વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૫/૮ પાન ૨૨-૨૪
  • હું જ કેમ આટલો માંદો પડુ છું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હું જ કેમ આટલો માંદો પડુ છું?
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘આ મને કેમ થાય છે?’
  • ભયનો સામનો કરવો
  • માંદા પડવાનો પડકાર
  • તબીબી મુલાકાતો—ગમ્મત નથી
  • હું સખત માંદગીનો સામનો કઈ રીતે કરી શકું?
    સજાગ બનો!—૧૯૯૭
  • જેસન વર્લ્ડસ: જો આપણે યહોવાની ટીમમાં છીએ, તો જીત પાકી છે
    પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
  • મોટી બીમારીથી પીડાતા હોય
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • લાંબા સમયની બીમારીનો સામનો કરવા શું બાઇબલ મદદ કરી શકે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૫/૮ પાન ૨૨-૨૪

યુવાન લોકો પૂછે છે . . .

હું જ કેમ આટલો માંદો પડુ છું?

જે સન ૧૩ વર્ષનો હતો ત્યારે, તેણે પોતાના હૃદયમાં યહોવાહના સાક્ષીઓના જગતભરના મુખ્ય મથક બ્રુકલિન, ન્યૂ યોર્ક, બેથેલ ખાતે ભાવિમાં પૂરા-સમયના સેવક તરીકે કાર્ય કરવાનો નિર્ણય કર્યો. તેણે પોતા માટે એક લાકડાની પેટી બનાવી અને એને પોતાની બેથેલ પેટી કહી. તેણે આ પેટીમાં વસ્તુઓ એકત્ર કરવા માંડી જે વિષે તેને લાગ્યું કે એ તેની બેથેલ કારકિર્દીમાં ઉપયોગી નીવડશે.

તેમ છતાં, ત્રણ મહિના પછી જ તેની ૧૮મી વર્ષગાંઠે, જેસનમાં ક્રોન્ઝ રોગનાં લક્ષણો નજરે પડ્યાં—મોટાં આંતરડાંનું અવિરત, પીડાકારક દરદ. “એણે મને હતાશ બનાવી દીધો,” તે યાદ કરે છે. “હું ફક્ત એટલું જ કરી શકતો કે મારા પપ્પાને કામ પર ફોન કરતો અને રડતો. હું જાણતો હતો કે, બીજું કંઈ નહિ તોપણ, બેથેલ જવાનું મારું સ્વપ્ન ધૂળમાં મળી ગયું.”

માંદગી મૂળભૂત કારણ છે કે શા માટે “અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.” (રૂમી ૮:​૨૨) અકથ્ય કરોડો યુવાનોનો આજે માંદાઓમાં સમાવેશ થાય છે. ઘણા યુવાન લોકો છેવટે સારા થાય છે. પરંતુ અન્યોએ રોગોનો સામનો કરવો પડે છે જે કાયમી હોય છે અથવા, કેટલાક કિસ્સાઓમાં, જીવનને ધમકીરૂપ હોય છે. યુવાનો ઘણી વાર પીડાય છે એવા રોગોમાં દમ, મધુપ્રમેહ, પાંડુરોગ, ચેપી માંદગીઓ, જલંદર, માનસિક બીમારી, કેન્સર, અને અન્ય ઘણાનો સમાવેશ થાય છે. કેટલાક યુવાનો અનેક માંદગીથી પીડાતા હોય છે.

‘આ મને કેમ થાય છે?’

માંદગી ઘણી વાર, શારીરિક પીડાની વાત બાજુએ રાખીએ તોપણ, માનસિક અને લાગણીમય તણાવ પેદા કરે છે. દાખલા તરીકે, માંદગીને કારણે તમે મહિનાઓ સુધી શાળામાં ગેરહાજર રહો તો, તમે શૈક્ષણિક રીતે પાછળ પડી જશો એટલું જ નહિ, પરંતુ તમને સમાજથી પણ અલગ થઈ ગયાની લાગણી થશે. વખતોવખત દવાખાને રહેવું પડતું હોવાથી, ૧૨-વર્ષનો સન્‍ની શાળા ચૂકી જવા લાગે છે ત્યારે, તેને ચિંતા થાય છે: “મારા સહાધ્યાયીઓ શું કરી રહ્યા છે? આજે હું શું ચૂકી જઈ રહ્યો છું?”

તેવી જ રીતે, તમે એટલા માંદા હો કે ખ્રિસ્તી સભાઓમાં ન જઈ શકો અથવા બાઇબલ પણ ન વાંચી શકો તો, આત્મિક વૃદ્ધિને હાનિ પહોંચતી જણાય શકે છે. આ તબક્કે તમને વધારાના લાગણીમય અને આત્મિક ટેકાની જરૂર છે. શરૂઆતમાં, તમે કરવામાં આવેલું નિદાન માનવા તૈયાર ન હોય શકો. પછીથી, તમને ઘણો ગુસ્સો આવી શકે, કદાચ પોતા પર, એવું વિચારીને કે તમે કોઈક રીતે માંદગી ટાળી શક્યા હોત. તમને પોકારી ઊઠવાનું મન થઈ આવશે, ‘શા માટે દેવે આ મને થવા દીધું?’ (સરખાવો માત્થી ૨૭:૪૬.) વાસ્તવમાં, ઓછામાં ઓછી કંઈક ઉદાસીનતા અનુભવવી સામાન્ય બાબત છે.

વધુમાં, યુવાન કદાચ એવી પણ કલ્પના કરી શકે કે પોતે કોઈ ખાસ પ્રયત્ન કરે તો, જેમ કે વધારે સારા થવા પ્રયાસ કરે, દેવ તેની માંદગી દૂર કરશે. તેમ છતાં, આવી વિચારસરણી નિરાશા તરફ દોરી લઈ જઈ શકે, કેમ કે દેવ આ સમયે ચમત્કારિક સાજાપણાનું વચન આપતા નથી.—૧ કોરીંથી ૧૨:૩૦; ૧૩:​૮, ૧૩.

તમે આશા રાખી હશે કે તમારે કદી મરવું નહિ પડે—એટલે કે દેવ “મોટી વિપત્તિ” લાવશે ત્યારે તમે જીવંત હશો. (પ્રકટીકરણ ૭:​૧૪, ૧૫; યોહાન ૧૧:૨૬) એમ હોય તો, તમને જીવલેણ માંદગી થઈ છે એ જાણી તમને બમણો શોક લાગશે. તમે વિચારવા લાગશો કે તમે એવું તો કંઈ નથી કર્યુંને જે દેવને માઠું લગાડે, અથવા તમે વિચારશો કે દેવે પ્રમાણિકતાની કોઈ ખાસ કસોટી માટે તમને અલગ તારવ્યા છે. તેમ છતાં, આ યોગ્ય નિષ્કર્ષો નથી. “દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી,” દેવનો શબ્દ, બાઇબલ કહે છે. (યાકૂબ ૧:​૧૩) માંદગી અને મરણ વર્તમાન માનવી પરિસ્થિતિના દુઃખદ ભાગો છે, અને આપણે સહુ “પ્રસંગ તથા દૈવયોગ”ને આધીન છીએ.—સભાશિક્ષક ૯:​૧૧.

ભયનો સામનો કરવો

ગંભીર માંદગીમાં પટકાવું તમારા માટે પહેલી વખત ગહન ભયનું કારણ પણ બની શકે. હાવ ઈટ ફીલ્સ ટુ ફાઈટ ફોર યોર લાઈફ પુસ્તક ગંભીર માંદગીવાળા ૧૪ યુવાનોનાં અવલોકનો નોંધે છે. દાખલા તરીકે, દસ વર્ષના અન્તોનને ભય લાગ્યો કે પોતે ભારે દમના હુમલા વખતે મરણ પામશે. અને હાડકાના કેન્સર સામે ઝઝૂમી રહેલી, ૧૬ વર્ષની એલીઝાબેથને ભય હતો કે પોતે સૂઈ જશે અને ફરી ઊઠશે નહિ.

જો કે, કેટલાક યુવાનોને જુદા જ પ્રકારના ભય હોય છે—તેમને કદી કોઈ પરણવા માંગશે નહિ એવો ભય અથવા તેઓને જીવનમા હવે પછી તંદુરસ્ત બાળકો થશે નહિ. અન્ય યુવાનિયાઓ ભય સેવે છે કે તેઓની માંદગી ચેપી હોય કે ન હોય, પોતાનો ચેપ કુટુંબના અન્ય સભ્યોને લાગશે.

રોગ થાળે પડી ગયો હોય અથવા સારો થઈ રહ્યો હોય છતાં, એ ફરી ઊથલો મારતાં, ભય પુનઃવ્યાપી શકે. તમને એવો ભય લાગ્યો હોય તો, તમે જાણો છો કે એ ખરેખરો ભય છે. સદ્‍ભાગ્યે, નકારાત્મક ભાવાવેશોનો શરૂઆતનો ઉછાળો સમય જતાં ઓસરી જાય છે. પછી તમે તમારા સંજોગોનું વધુ વાસ્તવિક મૂલ્યાંકન કરવા લાગો છો.

માંદા પડવાનો પડકાર

“તમે યુવાન હો છો ત્યારે, તમને એમ લાગે છે કે તમે અજેય છો,” ઉપર ઉલ્લેખાયેલો જેસન અવલોકે છે. “પછી, એકાએક, ગંભીર માંદગીમાં પટકાવું તમને એમાંથી બહાર ખેંચી કાઢે છે. તમને લાગે છે તમે રાતોરાત ઘરડા થઈ ગયા, કેમ કે તમારે થંભી જવું પડે છે અને તમે કામમાં ધીમા પડી જાવ છો.” હા, નવી મર્યાદાઓનો સામનો કરવો પડકાર છે.

જેસનને માલૂમ પડ્યું કે અન્યો તમારી પરિસ્થિતિ સમજવામાં નિષ્ફળ જાય છે ત્યારે, વળી બીજો એક મોટો પડકાર ખડો થાય છે. જેસનને, જેને “અદૃશ્ય માંદગી” કહી શકાય, એ છે. તેનો બાહ્ય દેખાવ આંતરિક સમસ્યા ઢાંકે છે. “મારું શરીર ખોરાક જોઈએ તેટલો પાચન કરતું નથી,” જેસન સમજાવે છે, “તેથી મારે ઘણી વાર ખાવું પડે છે અને હું બીજાઓનાં કરતાં વધારે ખાઉં છું. તોપણ, હું દુબળો જ રહું છું. વળી, ઘણી વખત હું એટલો થાકી જાઉં છું કે ભરબપોરે પણ મારી આંખો ખુલ્લી રાખી શકતો નથી. પરંતુ લોકો એવાં વિવેચનો કરે છે જે દર્શાવે છે કે તેઓને એમ લાગે છે કે હું પ્રમાદી કે આળસુ છું. તેઓ આવી વાતો કરે છે: ‘તને ખબર છે તું એનાથી વધુ સારું કરી શકે છે. તું તો પ્રયત્ન પણ કરતો નથી!’”

જેસનને નાનાં ભાઈબહેનો પણ છે જેઓ હંમેશા સમજતા નથી કે શા માટે તે અગાઉની જેમ બાબતો કરી શકતો નથી, જેમ કે તેઓને બોલ રમવા બહાર લઈ જતો નથી. “પરંતુ હું જાણું છું કે મને કંઈ ઈજા થશે તો,” જેસન અવલોકે છે, “સાજા થતા મને સપ્તાહો લાગશે. તેઓ મારું દુઃખ તેઓના દુઃખ સાથે સરખાવવા પ્રયત્ન કરી કહે છે, ‘તે ફક્ત ધ્યાન ખેંચવા જ ઉંહકારા ભરે છે.’ તેઓનું સૌથી કપરું દુઃખ કદાચ પગનું મચકોડાય જવું જ હોય શકે, તેથી તેઓ મારું દુઃખ શું છે એની કલ્પના સુદ્ધાં કરી શકતા નથી.”

તમારી માંદગી તમારા કુટુંબ પર બોજ મૂકતી હોય તો, તમે ગુનો કર્યાની લાગણી સામે લડતા હોય શકો. તમારા માબાપને પણ ગુનો કર્યાની લાગણી થતી હોય શકે. “મારા મા અને બાપ બંને એમ માને છે કે આ સમસ્યા તેઓએ મને આપી છે,” જેસન કહે છે. “ભૂલકાઓ સામાન્યપણે પોતે માંદા પડ્યા છે એવું જાણ્યા પછી એમાં ફેરગોઠવણ કરી લે છે. પરંતુ માબાપનો સમય કપરો હોય છે. તેઓ વારંવાર મારી સમક્ષ દિલગીરી વ્યક્ત કરે છે. તેઓની ગુનાઈત લાગણી દૂર કરવાના પ્રયત્નમાં મારે સતત મારાથી બનતું કરવું પડે છે.”

તબીબી મુલાકાતો—ગમ્મત નથી

તબીબની વારંવારની મુલાકાતો ચિંતાનું કારણ બની શકે. એનાથી તમને નાના અને નિઃસહાય હોવાની લાગણી થઈ શકે. ફક્ત દવાખાનાના તપાસ કરવાના ઓરડામાં વારો આવવાની રાહ જોતા બેસવું પણ કષ્ટદાયક લાગી શકે. “તમને . . . એટલું તો એકલવાયું લાગે કે કોઈ તમને સંગાથ આપે તો સારું થાય,” એમ ૧૪ વર્ષનો હૃદયનો દર્દી જોસેફ કહે છે. કહેતા દિલગીરી થાય છે, કેટલાક યુવાનિયાઓને એવો ટેકો, તેઓનાં માબાપ તરફથી પણ, મળતો નથી.

તબીબી ચકાસણીઓ પણ એ જ રીતે ચિંતા ઊભી કરી શકે. સાચું કહીએ તો, કેટલીક ચકાસણીઓ તદ્દન અણગમતી હોય શકે. વળી, ત્યાર પછી, પરિણામો આવે એની રાહ જોતા કદાચ તમારે દિવસો કે સપ્તાહો ચિંતામાં વીતાવવા પડી શકે. પરંતુ આ લક્ષમાં રાખોઃ તબીબી પરીક્ષણો કરાવવા શાળામાંની પરીક્ષાઓ જેવાં નથી; તબીબી સમસ્યા હોવાનો અર્થ એવો નથી થતો કે તમે કોઈક રીતે નાપાસ થયા છો.

હકીકતમાં, ચકાસણી તો અતિ મદદરૂપ માહિતી પૂરી પાડી શકે. એ બતાવી શકે કે તમને તબીબી સમસ્યા છે જેની સહેલાઈથી સારવાર થઈ શકે છે. અથવા, એમ ન હોય તો, પરીક્ષણ તમને બતાવવામાં મદદ કરી શકે કે તમે આ માંદગી છતાં જીવંત રહેવા શું કરી શકો. એ એવું પણ બતાવી શકે કે તમને તમે ધારતા હતા એ બીમારી છે જ નહિ. તેથી તમારી સ્થિતિ વિષે કોઈ નિષ્કર્ષો પર કૂદી પડવા પ્રયાસ ન કરો.

વધારે પડતી ચિંતા કરવી ફક્ત તમને કોરી ખાશે. બાઇબલ કહે છે તેમ: “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે.” (નીતિવચન ૧૨:૨૫) એને બદલે, દેવ આપણને આપણે આપણી ચિંતા તેમને કહીએ એવું આમંત્રણ આપે છે. આપણે ભરોસો કરવાની જરૂર છે કે તે આપણી કાળજી રાખે છે અને બીજું કે તે આપણને આપણે આપણી સમસ્યા સૌથી સારી રીતે હાથ ધરી શકીએ એ માટે તેમનું માર્ગદર્શન તથા ડહાપણ પૂરાં પાડશે.—ગીતશાસ્ત્ર ૪૧:૩; નીતિવચન ૩:​૫, ૬; ફિલિપી ૪:​૬, ૭; યાકૂબ ૧:૫.

આપણે ખુશ થઈ શકીએ કે આપણા ઉત્પન્‍નકર્તા યહોવાહ દેવે, આપણે ન્યાયી નવી દુનિયામાં જઈ શકીએ એ માટે, જોગવાઈઓ કરી છે. તે તો જેઓ મરણ પામ્યા છે તેઓનું પણ પુનરુત્થાન કરશે, તેઓને એ નવી દુનિયાનો આનંદ માણવાની તક આપશે. તે સમયે, બાઇબલ આપણને ખાતરી આપે છે: “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયાહ ૩૩:૨૪.

તદપર્યંત, તમારે તમારી ગંભીર માંદગી સાથે લડતા રહેવું પણ પડે. તેમ છતાં, તમે તમારી પરિસ્થિતિ સૌથી સારી રીતે હાથ ધરવા ઘણી વ્યવહારુ બાબતો કરી શકો છો. એ આપણે ભાવિ લેખમાં ચર્ચીશું.

[Caption on page ૨૩]

તમે પૂછી શકો, ‘શા માટે દેવે મને આમ થવા દીધું છે?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો