બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
શું ખ્રિસ્તીઓએ પુંમૈથુનિઓને ધિક્કારવા જોઈએ?
વર્ષ ૧૯૬૯માં અંગ્રેજી ભાષામાં સજાતીય કુકર્મ કરનારાઓના ભય માટે એક શબ્દ રચવામાં આવ્યો હતો. તે છે, “હોમોફોબિયા.” ઘણી ભાષાઓમાં આ પ્રકારનો ચોક્કસ શબ્દ નથી, તોપણ હજારો વર્ષથી, ઘણા રાષ્ટ્ર અને ભાષાના લોકોએ સજાતીય કુકર્મ કરનારાઓ પ્રત્યે અણગણો બતાવ્યો છે.
એકદમ તાજેતરના સમયોમાં, સજાતીય કુકર્મને ફક્ત જાતીય અભિવ્યક્તિના રૂપની અવેજી તરીકે વ્યાપક રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ઇતિહાસકાર જેરી ઝેડ. મુલ્લરે તાજેતરમાં લખ્યું “સજાતીય કુકર્મને સ્વાભાવિક ગણી એને માન આપવાની જાહેર માગ વધી રહી છે.” તેમણે સમજાવ્યું કે સજાતીય કુકર્મ કરનારાઓએ “વધારે પ્રમાણમાં એકતામાં ભેગા મળી પોતાના કૃત્યોને પ્રશંસાપાત્ર તરીકે જાહેર કર્યું, અને માગણી કરી કે બીજાઓ પણ એમ કરે.” આ ખાસે કરીને પાશ્ચાત્ય દેશોમાં જોવા મળે છે. તેમ છતાં, જગતના મોટા ભાગના ભાગોમાં, કહેવાતા ઉદારમતવાદી દેશોમાં પણ, ઘણા હજુ સજાતીય કુકર્મની નિંદા કરી અને ધિક્કારે છે.
સજાતીય કુકર્મ કરનાર અને શંકાયુક્ત કુકર્મીઓને ઘણી વાર ધિક્કાર, પજવણી અને હિંસાના પાત્ર બને છે. ધાર્મિક આગેવાનોએ પણ આ પ્રકારનો ધિક્કાર બતાવ્યો છે. કેટલાકે સજાતીય કુકર્મીઓ વિરુદ્ધ પોતાના ખાનગી યુદ્ધો શરૂ કર્યા હોય એવું લાગે છે. દાખલા તરીકે, તાજેતરમાં ગ્રીક નૅશનલ રેડિયો પરથી ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના એક બિશપે ટીકા પ્રસારિત કરી. તેણે બતાવ્યું: “દેવ સજાતીય કુકર્મીઓને હંમેશ માટે નરકના અગ્નિમાં નાખી દેશે. તેઓની મલિન મુખમાંથી હંમેશ માટે ચીસો પાડ્યા કરશે. તેઓના વિકૃત શરીરો અસહ્ય પીડાનો અનુભવ કરશે.” શું એ વાસ્તવમાં સાચું છે? સજાતીય કુકર્મ કરનારાઓ વિષે દેવને કેવું લાગે છે?
દેવની દૃષ્ટિ
બાઇબલ ખ્રિસ્તીઓને સજાતીય કુકર્મીઓને એક વૃંદ તરીકે ધિક્કારવાનું કહેતું નથી. તદુપરાંત, એ એવું પણ શીખવતું નથી કે દેવ સજાતીય કુકર્મ કરનારનારાઓને—કે તેના કોઈ પણ પ્રાણીઓને—તેઓને હંમેશ માટે ધગધગતા નર્કમાં શિક્ષા કરશે.—સરખાવો રૂમી ૬:૨૩.
તેમ છતાં, શાસ્ત્રવચનો આપણા ઉત્પન્નકર્તાઓના નૈતિક ધોરણો બતાવે છે, જે ઘણી વખત આધુનિક દિવસના નૈતિક વલણોથી વિરુદ્ધ હોય છે. સજાતીય કુકર્મ કરનારના કાર્યો અપરિણીત વ્યક્તિઓ અને પશુ સાથેના કુકર્મ વચ્ચેની જાતીયતાનો સમાવેશ થાય છે, આ સર્વને બાઇબલ ધિક્કારે છે. (નિર્ગમન ૨૨:૧૯; એફેસી ૫:૩-૫) દેવે આ પ્રકારના જાતીય આચરણના કારણને લીધે સદોમ અને ગમોરાહનો નાશ કર્યો હતો.—ઉત્પત્તિ ૧૩:૧૩; ૧૮:૨૦; ૧૯:૪, ૫, ૨૪, ૨૫.
સજાતીય કુકર્મના કૃત્ય સંબંધી, દેવનો શબ્દ મુદ્દાસર કહે છે: “એ અમંગળ છે.” (લેવીય ૧૮:૨૨) દેવના નિયમે ઈસ્રાએલને ફરમાવ્યું: “અને જો કોઈ પુરુષ સ્ત્રીની પેઠે પુરુષની સાથે કુકર્મ કરે, તો તે બન્ને અમંગળ કૃત્ય કર્યું છે; તેઓ અવશ્ય માર્યા જાય.” (લેવીય ૨૦:૧૩) એ જ શિક્ષા પશુ સાથેનું કુકર્મ, નજીકના સગા સાથેનો જાતીય સંબંધ બાંધનાર અને પરિણીતોનો વ્યભિચાર કરનારના માટે હતી.—લેવીય ૨૦:૧૦-૧૨, ૧૪-૧૭.
પ્રેષિત પાઊલને સજાતીય કુકર્મ કરનારાઓના કાર્યોને “અધમ મનોવિકારો” અને “અસ્વાભાવિક વ્યવહાર” જેવા વ્યક્તવ્યો લખવા પ્રેરણા અપાઈ હતી. તે લખે છે: “તે કારણથી દેવે તેઓને અધમ મનોવિકારોને સ્વાધીન કર્યા; કેમકે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો; એમજ પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર તજીને, પોતાની દુર્વાસનાઓથી પરસ્પર બળવા લાગ્યા, એટલે પુરુષે પુરુષની સાથે અનુચિત કામ કરીને તેઓએ પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને શરીરે ભોગવ્યું. દેવનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને સારૂ દેવે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને સ્વાધીન કર્યા,”—રૂમી ૧:૨૬-૨૮.
શાસ્ત્રવચનો કોઈ પણ બચાવ, કોઈ મંજૂરી, કોઈ પણ અસ્પષ્ટતા બતાવતું નથી; સજાતીય કુકર્મ કરનાર, પરિણીતોનો વ્યભિચાર, અપરિણીતોનો વ્યભિચાર આચરનારાઓ, સર્વ દેવની દૃષ્ટિમાં ઘૃણાજનક છે. પરિણામરૂપે, સાચા ખ્રિસ્તીઓ બાઇબલની “અધમ મનોવિકારો” પર દૃષ્ટિને હલકી ગણતા નથી કે જેથી તેઓ આજના સમાજમાં વધુ સ્વીકાર્ય બની શકે. તેમ જ, તેઓ સજાતીય કુર્કમને સામાન્ય જીવન-ઢબ તરીકે આગળ કરતી કોઈ ચળવળમાં ભાગ લેતા નથી.
“દુષ્ટતાનો દ્વેષ કરો”
બાઇબલ સલાહ આપે છે: “હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો.” (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) તેથી, યહોવાહના નિયમને તોડે છે એ દરેક આચરણોને ખ્રિસ્તીઓ ધિક્કારે એવી આશા રાખવામાં આવે છે. કેટલાક લોકો સજાતીય કુકર્મને અસ્વાભાવિક જાતીય ભ્રષ્ટતા તરીકે જોઈને, બીજા પ્રકારની અનૈતિકતા કરતા સજાતીય કુકર્મ પ્રત્યે ઘૃણા કે દૂર રહેવાની મજબૂત લાગણી હોય છે. તેમ છતાં, શું ખ્રિસ્તીઓએ આ પ્રકારના કૃત્યો આચરનાર વ્યક્તિઓને ધિક્કારવા જોઈએ?
ગીતકર્તા ગીતશાસ્ત્ર ૧૩૯:૨૧, ૨૨માં આ વિષય પર કેટલોક પ્રકાશ પાડે છે: “હે યહોવાહ, તારો દ્વેષ કરનારાનો દ્વેષ શું હું નહિ કરૂં? જેઓ તારી સામા ઊઠે છે તેઓનો શું હું ધિક્કાર નહિ કરૂં? હું તેઓનો પૂરેપૂરો દ્વેષ કરૂં છું; તેઓને હું મારા શત્રુઓ ગણું છું.” યહોવાહ અને તેના સિદ્ધાંત પ્રત્યેની આપણી વફાદારીએ આપણામાં જાણીજોઈને યહોવાહ વિરૂદ્ધ બંડ પોકારે છે અને યહોવાહના શત્રુઓ તરીકે સ્થાન લે છે તેઓ પ્રત્યે તીવ્ર અણગમો પેદા કરવો જોઈએ. દેવના રીઢા શત્રુઓ મધ્યે શેતાન અને અપદૂતો છે. કેટલાક માનવો પણ શક્યપણે આ વર્ગમાં આવે છે. તોપણ, ખ્રિસ્તીઓ બહારના દેખાવથી આ પ્રકારના લોકોને ઓળખવા ખૂબ મુશ્કેલ હોય શકે. આપણે હૃદયને વાંચી શકતા નથી. (યિર્મેયાહ ૧૭:૯, ૧૦) વ્યક્તિ દેવનો દુશમન છે કારણ કે તે કે તેણી ખોટું આચરણ કરે છે, એવું યિર્મેયાહ ૧૭:૯, ૧૦ માની લેવું ખોટું હશે. ઘણા કિસ્સાઓમાં દુરાચારી દેવના ધોરણો જાણતા હોતા નથી.
તેથી, સામાન્ય રીતે કહીએ તો, ખ્રિસ્તીઓ સાથી માનવને ધિક્કારવા ઉતાવળા થતા નથી. તેઓને અમુક પ્રકારની જીવન-ઢબ પ્રત્યે ધિક્કારની તીવ્ર લાગણી હોય તો પણ, તેઓ બીજાઓ પર હાનિ પહોંચાડવી નહિ, કે તેઓએ તેમના પ્રત્યે દુશ્મનાવટનો નકાર કે દ્વેષભાવ રાખવો નહિ. એના કરતાં, બાઇબલ ખ્રિસ્તીઓને “સઘળાં માણસોની સાથે હળીમળીને” રહેવાની સલાહ આપે છે.—રૂમી ૧૨:૯, ૧૭-૧૯.
“દેવ પક્ષપાતી નથી”
ભલેને વ્યક્તિએ ગમે તેટલી અનૈતિકતા આચરી હોય, સાચો પસ્તાવો કરનાર વ્યક્તિને યહોવાહ બહોળી રીતે માફી આપશે. એવો કોઈ પુરાવો નથી કે યહોવાહ અનૈતિકતાના એક રૂપને બીજા કરતાં વધારે ખરાબ રીતે જુએ છે. “દેવ પક્ષપાતી નથી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) દાખલા તરીકે, પ્રથમ સદીના કોરીંથ મંડળનો વિચાર કરો. પ્રેષિત પાઊલે તેઓને લખ્યું: “વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ, ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, એઓને દેવના રાજ્યનો વારસો મળશે નહિ.” ત્યાર પછી પાઊલે સ્વીકાર્યું કે કેટલાક અગાઉના વ્યભિચાર કરનાર, ભ્રષ્ટ કરનાર, સજાતીય કુકર્મ કરનાર અને ચોરો કોરીંથના ખ્રિસ્તી મંડળમાં સ્વીકારવામાં આવ્યા હતા. તેણે સમજાવ્યું: “વળી તમારામાંના કેટલાએક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.”—૧ કોરીંથી ૬:૯-૧૧.
અલબત્ત, યહોવાહ તેના સંપૂર્ણ નૈતિક ધોરણોના વિરુદ્ધ કોઈ પણ ચાલુ રાખનાર કે જારી રાખનારને સાંખી લેશે નહિ. તે તેના સિદ્ધાંતોની ચાલુ અવગણનાને ખરેખર ધિક્કારે છે. તેમ છતાં, તે સમાધાન કરવાનું બારણું ખુલ્લુ રાખે છે. (ગીતશાસ્ત્ર ૮૬:૫; યશાયાહ ૫૫:૭) એના સુમેળમાં, ખ્રિસ્તીઓએ સજાતીય કુકર્મ કરનાર, અથવા ગમે તે પણ, બિનમૈત્રીપૂર્ણ લાગણી, ઠઠ્ઠા કરનાર, કે પજવણી કરનાર બનશે નહિ. સાચા ખ્રિસ્તીઓ પોતાના સાથી માનવને સંભવિત ખ્રિસ્તી શિષ્ય તરીકે જોઈને, તેમની સાથે માનથી અને ગૌરવવંતી રીતે વર્તે છે. બાઇબલ કહે છે: “કેમકે દેવ આપણા તારનારની નજરમાં એ સારૂં તથા પ્રિય છે. સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઇચ્છા છે.”—૧ તીમોથી ૨:૩, ૪.
ખ્રિસ્તીઓ પસ્તાવો કરનારને આવકારે છે
વારંવાર, બાઇબલ જાહેર કરે છે કે દેવ માફી આપનાર છે. એ તેમનું “ક્ષમા કરવા તપ્તર, કૃપાળુ, રહેમદિલ, મંદક્રોધી તથા પુષ્કળ દયાળુ દેવ” તરીકે વર્ણન કરે છે. (નહેમ્યાહ ૯:૧૭; હઝકીએલ ૩૩:૧૧; ૨ પીતર ૩:૯) બાઇબલ વધુમાં ઈસુના ઉડાઉ દીકરો કે જે પોતાનો વારસો દૂર દેશમાં બદફેલીમાં ઉડાવી દે છે એ દૃષ્ટાંતમાંના પિતા સાથે જોડે છે. પોતાના દીકરાનો પાછો આવકારવા માટે પિતાએ રાહ જોઈ. છેવટે તે ભાનમાં આવ્યો, પસ્તાવો કર્યો અને તેના ઘરે પાછો આવ્યો ત્યારે, પિતાએ તેમના દીકરાનું સ્વાગત કર્યું.—લુક ૧૫:૧૧-૨૪.
હા, દુરાચારી માટે બદલાવવું શક્ય છે. શાસ્ત્રવચન લોકોને જૂનું માણસપણું દૂર કરી નવું માણસપણું પહેરવા અને ‘મનોવૃત્તિઓમાં નવા થવા’ ઉત્તેજન આપીને એ સ્વીકારે છે. (એફેસી ૪:૨૨-૨૪) સજાતીય કુકર્મ કરનારનારાઓનો સમાવેશ કરતાં, જે ખરાબ છે એ આચરે છે તેઓ, પોતાના વિચારસરણી અને વર્તનમાં સંપૂર્ણ ફેરફારો કરી શકે, અને ઘણા આ પ્રકારનું બદલાણ કરવામાં ખરેખર સફળ થયા છે.a ઈસુએ પોતે આવા લોકોને પ્રચાર કર્યો હતો; અને પસ્તાવો બતાવીને, તેઓ તેને સ્વીકાર્ય બન્યા.—માત્થી ૨૧:૩૧, ૩૨.
a “હું આ લાગણી કઈ રીતે દૂર કરી શકું?”ના એપ્રિલ ૮, ૧૯૯૫ના સજાગ બનો!ના લેખને જુઓ.
ખ્રિસ્તીઓ વિવિધ માર્ગોમાંથી આવતા પશ્ચાતાપી લોકોને આવકારે છે. અનૈતિક આચરણને પાછળ મૂકીને, તેઓ ગમે તે હોય શકે, દરેક જણ દેવની માફીમાંથી પૂરેપૂરો લાભ મેળવી શકે કારણ કે “યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેની રહેમ છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૯.
ખ્રિસ્તીઓ જરૂરી આત્મિક ટેકો આપવા તૈયાર છે, એવા લોકોને પણ જેઓ સજાતીય કુકર્મ માટેની ઇચ્છાઓને લડતા હોય. આ દેવના પ્રેમની સુમેળમાં છે, કારણ કે બાઇબલ કહે છે: “પણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારૂ મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.”—રૂમી ૫:૮.
Punch
ખ્રિસ્તીઓ સજાતીય કુકર્મના બાઇબલના દૃષ્ટિબિંદુને હલકું નથી ગણતા