુલમ વિષે તારી આગળ બૂમ પાડું છું તો પણ તું બચાવ કરતો જ નથી. શા માટે તું અન્યાય મારી નજરે પાડે છે, ને ભ્રષ્ટાચાર બતાવે છે?” (હબાક્કૂક ૧:૨, ૩) આજે કેટલાક ખ્રિસ્તી યુવાનો એવું જ લાગણીમય દુઃખ અનુભવતા હોય છે.

એક ખ્રિસ્તી યુવતીના પિતાના અનપેક્ષિત મરણ પછી તેને કેવું લાગ્યું એનો વિચાર કરો. તે કહે છે: “હું પાગલ થઈ ગઈ, બારીમાંથી બૂમો પાડી યહોવાહ દેવને પોકાર કરતી. . . . મેં બધી બાબતો માટે તેમને દોષ દીધો. આ કઈ રીતે બની શકે? પપ્પા બહુ સારા પિતા તથા પ્રેમાળ પતિ હતા, અને હવે આમ બન્યું—શું યહોવાહ કાળજી લેતા નથી?” આવી સ્થિતિમાં, કંઈક ગૂંચવણ, ખેદ, કે ગુસ્સો અનુભવવાં ફક્ત સામાન્ય છે. યાદ કરો કે, વિશ્વાસુ પ્રબોધક હબાક્કૂક પણ એ જાણીને વિહ્‍વળ થયો કે દુષ્ટતાને ચાલવા દેવામાં આવી હતી. તથાપિ, વ્યક્તિ કડવાશની લાગણીઓને પોષવાનું ચાલુ રાખે તો, જોખમ રહેલું છે. તે “યહોવાહ વિરૂદ્ધ ચિડાય” બેસી શકે.—નીતિવચન ૧૯:૩.

તો પછી, તમે ગુસ્સો અને કડવાશની લાગણી સમક્ષ નમી જવાનું કઈ રીતે નિવારી શકો? પ્રથમ, તમારે એ સમજવું જ જોઈએ કે દુષ્ટતા ક્યાંથી આવે છે.

ખરાબ બાબતો દેવ પાસેથી આવતી નથી

બાઇબલ સ્પષ્ટ કરે છે કે દેવે કદી પણ એવો ઇરાદો રાખ્યો ન હતો કે આપણે આ રીતે સહન કરીએ. તેમણે મૂળ યુગલને એવા પારાદેશમય ઘરમાં મૂક્યા જે પીડા અને યાતનાથી મુક્ત હતું. (ઉત્પત્તિ ૧:૨૮) નિઃશંક, બાબતો કઈ રીતે બગડી એ તમે સારી રીતે જાણો છો: ડેવિલ અને શેતાન તરીકે જાણીતા થયેલા એક અદૃશ્ય આત્મિક પ્રાણીએ આદમ અને હવાને દેવને અનાજ્ઞાંકિત થવા લલચાવ્યા. (ઉત્પત્તિ, અધ્યાય ૩; પ્રકટીકરણ ૧૨:૯) આદમે એ રીતે પોતાનાં બધાં સંતાનોને પાપ અને એની વિનાશક અસરોને આધીન કર્યા.—રૂમી ૫:૧૨.

સ્પષ્ટપણે જ, દેવ નહિ પરંતુ માણસ પોતે જ પોતાના પર દુષ્ટતા લાવ્યો. (પુનર્નિયમ ૩૨:૫; સભાશિક્ષક ૭:૨૯) ખરેખર, આજે લોકો સહન કરે છે એવી બધી ખરાબ બાબતો—માંદગી, મરણ, યુદ્ધો, અન્યાય—આદમના અનાજ્ઞાંકિતપણાના સ્વૈચ્છિક કૃત્યમાંથી પરિણમી. વધુમાં, આપણે બધા એને આધીન છીએ જેને બાઇબલ “સમય તથા અગાઉથી ન જોયેલા બનાવો” કહે છે. (સભાશિક્ષક ૯:૧૧, NW) દુષ્ટો અને ન્યાયીઓ બંને વિચિત્ર અકસ્માતો અને દુર્ઘટનાઓ અનુભવે છે.

દુષ્ટતાને દેવની પરવાનગી

એ જાણવું દિલાસાયુક્ત છે કે દેવ દુષ્ટતાનું ઉદ્‍ભવ નથી ત્યારે, હજુ પણ તમને નવાઈ લાગી શકે કે, ‘શા માટે તે દુષ્ટતાને ચાલુ રહેવાની પરવાનગી આપે છે?’ ફરીથી, એ ભૂતકાળમાં એદનમાં ઊભા કરવામાં આવેલા વાદવિષય સાથે સંબંધિત છે. દેવે આદમને કહ્યું હતું કે તે અનાજ્ઞાંકિત બનશે તો, મરી જશે. (ઉત્પત્તિ ૨:૧૭) જોકે, ડેવિલે હવાને કહ્યું કે તે મના કરેલા વૃક્ષ પરથી ખાશે તો, નહિ મરશે! (ઉત્પત્તિ ૩:૧-૫) પરિણામે, શેતાને દેવને જૂઠા કહ્યા. વધુમાં, શેતાને એમ સૂચવ્યું કે માણસે શું કરવું એ દેવ તેને ન કહે અને તે પોતાના નિર્ણયો પોતે કરે તો માણસને વધુ લાભ થશે!

દેવ એ આરોપ અવગણી શક્યા નહિ. શું તમે કદી એક સહાધ્યાયીને શિક્ષકના અધિકારને પડકાર ફેંકતા જોયો છે? શિક્ષક તેને ચાલવા દે તો, બીજા વિદ્યાર્થીઓ પણ એ રીતે વર્તવા લાગે છે. તેવી જ રીતે, યહોવાહે શેતાનના પડકારનો સીધેસીધો સામનો કર્યો ન હોત તો વિશ્વવ્યાપી અંધાધૂંધી ફાટી નીકળી હોત. યહોવાહે માણસને બાબતો કરવાની શેતાનની રીત અનુસરવા દઈને એમ કર્યું. શું માણસ શેતાને જેનું વચન આપ્યું હતું એ દેવ જેવી સ્વતંત્રતાનો આનંદ માણવા લાગ્યો છે? ના. શેતાનનું શાસન અરાજકતા અને દુઃખ લાવ્યું છે, જેણે તેને નીતિભ્રષ્ટ જૂઠો સાબિત કર્યો છે!

શું દેવ દુષ્ટતાને હંમેશ માટે ચાલવા દેશે? ના. શેતાને ઊભા કરેલા વાદવિષયોને થાળે પાડવા દેવ થોડા જ વખતમાં બધી દુષ્ટતાનો અંત લાવશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦) પરંતુ એ દરમ્યાન આપણે કઈ રીતે સામનો કરવાનો છે?

તમને સંડોવતો એક વાદવિષય

સર્વ પ્રથમ તો, એ સમજો કે દેવ અને શેતાન વચ્ચેનો આ વાદવિષય તમને સંડોવે છે! કઈ રીતે? બાઇબલના જે પુસ્તકનું નામ ન્યાયી માણસ અયૂબ પરથી આપવામાં આવ્યું છે એનો વિચાર કરો. દેવે વિશ્વાસુ ઉપાસકના એક ઉદાહરણ તરીકે અયૂબનો નિર્દેશ કર્યો ત્યારે, શેતાને પ્રત્યુત્તર આપ્યો: “અયૂબને એમાંથી કંઈ મળે નહિ તો શું તે તમારી ઉપાસના કરશે?” (અયૂબ ૧:૯, ટૂડેઝ ઈંગ્લીશ વર્શન) ખરેખર, શેતાને દલીલ કરી કે તેને દબાણ કરવા દેવામાં આવે તો, તે કોઈ પણ માણસને દેવની સેવા કરવાથી ફેરવી શકે છે!—અયૂબ ૨:૪, ૫.

આમ, શેતાને દેવનો ભય રાખતા બધા લોકોની નિંદા કરી છે. તેણે તમારી નિંદા કરી છે. જોકે, નીતિવચન ૨૭:૧૧ કહે છે: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” હા, તમે પીડાકારક મુશ્કેલીઓ છતાં દેવની સેવા કરો છો ત્યારે, તમે શેતાનને ખરેખર જૂઠો સાબિત કરવામાં મદદ કરો છો!

કબૂલ કે, ખરાબ બાબતોનો સામનો કરતા હોઈએ ત્યારે, સંકળાયેલા વાદવિષયોનો વિચાર કરવો સહેલું હોતું નથી. ડાયેન, જે ફક્ત દસ વર્ષની હતી ત્યારે તેની મમ્મી ગુજરી ગઈ, તેણે કહ્યું: “મને ભય લાગ્યો કે જીવનમાંની કસોટીઓને લીધે હું કઠોર કે કડવાશભરી બની જઈશ.” જોકે, દેવે દુષ્ટતાને શા માટે પરવાનગી આપી છે એ જાણવાથી તેને પોતાના કોયડાની યોગ્ય દૃષ્ટિ મેળવવામાં મદદ મળી છે. હવે તે કહે છે: “મારા જીવનમાં હાથ ધરવી મુશ્કેલ હોય એવી બાબતો છે છતાં, યહોવાહનો હાથ હંમેશા મારી સાથે રહ્યો છે.”

ડાયેન આપણને એક બહુ મહત્ત્વની હકીકત યાદ દેવડાવે છે: આપણે પોતે એકલા એ દબાણોનો સામનો કરીએ એવી યહોવાહ આપણી પાસેથી અપેક્ષા રાખતા નથી. ગીતશાસ્ત્ર ૫૫:૨૨ આપણને ખાતરી આપે છે: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” યુવાન કોટોયોને એ સાચું જણાયું છે. જાપાનના કોબેમાં ૧૯૯૫માં થયેલા ધરતીકંપમાં તેના માબાપ માર્યા ગયા ત્યારે, તેણે દુર્ઘટનાનો સામનો કર્યો. તે પોતાને માટે અને પોતાના નાના ભાઈબહેનો માટે બોલતા કહે છે: “મારી મમ્મીએ અમને યહોવાહ પર આધાર રાખવાનું શીખવ્યું હોવાથી અમે સહન કરી શકીએ છીએ.”

શરૂઆતમાં ઉલ્લેખવામાં આવેલી લિડિયા વિષે શું? સમય જતાં, તે સમજતી થઈ કે યહોવાહે તેને જરા પણ તરછોડી દીધી ન હતી. હવે તે કહે છે: “યહોવાહ હંમેશા અમને મદદ કરવા તૈયાર હતા. તેમણે અમને માર્ગદર્શન આપ્યું અને અમારા પગલાં દોર્યાં.”

યહોવાહ—કાળજી લેતા પ્રેમાળ દેવ

તમને ખરાબ બાબતો થાય ત્યારે તમે પણ ‘તેમના હાથનું સામર્થ્ય’ અનુભવી શકો. શા માટે? કેમ કે યહોવાહ તમારી કાળજી લે છે! અને તે સારા લોકોને દુષ્ટ બાબતો થવા દે છે છતાં, તે પ્રેમાળ દિલાસો પણ પૂરો પાડે છે. (૨ કોરીંથી ૧:૩, ૪) તે એમ કરે છે એની એક રીત ખ્રિસ્તી મંડળ દ્વારા છે. ત્યાં તમને ‘ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખતા મિત્રો’ મળી શકે, જેઓ કટોકટી આવી પડે ત્યારે તમને મજબૂત કરી શકે. (નીતિવચન ૧૮:૨૪) કોટોયો યાદ કરે છે: “ધરતીકંપ પછીના પહેલાં દિવસથી જ અમે ભાઈઓ ભેગા થતા હતા એ જગ્યાએ ગયા, અને અમને ઉત્તેજન તથા જરૂરી વસ્તુઓ મળ્યાં. એને લીધે મને સલામતિ લાગી. યહોવાહ અને ભાઈઓ આપણી સાથે હોય ત્યાં સુધી, મને લાગે છે કે આપણે કંઈ પણ સહન કરી શકીએ.”

યહોવાહ તમને એક વ્યક્તિ તરીકે ઓળખે છે તેથી, ખરાબ બાબતો થાય ત્યારે તે તમારી જરૂરિયાતોની કાળજી પણ લઈ શકે છે. ડેનિયલે પોતાના પિતાની ખોટનો સામનો કઈ રીતે કર્યો એ વિષે વિચારતા, તે કહે છે: “યહોવાહ તમારે માટે પિતા બને છે, અને તેમનું સંગઠન અનુકરણના નમૂના તરીકે આત્મિક પુરુષો પૂરા પાડે છે. મેં મારા પપ્પા સાથે સ્વાભાવિકપણે જ જેની ચર્ચા કરી હોત એવા પ્રશ્નોના જવાબ યહોવાહ હંમેશા પૂરા પાડે છે.” ડાયેનની મમ્મી ગુજરી ગઈ ત્યારથી માંડીને તેણે પણ યહોવાહની એવી જ પ્રેમાળ કાળજી અનુભવી છે. તે કહે છે: “વધુ મોટી, આત્મિક રીતે પરિપક્વ વ્યક્તિઓએ ઉત્તેજન, માર્ગદર્શન, અને સલાહ પૂરાં પાડ્યાં છે, જે દ્વારા તેમણે મને દોરવણી આપી છે અને કોઈ પણ નિરુત્સાહનો સામનો કરવા મને મદદ કરી છે.”

અલબત્ત, ખરાબ બાબતો અનુભવવી કદી પણ આનંદદાયક હોતું નથી. પરંતુ દેવ શા માટે એવી બાબતોને પરવાનગી આપે છે એ જાણીને દિલાસો મેળવો. પોતાને સતત યાદ દેવડાવો કે દેવ થોડા જ વખતમાં કોયડાનો ઉકેલ લાવશે. કેમ વળી, આપણે અનુભવેલી ખરાબ બાબતોની બધી અસર છેવટે ભૂંસી નાખવામાં આવશે! (યશાયાહ ૬૫:૧૭; ૧ યોહાન ૩:૮) સામનો કરવામાં મદદ માટે દેવ પૂરી પાડે છે એ બધી જોગવાઈઓનો લાભ લઈને તમે શેતાનને જૂઠો સાબિત કરવામાં પોતાનો ભાગ ભજવી શકો. સમય જતાં, ‘દેવ તમારી આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.’—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

થોડા જ વખતમાં દેવ બધી ખરાબ બાબતોનો અંત લાવશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો