વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૫/૮ પાન ૩
  • સ્ત્રીઓ વિરુદ્ધ ભેદભાવ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સ્ત્રીઓ વિરુદ્ધ ભેદભાવ
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • સૌથી નાનો હિસ્સો
  • માતા અને પૂરું પાડનાર
  • વેશ્યાગીરીનું કારણ!
    સજાગ બનો!—૨૦૦૩
  • સ્ત્રીઓ અને તેઓના કાર્યની કદર કરવી
    સજાગ બનો!—૧૯૯૮
  • અન્યાયનો સામનો કરતી સ્ત્રીઓ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • છોકરીઓને હું કેમ ગમતો નથી?
    સજાગ બનો!—૨૦૦૯
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૫/૮ પાન ૩

સ્ત્રીઓ વિરુદ્ધ

ભેદભાવ

પશ્ચિમ આફ્રિકામાં વેપારી નવ-વર્ષનું બાળક ખરીદે છે. એશિયામાં નવજાત શિશુને રેતીમાં જીવતું જ દાટી દેવામાં આવે છે. પૌર્વાત્ય દેશમાં, અનાથાશ્રમમાં—વણજોઈતુ અને બેદરકારીથી નાનું બાળક ભૂખે મરી રહ્યું છે. આ કરુણ બનાવોમાં એક સરખાપણું છે: સર્વ ભોગ બનનાર છોકરીઓ હતી. તેઓ સ્ત્રીજાતિની હોવાનો અર્થ જાણે તેઓ ધૂળસમાન હતી.

આ કંઈ એકલદોકલ કિસ્સા નથી. આફ્રિકામાં હજારો છોકરીઓ અને યુવતીઓને ગુલામ તરીકે, ૧૫ ડૉલર જેવી નજીવી કિંમતમાં વેચી દેવામાં આવે છે. અને એવો અહેવાલ આપવામાં આવે છે કે દર વર્ષે, મોટે ભાગે એશિયામાં, હજારો નાની છોકરીઓને વેશ્યા તરીકે વેચી દેવામાં અથવા બળજબરી કરવામાં આવે છે. એથીયે ખરાબ તો, અમુક દેશોની વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે કે એક કરોડ જેટલી છોકરીઓ “ગુમ” થઈ છે. દેખીતી રીતે જ, એનું કારણ ગર્ભપાત, બાળહત્યા, અથવા છોકરીઓની તદ્દન અવગણના કરવી છે.

લાંબા સમયથી—સદીઓથી—ઘણા દેશોમાં સ્ત્રીઓ વિષે આ દૃષ્ટિ ચાલી આવે છે. અને ઘણી જગ્યાઓએ હજુ પણ એમ જ છે. શા માટે? કારણ કે, એવા દેશોમાં, છોકરાઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. ત્યાં, એવું માનવામાં આવે છે કે છોકરો તો વંશાવળી ચાલુ રાખશે, મિલકતનો વારસો મેળવશે, અને માબાપ વૃદ્ધ થશે, ત્યારે તેઓની દેખભાળ કરશે, કેમ કે એવા દેશોમાં મોટે ભાગે વયોવૃદ્ધો માટે કોઈ સરકારી નિવૃત્તિવેતન હોતું નથી. એક કહેવત દાવો કરે છે કે “દીકરી તો પારકી થાપણ કહેવાય.” તે મોટી થાય ત્યારે, તે લગ્‍ન કરી ઘર છોડી જશે કે પછી વેશ્યાગીરી માટે વેચી પણ દેવાય અને તેથી વયોવૃદ્ધ માબાપની દેખભાળ રાખવામાં તો તેની પાસે જરા કે જરા પણ મદદની આશા રખાય નહિ.

સૌથી નાનો હિસ્સો

ગરીબીથી પીડાતા દેશોમાં, આ વલણનો અર્થ કુટુંબની છોકરીઓ માટે ઓછો ખોરાક, ઓછી આરોગ્ય સંભાળ, ઓછું ભણતર થાય છે. એક એશિયાના દેશના સંશોધકોએ શોધી કાઢ્યું કે ફક્ત પ ટકા છોકરાઓની સરખામણીમાં ૧૪ ટકા છોકરીઓ ઓછું પોષણ મેળવતી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ બાળકોના ફાળા (યુનિસેફ)નો અહેવાલ સમજાવે છે કે આરોગ્ય કેન્દ્રોમાં છોકરીઓ કરતાં બેગણા છોકરાઓને લાવવામાં આવે છે. અને આફ્રિકા તેમ જ દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં ૪૦ ટકાથી વધુ યુવતીઓ અભણ છે. યુનિસેફના અગાઉના એલચી, માજી ઓડ્રી હેપબર્ન વિલાપ કરે છે, “અવિકસિત જગતમાં જાતિનો અતિશય ભેદભાવ ચાલી રહ્યો છે.”

આ “જાતિનો ભેદભાવ” છોકરીઓ પુખ્તવયે પહોંચે છે ત્યારે, જતો રહેતો નથી. સ્ત્રીઓના ભાગે ગરીબી, હિંસા, અને સખત પરિશ્રમ જ છે, સચોટપણે એનું કારણ તે સ્ત્રી છે. વર્લ્ડ બૅંકના પ્રમુખે કહ્યું: “સ્ત્રીઓ જગતનું બે-તૃત્યાંશ ભાગનું કામ કરે છે. . . . તોપણ તેઓ ફક્ત જગતની આવકનો એક-દશાંશ ભાગ જ કમાય છે, અને જગતની મિલકતના એક ટકા કરતાં ઓછીની માલિકી ધરાવે છે. તેઓ જગતના ગરીબોમાં સૌથી ગરીબ છે.”

સંયુક્ત રાષ્ટ્રોના અહેવાલ અનુસાર, અતિશય ગરીબીમાં જીવતા જગતના ૧.૩ અબજ લોકોમાં ૭૦ ટકાથી વધુ સ્ત્રીઓ છે. અને અહેવાલ ઉમેરે છે, “એ સંખ્યા વધી રહી છે. ગામડામાં છેક ગરીબીમાં જીવતી સ્ત્રીઓની સંખ્યા છેલ્લા બે દાયકા કરતાં પ૦ ટકાથી વધુ વધી ગઈ છે. વધુને વધુ, ગરીબી જાણે સ્ત્રીનું રૂપ છે.”

જુલમી ગરીબીથી પણ વધુ કરુણ તો હિંસા છે, જેણે ઘણી સ્ત્રીઓનાં જીવન છિન્‍નભિન્‍ન કરી નાંખ્યાં છે. અંદાજે ૧૦ કરોડ છોકરીઓએ, મુખ્યત્વે આફ્રિકામાં, ગુહ્યેન્દ્રિયનું છેદન સહ્યું છે. બળાત્કાર એવો વિસ્તૃત અત્યાચાર છે જેની અમુક વિસ્તારોમાં લગભગ કોઈ ગણતરી જ નથી, જોકે અભ્યાસો બતાવે છે કે કેટલાક દેશોમાં દર ૬માંથી ૧ સ્ત્રી પર તેના જીવનકાળ દરમિયાન બળાત્કાર થાય છે. યુદ્ધો પુરુષો અને સ્ત્રીઓને સરખાં જ અસર કરે છે, પરંતુ પોતાનાં ઘરો મૂકી શરણાર્થીઓ તરીકે નાસી છૂટનારા મોટા ભાગે સ્ત્રીઓ અને બાળકો જ હોય છે.

માતા અને પૂરું પાડનાર

કુટુંબની કાળજી રાખવાનો ભાર મોટે ભાગે માતા પર વધુ આવી પડે છે. સંભવિત, તે દિવસના વધુ કલાકો કામ કરે છે અને ઘણી વાર એકમાત્ર પૂરું પાડનાર હોય શકે. આફ્રિકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં, લગભગ અડધાં જેટલાં કુટુંબ માતાની છત્રછાયા હેઠળ હતાં. પશ્ચિમના અમુક વિસ્તારોમાં, મોટી સંખ્યામાં કુટુંબો માતા ચલાવે છે.

વધુમાં, સવિશેષપણે અવિકસિત દેશોમાં, રીતભાત મુજબ પાણી ભરવું કે લાકડાં વીણવા જવું વગેરે, અતિશય પરિશ્રમી કાર્યો સ્ત્રીઓ કરે છે. જંગલનો નાશ અને જગ્યાને વિશેષ પ્રમાણમાં ચરાવવાને કારણે આ કાર્ય વધુ મુશ્કેલ બની ગયું છે. કેટલાક અનાવૃષ્ટિવાળા દેશોમાં, સ્ત્રીઓને દરરોજ ત્રણથી વધુ કલાકો બળતણ શોધવામાં અને પાણી ભરવામાં ચાર કલાક કાઢવા પડે છે. આ પરિશ્રમી કામ પૂરું થયા પછી જ ઘરમાં કે ખેતરમાં તેઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવતું કાર્ય શરૂ કરી શકે.

દેખીતી રીતે જ, ગરીબી, ભૂખમરો, અથવા લડાઈ રોજની બાબત હોય એવા દેશોમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સહેવું પડે છે. પરંતુ સ્ત્રીઓને અતિગણું સહેવું પડે છે. શું પરિસ્થિતિ કદી પણ સુધરશે ખરી? શું એવું કોઈ વાસ્તવિક ભાવિ છે ખરું કે જ્યારે સર્વત્ર સ્ત્રીઓ સાથે આદર અને વિચારણાથી વર્તાવ કરવામાં આવશે? શું હમણાં સ્ત્રીઓ કરી શકે એવું કંઈ છે જે તેઓની સ્થિતિ સુધારી શકે?

વેશ્યા છોકરીઓ—કોનો વાંક?

દર વર્ષે અંદાજે દસ લાખ બાળકો—મોટા ભાગે છોકરીઓ—ને વેશ્યાગીરીમાં બળજબરીથી કે વેચી દઈને મોકલવામાં આવે છે. દક્ષિણપૂર્વેની આર્ય, પોતાના સહાધ્યાયીઓનું શું થયું એ યાદ કરે છે. “કુલવડી ફક્ત ૧૩ વર્ષની જ હતી ત્યારે તે વેશ્યા બની. તે ઘણી સારી છોકરી હતી, પરંતુ તેની માતા ઘણી વાર પીને છાકટી બનતી અને જુગાર રમતી, તેથી તેની પાસે પોતાની દીકરીની દેખભાળ રાખવાનો સમય જ ન હતો. કુલવડીની માએ તેને માણસો સાથે જઈ પૈસા કમાવા ઉત્તેજન આપ્યું, અને ટૂંક સમયમાં જ, તે વેશ્યા તરીકે કામ કરતી થઈ ગઈ.

* નામો બદલવામાં આવ્યાં છે.

“સિવન, મારા વર્ગની એક બીજી વિદ્યાર્થીની, દેશની ઉત્તરેથી આવતી હતી. તે ફક્ત ૧૨ વર્ષની જ હતી જ્યારે તેના માબાપે તેને વેશ્યા તરીકે શહેરમાં કામ કરવા મોકલી. તેણે પોતાનાં માબાપે સહી કરેલા કરાર પ્રમાણે બે વર્ષ સુધી કામ કરવું પડ્યું. સિવન અને કુલવડી કંઈ અસામાન્ય નથી—મારા વર્ગમાંની ૧૫માંથી ૫ છોકરીઓ વેશ્યા બની છે.”

સિવન અને કુલવડી જેવા લાખો યુવાનિયા છે. યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સનું શૈક્ષણિક, વૈજ્ઞાનિક, અને સાંસ્કૃતિક સંગઠન)ની વેસેલા તામઝેલ વિલાપ કરે છે, “જાતીય ઉદ્યોગ આવેગવાળો વિસ્તૃત ધંધો છે. જાણે ૧૪-વર્ષિય છોકરીને વેચવું સામાન્ય, મામૂલી બાબત બની ગઈ છે.” અને એકવાર આ છોકરીઓને જાતીય ગુલામીમાં વેચવામાં આવી એટલે, તેઓની વેચાણ કિંમત પાછી ચૂકવવી લગભગ અશક્ય સાબિત થાય છે. મંજુ, જેને તેના પિતાએ તે ૧૨ વર્ષની હતી ત્યારે વેચી હતી, તેના પર સાત વર્ષની વેશ્યાગીરી પછી પણ ૩૦૦ ડૉલર (યુ.એસ.)નું દેવું છે. તે સમજાવે છે, “હું કંઈ જ કરી શકતી ન હતી—હું ફસાઈ ગઈ હતી.”

છોકરીઓ માટે પોતાને ગુલામીમાં રાખનાર દલાલોથી બચવું જેટલું મુશ્કેલ હતું, એટલું જ એઇડ્‌સથી બચવું પણ હોય શકે. દક્ષિણપૂર્વ એશિયામાંના સર્વેક્ષણે દર્શાવ્યું કે આ બાળવેશ્યાઓમાંથી ૩૩ ટકાને એઈડ્‌સ વાઇરસનો ચેપ લાગ્યો હતો. પાંચ-અબજ-ડૉલરનો વેશ્યા ઉદ્યોગ ફુલેફાલે છે ત્યાં સુધી, સંભવિત આ છોકરીઓ સહેવાનું ચાલુ રાખશે.

આ ઘૃણાજનક આચરણ માટે કોણ જવાબદાર છે? દેખીતી રીતે જ, વેશ્યાગીરી માટે છોકરીઓ ખરીદનારા અને વેચનારા મોટા ભાગે ગુનેગાર છે. પરંતુ એ નીચ માણસો પણ એટલા જ અપરાધી છે જેઓ જાતીય કામેચ્છા સંતોષવા છોકરીઓને વાપરે છે. કેમ કે આવા અનૈતિક માણસો ન હોત તો, આ છોકરીઓની વેશ્યાગીરીનું અસ્તિત્વ જ ન હોત.

મધ્ય આફ્રિકામાં સ્ત્રીનો કાર્યદિન

સ્ત્રી સવારે છ વાગે ઊઠીને પોતાના કુટુંબ અને પોતાને માટે નાસ્તો બનાવે છે, જે તેઓ પછીથી ખાશે. નજીકની નદીમાંથી પાણી ભર્યા પછી, તે પોતાના ખેતરે જાય છે—જે પગપાળા કલાકનો રસ્તો પણ હોય.

બપોરે ચાર વાગ્યા સુધી, તે ખેડે છે, નકામું ઘાસ ઉખેડે છે, કે પાણી વાળે છે, જે દરમિયાન ફક્ત જરાક જ સમય પોતે લાવી હોય એ ખાવા થોભે છે. અજવાળાના બાકી રહેલા બે કલાકો બળતણ અને કુટુંબ માટે કસાવા કે બીજું કંઈ શાકભાજી ભેગું કરવામાં જાય છે—જે સર્વ તે ઘરે ઊંચકી જાય છે.

સામાન્યપણે, સૂર્યાસ્ત થતા તે ઘરે આવી પહોંચે છે. હવે તેણે સાંજનું ભોજન તૈયાર કરવાનું હોય છે, જેમાં બેએક કે વધુ કલાક લાગી જાય. રવિવાર નજીકની નદીમાં કપડાં ધોવામાં અને એ સૂકાય એટલે તેને ઈસ્ત્રી કરવામાં જાય છે.

તેનો પતિ જવલ્લે જ આ સર્વ સખત પરિશ્રમની કદર કરે છે કે તેના કોઈ સૂચનોને દાદ દે છે. તેને ઝાડ કાપવા કે જંગલના ઝાડઝાંખરા બાળવાનો વાંધો નથી, જેથી તેની પત્ની વાવેતર કરવા જમીન તૈયાર કરી શકે, પરંતુ તે એનાથી વધુ કંઈ માંડ કરે છે. પ્રસંગોપાત, તે બાળકોને નદીએ લઈ જાય છે, જેથી તેઓ નાહી લે, અને તે પોતે કંઈક શિકાર કે માછલી પકડશે. પરંતુ તેનો મોટા ભાગનો દિવસ ગામના બીજા માણસો સાથે ગપ્પાં મારવામાં જ જાય છે.

પતિ ઇચ્છે તો, થોડાં વર્ષો પછી ઘરે નવી, યુવાન પત્ની લઈ આવશે, જે તેની લાગણીઓનું કેન્દ્ર બની રહેશે. જોકે, તેની પ્રથમ પત્ની પાસે હજુ પણ જરૂર માંગ કરવામાં આવશે કે તે હંમેશની માફક કાર્ય કરે, જ્યાં સુધી તેની તંદુરસ્તી બગડે કે મરણ પામે.

દર વર્ષે આશરે દસ લાખ યુવાન

છોકરીઓને વેશ્યાગીરીમાં ધકેલી

દેવામાં આવે છે

આફ્રિકી સ્ત્રીઓ કામનો

ભારે બોજ ઉઠાવે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો