બાઇબલનું દૃષ્ટિબિંદુ
શું વિશ્વાસઘાત પછી લગ્ન બચાવી શકાય? “હું તમને કહું છું, કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે.” —માત્થી ૧૯:૯.
એ શબ્દોથી ઈસુ ખ્રિસ્તે કોઈ ખ્રિસ્તીને અવિશ્વાસુ સાથીને છૂટાછેડા આપવાની છૂટ આપી.a તેમ છતાં, નિર્દોષ સાથી લગ્ન જાળવી રાખવાનું પસંદ કરે અને યુગલ પોતાનો સંબંધ પુનઃગઠિત કરવા માંગે તો શું? યુગલ સમક્ષ કયા પડકારો રહેલા છે, અને તેઓ એ પડકારો સફળતાપૂર્વક કઈ રીતે હાથ ધરી શકે? બાઇબલ આ પ્રશ્નોના કેવા જવાબ આપે છે એ આપણે જોઈએ.
પડી ભાંગેલું ઘર
પ્રથમ આપણે વિશ્વાસઘાતે પહોંચાડેલી હાનિનું પ્રમાણ સમજવું જોઈએ. ઈસુ ખ્રિસ્તે સમજણ આપી તેમ, લગ્નના ઉદ્ભવે હેતુ ઘડ્યો હતો કે પતિ અને પત્ની “હવેથી બે નથી, પણ એક દેહ છે.” તેમણે ઉમેર્યું: “માટે દેવે જેને જોડયું છે તેને માણસે જુદું પાડવું નહિ.” હા, લગ્નની રચના માનવીઓને જુદા ન પાડી શકાય એ રીતે જોડવાની છે. કોઈ વ્યક્તિ વ્યભિચાર આચરી લગ્ન માનતા તોડે છે ત્યારે, માનસિક પીડા આપતાં પરિણામો અનુસરે છે.—માત્થી ૧૯:૬; ગલાતી ૬:૭.
નિર્દોષ સાથી જે વિપદા ભોગવે છે એ એની સાક્ષી પૂરે છે. વ્યભિચારની અસરોને ઘરોને છિન્નભિન્ન કરી નાખનારા વાવાઝોડાનાં પરિણામો સાથે સરખાવી શકાય. ડો. શર્લી પી. ગ્લાસે અવલોક્યું: “મેં કામ કર્યું છે એવા કેટલાક દર્દીઓએ મને જણાવ્યું છે કે તેઓના સાથી મરણ પામ્યા હોત તો વધારે સહેલું પડત.” કબૂલ, પોતાના સાથીઓને મરણમાં ગુમાવનારા ઘણા અસહમત થઈ શકે. તેમ છતાં, સ્પષ્ટ છે કે વ્યભિચાર અતિ સંતાપ આપનારું દુઃખ પેદા કરે છે. કેટલાક લોકો પોતા સાથે થયેલા વિશ્વાસઘાતમાંથી કદી પૂરેપૂરા સાજા થતા નથી.
આવી મનોવેદનાની દૃષ્ટિએ, કોઈ પૂછી શકે, ‘શું વ્યભિચારને કારણે લગ્નનો અંત લાવી દેવો જોઈએ?’ એવું જરૂરી નથી. વ્યભિચાર અંગે ઈસુનું કથન દર્શાવે છે કે વિશ્વાસુ સાથી છૂટાછેડા આપવાનો વિકલ્પ ધરાવે છે, પરંતુ એમ કરવું તેના માટે ફરજ નથી. કેટલાંક યુગલો જેનો કચ્ચરઘાણ વાળી દેવામાં આવ્યો છે એને, જરૂરી ફેરફારો કરી, પુનઃબાંધવાનો અને મજબૂત કરવાનો નિર્ણય લે છે—જો કે કોઈ કારણ વ્યભિચારનું બહાનું બની શકતું નથી.
અલબત્ત, બંને સાથીઓ એકબીજાને વિશ્વાસુ હોય ત્યારે, વૈવાહિક સંબંધમાં જરૂરી ફેરફારો કરવા વધારે સારું છે. તેમ છતાં, વિશ્વાસઘાત થયો હોય ત્યારે પણ, કેટલાક નિર્દોષ સાથીઓ લગ્ન જાળવવાનું પસંદ કરે છે. આવો નિર્ણય, વાસ્તવિકતા નકારી સારું જ થશે એવી ઇચ્છા પર રચવાને બદલે, નિર્દોષ સાથીએ પરિણામો તોળી જોવાં જોઈએ. પત્ની શક્યપણે પોતાનાં બાળકોની જરૂરિયાતોનો તેમ જ પોતાની આત્મિક, લાગણીમય, શારીરિક, અને આર્થિક જરૂરિયાતોનો, વિચાર કરશે.b તે શાણી હશે તો, થયેલા નુકશાન પછી પોતાનું લગ્ન બચાવી શકાશે કે કેમ એનો પણ તેણે વિચાર કરવો જોઈએ.
શું લગ્ન બચાવી શકાય એમ છે?
વાવાઝોડાએ તારાજ કરેલું ઘર ફરી બાંધવા પહેલાં, બાંધનારે નક્કી કરવું જોઈએ કે એને પુનઃસ્થાપિત કરી શકાશે કે કેમ. તેવી જ રીતે, વિશ્વાસઘાતથી છિન્નભિન્ન થયેલો સંબંધ પુનઃઘટિત કરવાનો પ્રયત્ન કરવા પહેલાં, યુગલ—ખાસ કરીને વિશ્વાસુ સાથી—લગ્નમાં આત્મીયતા અને ભરોસો પુનઃસ્થાપિત કરવાની શક્યતાનો સાચો તાગ કાઢી લેવાનું ઇચ્છશે.
એક ઘટક એ પણ વિચારવાનો છે કે ગુનેગાર સાથી નિષ્ઠાવાન પસ્તાવો બતાવે છે કે પછી “પોતાના મનમાં” હજુ વ્યભિચાર કરી રહ્યો છે. (માત્થી ૫:૨૭, ૨૮) પોતે બદલાવાનું વચન આપે છતાં, શું તે પોતાના અનૈતિક સંબંધનો સદંતર અંત લાવવા અચકાય છે? (નિર્ગમન ૨૦:૧૪; લેવીય ૨૦:૧૦; પુનર્નિયમ ૫:૧૮) શું તેની નજર હજુ ભટક્યા કરે છે? શું તે પોતાના વ્યભિચાર માટે પોતાની પત્નીને દોષ દે છે? એમ હોય તો, લગ્નમાં ભરોસો કરવાના પ્રયત્નો સફળ થવાની શક્યતાઓ નથી. બીજી તર્ફે, તે ગેરકાનૂની અનૈતિક સંબંધનો અંત લાવે, પોતાના દુરાચારની જવાબદારી સ્વીકારે, અને બતાવી આપે કે પોતે લગ્ન પુનઃઘટિત કરવા પૂરેપૂરા તૈયાર છે, તેની પત્ની આશા રાખવાનું કારણ જોઈ શકતી હોવી જોઈએ કે સાચો ભરોસો એક દિવસ સ્થાપિત થઈ શકશે.—માત્થી ૫:૨૯.
વળી, શું વિશ્વાસુ સાથી પોતે માફ કરી શકે એવી સ્થિતિમાં પોતાને લાવી શકશે? એનો એવો પણ અર્થ નથી થતો કે જે બન્યું એના ગહન જખમની લાગણીઓ તેણે વ્યક્ત ન કરવી અથવા તો એવો ઢોંગ કરવો કે કંઈ જ થયું નથી. એનો એવો અર્થ જરૂર થાય છે કે પોતે, સમય જતાં, ઊંડી તિરસ્કારની લાગણી રાખી મૂકશે નહિ. આવી માફી સમય માંગી લે છે પરંતુ એ નક્કર પાયો પૂરો પાડે છે જેના પર લગ્ન ફરી બાંધી શકાય.
“કાટમાળ” સાફ કરવો
વિશ્વાસુ સાથી તેઓનું લગ્ન બચાવવાનું નક્કી કરે પછી, યુગલ ત્યાર પછી કયાં પગલાં ભરી શકે? વાવાઝોડાથી પુષ્કળ હાનિ પામેલા ઘર ફરતેનો કાટમાળ ખસેડવો જ જોઈએ તેમ, લગ્ન ફરતેનો “કાટમાળ” સાફ કરવો જ જોઈએ. યુગલ એકબીજા પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરે તો, આ કંઈક અંશે થઈ શકે છે. નીતિવચન ૧૫:૨૨ કહે છે: “સલાહ લીધા (“ખાનગી વાતચીત,” NW) વગરના ઈરાદા રદ જાય છે.” “ખાનગી વાતચીત,” ભાષાંતર પામેલા હેબ્રી શાસ્ત્રવચનનો ગર્ભિતાર્થ આત્મીયતા દર્શાવે છે અને એનું ગીતશાસ્ત્ર ૮૯:૭માં “સભા” (“આત્મીયતાભર્યું વૃંદ,” NW) ભાષાંતર કરવામાં આવ્યું છે. એ માટે એમાં, ફક્ત ઉપરછલ્લી વાતચીત નહિ, પરંતુ પ્રમાણિક અને વારંવાર વાતચીતનો સમાવેશ થાય છે જેમાં બંને પક્ષો પોતાની સૌથી ગહન લાગણીઓ વ્યક્ત કરે.—નીતિવચન ૧૩:૧૦.
દાખલા તરીકે, કેટલાક કિસ્સાઓમાં વિશ્વાસુ સાથી પોતાના પતિને આગળ પ્રશ્નો પૂછવાનું ઇચ્છી શકે. બાબત કઈ રીતે શરૂ થઈ? એ કેટલા વખત ચાલી? એ વિષે બીજું કોણ જાણે છે? કબૂલ, આવી વિગતોની ચર્ચા કરવી યુગલ માટે દુઃખદ થશે. તેમ છતાં, વિશ્વાસુ સાથીને ભરોસો પુનઃસ્થાપિત કરવા આવી માહિતી જરૂરી બની શકે. એમ હોય તો, અવિશ્વાસુ સાથી પ્રમાણિકપણે અને વિચારવંત રીતે જવાબ આપે. તેણે બાબતો પ્રેમાળ અને માયાળુ રીતે સમજાવવી જોઈએ, લક્ષમાં રાખવું જોઈએ કે પરસ્પર વાતચીત કરવાનો હેતુ ઘા રુઝવવાનો છે, લાગણી દુભવવાનો નથી. (નીતિવચન ૧૨:૧૮; એફેસી ૪:૨૫, ૨૬) જે બન્યું એ વિષે પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં આવે ત્યારે, બંનેએ નિર્દેશન લાગુ પાડવાની, આત્મસંયમ જાળવવાની, અને સહાનુભૂતિપૂર્વક સાંભળવાની જરૂર છે.c—નીતિવચન ૧૮:૧૩; ૧ કોરીંથી ૯:૨૫; ૨ પીતર ૧:૬.
જેઓ યહોવાહના સાક્ષીઓ છે તેઓ મંડળના વડીલોને સહાય કરવા વિનંતી કરી શકે. અલબત્ત, ખ્રિસ્તીઓ માટે જરૂરી બને છે કે તેઓ વ્યભિચાર જેવાં ગંભીર પાપ તાત્કાલિક વડીલો સમક્ષ કબૂલ કરે, જેઓ આ યુગલની અને મંડળની આત્મિક ભલાઈની ચિંતા રાખે છે. એવું બની શકે કે વ્યભિચારી વ્યક્તિ વડીલોને મળે ત્યારે, તે સાચો પસ્તાવો બતાવે અને એમ તેને મંડળમાં રહેવાની પરવાનગી આપવામાં આવે. એવા કિસ્સામાં, વડીલો બંને સાથીઓને સતત સહાય કરી શકે.—યાકૂબ ૫:૧૪, ૧૫.
પુનઃગઠન
યુગલ શક્ય એટલે તબક્કે પોતાની લાગણીઓ સ્થિર કરે પછી, તેઓ પોતાના લગ્નના મહત્ત્વનાં પાસાંનું પુનઃઘટન કરવાની સારી સ્થિતિમાં આવે છે. ઉત્સુક વાતચીત સંચાર ચાલુ રાખવાની જરૂર છે. નબળાઈ નજરે પડે ત્યાં, યોગ્ય ફેરફારો કરવા જોઈએ.
ફેરફાર કરવાની જરૂર પ્રાથમિક રીતે ગુનેગાર સાથી પર આવશે. તેમ છતાં, વિશ્વાસુ સાથીએ લગ્નમાં નબળો વિસ્તાર દૃઢ કરવામાં પોતાનો ભાગ ભજવવો જોઈએ. એનો એવો અર્થ નથી થતો કે વ્યભિચાર પત્નીનો દોષ છે અથવા એને માટે કોઈ બહાનું કાઢી શકાય—આવું પાપ કરવાનું કોઈ બહાનું યોગ્ય નથી. (સરખાવો ઉત્પત્તિ ૩:૧૨; ૧ યોહાન ૫:૩) એનો ફક્ત એટલો જ અર્થ થાય છે કે લગ્નમાં સમસ્યાઓ હોય શકે જે હલ કરવાની જરૂર હતી. પુનઃગઠન સહિયારી યોજના છે. શું પરસ્પર મૂલ્યો અને ધ્યેયો દૃઢ કરવાની જરૂર છે? શું આત્મિક પ્રવૃત્તિઓની અવગણના કરવામાં આવી છે? વિશિષ્ટ નબળાઈઓ શોધી કાઢવાની અને જરૂરી ફેરફારો કરવાની આ પ્રક્રિયા, તદ્દન પાયમાલ થઈ ગયેલા લગ્નનું પુનઃગઠન કરવા માટે અત્યંત જરૂરી છે.
જાળવણી
એક સારી રીતે બાંધવામાં આવેલા ઘરને પણ જાળવણીની જરૂર છે. તો પછી પુનઃગઠિત સંબંધની જાળવણી કરવી કેટલું મહત્ત્વનું છે. યુગલે સમય પસાર થઈ જવા દેવો જોઈએ નહિ જે તેઓના નવા નિર્ધારો જાળવી રાખવાની નિર્ણાયકતા કોતરી નાખે. નજીવી પીછેહઠોનો, જેમ કે વાતચીત સંચારમાં પાછી પીછેહઠ આવી જાય, અનુભવ થાય તો નિરાશ થવાને બદલે, તેઓએ ફરી પાછા પાટે ચઢવા તાત્કાલિક પગલાં લેવાં જોઈએ અને આગળ વધતા રહેવાનું ચાલુ રાખવું જોઈએ.—નીતિવચન ૨૪:૧૬; ગલાતી ૬:૯.
સર્વ ઉપરાંત, પતિ અને પત્નીએ પોતાના આત્મિક નિત્યક્રમને સૌથી અગ્રીમતા આપવી જોઈએ, એને કે લગ્નને કદી અન્ય કોઈ પ્રવૃત્તિથી ગૌણ બનાવવી જોઈએ નહિ. ગીતશાસ્ત્ર ૧૨૭:૧ કહે છે: “જો યહોવાહ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે.” વળી, ઈસુએ ચેતવણી આપી: “જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળતો નથી, તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે, કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું; અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા, ને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો.”—માત્થી ૭:૨૪-૨૭.
હા, બાઇબલ સિદ્ધાંતો અવગણવામાં આવે કારણ કે એ પાળવા અઘરા લાગતા હોય તો, લગ્ન વફાદારીની બીજી ઝંઝાવાતી કસોટીનો ભોગ બનવાની શક્યતા રહેશે. તેમ છતાં, પતિ અને પત્ની સર્વ વાતે બાઇબલ ધોરણો જાળવી રાખે તો, તેઓના લગ્ન પર દૈવી આશીર્વાદ આવશે. તેઓ પાસે વૈવાહિક વિશ્વાસુપણા માટે સૌથી શક્તિશાળી ઉત્તેજન પણ છે—લગ્નના ઉદ્ભવ યહોવાહ દેવને ખુશ કરવાની ઇચ્છા.—માત્થી ૨૨:૩૬-૪૦; સભાશિક્ષક ૪:૧૨.
[Footnotes]
a વ્યક્તિ વ્યભિચારી સાથીને છૂટાછેડા આપવાનું શા માટે પસંદ કરી શકે એનાં વાજબી કારણો છે. આ બાબતની વિગતવાર ચર્ચા માટે, સપ્ટેમ્બર ૮, ૧૯૯૫ના અવેક!ના અંકમાં “બાઇબલનું દૃષ્ટિબિંદુઃ વ્યભિચાર—માફ કરવું કે નહિ? જુઓ.
b આપણે અવિશ્વાસુ સાથીને પુરુષ તરીકે ઉલ્લેખીએ છીએ. એક મત અંદાજે છે કે સ્ત્રીઓ કરતાં પુરુષનો વિશ્વાસઘાત દર બમણો છે. તેમ છતાં, ચર્ચવામાં આવેલા સિદ્ધાંતો, નિર્દોષ સાથી ખ્રિસ્તી પુરુષ હોય ત્યારે પણ, સરખી રીતે લાગુ પડે છે.
c સારી રીતે સાંભળવા વિષે માહિતી મેળવવા, અવેક! જાન્યુઆરી ૨૨, ૧૯૯૪, પાન ૬-૯, અને ડિસેમ્બર ૮, ૧૯૯૪, પાન ૧૦-૧૩ જુઓ.