બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
શું માંસ ખાવું ખોટું છે? “અને દેવે કહ્યું, કે જુઓ, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે, ને હરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે, તેઓને મેં તમને આપ્યાં છે; તેઓ તમારો ખોરાક થશે.” —ઉત્પત્તિ ૧:૨૯.
શા કાહારી હિંદુ કુટુંબની, અઢાર વર્ષની સુજાતા, પ્રથમ માણસ, આદમને દેવે ખોરાક સબંધી આપેલી સૂચના સાથે સ્વેચ્છાપૂર્વક સહમત થઈ. પરંતુ તેણે તરત જ પૂછ્યું: “તો પછી, બીજી ઘણી બધી વસ્તુઓ ખાવા માટે છે ત્યારે, શા માટે લોકો ખોરાક માટે પ્રાણીઓને મારી નાંખે છે?”
જગતવ્યાપી ઘણા લોકો આ મનોભાવનો પડઘો પાડે છે. પૂર્વમાં કરોડો લોકો માંસ વિનાનો ખોરાક લે છે. વધુમાં, પશ્ચિમમાં પણ શાકાહારીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ફક્ત યુનાઈટેડ સ્ટેટ્સમાં જ, દાયકા પહેલાં લગભગ ૩૦ લાખ કરતાં વધારે, લગભગ ૧.૨૪ કરોડ લોકો શાકાહારી હોવાનો દાવો કરે છે.
શા માટે ઘણા બધા માંસ વિનાના ખોરાકને પસંદ કરે છે? પ્રાણીના જીવનની યોગ્ય દૃષ્ટિ કઈ છે? શું માંસ ખાવું જીવન માટે અપમાન બતાવે છે? ઉત્પત્તિ ૧:૨૯માં જે બતાવ્યું છે એની દૃષ્ટિએ, શું માંસ ખાવું એ ખોટું છે? પ્રથમ, શા માટે કેટલાક માંસ નથી ખાતા એ વિષે વિચારીએ.
શા માટે કેટલાક માંસ નથી ખાતા?
સુજાતા માટે, તેનો ખોરાક તેની ધાર્મિક માન્યતાનો સમાવેશ કરે છે. “હું પુનર્જન્મના સિદ્ધાંતમાં માનતા, હિંદુ તરીકે મોટી થઈ છું,” તે સમજાવે છે. “માનવ જીવ પ્રાણીના જીવમાં પાછો આવી શકે છે તેથી, હું પ્રાણીઓને મારી સમાન ગણું છું. અને એઓને ખોરાક માટે મારી નાખવા એ ખોટું લાગે છે.” બીજા ધર્મો પણ શાકાહારની હિમાયત કરે છે.
ધાર્મિક માન્યતાના ઘટક ઉપરાંત લોકોની ખાવાની પસંદગી પર પણ અસર કરે છે. દાખલા તરીકે, ડૉ. નીલ બર્નડ સ્પષ્ટતા પૂર્વક જાહેર કરે છે: “માંસ ખાવાનું ફક્ત એક કારણ આદત કે જ્ઞાનનો અભાવ છે.” તેનો દૃઢ અભિપ્રાય, તેની દૃષ્ટિ માંસના વપરાશને લગતા સ્વાસ્થ્યના જોખમ જેવા કે હૃદયરોગ અને કૅન્સરના આધારે છે.a
યુનાઈટેડ સ્ટેટ્સમાં, તરુણો શાકાહારીઓ તરીકે ઝડપથી વધી રહ્યા છે. અને પ્રાણીઓ માટેની ચિંતા એક કારણ છે. “બાળકો પ્રાણીઓને પ્રેમ કરે છે,” પ્રાણીઓની નૈતિક સારવાર માટે લોકોની ટ્રેસી રેયમન કહે છે. “પ્રાણીઓને ખોરાક માટે કાપી નાંખવામાં આવે તે પહેલાં તેઓને જે થાય છે તે વિષે શીખીને જ તેઓ પ્રાણીઓ માટે જે લાગણી અનુભવે છે તેને જાગૃત કરી દે છે.”
ઘણા પર્યાવરણીય સજાગ વ્યક્તિઓ તેમના ખોરાક અને પ્રાણીઓને ઉછેરવા માટે ખોરાકના કુદરતી સાધનોની અસાધારણ માંગ વચ્ચેના સંબંધને સમજે છે. દાખલા તરીકે, એક કિલોગ્રામ ગૌમાંસ પેદા કરવા લગભગ ૩,૩૦૦ લિટર, અને એક કિલોગ્રામ મરઘી ૩,૧૦૦ લિટર પાણી લે છે. તો પછી એ કેટલાક માટે, માંસ નહિ ખાવાનું કારણ બને છે.
તમારા વિષે શું? શું તમારે માંસ ખાવાથી દૂર રહેવું જોઈએ? એ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં, બીજા દૃષ્ટિબિંદુનો વિચાર કરો. ગીતશાસ્ત્ર ૫૦:૧૦, ૧૧માં જોવા મળતા, સઘળી વસ્તુઓના બનાવનાર, યહોવાહ દેવ, કહે છે: ‘કેમકે અરણ્યનું દરેક પશુ તથા હજાર ડુંગરો ઉપરનાં જનાવર મારાં છે. હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું; અને જંગલના હિંસક પ્રાણીઓ મારાં છે.’ તેથી પ્રાણીઓનાં જીવન અને માણસનો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવા વિષે ઉત્પન્નકર્તાને કેવું લાગે છે એ જાણવું મહત્ત્વનું છે.
શું પ્રાણીઓને મારી નાંખવા એ ખોટું છે?
સુજાતા જેવા કેટલાક જેઓ, પ્રાણીઓને માણસની સમાન ગણે છે, તેઓ મક્કમપણે એવું માને છે કે કોઈ પણ હેતુ વિના પ્રાણીઓનું જીવન લેવું—એઓને ખાવા માટે મારી નાખવા એ તો એનાથી પણ વધારે ખોટું છે. તોપણ શાસ્ત્રવચનો બતાવે છે કે દેવ પ્રાણીઓનાં જીવન અને માનવીઓનાં જીવન વચ્ચે ભેદ જુએ છે અને વિવિધ કારણો માટે પ્રાણીઓને મારવાની પરવાનગી આપે છે. દાખલા તરીકે, ઈસ્રાએલમાં પ્રાણીઓ માનવ જીવનને કે વ્યક્તિના ઢોરઢાંકને ધમકીરૂપ થતા ત્યારે, એઓને મારી શકાતા હતા.—નિર્ગમન ૨૧:૨૮, ૨૯; ૧ શમૂએલ ૧૭:૩૪-૩૬.
શરૂઆતના સમયોથી, દેવે ઉપાસનામાં પ્રાણીઓનાં અર્પણોને સંમતિ આપી હતી. (ઉત્પત્તિ ૪:૨-૫; ૮:૨૦, ૨૧) તેમણે ઈસ્રાએલીને મિસરમાંના પોતાના છુટકારાને વાર્ષિક પાસ્ખાપર્વ ઉજવીને યાદ રાખવાની સૂચના પણ આપી હતી, જેમાં ઘેટા કે બકરાંનો બલિદાન આપવાનો અને એના માંસને ખાવાનો સમાવેશ થતો હતો. (નિર્ગમન ૧૨:૩-૯) અને મુસાના નિયમ હેઠળ, પ્રાણીઓના અર્પણ આપવાના બીજા પ્રસંગો પણ હતા.
પહેલી વાર બાઇબલ વાંચન કરતા, એક ૭૦ વર્ષના હિંદુ બહેનને પ્રાણીઓના બલિદાન આપવાનો વિચાર સારો લાગ્યો નહિ. પરંતુ શાસ્ત્રવચનોના તેના જ્ઞાનમાં તે વધતી ગઈ તેમ, તે જોઈ શકી કે દેવે આપેલી બલિદાનની આજ્ઞાનો હેતુ હતો. એઓ ઈસુ ખ્રિસ્તના બલિદાનને અગાઉથી ચિહ્નિત કરતા હતા, કે જે પાપની માફી માટે કાયદેસરની જરૂરિયાત પૂરી કરતા હતા. (હેબ્રી ૮:૩-૫; ૧૦:૧-૧૦; ૧ યોહાન ૨:૧, ૨) ઘણા કિસ્સાઓમાં, અર્પણો યાજકો અને પ્રસંગોપાત્ત ઉપાસકો માટે ખોરાક તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવતા હતા. (લેવીય ૭:૧૧-૨૧; ૧૯:૫-૮) દેવ, કે જેના દરેક જીવંત પ્રાણીઓ છે, એક હેતુ માટે વાજબી રીતે જ આ પ્રકારની ગોઠવણની સ્થાપના કરી શક્યા. અલબત્ત, એક વાર ઈસુ મરણ પામ્યા, પછી ઉપાસનામાં હવે પ્રાણીઓના બલિદાનની જરૂર રહેતી ન હતી.—કોલોસી ૨:૧૩-૧૭; હેબ્રી ૧૦:૧-૧૨.
પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ
જોકે, પ્રાણીઓને ખોરાક તરીકે મારી નાંખવા વિષે શું? એ સાચું છે કે માણસનો પ્રારંભિક ખોરાક શાકાહારી હતો. પરંતુ યહોવાહે પાછળથી એમાં પ્રાણીઓનું માંસ પણ ઉમેર્યું. કેટલાક ૪,૦૦૦ વર્ષ પહેલાં—ન્યાયી નુહના દિવસો—યહોવાહ ગોળાવ્યાપી પૂર લાવ્યા અને પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી દુષ્ટતાનો અંત લાવ્યા. નુહ, તેનું કુટુંબ, અને જે જીવંત પ્રાણીઓ તેણે વહાણમાં લીધા હતાં એ પૂરમાંથી બચ્યાં. તેઓ વહાણમાંથી બહાર આવ્યા પછી, યહોવાહે પહેલી વાર કહ્યું: “પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે સારૂ ખોરાકને માટે થશે; લીલા શાકની પેઠે મેં તમને સઘળાં આપ્યાં છે.” (ઉત્પત્તિ ૯:૩) તેમ છતાં, એ જ સમયે, દેવે નિયમ આપ્યો: “માણસનું રક્ત જે કોઈ વહેવડાવે, તેનું રક્ત માણસથી વહેવડાવવામાં આવશે; કેમકે દેવે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું.” (ઉત્પત્તિ ૯:૬) સ્પષ્ટ રીતે, દેવે પ્રાણીઓને માનવની સમાન જોયા નહિ.
વાસ્તવમાં, પ્રાણીઓ વિષેની સુજાતાની શ્રદ્ધા તેની પુનર્જન્મના સિદ્ધાંતની માન્યતા પર આધારિત હતી. આ સંબંધી બાઇબલ સમજાવે છે કે માનવ અને પ્રાણીઓ જીવો છે છતાં, જીવ અમર નથી. (ઉત્પત્તિ ૨:૭; હઝકીએલ ૧૮:૪, ૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૩; પ્રકટીકરણ ૧૬:૩) જીવ તરીકે, માનવ અને પ્રાણીઓ બંને મરે છે અને અસ્તિત્વનો અંત આવે છે. (સભાશિક્ષક ૩:૧૯, ૨૦) જોકે, માનવને, દેવની નવી દુનિયામાં પુનરુત્થાનની અદ્ભુત આશા છે.b (લુક ૨૩:૪૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) આ પણ બતાવે છે કે પ્રાણીઓ માણસોની સમાન નથી.
“છતાં, શા માટે ખોરાકમાં ફેરફાર?” સુજાતા જાણવાનું ઇચ્છે છે. પૂરના કારણે દેખીતી રીતે પૃથ્વીની આબોહવાએ અસરકારક ફેરફારો અનુભવ્યા હતા. બની શકે કે યહોવાહે માણસોના ખોરાકમાં માંસ એટલા માટે ઉમેર્યું કે તેમણે ભવિષ્યની એ પેઢીની જરૂરતોને અગાઉથી જોઈ જે એવા વિસ્તારોમાં રહે છે જ્યાં વનસ્પતિની અછત હોય, પરંતુ એ વિષે બાઇબલ કંઈ કહેતું નથી. પરંતુ સુજાતાએ એનો સ્વીકાર કર્યો કે સર્વ જીવિત બાબતોના માલિકને ફેરફાર દાખલ કરવાનો અધિકાર છે.
પ્રાણીઓના જીવન માટે માન બતાવવું
તોપણ, સુજાતાએ વિચાર્યું, ‘શું આપણે પ્રાણીઓનાં જીવન માટે થોડો પણ આદર ન બતાવવો જોઈએ?’ હા, બતાવવો જ જોઈએ. અને સર્વ બાબતોના ઉત્પન્નકર્તાએ આપણને કહ્યું છે કે આપણે આ કઈ રીતે કરી શકીએ. ઉત્પત્તિ ૯:૪ એમનો આદેશ બતાવે છે: “પણ માંસ તેના જીવ સુદ્ધાં, એટલે—રક્ત સુદ્ધાં—ન ખાશો.” શા માટે રક્ત ખાવાની મના છે? “કેમકે શરીરનો જીવ [જીવન] રક્તમાં છે,” બાઇબલ કહે છે. (લેવીય ૧૭:૧૦, ૧૧) યહોવાહે નિર્ધારિત કર્યું છે: ‘તારે કાપેલા પ્રાણીનું રક્ત પાણીની પેઠે જમીન પર ઢોળી દેવું જોઈએ.’—પુનર્નિયમ ૧૨:૧૬, ૨૪.
આ એવું કહેતું નથી કે માંસ ખાવાની પરવાનગીએ આનંદપ્રમોદ માટે પ્રાણીઓના રક્તને બિનજરૂરી શિકાર કરી વહેવડાવવાની કે વ્યક્તિગત તાકાત બતાવવાની પરવાનગી આપી છે. નિમ્રોદે છેવટે આ કર્યું. બાઇબલ તેને “યહોવાહની આગળ . . . બળવાન શિકારી” તરીકે ઓળખાવે છે. (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (ઉત્પત્તિ ૧૦:૯) આજે પણ, કેટલાકમાં સહેલાયથી પ્રાણીના શિકારનો ઉશ્કેરાટ અને મારવાનું વિકસી શકે. પરંતુ આ પ્રકારનો આત્મા પ્રાણીઓનાં જીવનનો અનાદર કરવા સાથે સંકળાયેલો છે, અને દેવ એને સ્વીકારતા નથી.c
પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનવું
કેટલાક શાકાહારીઓને આધુનિક માંસ ઉદ્યોગ દ્વારા પ્રાણીઓ પર કરવામાં આવતી પ્રક્રિયાની સાચી ચિંતા પણ હોય છે. “માંસના વેપારીઓને પ્રાણીઓના કુદરતી સ્ફૂરણામાં બહુ જ થોડો રસ હોય છે,” શાકાહારી માર્ગદર્શિકા (અંગ્રેજી) વિવેચન કરે છે. “એકદમ નાના રહેઠાણોમાં અને અકુદરતી વાતાવરણમાં ઉછેરવામાં આવે છે,” પુસ્તક નોંધ લે છે, “આધુનિક દિવસોમાં પ્રાણીઓનું અગાઉ કદી પણ થયું હોય એના કરતાં વધારે પૂર્ણ રીતે શોષણ કરવામાં આવે છે.”
પ્રાણીઓનો ખોરાક માટે ઉપયોગ કરવામાં આવે એ નહિ, પણ એઓની સાથે જે નિષ્ઠુર વર્તન કરવામાં આવે છે એ દેવની ઇચ્છાની વિરૂદ્ધ છે. બાઇબલ નીતિવચન ૧૨:૧૦માં કહે છે, “નેકીવાન માણસ પોતાના પશુના જીવની દરકાર રાખે છે.” અને મુસાના નિયમશાસ્ત્રમાં પશુઓની યોગ્ય કાળજીની આજ્ઞા આપી છે.—નિર્ગમન ૨૩:૪, ૫; પુનર્નિયમ ૨૨:૧૦; ૨૫:૪.
શું ખ્રિસ્તીઓએ શાકાહારી હોવું જ જોઈએ?
જેમ અગાઉ બતાવવામાં આવ્યું તેમ, શાકાહારી બનવું—અથવા એમાં ટકી રહેવું—એ સવાલ ચોક્કસપણે વ્યક્તિગત નિર્ણયની બાબત છે. સ્વાસ્થ્ય, નફાકારકતા, જીવવિજ્ઞાન, કે પ્રાણીઓ માટેની દયાને કારણે, એક વ્યક્તિ શાકાહારી નિયમોનું અનુકરણ પસંદ કરી શકે. પરંતુ તેણે તેને ખોરાકની પસંદગીઓમાંની એક તરીકે જોવું જોઈએ. તેણે જેઓ માંસ ખાવાનું પસંદ કરે છે તેઓની ટીકા કરવી જોઈએ નહિ, એ જ રીતે જેઓ માંસ ખાય છે તેઓએ શાકાહારીનો દોષ કાઢવો જોઈએ નહિ. માંસ ખાવું કે ન ખાવું એ વ્યક્તિને એક સારી વ્યક્તિ બનાવતી નથી. (રૂમી ૧૪:૧-૧૭) ખોરાક વ્યક્તિના જીવનમાં મહત્ત્વશીલ ચિંતા બનવી જોઈએ નહિ. ઈસુએ કહ્યું, “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.”—માત્થી ૪:૪.
પ્રાણીઓ પ્રત્યે નિર્દયતા અને પૃથ્વીની સાધનસંપત્તિના દુરુપયોગની સમસ્યાનું, આ ભ્રષ્ટાચારી અને લોભી વ્યવસ્થાનો અંત લાવી તેમની બનાવેલી નવી દુનિયા લાવવાનું યહોવાહે વચન આપ્યું છે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; માત્થી ૬:૯, ૧૦; ૨ પીતર ૩:૧૩) એ નવી દુનિયામાં, માણસ અને પ્રાણીઓ હંમેશા એકબીજાની સાથે શાંતિમાં રહેશે, અને યહોવાહ ‘સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત કરશે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬; યશાયાહ ૬૫:૨૫.
[Footnotes]
a જૂન ૨૨, ૧૯૯૭ના અવેક!ના પાન ૩-૧૩ જુઓ.
b મે ૧૫, ૧૯૯૭ના ચોકીબુરજના પાન ૩-૮ જુઓ, વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.
c મે ૧૫, ૧૯૯૦ના વૉચટાવરના પાન ૩૦-૧ જુઓ.
[Caption on page ૧૮]
Punch