વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૯/૮ પાન ૫-૭
  • દબાણ હેઠળ માબાપો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દબાણ હેઠળ માબાપો
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • “સંકટના વખતો”
  • “પ્રેમરહિત”
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • તમારા બાળકોનું જતન કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • માતા-પિતાઓ, બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • માબાપ અને બાળકો—પ્રેમથી વાતચીત કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૯/૮ પાન ૫-૭

દબાણ હેઠળ માબાપો

ન વા બનેલાં માબાપ શરૂઆતમાં ખૂબ જ ખુશ હોય છે. તેઓના બાળકની દરેક બાબત તેઓને રોમાંચિત કરે છે. બાળકનું પ્રથમ સ્મિત, પ્રથમ શબ્દો, અને પહેલું પગલું ખાસ પ્રસંગો હોય છે. તેઓ તેની વાતો અને છબીઓથી મિત્રો અને સગાવહાલાઓને ખુશ કરે છે. નિઃશંક, તેઓ પોતાના બાળકને પ્રેમ કરે છે.

જોકે, કેટલાંક કુટુંબોમાં, વર્ષો પસાર થાય છે તેમ દુઃખદ ઘટનાઓ વિકસે છે. માબાપ પ્રેમાળ રીતે વાત કરવાને બદલે, કઠોર અને કડવા શબ્દો બોલે છે; પ્રેમથી વહાલ કરવાને બદલે ગુસ્સાથી મારે છે અથવા તેઓને સ્પર્ષતા પણ નથી; બાળકો પર ગર્વ કરવાને બદલે તેઓ દુઃખી બની જાય છે. “મારે બાળકો પેદાં કરવાં જોઈતા ન હતાં,” ઘણા કહે છે. બીજા પરિવારોમાં સમસ્યા એનાથી પણ ખરાબ છે​—⁠માબાપે એ સમયે પણ પ્રેમ ન બતાવ્યો કે જ્યારે બાળક નાનું હતું! કિસ્સો ગમે તે હોય, શું થયું? પ્રેમ ક્યાં છે?

અલબત્ત, બાળકો એવા પ્રશ્નોનો જવાબ શોધવામાં કુશળ નથી હોતા. પરંતુ તેઓને પોતાના નિષ્કર્ષ પર પહોંચવાથી કોઈ રોકી શકતું નથી. હૃદયના ઊંડાણમાં, બાળક એ નિષ્કર્ષ કાઢી શકે છે, ‘મમ્મી કે પપ્પા મને પ્રેમ નથી કરી શકતા તો, જરૂર મારામાં કંઈક ખામી છે. હું કદાચ બહુ જ ખરાબ હોઈશ.’ એ વિશ્વાસ એકદમ પાક્કો બની શકે છે​—⁠જે આખા જીવનમાં જુદી જુદી રીતે નુકસાન પહોંચાડી શકે છે.

પરંતુ, સત્ય એ છે કે માબાપ નાની નાની બાબતો માટે બાળકોને પ્રેમ બતાવવામાં નિષ્ફળ જઈ શકે છે. એ સ્વીકારવું જોઈએ કે આજે માબાપ અતિશય પ્રમાણમાં દબાણોનો સામનો કરે છે, એમાંથી અમુક દબાણો તો બહુ જ ભારે હોય છે. કેમ કે જે માબાપ આ દબાણોનો સામનો કરવા પહેલેથી તૈયાર ન હોય તો, તેઓ માટે સફળ માબાપ બનવું બહુ જ કઠણ હોય શકે છે. પ્રાચીન સમયની એક શાણી કહેવત છે: “નિશ્ચે જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે.”​—⁠સભાશિક્ષક ૭:⁠૭.

“સંકટના વખતો”

આદર્શ યુગ. ઘણા લોકોએ આ સદીમાં એક એવા યુગની અપેક્ષા કરી છે. કલ્પના કરો​—⁠આર્થિક દબાણ, દુકાળો, અનાવૃષ્ટિ, યુદ્ધો થશે નહિ! પરંતુ આવી આશાઓ પરિપૂર્ણ થઈ નથી. એને બદલે, આજના જગતની પરિસ્થિતિ એવી છે કે જેની ભવિષ્યવાણી એક બાઇબલ લેખકે પ્રથમ સદી સી.ઈ.માં કરી હતી. તેણે લખ્યું કે આપણા દિવસોમાં આપણે “સંકટના વખતો”નો સામનો કરીશું. (૨ તીમોથી ૩:​૧-૫) મોટા ભાગનાં માબાપ આ શબ્દો સાથે તરત જ સહમત થશે.

આજના જગતમાં છોકરાઓને ઉછેરવાના મોટા ખર્ચથી જ ઘણાં માબાપ ગભરાઈ જાય છે. મોટે ભાગે, પાયાની જરૂરિયાતો પૂરી કરવા જ, બંને મા-બાપને નોકરી કરવી પડે છે. દવાઓનો ખર્ચ, કપડાં, શાળાનો ખર્ચ, દિવસે બાળકોની સંભાળ રાખવાનો ખર્ચ, સાથે સાથે ખોરાક અને રહેઠાણ, એ બધુ મળીને મહિનાનો કુલ ખર્ચ એટલો વધી જાય છે કે ઘણાં માબાપને લાગે છે કે જાણે તેઓ ડૂબી જઈ રહ્યા છે. આર્થિક સ્થિતિ બાઇબલ વિદ્યાર્થીઓને પ્રકટીકરણની ભવિષ્યવાણીની યાદ અપાવે છે જે એક એવા સમય વિષે બતાવે છે જ્યારે લોકો એક દિવસ પૂરતી જરૂરિયાત ખરીદવા માટે આખા દિવસનું વેતન ખર્ચી નાખશે.​—⁠પ્રકટીકરણ ૬:⁠૬.

બાળકો પાસે એ અપેક્ષા રાખવામાં આવી શકતી નથી કે પોતાનાં માબાપ પાસે આવીને તેઓનાં દબાણોને સમજે. ના, સ્વાભાવિક રીતે જ બાળકો જરૂરિયાતવાળા હોય છે, પ્રેમ અને ધ્યાનના ભૂખ્યા હોય છે. સંચાર માધ્યમો અને સહાદ્યાયીઓ તરફથી તેઓ પણ દબાણ હેઠળ આવે છે કે નવાં નવાં રમકડાં, કપડાં અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદો, અને શરૂઆતમાં આ કારણથી તેઓ માબાપ પર હંમેશા વધતી અપેક્ષાઓ પૂરી કરવા માટે દબાણ કરે છે.

માબાપ પર એક બીજું દબાણ છે બંડખોરપણું, જે આજના દિવસોમાં વધતું નજરે પડે છે. રસપ્રદપણે, બાઇબલે ભવિષ્યવાણી કરી હતી બાળકો માબાપને અનાજ્ઞાધીન બનશે, આપણા સંકટભર્યા સમયનું એ એક વધારાનું ચિહ્‍ન હશે. (૨ તીમોથી ૩:૨) સાચું, બાળકો સાથે શિષ્તની સમસ્યાઓ નવી નથી. અને કોઈ માબાપ બાળકો સાથે દુર્વ્યવહારને એવું કહીને યોગ્ય નથી ઠરાવી શકતા કે બાળક તોફાની છે. પરંતુ શું તમે સહમત નહિ થાઓ કે આજે માબાપને બંડખોરપણાના આખા વાતાવરણમાં બાળકોને ઉછેરવા માટેનો સંઘર્ષ કરવો પડે છે? લોકપ્રિય સંગીત જે ક્રોધ, બંડ, અને હતાશાને પ્રોત્સાહન આપે છે; ટીવીના કાર્યક્રમો કે જે હિંસક આવેગમાં આવી જઈને કંઈ કરી બેસવાની પ્રશંસા કરે છે​—⁠બાળકો પર આજે આવી અસરોનો તોપમારો થઈ રહ્યો છે. જે બાળકો બંડની આ સંસ્કૃતિમાં તલ્લીન થઈને એનું અનુકરણ કરે છે તેઓ પોતાનાં માબાપ પર બહુ તણાવ લાવી શકે છે.

“પ્રેમરહિત”

જોકે, આ જ પ્રાચીન ભવિષ્યવાણીનું બીજુ પણ એક પાસું છે કે જે આજના કુટુંબ માટે વધુ મુસીબતની આગાહી છે. એ બતાવે છે કે ઘણા બધા લોકો “પ્રેમરહિત” હશે. (૨ તીમોથી ૩:૩) કુદરતી પ્રેમ જ કુટુંબને જોડી રાખે છે. જેઓ બાઇબલ ભવિષ્યવાણી વિષે માનતા નથી, તેઓએ પણ એ માનવું પડશે કે આપણા સમયમાં કૌટુંબિક જીવનમાં જે ભાગલાં પડ્યા છે તે આઘાતજનક છે. જગતભરમાં છૂટાછેડાના દરો વધ્યા છે. ઘણા સમાજોમાં એકલવાયા મા/બાપનાં કુટુંબો અને સાવકા-કુટુંબોની સંખ્યા પરંપરાગત કુટુંબો કરતાં વધુ છે. એકલવાયા મા/બાપનાં કુટુંબો અને સાવકા-કુટુંબો ખાસ પડકારો અને દબાણોનો સામનો કરે છે જે બાળકોને જોઈતો પ્રેમ બતાવવો કઠણ બનાવી શકે છે જેની તેઓને જરૂર છે.

જોકે, એક ઊંડો પ્રભાવ છે. આજના ઘણાં માબાપ પોતે એવાં ઘરોમાં મોટા થયા છે જ્યાં થોડો કે બિલકુલ “પ્રેમ” ન હતો​—⁠ઘરો જે વ્યભિચાર કે છૂટાછેડાથી ઘેરાયેલા હતાં; ઘરો જે ઉષ્માવિહોણા કે નફરતથી રૂંધાયા હતા; કદાચ એવાં પણ ઘરો જ્યાં મૌખિક, લાગણીમય, શારીરિક, અથવા જાતીય દુર્વ્યવહાર સામાન્ય હતું. એવાં ઘરોમાં મોટા થવું તેઓના બાળપણને જ નહિ પરંતુ તેઓના પુખ્ત જીવનને પણ નુકશાન પહોંચાડી શકે. આંકડાઓ અંધકારમય ભાવિ બતાવે છે​—⁠જે માબાપ સાથે બાળપણમાં દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો તેઓ માટે એ શક્યતા વધુ છે કે તેઓ પોતે પોતાનાં બાળકો સાથે દુર્વ્યવહાર કરશે. બાઇબલ સમયમાં યહુદીઓની એક કહેવત હતી: “પિતાઓએ ખાટી દ્રાક્ષો ખાધી છે ને પુત્રોના દાંત ખટાઈ ગયા છે.”​—⁠હઝકીએલ ૧૮:⁠૨.

તેમ છતાં, દેવે પોતાના લોકોને કહ્યું કે એવું જ થવું જરૂરી નથી. (હઝકીએલ ૧૮:૩) અહીં એક મહત્ત્વનો મુદ્દો સ્પષ્ટ કરવો જોઈએ. શું માબાપ પર આ બધાં દબાણોનો એવો અર્થ છે કે તેઓ પાસે પોતાનાં બાળકો સાથે દુર્વ્યવહાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી? બિલકુલ નહિ! તમે એક માબાપ હોવ અને પોતે ઉપર બતાવેલાં દબાણોથી લડતા હોવ અને ચિંતા કરતા હોવ કે તમે કદી એક સારાં માબાપ બની શકશો કે નહિ તો, હિંમત રાખો! તમે આંકડાકીય નથી. તમારો ભૂતકાળ પોતાની જાતે તમારું ભવિષ્ય લખશે નહિ.

શાસ્ત્રવચનોની ખાતરી સાથેના સુમેળમાં સુધારો શક્ય છે, પુસ્તક સ્વાસ્થ્યપ્રદ ઉછેર (અંગ્રેજી) એ ટીકા આપે છે: “તમારા પોતાનાં માબાપના વ્યવહારથી ભિન્‍ન વ્યવહાર કરવા માટે જ્યારે તમે સમજી-વિચારીને પગલું નહિ ભરો તો, તમારા બાળપણની ઢબ ચાલુ જ રહેશે, ભલે તમે એને ઇચ્છો કે ન ઇચ્છો. આ ચક્રને તોડવા માટે, તમારે એ અહિતકર ઢબો વિષે સજાગ બનવાની જરૂર છે જેને તમે આગળ વધારી રહ્યા છો અને એ શીખવું જોઈએ કે કઈ રીતે એને બદલી શકાય.”

હા, જરૂરી હોય તો, તમે એ દુર્વ્યવહારી ઉછેરના ચક્રને તોડી શકો છો! અને તમે એ દબાણનો સામનો કરી શકો છો જે બાળકોનો ઉછેર કરવો આજે અઘરું બનાવી દે છે. પરંતુ કઈ રીતે? તમને બાળકોનો સારો ઉછેર કરવાનું સૌથી સારું અને ભરોસાપાત્ર સ્તર ક્યાંથી મળી શકે છે? અમારો હવે પછીનો લેખ આ વિષય પર ચર્ચા કરશે.

[Caption on page ૬]

દબાણમાં, કેટલાંક માબાપ પોતાનાં બાળકો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય છે

[Caption on page ૭]

માબાપે પોતાનાં બાળકો પ્રત્યે જરૂરી પ્રેમ વ્યક્ત કરવો જોઈએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો