વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૮/૮ પાન ૧૦-૧૩
  • ઇંટરનેટ શા માટે સાવધ રહેવું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઇંટરનેટ શા માટે સાવધ રહેવું?
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાળકોનું શોષણ કરનારાઓથી સાવધાન રહો!
  • માબાપના માર્ગદર્શનની જરૂર
  • સમતોલ દૃષ્ટિ રાખો
  • ઇંટરનેટ શું તમને ખરેખર એની જરૂર છે?
    સજાગ બનો!—૧૯૯૭
  • ઇંટરનેટના જોખમથી હું કઈ રીતે બચી શકું?
    સજાગ બનો!—૨૦૦૦
  • ઇંટરનેટ શું છે?
    સજાગ બનો!—૧૯૯૭
  • બાળકો ઇન્ટરનેટ વાપરે ત્યારે માબાપે શું કરવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૯
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૮/૮ પાન ૧૦-૧૩

ઇંટરનેટ શા માટે સાવધ રહેવું?

ઇં ટરનેટ શૈક્ષણિક ઉપયોગ અને રોજીંદા સંચાર માટે ચોક્કસ કાર્યક્ષમ છે. એની આકર્ષક ઊચ્ચ-ટેકનોલૉજી કાઢી નાખવામાં આવે તો, ઇંટરનેટ અમુક એવા જ પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલું છે કે જે ટેલિવિઝન, ટેલિફોન, વર્તમાનપત્રો, અને પુસ્તકાલયો લાંબા સમયથી અસરગ્રસ્ત છે. આ રીતે, એક યોગ્ય પ્રશ્ન થઈ શકે, શું ઇંટરનેટમાં સમાવિષ્ટ માહિતી મારા કુટુંબ અને મારા માટે અયોગ્ય છે?

સંખ્યાબંધ અહેવાલોએ ઇંટરનેટ પર બીભત્સ સામગ્રીની પ્રાપ્યતા પર સ્પષ્ટીકરણ કર્યું છે. છતાં, શું એ એવું સૂચવે છે કે ઇંટરનેટ કેવળ જાતીય દૂષણોથી ભરેલો ખાળકૂવો છે? અમુક દલીલ કરે છે કે આ ભારે અતિશયોક્તિ છે. તેઓ દલીલ કરે છે કે વાંધાજનક સામગ્રી શોધવા માટે વ્યક્તિએ સાવધ અને વિચારપૂર્ણ પ્રયત્ન કરવો પડે છે.

એ સાચું છે કે બિનફાયદાકારક સામગ્રી શોધવા માટે વ્યક્તિએ ખાસ પ્રયત્ન કરવો પડે છે, પરંતુ બીજાઓ દલીલ કરે છે કે ઇંટરનેટ પર અન્યત્ર કરતાં એ એકદમ વધારે સરળતાથી શોધી શકાય છે. થોડાંક જ બટન દબાવીને, ઉપયોગ કરનાર વાસનામય સામગ્રી શોધી શકે છે, જેમ કે જાતીય રીતે નગ્‍ન ફોટા જેમાં ઑડીયો અને વિડીયો જોડાણોનો સમાવેશ થાય છે.

ઇંટરનેટ પર કેટલી બીભત્સતા હોય છે એ વાદવિવાદ તાજેતરમાં ઉગ્ર ચર્ચાનો વિષય છે. કેટલાકને લાગે છે કે પ્રસરતી સમસ્યાનો અહેવાલ કદાચ અતિશયોક્તિપૂર્વક સૂચવવામાં આવે છે. તોપણ, તમને જાણવા મળે કે તમારા મકાનના વાડામાં ૧૦૦ ઝેરી સાપ નહિ પણ ફક્ત બે-ચાર જ છે તો, શું તમે તમારા કુટુંબની સલામતી માટે કંઈ ઓછા ચિંતાતુર બનશો? જેઓ પાસે ઇંટરનેટની પહોંચ છે તેઓએ સાવચેતી રાખવામાં શાણા બનવું જોઈએ.

બાળકોનું શોષણ કરનારાઓથી સાવધાન રહો!

તાજેતરના વ્યાપક સમાચારો દર્શાવે છે કે અમુક બાળકો સાથે જાતીય કુકર્મ કરનારાઓ યુવાનો સાથે ઇંટરનેટ દ્રારા પારસ્પરિક ગપસપ ચર્ચવા જોડાય છે. પોતે યુવાન બાળકો હોવાનો ડોળ કરી, આ પુખ્તો અજાણ્યા યુવાનિયાઓ પાસે લુચ્ચાઈપૂર્વકથી નામો અને સરનામાંઓ કઢાવી લે છે.

ધ નૅશનલ સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ એક્સપ્લોઈટેડ ચિલ્ડ્રન (એનસીએમઈસી) આ પ્રવૃત્તિઓના અમુક દસ્તાવેજી પુરાવાઓ આપે છે. ઉદાહરણ તરીકે, ૧૯૯૬માં, પોલીસે યુ.એસ.એ. દક્ષિણ કૅરોલીનાની ૧૩ અને ૧૫ વર્ષની બે છોકરીઓ શોધી કાઢી, જે એક સપ્તાહથી ગુમ થઈ ગઈ હતી. તેઓ ૧૮-વર્ષ-વયના છોકરા સાથે બીજા રાજ્યમાં ગઈ હતી જેને તેઓ ઇંટરનેટ પર મળ્યા હતા. ૧૪-વર્ષ-વયના છોકરાને, તેના માબાપ ઘરે ન હતા ત્યારે ગેરકાયદે જાતીયતા આચરવા લલચાવવા માટે તેના ઘરની મુલાકાત લેવા બદલ એક ૩૫-વર્ષ-વયના માણસ પર આરોપ મૂકવામાં આવ્યો. બંને કિસ્સાઓમાં ઇંટરનેટ ગપસપ સ્થાનક દ્રારા વાતચીત શરૂ થઈ. બીજો એક પુખ્ત વ્યક્તિ, ૧૯૯૫માં, ઇંટરનેટ પર ૧૫-વર્ષ-વયના છોકરાને મળ્યો હતો અને હિંમતથી તેને મળવા માટે તેની શાળામાં ગયો હતો. વધુમાં બીજા એક પુખ્ત વ્યક્તિએ ૧૪-વર્ષ-વયની છોકરી સાથે જાતીય સંબંધ બાંધ્યાનું કબૂલ્યું. તેણે ઇંટરનેટ સત્તાવાર હેવાલ બોર્ડ મારફતે તરૂણ વયનાઓ સાથે સંપર્ક સાધવા તેના પિતાના કૉમ્પ્યુટરનો ઉપયોગ કર્યો હતો. તે આ પુખ્તને પણ ઇંટરનેટ પર મળી હતી. આ સર્વ યુવાનિયાઓને છેવટે પોતાની ઓળખ આપવા પટાવવામાં આવ્યા હતા.

માબાપના માર્ગદર્શનની જરૂર

જોકે ઉપરોક્ત કિસ્સાઓ સરખામણીમાં જવલ્લે જ બનતા હોય, છતાં પણ માબાપોએ આ બાબત કાળજીપૂર્વક તપાસવી જ જોઈએ. ગુના અને શોષણનું લક્ષ્યાંક બનવાથી પોતાનાં બાળકોને રક્ષવા માબાપ પાસે કયાં સાધનો પ્રાપ્ય છે?

કંપનીઓએ ભાતભાતની સગવડ ઑફર કરવાનું શરૂ કર્યું છે કે જેનો પ્રસાર ચલચિત્રોવાળાઓની જેમ જ રેટીંગ પદ્ધતિથી માંડીને અનિચ્છનીય વિષયો કાપવાવાળી વર્ડ-ડીટેક્શન સોફ્ટવેર, પ્રુફ-ઑફ-એજ પદ્ધતિઓ સુધી છે. અમુક પદ્ધતિ એવી છે કે જે સામગ્રી કુટુંબના કૉમ્પ્યુટરમાં પહોંચે એ પહેલાં રોકી દે છે. તેમ છતાં, મોટા ભાગની આવી પદ્ધતિઓ તૃટિરહિત નથી, અને અનેક પદ્ધતિઓ દ્રારા બદલી શકાય છે. યાદ રાખો, ઇંટરનેટની મૂળ રચના અડચણોનો પ્રતિરોધ કરવા માટે બનાવેલ હતી, એથી વચ્ચે કાપી નાખવું મુશ્કેલ છે.

સજાગ બનો! સાથેની એક મુલાકાતમાં, એક પોલીસ જે કેલિફોર્નિયામાં બાળ અત્યાચાર સંશોધન વૃંદનો અધિકારી છે તે આ સલાહ આપે છે: “માબાપે આપવાના માર્ગદર્શન માટે કોઈ અવેજ નથી. મારે પોતાને ૧૨-વર્ષ-વયનું બાળક છે. મારી પત્ની અને મેં તેને ઇંટરનેટનો ઉપયોગ કરવા માટે છૂટ આપી છે, પરંતુ અમે એ કુટુંબ તરીકે ભેગા મળી કરીએ છીએ અને અમે એના માટે જે સમય ફાળવવાના છીએ એ કાળજીપૂર્વક રીતે નક્કી કરીને સુરક્ષિત છીએ.” આ પિતા મુખ્યત્વે ગપસપ સ્થાનક વિષે સાવધ રહે છે, અને તે એના ઉપયોગ વિષે દૃઢતાથી પ્રતિબંધ મૂકે છે. તે ઉમેરે છે: “કૉમ્પ્યુટર મારા પુત્રના રૂમમાં નહિ પણ ઘરના ખુલ્લા ભાગમાં છે.”

માબાપોએ પોતાનાં બાળકો માટે તેઓ ઇંટરનેટના કયા ઉપયોગની છૂટ આપશે એ નક્કી કરવામાં સક્રિય રસ લેવાની જરૂર છે. કઈ વ્યવહારુ અને વાજબી સાવચેતી વિચારવી જોઈએ?

સાન જોસ મરક્યુરી ન્યૂઝનો સ્થાયી લેખક ડેવિડ પ્લોટનીકોફ માબાપો જેઓએ ઘરે ઇંટરનેટ લાવવા માટે નિશ્ચય કર્યો છે તેઓને અમુક ઉપયોગી માહિતીની સલાહ આપે છે.

• તમારા યુવાનિયાઓ તમારી સાથે કામ કરે ત્યારે સૌથી વધુ લાભ થાય છે. ત્યારે તેઓ તમારી તાગશક્તિ અને માર્ગદર્શનનું મૂલ્ય શીખે છે. તે ચેતવણી આપે છે તમારા નિર્દેશન વગર, “વૅબ પરની સર્વ માહિતી કેવળ પ્યાલા વગરના પાણી જેવી છે.” જેનો તમે આગ્રહ રાખો છો એ ધોરણો “સામાન્ય-બુદ્ધિની બાબતો છે જે વિષે તમે સર્વ સમયે તમારાં બાળકોને શીખવ્યું છે.” અપરિચિતો સાથે વાત કરવા સંબંધી તમે જે ધોરણો શીખવ્યાં છે એ એક ઉદાહરણ છે.

• ઇંટરનેટ એક જાહેર સ્થાન છે અને બાળકોને એની દેખરેખ હેઠળ છૂટાં મૂકવાં જોઈએ નહિ. “શું, તમે તમારા ૧૦-વર્ષ-વયના બાળકને મોટા શહેરમાં છોડી મૂકીને થોડાક કલાક માટે આનંદપ્રમોદ કરવાની પરવાનગી આપશો?”

• ઇંટરનેટ પર રમતો રમવા માટે ગપસપ કરવા માટે અથવા ઘરકામ સંબંધી મદદ મેળવવા માટેના સ્થાન વચ્ચેની ભિન્‍નતાથી વાકેફ થવાનું શીખો.

એનસીએમઈસી ચોપાનિયું ચાઈલ્ડ સેફ્ટી ઑન ધ ઈન્ફોર્મેશન હાઈવે યુવાન લોકોને ઘણું માર્ગદર્શન આપે છે:

• તમારું સરનામું, તમારા ઘરનો ટેલિફોન નંબર, કે તમારી શાળાનું નામ અને સ્થળ જેવી વ્યક્તિગત માહિતી આપશો નહિ. તમારાં માબાપની પરવાનગી વગર ફોટાઓ મોકલશો નહિ.

• તમે એવી માહિતી મેળવો કે જે તમને બેચેન બનાવી દે તો તરત જ તમારાં માબાપને જાણ કરો. હલકા કે આક્રમણાત્મક સંદેશાઓનો કદી જવાબ ના આપો. તમારાં માબાપને તરત જ કહો જેથી કરીને તેઓ ઇંટરનેટ સેવાનો સંપર્ક સાધી શકે.

• ઇંટરનેટમાં ક્યાં સુધી જવું એ માટેનાં ધોરણો નક્કી કરવામાં તમારાં માબાપને સહકાર આપો, ઇંટરનેટનો ઉપયોગ કરવા દિવસનો સમય અને સમયની લંબાઈ અને મુલાકાત માટે કયા વિસ્તારનો ઉપયોગ કરવો એનો સમાવેશ કરો; તેઓના બનાવેલાં ધોરણોને વળગી રહો.

યાદ રાખો કે સાવચેતીઓ પુખ્તો માટે પણ લાભદાયી છે. અમુક પુખ્તો તેમની નિષ્કાળજીને કારણે વણમાગ્યા સંબંધો અને ગંભીર સમસ્યાઓમાં ફસાઈ ચૂક્યા છે. ગપસપ સ્થાનકની રહસ્યાત્મકતા​—⁠સામ-સામે જોઈ શકવાની ઊણપ અને તેમના નામનું અનામીપણું​—⁠અમુકનો સંકોચ ઓછો થઈ ગયો છે અને સલામતીની ખોટી સમજણ પેદા થઈ છે. પુખ્તોએ સાવધ રહેવું જોઈએ!

સમતોલ દૃષ્ટિ રાખો

ઇંટરનેટમાં મળી આવતી અમુક સામગ્રી અને અનેક સેવાઓ શૈક્ષણિક રીતે મૂલ્યવાન છે અને એ ઉપયોગી થઈ શકે. કોર્પોરેશનની વધતી સંખ્યા તેમના ઇંટરનેટ નેટવર્ક, કે ઇંટ્રાનેટો પર પોતાના દસ્તાવેજી પુરાવા સંગ્રહી રાખે છે. હાલમાં ઇંટરનેટ-આધારિત વિડીયો અને ઑડીયોના માધ્યમથી સંમેલન કરવાની વાત વધી રહી છે આપણા પ્રવાસ અને વ્યાપાર-સભાની ઢબ કાયમ માટે બદલવા સમર્થ છે. કંપનીઓ પોતાના કૉમ્પ્યુટર સોફ્ટવેર વિતરણ માટે ઇંટરનેટનો ઉપયોગ કરે છે આ રીતે કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. અનેક સેવાઓ કે જે તાજેતરમાં જ વ્યાપારી કામકાજ હાથ ધરવા માટે કર્મચારી વર્ગનો ઉપયોગ કરે છે, જેમ કે પ્રવાસ અને શેર-દલાલી સેવાઓ પર સંભવિત: ખરાબ અસર પડશે, કારણ કે ઇંટરનેટનો ઉપયોગ કરનારને તેમની પોતાની અમુક કે સર્વ ગોઠવણો હાથ ધરવાનો અધિકાર મળી રહ્યો છે. હા ઇંટરનેટની અસર ઊંડી રહી છે, અને માહિતીના સહભાગી થવા વ્યાપાર કરવા, અને સમાચાર ફેલાવવાના મહત્ત્વના માધ્યમ તરીકે એ સંભવત: ચાલુ જ રહેશે.

બધા ઓજારની જેમ, ઇંટરનેટના લાભદાયી ઉપયોગો છે. છતાં, દુરુપયોગ થવાની સંભાવના રહેલી છે. અમુક વ્યક્તિ ઇંટરનેટનાં હકારાત્મક પાસા વધુ માનીને પસંદ કરી શકે, એ જ વખતે અન્ય વ્યક્તિ પસંદ ના કરે. એક ખ્રિસ્તીને વ્યક્તિગત બાબતોમાં બીજાઓના નિર્ણયો લેવાની સત્તા નથી.​—⁠રૂમી ૧૪:⁠૪.

ઇંટરનેટનો ઉપયોગ કરવો નવા દેશમાં પ્રવાસ કરવા જેવું બની શકે, જ્યાં જોવા અને સાંભળવા ઘણી નવી બાબતો હોય છે. પ્રવાસ માટે જરૂરી છે કે તમારે સારી રીતભાત બતાવવી પડે અને સાવચેતી રાખવી પડે. તમે ઇંટરનેટ​—⁠માહિતી રાજમાર્ગ​—⁠રાખવાનો નિર્ણય લો તો એ જ બાબત માંગી લે છે.

શિષ્ટાચાર અને સાવચેતીની જરૂર શિષ્ટાચાર શિષ્ટાચાર અને વ્યવહારનાં ધોરણો શીખો. મોટા ભાગના ઇંટરનેટ સેવા પૂરી પાડનારા નિયમન માટે વિચારપૂર્ણ અને સંતોષજનક માર્ગદર્શન પ્રકાશિત કરે છે. અન્ય ઉપયોગ કરનારા તમારું નિયમપાલન અને સારી રીતભાતની કદર કરશે. સાવચેતી અમુક ચર્ચા વૃંદો ધાર્મિક અને વિવાદાસ્પદ બાબતોની ચર્ચામાં ભાગ લે છે. આવી ચર્ચાઓમાં ટીકા કરવા વિષે સાવધાન રહો; સંભવિત: તમારું ઈ-મેલ સરનામું અને નામ વૃંદમાં સર્વ પ્રસારિત થઈ શકે. આ ઘણી વાર સમય-ખાનાર અને વણમાગ્યા પત્રવ્યવહારમાં પરિણમી શકે. સાચે જ, અમુક સમાચારવૃંદ એવા છે કે જે વાંચવા માટે અયોગ્ય છે, એની સાથે લેવા-દેવા કરવાની તો વાત જ બાજુએ રહી. સાથી ખ્રિસ્તીઓ માટે, ચર્ચા વૃંદો, કે સમાચારવૃંદો ઉભા કરવા વિષે શું? શરૂઆતમાં ધારવા કરતાં આ મોટી સમસ્યાઓ અને જોખમ ઊભું કરી શકે. ઉદાહરણ તરીકે, ખોટા હેતુવાળી વ્યક્તિએ ઇંટરનેટ પર પોતાનું ખોટું વર્ણન કર્યું છે. તાજેતરમાં, ઉપયોગ કરનાર વ્યક્તિ પોતાની ઓળખાણ આપે એવું ઇંટરનેટ કરી શકતુ નથી. વધુમાં, આવાં વૃંદો અમુક રીતે એક ચાલી રહેલ મોટા સામાજિક મેળાવડા સાથે સરખામણી કરી શકાય, જરૂરી અને સારી દેખરેખ પૂરી પાડવા માટે એના યજમાનના સમય અને શક્તિ માંગે છે.​—⁠સરખાવો નીતિવચન ૨૭:૧૨

[Caption on page ૧૨]

“કૉમ્પ્યુટર મારા પુત્રના રૂમમાં નહિ પરંતુ ઘરના ખુલ્લા ભાગમાં છે”

[Caption on page ૧૩]

ઇંટરનેટ એક જાહેર સ્થાન છે અને બાળકોને એની દેખરેખ હેઠળ છૂટાં મૂકવાં જોઈએ નહિ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો