સર્વ માટે ખોરાક માત્ર એક સ્વપ્ન? સજાગ બનો!ના ઇટાલીમાંના ખબરપત્રી તરફથી
ભૂ તકાળમાં ૧૯૭૪માં સંયુક્ત રાષ્ટ્રસંઘનું ખોરાક અને કૃષિ સંગઠન (એફએઓ) દ્વારા આયોજિત જગત ખોરાક સમિતિએ જાહેર કર્યું, “દરેક સ્ત્રી પુરુષ અને બાળકને ભૂખ અને ખામીયુક્ત પોષણથી મુક્ત રહેવાનો હક્ક છે.” ત્યાર પછી જગતમાંથી “એક જ દાયકામાં” ભૂખને કાઢી નાખવાની અરજ થઈ.
છતાં, ૧૭૩ રાષ્ટ્રોના પ્રતિનિધિઓ ગયા વર્ષના અંતમાં રોમમાં એફએઓના મુખ્ય મથક ખાતે પાંચ દિવસની જગત ખોરાક પરિષદમાં મળ્યા ત્યારે તેઓનો હેતુ પૂછવાનો હતો: “શું ખોટું થયું હતું?” તેઓ ફક્ત ખોરાક પૂરો પાડવામાં જ નિષ્ફળ ગયા નથી પરંતુ હવે, બે દાયકા પછી, પરિસ્થિતિ વધુ ખરાબ છે.
ખોરાક, વસ્તી વધારો અને ગરીબીના વિવાદો વધુ તાકીદના છે. એ પરિષદ ખાતે બહાર પડેલા દસ્તાવેજો દ્વારા એમ સ્વીકારવામાં આવ્યું, આ સમસ્યાઓનો ઉકેલ નહિ આવે તો, “ઘણા દેશો અને પ્રદેશોની સામાજિક સ્થિરતા ગંભીર રીતે અસર પામી શકે, કદાચ જગતની શાંતિને પણ હાનિ કરે.” એક અવલોકનકર્તા વધુ સ્પષ્ટ કરે છે: “આપણે નાગરિકતા અને રાષ્ટ્રીય સંસ્કૃતિનો વિનાશ જોઈશું.”
એફએઓના ડાયરેક્ટર જનરલ ઝાખ જફના કહ્યા પ્રમાણે, “આજે કંઈક ૮૦ કરોડ કરતાં વધુ લોકોને પૂરતો ખોરાક નથી મળતો; એમાં ૨૦ કરોડ બાળકોનો સમાવેશ થાય છે.” એવો અંદાજ છે કે ૨૦૨૫ની સાલ સુધીમાં, આજની ૫.૮ અબજની વસ્તી ૮.૩ અબજ સુધી પહોંચી જશે, મોટા ભાગનો વધારો વિકસતા દેશોમાં થાય છે. જફ વિલાપ કરે છે: “જીવન અને પ્રતિષ્ઠાના મૌલિક હક્કથી વંચિત પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની વધતી જતી સંખ્યા માની ન શકાય એવી ઊંચી છે. ભૂખ્યાઓનો પોકાર સાથે બંજર જમીન, જંગલનું કપાવું અને ઝડપથી ખાલી થતા મચ્છી પકડવાના વિસ્તારોની શાંત વ્યથાનો અવાજ મળ્યો છે.
ઉપચાર શું સૂચવે છે? જફ કહે છે કે ઉપાય “હિંમતવાન કૃત્ય”માં રહેલો છે, અન્ન-રહિત દેશો માટે “અન્ન સલામતી” સાથે સાથે કુશળતાઓ, રોકાણ અને તકનીકી સહાય પૂરી પાડવી જે તેઓને પોતા માટે પૂરતો ખોરાક મેળવવા શક્તિમાન કરશે.
“ખોરાક સલામતી”—શા માટે આટલું મુશ્કેલ?
પરિષદ દ્વારા બહાર પાડેલા દસ્તાવેજ અનુસાર, “ખોરાક સલામતી ત્યારે અસ્તિત્વ ધરાવે છે જ્યારે, બધા લોકો, દરેક સમયે શારીરિક અને આર્થિક રીતે પૂરતો અને પોષણયુક્ત ખોરાક જે તેઓના સક્રિય અને તંદુરસ્ત જીવન માટે યોગ્ય હોય અને તેઓની ભોજનની જરૂરિયાતો પૂરી પાડતો હોય એ મેળવી શકતા હોય.”
ખોરાક સલામતી કેટલી જોખમકારક હોય શકે એ ઝાયર આશ્રિત કટોકટી દ્વારા ચીતરવામાં આવ્યું. રુવાન્ડાના દસ લાખ શરણાર્થીઓ સખત મહેનત કરી રહ્યા હતા એ સમયે, યુએન સંસ્થાઓ પાસે તેઓને પૂરો પાડી શકાય એટલો ખોરાક હતો. પરંતુ વહનનિગમ અને વિતરણને રાજકીય પરવાનગીની અને સ્થાનિક સત્તાના—અથવા લશ્કરી અધિકારી એ શરણાર્થી છાવણીને નિયંત્રિત કરે તો—એના સહયોગની જરૂર હતી. ઝાયરમાંની તાકીદ ફરી એક વખત બતાવે છે કે ખોરાક પ્રાપ્ય હોય છતાં, ભૂખ્યા લોકોને પૂરું પાડવું આંતરરાષ્ટ્રીય સમાજ માટે કેટલું મુશ્કેલ છે. એક અવલોકનકર્તાએ નોંધ્યુ: “કંઈ પણ કરી શકતા હોય એ પહેલા સંગઠન અને વસ્તુઓના યજમાને સલાહ મેળવવી પડે અને અરજ કરવી પડે છે.”
યુ.એસ. ડીપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચર દસ્તાવેજે ચીંધ્યું તેમ, ખોરાક સલામતી ગમે તેટલા મૂળ કારણો દ્વારા ગંભીર રૂપ લઈ શકે. કુદરતી વિનાશ સિવાય, એમાં યુદ્ધ અને આંતરિક લડાઈઓ, અયોગ્ય રાજનીતિ, સંશોધન અને તકનીકની તંગી, વાતાવરણનું અધઃપતન, ગરીબી, વસ્તી વધારો, જાતિ વિષમતા અને નબળા આરોગ્યનો સમાવેશ થાય છે.
કેટલીક સિદ્ધિઓ પણ છે. કંઈક ૧૯૭૦થી, સરેરાશ ડાયેટ્રી એનર્જી સપ્લાય, આહારનો નિર્દેશ કરનાર વિકસતા દેશોમાં એક દિવસના એક વ્યક્તિએ ૨,૧૪૦થી ૨,૫૨૦ કૅલરી સુધી વધ્યો છે. પરંતુ એફએઓના જણાવ્યા પ્રમાણે, ૨૦૩૦ની સાલ સુધીમાં ઘણા અબજોની વસ્તી વધવાની અપેક્ષા સાથે, “ફક્ત ખોરાક પ્રાપ્તિનું વર્તમાન સ્થાન જાળવી રાખવા પુરવઠાને કુદરતી સાધનો કે જેના પર આપણે નભીએ છીએ એનો વિનાશ કર્યા વગર ૭૫ ટકા કરતાં વધુ, વધારા માટે ઝડપી અને સતત ઉત્પાદનની જરૂર છે.” આમ ભૂખે મરી રહેલા લોકોને ખોરાક પૂરો પાડવાનું કામ ધૂંધળું દેખાય છે.
‘આપણને કાર્યોની જરૂર છે, વધુ પરિષદોની નહિ’
વિશ્વ ખોરાક પરિષદની કાર્યવાહી અને આપવામાં આવેલાં વચનોની ઘણી બધી ટીકાઓ કરવામાં આવી. એક લૅટિન-અમેરિકન પ્રતિનિધિએ ઓછું પોષણ મળતા લોકોના હાલના સ્તરને અડધુ ઘટાડવાની “મર્યાદિત” ખાતરીને “શરમજનક” ગણી છે. પંદર રાષ્ટ્રોએ પરિષદે મંજૂર કરેલી દરખાસ્તના અડચણમાં વિભિન્નતા વ્યક્ત કરી. નમ્ર ઘોષણા અને કાર્યની યોજના મૂકવાના નિર્ણય સુધી પહોંચ્યા તોપણ, ઇટાલીયન સમાચાર પત્ર લા રિપબ્લિકાએ કહ્યું, “બે વર્ષની સરખામણી અને વાટાઘાટો જરૂરી હતી. દરેક શબ્દ, દરેક ચિહ્ન ભારે હતા તેથી ખુલ્લા ઘા ન બનાવો . . . લોહીલુહાણ થવા વિરુદ્ધ.”
પરિષદના દસ્તાવેજ તૈયાર કરવામાં મદદ કરનારા ઘણા લોકો પરિણામથી દુઃખી હતા. એક વ્યક્તિએ કહ્યું: “અમને ઊંડી શંકા છે કે જાહેર કરેલી સારી દરખાસ્ત પૂરી થશે કે કેમ.” કજિયાનું કારણ એ હતું કે પૂરતા પ્રમાણમાં ખોરાક મળવો જોઈએ એને “આંતરરાષ્ટ્રીય સ્વીકાર્ય હક” કહી શકાય કે કેમ કારણ કે “હક્ક” માટે અદાલતમાં લડી શકાય છે. કૅનેડાની એક વ્યક્તિ સમજાવે છે: “ધનાઢ્ય રાષ્ટ્રો ગભરાય છે કેમ કે તેઓને લાગે છે કે તેઓને મદદ માટે દબાણ કરવામાં આવશે. એટલા માટે તેઓએ ભારપૂર્વક કહ્યું કે ઘોષણા પર પાણી ફરી વળશે.”
યુએન આયોજિત પરિષદ ખાતે અનંત વાટાઘાટોને કારણે, એક યુરોપિયન સરકારી મંત્રીએ કહ્યું: “કાયરોઓ બેઠકમાં [૧૯૯૪મા ભરાયેલ, વસ્તી અને વિકાસ પર] નક્કી કરવા અને જાહેર કરવા ઘણી બધી બાબતો હતી, અમે જોયુ કે દરેક બેઠકોમાં અગાઉના જેવી જ બાબતો ચર્ચાતી હતી.” તેણે ભલામણ કરી: “આપણા સાથી માનવોના લાભ માટે કામોને સક્રિય કરવાનો અમલ કાર્યસૂચિમાં સૌથી ઉપર હોવો જ જોઈએ, વધુ પરિષદો નહિ.”
અવલોકનકર્તાઓએ એ પણ નોંધ્યું કે પરિષદ ખાતે પ્રતિનિધિની હાજરી પણ કેટલાંક રાષ્ટ્રો માટે મોટો ખર્ચ છે જેના માટે ભારે જહેમત ઉઠાવવી પડી શકે. એક નાના આફ્રિકી રાષ્ટ્રએ ૧૪ પ્રતિનિધિઓ અને ૨ મંત્રીઓને મોકલ્યા, તેઓ બધા રોમમાં બે અઠવાડિયા કરતાં વધુ રોકાયા. ઇટાલી સમાચાર પત્ર કોરીયેરા ડેલા સેરાએ અહેવાલ આપ્યો કે એક આફ્રિકી પ્રમુખની પત્નીએ રોમના સૌથી ભપકાદાર બજારમાં ખાવાપીવામાં જ ૨૩,૦૦૦ ડૉલર ખર્ચી નાખ્યા.
શું એવું માનવાને કારણ છે કે પરિષદ ખાતે સ્વીકારવામાં આવેલી કામની યોજના સફળ થશે? એક પત્રકાર જવાબ આપે છે: “હવે આપણે જેની આશા રાખીએ છીએ એ સરકાર એને ગંભીરતાથી લે અને તેઓની ભલામણ પૂરી થાય એ માટે પગલા ભરે. શું તેઓ કરશે? . . . ઇતિહાસ આશાનાં થોડા કારણો આપે છે.” એ જ પત્રકારે બતાવ્યું કે નિરાશ કરતી હકીકત એ છે કે ૧૯૯૨માં રીઓ ડી જાનેરો ખાતે પૃથ્વી પરિષદમાં રાષ્ટ્રો કુલ ઉત્પાદનના ૦.૭ ટકા વિકાસના મદદમાં ફાળો આપવા સહમત થયા હતા છતાં, “ફક્ત ગણ્યાગાંઠ્યા દેશો જ એ બોજરૂપ ફરજને પૂરી કરી શક્યા.”
ભૂખ્યાઓને કોણ ખવડાવશે?
ઇતિહાસમાં અસંખ્ય દૃષ્ટાંતો છે કે આખી માણસજાતના સારા હેતુઓ છતાં, “મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) તેથી એ અસંભવ છે કે માણસો પોતે બધા માટે ખોરાક પૂરો પાડશે. લોભ, અવ્યવસ્થા અને અહંકારે માણસજાતને ભયાનક પરિસ્થિતિમાં દોરી છે. એફએઓના ડાયરેક્ટર જનરલ જફ ટાંકે છે કે: “છેલ્લા પૃથ્થકરણમાં જેની જરૂર છે એ હૃદય, મન અને ઇચ્છાઓનું બદલાણ છે.”
એ કંઈક એવું છે જે ફક્ત દેવનું રાજ્ય જ કરી શકે. હકીકતમાં સદીઓ પહેલાં, યહોવાહે પોતાના લોક સંબંધી ભવિષ્યવાણી કરી: “હું મારો નિયમ તેઓનાં હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ; હું તેઓનો દેવ થઈશ, ને તેઓ મારા લોક થશે.”—યિર્મેયાહ ૩૧:૩૩.
યહોવાહ દેવે માણસજાત માટે મૂળ બગીચામય ઘર બનાવ્યું હતું ત્યારે, તેમણે માણસને “હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે, ને હરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે” એ ખોરાક તરીકે આપ્યા હતા. (ઉત્પત્તિ ૧:૨૯) એ સુસજ્જતા પુષ્કળ, પૌષ્ટિક અને સગવડભરી હતી. એ આખી માણસજાતને પોતાની ખોરાકની જરૂરિયાતને સંતોષવા જેની જરૂર છે એ હતું.
દેવનો હેતુ બદલાયો નથી. (યશાયાહ ૫૫:૧૦, ૧૧) ઘણાં વર્ષો પહેલા તેમણે ખાતરી આપી હતી કે તે એકલા જ ખ્રિસ્ત દ્વારા પોતાના રાજ્યમાં દરેક માટે ખોરાક પૂરો પાડીને, ગરીબી દૂર કરીને, કુદરતી વિનાશને અટકાવીને અને લડાઈઓને કાઢી નાખીને માણસજાતની દરેક જરૂરિયાતોને સંતોષી શકશે. (ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯; યશાયાહ ૧૧:૯; સરખાવો માર્ક ૪:૩૭-૪૧; ૬:૩૭-૪૪.) એ સમયે “પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે; દેવ, હા, આપણો દેવ, આપણને આશીર્વાદ આપશે.” “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની પેઠે ઝૂલશે.”—ગીતશાસ્ત્ર ૬૭:૬; ૭૨:૧૬.
[Caption on page ૧૨]
Dorothea Lange, FSA Collection, Library of Congress