કંબોડિયામાં
જીવનમરણની
મારી લાંબી મુસાફરી
વ થ ના મી સ ના જ ણા વ્યા પ્ર મા ણે
એ ૧૯૭૪નું વર્ષ હતું, અને હું કંબોડિયાના કેમેર રૂઝની સાથે લડી રહ્યો હતો. હું કંબોડિયન લશ્કરમાં અધિકારી હતો. એક લડાઈમાં અમે કેમેર રૂઝના સૈનિકને પકડ્યો. તેણે મને પોલ પોની ભવિષ્યની યોજના વિષે જે કહ્યું એણે મારું જીવન બદલી નાખ્યું. શાબ્દિક અને આત્મિક રીતે લાંબી મુસાફરી શરૂ થઈ.a
a પોલ પો કેમેર રૂઝના લશ્કરનો સામ્યવાદી આગેવાન હતો, જેણે લડાઇ જીતી હતી અને કંબોડિયા કબજે કરી લીધું હતું.
મને મારી કષ્ટદાયક પરિસ્થિતિનું વર્ણન શરૂઆતથી કરવા દો. મારો જન્મ ૧૯૪૫માં ફેમ ફેમાં થયો હતો, જે કંપુચીયા (કંબોડિયા)ની ભાષામાં કેમેર તરીકે જાણીતું છે. મારી માતાને છેવટે ખાનગી પોલીસના એક મહત્ત્વના હોદ્દા પર મૂકવામાં આવી. તે એ દેશના શાસક પ્રિન્સ નોરદોમ સિહાનુક માટે જાસૂસી કરતી. તે એકલવાયી માતા હોવાથી અને તેનું સમયપત્રક વ્યસ્ત હોવાથી, મને શિક્ષણ માટે બૌદ્ધ મંદિરમાં મૂકી જવાની તેને ફરજ પડી.
મારી બૌદ્ધ પાર્શ્વભૂમિકા
હું બૌદ્ધ મુખ્ય મઠવાસી સાથે રહેવા ગયો ત્યારે, હું આઠ વર્ષનો હતો. એ વર્ષથી ૧૯૬૯ સુધી, મંદિર અને ઘર વચ્ચે મારો સમય વહેંચાયેલો હતો. હું સેવા કરતો હતો એ મઠવાસી સાધુ ચુન નાથ હતો, જે એ સમયે કંબોડિયામાં બૌદ્ધનો સૌથી ઉચ્ચ અધિકારી હતો. થોડા સમય માટે, હું તેના સેક્રેટરી અને બૌદ્ધના પવિત્ર પુસ્તક “ત્રણ ટોપલીઓ” (અંગ્રેજી) (તિપીતાકા કે સંસ્કૃતમાં ત્રિપીટાકા)નું પ્રાચીન ભારતીય ભાષામાંથી કંબોડિયન ભાષામાં ભાષાંતર કરવામાં મદદ કરતો હતો.
હું મઠવાસી સાધુ તરીકે વર્ષ ૧૯૬૪થી ૧૯૬૯ સુધી સેવા કરતો હતો. આ સમયગાળા દરમિયાન એવા ઘણા બધા પ્રશ્નો હતા કે જે મને વ્યથિત કરતા હતા જેમ કે, જગતમાં શા માટે આટલી બધી પીડા છે અને એ કઈ રીતે શરૂ થઈ? મેં જોયું કે લોકો પોતાના દેવોને ઘણી રીતોએ ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ એ નથી જાણતા તેઓના દેવો તેઓની સમસ્યાઓ કઈ રીતે હલ કરશે. હું કે બીજા મઠવાસી સાધુઓ બૌદ્ધ લખાણોમાંથી સંતોષકારક જવાબ મેળવી શક્યા નહિ. હું એટલો બધો ભ્રમણામાં પડી ગયો કે મેં મંદિર છોડી દેવાનું નક્કી કર્યું અને મેં મઠવાસી એક સાધુ તરીકે જીવવાનું છોડી દીધું.
છેવટે, ૧૯૭૧માં, હું કંબોડિયન લશ્કરમાં જોડાયો. મને લગભગ ૧૯૭૧માં વિયેટનામ મોકલવામાં આવ્યો, અને મારી શૈક્ષણિક પાર્શ્વભૂમિકાના કારણે, મને બીજા સર્વોચ્ચ પદાધિકારીના પદ પર નિયુક્ત કર્યો, અને ખાસ કામગીરી સોંપવામાં આવી. અમે સામ્યવાદી કેમેર રૂઝ અને વિયેકોંમ સાથે લડતા હતા.
યુદ્ધ અને કંબોડિયામાં ફેરફારો
હું યુદ્ધમાં લાગણીઓ વિનાનો બની ગયો. લગભગ દરરોજ મૃત્યુ જોવાની આદત પડી ગઈ હતી. હું વ્યક્તિગત રીતે ૧૫૭ યુદ્ધોમાં જોડાયો હતો. એક સમયે, ગાઢા જંગલમાં, અમે એક મહિના કરતાં વધારે કેમેર રૂઝથી ઘેરાયેલા હતા. લગભગ ૭૦૦ કરતાં વધારે માણસો માર્યા ગયા. અમે લગભગ ૧૫ બચનારાઓ હતા—હું તેમાંનો એક હતો, અને હું ઘાયલ થયો હતો. પરંતુ હું જીવતો બહાર આવ્યો.
બીજા એક પ્રસંગે, ૧૯૭૪માં, અમે કેમેર રૂઝના સૈનિકને પકડ્યો. મેં તેને રીબાવીને પ્રશ્નો પૂછ્યા તેમ, તેણે મને કહ્યું કે પોલ પો લશ્કરી અધિકારીઓ તેમ જ, બધા અગાઉના સરકારી અધિકારીઓનો ઉચ્છેદ કરવાની યોજના કરી છે. તેણે મને બધું છોડીને ભાગી જવાનું કહ્યું. તેણે કહ્યું: “તારું નામ બદલાવતો રહેજે. કોઈને જણાવા દઈશ નહિ કે તું કોણ છે. અજાણ અને અભણની જેમ વર્તજે. કોઈને તારા અગાઉના જીવન વિષે કહીશ નહિ.” મેં તેને ઘરે જવા દીધો પછી, એ ચેતવણી મારા મનમાં રહી ગઈ.
અમને સૈનિકોને કહેવામાં આવ્યું હતું કે આપણા દેશ માટે લડીએ છીએ, અને તોપણ, અમે કંબોડિયનને મારી નાખતા હતા. કેમેર રૂઝ, અમારા પોતાના લોકોમાંના જ સત્તા શોધતા સ્વાર્થી સામ્યવાદીઓ હતા. હકીકતમાં, કંબોડિયાના મોટા ભાગના ૯૦ લાખ રહેવાસીઓ કેમેર છે, તેમ છતાં, તેમાંના મોટા ભાગના લોકો કેમેર રૂઝના વતની નથી. મારા મનમાં ગડમથલ ચાલતી હતી. અમે નિર્દોષ ખેડૂતોને મારી નાખતા હતા જેઓ પાસે બંદૂકો ન હતી અને યુદ્ધમાં પણ રસ ન હતો.
લડાઈમાંથી પાછા ફરતા હંમેશાં હૃદયભેદક અનુભવો થતા. પત્નીઓ અને બાળકો ચિંતાતુર બની, તેઓના પતિ કે પિતા પાછા આવ્યા કે નહિ એની રાહ જોતા. તેઓમાંના ઘણાને મારે કહેવું પડતું કે તેઓના કુટુંબના સભ્યો માર્યા ગયા છે. આ બધા વિષે, બૌદ્ધ ધર્મે મને કંઈ દિલાસો આપ્યો નહિ.
કોલંબિયામાં બાબતો જે રીતે બદલાઈ ગઈ એ હું વિચારું છું. વર્ષ ૧૯૭૦ પહેલાં, ત્યાં સાપેક્ષ શાંતિ અને સલામતી હતી. મોટા ભાગના લોકો પાસે બંદૂકો ન હતી; તમારી પાસે લેખિત પરવાનો ન હોય તો એ ગેરકાયદેસર હતું. ત્યાં ક્યારેક જ લૂંટ અને ચોરી થતા. પરંતુ પોલ પોના બળવા પછી શરૂ થયેલા આંતરવિગ્રહથી, બધું બદલાઈ ગયું. દરેક જગ્યાએ બંદૂકો દેખાતી હતી. બાર તેર વર્ષના યુવાનિયાઓને પણ લશ્કરી તાલીમ આપવામાં આવતી હતી, જેમાં કઈ રીતે ઠાર કરીને મારી નાખવા એ પણ શીખવવામાં આવતું. પોલ પોના લોકોએ કેટલાંક બાળકોને પોતાનાં માબાપને મારી નાખવા પણ પ્રેર્યાં હતાં. સૈનિકો બાળકોને કહેતા, “તમે તમારા દેશને પ્રેમ કરતા હો તો, તમારે તમારા દુશ્મનોને ધિક્કારવા જ જોઈએ. તમારાં માબાપ સરકાર માટે કામ કરતા હોય તો, તેઓ તમારા દુશ્મનો છે અને તમારે તેઓને મારી નાખવા જ જોઈએ—નહિ તો તમે મરશો.”
પોલ પો અને નિકંદન
વર્ષ ૧૯૭૫માં, પોલ પો લડાઈ જીત્યો અને કંબોડિયા સમાજવાદી રાષ્ટ્ર બન્યું. પોલ પોએ બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી અધિકારીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા દરેકનું નિકંદન કરવાનું શરૂ કર્યું. તમે ચશ્મા પહેરો તો, તમને મારી નાખવામાં આવી શકે કારણ કે, એવું માની લેવામાં આવતું હતું કે તમે શિક્ષિત છો! પોલ પોના રાજે મોટા ભાગના લોકોને શહેરો અને નગરો છોડીને ગામડાંઓમાં ખેડૂતો તરીકે કામ કરવાની ફરજ પાડી. દરેક જણે એક સરખો પહેરવેશ પહેરવાનો હતો. અમારે ખોરાક, દવા, કપડાં વગર ફ્કત ૨ કે ૩ કલાકની ઊંઘ લઈ દિવસના ૧૫ કલાક કામ કરવાનું હતું. મેં ઘણું મોડું થઈ જાય એ પહેલાં મારા દેશમાંથી નાસી જવાનું નક્કી કર્યું.
મેં કેમેર રૂઝ સૈનિકે આપેલી સલાહ યાદ કરી. મેં બધા ફોટાઓ, લેખિત માહિતી અને મને દોષિત ઠરાવે એવું બધુ ફેંકી દીધું. મેં જમીનમાં ખાડો ખોદી કેટલાક મારા દસ્તાવેજો દાટી દીધા. ત્યાર પછી મેં થાઈલૅન્ડ તરફ મુસાફરી કરી. એ જોખમી હતું. મારે રસ્તાના અવરોધોને ટાળવાના હતા અને કરફ્યુના સમયમાં ખરેખર કાળજી રાખવાની હતી, કેમ કે ફક્ત કેમેર રૂઝ સૈનિકો અધિકૃત પરવાનગીથી મુસાફરી કરી શકતા હતા.
હું એક વિસ્તારમાં ગયો અને થોડો સમય મારા એક મિત્રની સાથે રહ્યો. ત્યાર પછી, કેમેર રૂઝે દરેક જણને એ જગ્યાએથી નવા સ્થળે ખસેડ્યા. તેઓએ શિક્ષકો અને ડૉક્ટરોને મારી નાખવાનું શરૂ કર્યું. હું ત્રણ મિત્રો સાથે નાસી છૂટ્યો. અમે જંગલમાં સંતાયા અને જે ફળો મળતા એ ખાતા. છેવટે, હું બતંબબાંગ પ્રાન્તના એક નાના ગામડાંમાં આવ્યો જ્યાં મારો મિત્ર રહેતો હતો. ત્યાં હું એ ભૂતપૂર્વ સૈનિકને મળીને આશ્ચર્ય પામ્યો જેણે મને ભાગી જવાની સલાહ આપી હતી! મેં તેને મુક્ત કર્યો હોવાથી, તેણે મને ત્રણ મહિના સુધી ખાડામાં સંતાડી રાખ્યો. તેણે એક બાળકને માહિતી આપી કે મારા માટે ખોરાક નાખે, પરંતુ ખાડામાં જુએ નહિ.
સમય જતાં, હું ત્યાંથી નાસી જઈ શક્યો, અને હું મારી માતા, મારી માસી અને મારી નાની બહેનને મળ્યો કે જેઓ પણ થાઈની હદ તરફ ભાગી રહ્યા હતા. એ મારા માટે દુઃખદ સમય હતો. મારી માતા બીમાર હતી, અને છેવટે શરણાર્થી છાવણીમાં રોગ અને ખોરાકની અછતથી મરણ પામી. તેમ છતાં, મારું જીવન આશાસભર અને અર્થસભર બનવા લાગ્યું. હું સોફી ઉમને મળ્યો જે મારી પત્ની બની. અમે મારી માસી અને મારી બહેન સાથે ભાગી નીકળ્યા, થાઈની હદ પાર કરી અને સંયુક્ત રાષ્ટ્રસંઘની શરણાર્થી છાવણીમાં આવ્યા. અમારા કુટુંબે કંબોડિયાના આંતરવિગ્રહમાં મોટી કિંમત ચૂકવી. અમે કુટુંબના ૧૮ સભ્યો ગુમાવ્યા, જેમાં મારા નાના ભાઈ અને ભાભીનો પણ સમાવેશ થાય છે.
યુનાઈટેડ સ્ટેટ્સમાં નવું જીવન
શરણાર્થી છાવણીમાં અમારી પાર્શ્વભૂમિકાની તપાસ કરવામાં આવી, અને યુએન અમારા માટે કોઈ જામીન આપનારા શોધવાનો પ્રયત્ન કર્યો જેથી અમે યુનાઈટેડ સ્ટેટ્સમાં જઈ શકીએ. છેવટે, સફળતા મળી! અમે ૧૯૮૦માં સેન્ટ. પોલ મીનોસોટામાં આવી પહોંચ્યા. હું જાણતો હતો કે મારે નવા દેશમાં પ્રગતિ કરવી હોય તો, જલદી જ મારે અંગ્રેજી શીખવું પડશે. મારે લાંબો સમય અભ્યાસ કરવાનો હતો છતાં, મારા જામીનદારે મને થોડા મહિના માટે જ શાળામાં મોકલ્યો. એના બદલે, તેણે મારા માટે હૉટલમાં રખેવાળની નોકરી શોધી કાઢી. પરંતુ હું થોડું અંગ્રેજી જાણતો હતો, એથી હાસ્યાસ્પદ ભૂલો થતી. માલિક મને સીડી લાવવાનું કહેતો અને, હું કચરાપેટી લઈને પાછો આવતો!
ડરામણી મુલાકાત
વર્ષ ૧૯૮૪માં, હું રાતપાળી કરીને દિવસ દરમિયાન સૂતો હતો. અમે એવા વિસ્તારમાં રહેતા હતા જ્યાં એશિયાવાસી અને અશ્વેત લોકો વચ્ચે ઘણો તણાવ હતો. ગુના અને ડ્રગ્સ સામાન્ય હતા. એક સવારે, મારી પત્નીએ મને દશ વાગ્યે ઊઠાડ્યો અને મને કહેવા લાગી દરવાજે અશ્વેત માણસ આવ્યો છે. તે ગભરાઈ ગઈ કારણ કે તેણે વિચાર્યું તે અમને લૂંટવા આવ્યો છે. મેં દરવાજાના બાકોરામાંથી જોયું, અને ત્યાં એક સારો પોશાક પહેરેલો અને હાથમાં બ્રીફકેસ સાથે અશ્વેત માણસ ઊભેલો હતો, અને તેની સાથે ગોરો માણસ હતો. મને કંઈ પણ અજુગતું લાગતું ન હતું.
મેં તેને પૂછ્યું તે શું વેચે છે. તેણે મને ચોકીબુરજ અને સજાગ બનો!ના સામયિકોની પ્રતો બતાવી. હું કંઈ પણ સમજી શકતો ન હતો. મેં એ સ્વીકારવાનો ઇનકાર કર્યો કારણ કે બેએક મહિના પહેલાં જ, પ્રોટેસ્ટંટ સેલ્સમૅન પાસેથી ૧૬૫ ડૉલરથી પાંચ પુસ્તકોનો સેટ લઈ, હું છેતરાયો હતો. તેમ છતાં, અશ્વેત માણસે મને સામયિકોમાંનાં ચિત્રો બતાવ્યાં. એ ચિત્રો ખૂબ આનંદદાયક અને સુંદર હતા! અને તે વ્યક્તિના ચહેરા પર મૈત્રીપૂર્ણ હાસ્ય હતું. તેથી મેં એક ડૉલર આપીને એ લઈ લીધા.
લગભગ બે સપ્તાહ પછી, તેઓ પાછા આવ્યા અને મારી પાસે કંબોડિયન ભાષામાં બાઇબલ છે કે નહિ એ પૂછ્યું. વાસ્તવમાં, હું એ સમજી શકતો ન હોવા છતાં, મારી પાસે નાઝારીન ચર્ચ પાસેથી મેળવેલું એક બાઇબલ હતું. પરંતુ હું મારા બારણે અલગઅલગ જાતિના બે માણસોથી આશ્ચર્ય પામ્યો હતો. ત્યાર પછી તેમણે મને પૂછ્યું, “શું તમારે અંગ્રેજી શીખવું છે?” ચોક્કસ મારે શીખવું હતું, પરંતુ મેં સમજાવ્યું કે શીખવા માટે મારી પાસે પૈસા નથી. તેમણે મને કહ્યું તે એ મને બાઇબલ આધારિત પ્રકાશનોનો ઉપયોગ કરીને મફત શીખવશે. તેઓ કયા ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે એની મને ખબર ન હોવા છતાં, મેં પોતે વિચાર્યું, ‘ઓછામાં ઓછું મારે કંઈ ચૂકવવું પડશે તો નહિ, અને હું અંગ્રેજી વાંચતા લખતા શીખી જઈશ.’
અંગ્રેજી અને બાઇબલ શીખવું
એ ધીમી પ્રગતિ હતી. તે મને બાઇબલનું પહેલું પુસ્તક ઉત્પત્તિ બતાવતા અને, ત્યાર પછી હું એને કંબોડિયન ભાષામાં “લો કા બટ” કહેતો. તે બોલતા, “બાઇબલ” અને હું કહેતો “કોમ્પી.” મેં પ્રગતિ કરવાની શરૂઆત કરી, અને હું પ્રેરાયો હતો. હું મારો અંગ્રેજી-કંબોડિયન શબ્દકોશ, ચોકીબુરજ સામયિક, ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન બાઇબલ, અને મારા કંબોડિયન ભાષાના બાઇબલ મારા નોકરીના સ્થળે લઈ જતો. મારી રીસેશમાં, હું અભ્યાસ કરતો અને અંગ્રેજી શીખતો, પ્રકાશનોને સરખાવીને શબ્દે શબ્દ જોતો. આ ધીમી પ્રક્રિયા, સાપ્તાહિક પાઠ સાથે, ત્રણ વર્ષ લીધા. પરંતુ, આખરે હું અંગ્રેજી વાંચી શક્યો!
મારી પત્ની હજુ પણ બૌદ્ધ મંદિરમાં જતી હતી, અને તે પૂર્વજો માટે બહાર ખોરાક મૂકતી હતી. અલબત્ત, એમાંથી લાભ મેળવનાર ફક્ત માખીઓ જ હતી! મને ઘણી ખરાબ જૂની કુટેવો હતી જેનું મૂળ લશ્કર અને બૌદ્ધ ધર્મ હતું. હું મઠવાસી સાધુ હતો ત્યારે, લોકો અર્પણો લાવતા જેમાં સીગરેટનો પણ સમાવેશ થતો હતો. તેઓ માનતા કે મઠવાસી સાધુ સીગારેટ પીવે તો, જાણે એ તેઓના પૂર્વજો પીતા હોય. આ રીતે, હું નિકોટીનનો વ્યસની બન્યો. ત્યાર પછી પણ, લશ્કરમાં હતો ત્યારે પણ મને લડાઈ માટે હિંમત મેળવવા હું ઘણું પીતો હતો, અને અફીણનું ધૂમ્રપાન પણ કરતો. એથી, મેં બાઇબલનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારે મારે ઘણા બધા ફેરફારો કરવાના હતા. ત્યારે મને અનુભવ થયો કે પ્રાર્થના ઘણી મદદરૂપ છે. ફક્ત થોડા જ મહિનાઓમાં, હું મારી કુટેવો આંબી શક્યો. કુટુંબના બીજા સભ્યો માટે પણ કેટલું આનંદદાયક હતું!
હું મીનોસોટામાં, ૧૯૮૯માં સાક્ષી તરીકે બાપ્તિસ્મા પામ્યો. એ સમયે મને ખબર પડી કે સાક્ષીઓનું કંબોડિયન-ભાષી વૃંદ છે, અને વળી કૅલિફોનિયાના, લોગ બીચમાં કંબોડિયન વસ્તી પણ છે. મારી પત્ની અને મેં એની ચર્ચા કર્યા પછી, અમે લોગ બીચમાં જવાનું નક્કી કર્યું. એ બદલાણ હતું જે ફેરફારો લાવ્યું! મારી બહેન પહેલાં બાપ્તિસ્મા પામી, ત્યાર પછી મારા માસી (જે હમણાં ૮૫ વર્ષના છે) અને મારી પત્ની. ત્યાર પછી મારા ત્રણ બાળકો. છેવટે, મારી બહેન એક સાક્ષીને પરણી, જે હમણાં મંડળમાં વડીલ તરીકે સેવા કરે છે.
અહીં યુનાઈટેડ સ્ટેટ્સમાં, અમે ઘણાં પરીક્ષણોમાંથી પસાર થયા છે. અમે ઘણી નાણાકીય મુશ્કેલીઓ અને આરોગ્ય સમસ્યાઓનો અનુભવ કર્યો, પણ બાઇબલ સિદ્ધાંતોને વળગી રહેવાથી, અમે યહોવાહમાં અમારો વિશ્વાસ જાળવી રાખ્યો છે. તેમણે આત્મિક ક્ષેત્રમાં મારા પ્રયત્નોને આશીર્વાદ આપ્યો છે. વર્ષ ૧૯૯૨માં, મંડળમાં એક સેવકાઈ ચાકર તરીકે નિયુક્ત થયો હતો, અને વર્ષ ૧૯૯૫માં, અહીં લોગ બીચમાં હું વડીલ બન્યો.
હું બૌદ્ધ મઠવાસી સાધુ હતો અને ત્યાર પછી કંબોડિયામાં યુદ્ધગ્રસ્ત વિસ્તારની લાંબી મુસાફરી કર્યા પછી, હવે અમારું નવું ઘર અને દેશ છે જેમાં સુખ અને શાંતિ છે. અને અમારો વિશ્વાસ તો યહોવાહ અને ખ્રિસ્ત ઈસુમાં છે. એ જાણીને મને દુઃખ થાય છે કે કંબોડિયામાં હજુ પણ લોકો એકમેકને મારી નાખે છે. તેથી મારા અને મારા કુટુંબ માટે એ વધારાનું કારણ છે કે અમે વચન આપેલી નવી દુનિયાની રાહ જોઈએ અને એની જાહેરાત કરીએ. જ્યાં યુદ્ધો તો હશે જ નહિ અને સર્વ લોકો સાચે જ પોતાની જેમ પોતાના પડોશીઓને પ્રેમ કરશે!—યશાયાહ ૨:૨-૪; માત્થી ૨૨:૩૭-૩૯; પ્રકટીકરણ ૨૧:૧-૪.
બૌદ્ધ ધર્મમાં મઠવાસી સાધુ તરીકેના મારાં વર્ષો દરમિયાન
વિયેટનામ
થાઈલૅંન્ડ
કંબોડિયા
બતંબબાંગ
ફેમ ફે
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.
લાઓસ
મારા કુટુંબ સાથે, રાજ્યગૃહમાં