અમારા વાચકો તરફથી
મૌખિક અત્યાચાર “ખેદકારક શબ્દોને ખુશકારક શબ્દોથી બદલવા” (નવેમ્બર ૮, ૧૯૯૬)ની શૃંખલા એ માત્ર એવા સંખ્યાબંધ લેખનો એક ભાગ છે જેણે બતાવ્યું કે યહોવાહ આપણી કેટલી બધી કાળજી રાખે છે. “દારુડિયા અને તેમના કુટુંબો માટે મદદ” (મે ૨૨, ૧૯૯૨, અંગ્રેજી), “સ્ત્રીઓ—માનને લાયક” (જુલાઈ ૮, ૧૯૯૨, અંગ્રેજી), “છૂટાછેડા લીધેલાઓના બાળકો માટે મદદ” (એપ્રિલ ૨૨, ૧૯૯૧, અંગ્રેજી), અને “શું ઘરમાં થતી હિંસાનો કદી અંત આવશે?” (ફેબ્રુઆરી ૮, ૧૯૯૩)ના લેખોએ, દારૂડિયા પતિના લાગણીમય અત્યાચારથી મને વર્ષોથી ટકાવી રાખી છે. આ લેખો મેં આનંદના આંસુ અને ઉદાસીનતાથી વાંચ્યા છે. દેવ કે જે આપણા સૌથી વધુ ભય, દુઃખ અને ઘાને જાણે છે તેમના માટેની કદરથી મારું હૃદય ઉભરાય જાય છે.
જે. સી., કૅનેડા
લેખોએ મને ગંભીરપણે પ્રેરિત કરી. તેઓએ મારા પતિ સાથે મારી જે સ્થિતિ હતી એ જ વર્ણવેલી હતી. હું અચકાયા વગર દરેક વાક્યો સાથે સહમત થઈ શકી. તમે સ્ત્રીઓ સાથે એકદમ પ્રેમાળ રીતે વર્તો છો, અને આ સંગઠન યહોવાહ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે એમાં મને દૃઢ કરે છે.
પી. એસ., જર્મની
આ લેખોએ મારી જીભને કાબૂમાં રાખવાની મારી નબળાઈ સામે સતત લડત આપવા મને ઉત્તેજન આપ્યું છે. હવે હું જાણું છું કે મારે કેવી રીતે મારા પતિ સાથે વ્યવહાર કરવો જોઈએ. આ લેખો મેં મારી આંખમાં આંસુ સહિત વાંચ્યા છે.
જી. આઈ., ઑસ્ટ્રિયા
હું વર્ષોથી મારા પતિના મૌખિક અત્યાચારનો ભોગ બની છું. હું દેવના પવિત્ર આત્માનાં ફળો વિકસાવીને અને પોતાને પૂરા-સમયના પ્રચાર કાર્યમાં વ્યસ્ત રાખીને, મેં ઉદાસીનતાને નિવારી છે. તમારા લેખોએ મારી એકલતા ઓછી કરી છે—જેને કેટલાક લોકો એક સમસ્યા તરીકે જુએ છે.
એમ. એન., ઇટાલી
મેં પહેલાં તમારા ઘણા લેખો વાંચ્યા છે, પરંતુ આ લેખોએ મને ઊંડી અસર કરી છે. પાન ૯ પરનું ચિત્ર એ મારી મમ્મી કે મારી બહેન જેવું લાગતું હતું, કે જેઓએ ઘણાં વર્ષો પોતાના પતિઓનો માર સહન કર્યો. આ લેખોની પ્રતો મેં તેઓને મોકલી કે જેઓ વિષે હું જાણતી હતી તેઓ આ રીતે સહન કરી રહ્યા હતા. આપણે દેવની નવી દુનિયાની આશા રાખીએ છીએ, કે જ્યાં દરેક પ્રકારના મૌખિક અત્યાચાર હશે નહિ.
બી. પી., કેન્યા
આ સામયિક મેં પોતાની પત્ની પર મૌખિક અત્યાચાર કરતા મારા મામાને આપ્યું, તેમણે એ સામયિક ઘણી વાર વાંચ્યું. પાછળથી, અમે નોંધ લીધી કે તે હવે પોતાની પત્ની પર અત્યાચાર કરતા નથી અને એથી હવે તેમના ઘરમાં કોઈ પણ ધાંધલ થતી ન હતી. તે અને તેમની પત્ની બંને પોતાને સમજવા મદદ કરવા બદલ મારો આભાર માને છે. હું એ આભાર સજાગ બનો!ને આપવા માંગુ છું.
એફ. એફ., નાઇજીરિયા
દોરવણી મેં ખરેખર “બાઇબલનું દૃષ્ટિબિંદુ: તમે કોની દોરવણીમાં ભરોસો મૂકી શકો?” લેખનો આનંદ માણ્યો. (ડિસેમ્બર ૮, ૧૯૯૬) એ મને ખરેખર દિલાસાજનક અને ઉત્તેજન આપનાર હતો. બીજા ઘણા બધાની જેમ, જ્યારે હું પણ દોરવણી મેળવવામાં નિષ્ફળ ગઈ ત્યારે, દુઃખદપણે હતાશ થઈ ગઈ હતી. બાળક પોતાના પિતાનો હાથ પકડી રાખે છે એ ચિત્રએ મારી આંખમાં આંસુ લાવી દીધા. યશાયાહ ૪૧:૧૩નું જાણવું હૃદયને ઉષ્મા આપનારું છે, યહોવાહ કહે છે તે પોતાના લોકોનો ‘હાથ પકડી’ રાખશે.
એમ. એસ., યુનાઈટેડ સ્ટેટ્સ
હું ૧૭ વર્ષની છું અને મને હમણાં હમણાં ઘણી સમસ્યાઓ છે. એક મિત્રે મને પ્રાર્થના કરવાનું અને કંઈક આત્મિક સામગ્રી વાંચવાનું કહ્યું. “તમે કોની દોરવણીમાં ભરોસો મૂકી શકો?” લેખ વાંચ્યા પછી, મેં આશા મૂકી ન દેવાનું, પરંતુ મારા આકાશી પિતાના હાથને મજબૂત રીતે પકડી રાખવાનું નક્કી કર્યું.
સી. જી., યુનાઈટેડ સ્ટેટ્સ
જામીન હું એક કેદી છું અને મારે બે વર્ષની સજા પૂરી કરવાની બાકી છે. “એક જેલમાં બળવા દરમિયાન જામીન હતા” (નવેમ્બર ૮, ૧૯૯૬, અંગ્રેજી) લેખ મેં બે વાર વાંચ્યો. દરેક વખતે, મારી આંખોમાં ખુશીના આંસુ આવ્યાં અને મારું ગળું ભરાઈ ગયું. હું આ જેલમાં યહોવાહના સાક્ષીઓના આવવાની હંમેશા રાહ જોઉં છું. તેઓની મુલાકાત કેટલી તાજગી આપનારી હોય છે!
જે. કે., યુનાઈટેડ સ્ટેટ્સ
મેં તમને પહેલાં ક્યારેય લેખ વિષે લખ્યું નથી, પરંતુ બાન વિષેનો લેખ વિશ્વાસ મજબૂત કરનારો હતો. એણે મને ફરીથી ખાતરી આપી કે યહોવાહના લોકો દબાણ હેઠળ હોય છે ત્યારે તે તેમને મજબૂત કરે છે.
કે. ડી., યુનાઈટેડ સ્ટેટ્સ