યુવાનોને ધર્મમાં કેટલો રસ છે?
સજાગ બનો!ના ફ્રાંસમાંના ખબરપત્રી તરફથી
શ્રોતાઓમાંના ૭,૫૦,૦૦૦ યુવાનો માટે, આ મોજમઝાની સાંજ હતી. તેઓ ઝંડા હલાવતા, ગીતો ગાતાં, અને તાળીઓ પાડતા હતા. ફટાકડા ફોડવામાં આવતા હતા, અને સંગીતકારો ટોળાને ઉશ્કેરતા હતા. એનું વાતાવરણ “હંગામી ધોરણે બનાવેલા નાઈટક્લબ” જેવું હતું. તેઓ ખુશામતની બૂમો પાડી પાડીને રાહ જોઈ રહ્યા હતા તે માણસ છેવટે સ્ટેજ પર આવ્યો.
શું આ કોઈક રોક સંગીતની વર્લ્ડ ટૂરની શરૂઆત હતી? ના. એ પેરિસનું કૅથલિક વર્લ્ડ યુથ ડે દરમિયાન ધાર્મિક સભા હતી. તેમ જ એ માણસ પોપ જૉન પૉલ બીજો હતો!
કેટલાકને આ પ્રકારના ધાર્મિક ઉત્સવમાં યુવાનો રસ લે એ વિચિત્ર લાગી શકે. પરંતુ સમાચાર માધ્યમ યુવાનોમાં ફરી ઉત્પન્ન થયેલી ધાર્મિકતા બતાવી રહ્યા છે.
બાહ્ય દેખાવ
ઉપરથી જોતાં, ધર્મ ફૂલતો ફાલતો લાગી શકે. યુરોપના લગભગ ૬૮ ટકા યુવાનો કહે છે કે તેઓ ધર્મમાં માને છે અને આયર્લૅન્ડમાં આનો આંકડો ૯૦ ટકા કરતાં પણ વધારે છે. આર્મેનિયા, અગાઉના સોવિયેટ લોકશાસનમાં તેઓમાંના ઘણા ધર્મને પ્રાચીન જમાનાના એક અવશેષ તરીકે જોતા હતા, એક વખતના ઉજ્જડ થયેલા ચર્ચ વિષે પાદરીએ કહ્યું કે એઓ હવે ભરાઈ ગયાં છે: “ધર્મએ યુવા પેઢીનું ધ્યાન ખેંચ્યું છે એનાથી મને આશ્ચર્ય થયું.”
ઘણાં દેશામાં સમાચાર માધ્યમ યુવાનો પંથો અને ચમત્કારિક વૃંદોમાં જોડાવાની વિસ્તૃત રીતે જાહેરાત કરે છે. શરૂઆતમાં ઉલ્લેખવામાં આવેલા ઉત્સવ જેવા ધાર્મિક ઉત્સવો પ્રચલિત છે. તેમ છતાં, આપણને અંદર શું જોવા મળે છે?
નજીકથી તપાસવું
નજીકથી તપાસતા જોવા મળે છે કે ૧૯૬૭માં ફ્રેન્ચના ૮૧ ટકા યુવાનો દેવમાં માનતા હતા પરંતુ, ૧૯૯૭માં એના અડધાથી પણ ઓછા હતા. સમગ્ર યુરોપમાં, ફક્ત ૨૮ ટકા યુવાનો જ વ્યક્તિત્વવાળા દેવમાં માને છે. તો પછી, યુરોપમાં ફક્ત ૧૨ ટકા યુવાનો જ અવારનવાર પ્રાર્થના કરે છે એમાં કંઈ નવાઈ નથી. આ યુવાનો ધર્મને જે દૃષ્ટિબિંદુથી જુએ છે એનું કેવું પ્રતિબિંબ પાડે છે?
ડેનમાર્કમાં, ૯૦ ટકા યુવાનો કહે છે કે તેઓ નૅશનલ ચર્ચમાં જાય છે. ફક્ત ૩ ટકા યુવાનો જ સક્રિય સભ્યો છે. ફ્રાંસમાંના લા ક્રવા નામના કૅથલિક વર્તમાનપત્રના ૧૯૯૭ના સર્વેક્ષણે બતાવ્યું કે ફ્રાંસમાંના ૭૦ ટકા યુવાનો કબૂલે છે કે તેઓના જીવનમાં ધર્મ મહત્ત્વનો નથી. તેમાંના ત્રણ ચતૃર્થાંશ લોકો ધર્મના શિક્ષણ કરતાં વ્યક્તિગત અનુભવોને વધારે મહત્ત્વ આપે છે. યુરોપના મોટા ભાગના બીજા દેશોમાં પણ એવી જ સ્થિતિ છે.
શા માટે યુવાન લોકો ચર્ચમાં જતા નથી? તેઓમાંના મોટા ભાગનામાં, મુખ્ય ધર્મોમાં વિશ્વાસ ઉત્પન્ન કરતા નથી. દાખલા તરીકે, ફ્રાંસમાં મોટા ભાગના યુવાનો વિચારે છે કે ધર્મ જગતમાં ભાગલા પડાવનાર છે. વધુમાં, સ્પેનમાંની ૧૫ વર્ષની કૅથલિક હૂડિત જેવું અનુભવનાર ઘણા બધા યુવાનો છે. તેણે કહ્યું: “નૈતિકતા વિષે ચર્ચ જે શીખવે છે એની સાથે હું સહમત નથી.” એવી જ રીતે, તાઇવાનના ૨૦ વર્ષના જોસફને ધર્મ “વધારે પડતો પ્રણાલિગત” લાગે છે. પરંતુ મોટા ભાગના યુવાનો પોતાના ધર્મના શિક્ષણ સાથે સહમત ન થતા હોય તો, તેઓ શેમાં માને છે?
પોતાની પસંદગીનો ધર્મ
હવે સામાન્ય રીતે યુવાનો હૉટલમાં ભોજનના વાનગીપત્રકમાંથી વાનગી પસંદ કરે છે તેમ, ધર્મની માન્યતાઓ પસંદ કરે છે. એક સામયિક ધર્મને “પોતાની પસંદગીનો રિવાજ” કહે છે. એક કૅથલિક સામયિક એને “ધર્મના બજારમાં ફરવું” એવો ઉલ્લેખ કરે છે. જૂના જમાનાની માન્યતાઓ હવે ફેશન થઈ ગઈ છે. આમ, યુરોપમાં લગભગ ૩૩ ટકા યુવાન લોકો નસીબદાર તાવીજમાં માને છે, ૪૦ ટકા માને છે કે જ્યોતિષી ભવિષ્ય ભાખી શકે, અને ૨૭ ટકા લોકો માને છે કે ગ્રહો લોકોનાં જીવનોને અસર કરે છે. પુનર્જન્મ જેવી માન્યતા યુરોપના ઘણા યુવાનોની માન્યતાનો એક ભાગ છે.
આ પ્રકારની વિવિધ ધાર્મિક માન્યતાઓ છે કે જેમાંથી યુવાન લોકો પોતાની પસંદગી અનુસાર પસંદ કરી શકે. ભાગ્યે જ કોઈ માને છે કે ફક્ત એક જ સાચો ધર્મ છે. યુવાનો પોતાની ઇચ્છાનુસાર પસંદગી કરતા હોવાથી, પોતાની ધાર્મિક માન્યતાઓ વચ્ચેનો તફાવત ઝાંખો થઈ ગયો છે. આમ, સમાજ વૈજ્ઞાનિકો હવે અગાઉના પંથને “ધીમે ધીમે નાશ પામતા” કે “સામાન્ય પતન” વિષે કહે છે. આવા આત્મિક વાતાવરણમાં, પ્રણાલિગત ધર્મ કેવો પ્રત્યાઘાત પાડે છે?
ધર્મને યુવાનોની શોધ
યુવાનોને આકર્ષવા ધર્મે માટે પડકારૂપ છે. પૅરિસમાં કૅથલિક વર્લ્ડ યુથ ડે ઉત્સવમાં હાજરી આપનાર ટોળા વિષે કહ્યું: “આ બધા યુવાનો ક્યાંથી આવ્યા છે? મારા ચર્ચમાં આમાંના કોઈ યુવાનો આવતા નથી. મેં તેઓને કદી જોયા નથી.” યુવાનોનું ધ્યાન ખેંચવા અને એને જકડી રાખવા, કૅથલિક ચર્ચે પોતાની રજૂઆત અને ઢબ બદલી નાખ્યી છે.
ફ્રેંચ વર્તમાનપત્ર લ ફિગોરે જાહેર કર્યું કે “ચર્ચે એમની ઢબ બદલે છે!” પેરિસમાંના ૧૨માં વર્લ્ડ યુથ ડે ઉત્સવ માટે, ચર્ચેએ રજૂઆત કરવા માટે રોક સંગીત કાર્યક્રમો ગોઠવનાર આડતિયાને કામગીરી સોંપી દીધી. સો કરતાં વધારે દેશોમાંથી મુલાકાતે આવેલા યુવાનોને મનોરંજન કરાવવા ૩૦૦ કરતાં વધારે કાર્યક્રમો હતા, અને પાદરીઓ માટે ખાસ પ્રકારનાં કપડાં બનાવ્યાં હતાં.
આજના યુવાનોને ન સમજનાર અને ફેરફાર કરવાની જરૂર જોનાર અનેક ધર્મમાં ‘બધું જ ચાલે’ એવી માન્યતા અપનાવે છે. આ ઢબનું પ્રતિબિંબ પાડતા, પૅરિસમાંના વર્લ્ડ યુથ ડેના ઉત્સવનું આયોજન કરનાર મિશેલ ડૂબો નામના એક પાદરીએ કહ્યું: “અલબત્ત, હું ઇચ્છું છું કે દરેક બાપ્તિસ્મા પામનાર ખ્રિસ્તને વિશ્વાસુ રહે. પરંતુ તેઓ ન રહે તોપણ, તેઓ ચર્ચમાં સ્વીકાર્ય છે.”
યુવાનો જવાબ શોધે છે
યુવાનો ખરેખર સાચા જવાબ માટે શોધ કરે છે એના પર ભાર આપતા, એક વર્તમાનપત્રએ પૅરિસમાં ધાર્મિક ઉત્સવમાં હાજરી આપનાર યુવાનો “વિશ્વાસથી નહિ, પરંતુ વિશ્વાસ માટેનો પોકાર” કરે છે, એવું વર્ણન કર્યું. શું આ પ્રકારની વિનંતીનો કૅથલિક ચર્ચે જવાબ આપ્યો?
એક કૅથલિક વર્તમાનપત્ર જેને મોટા ધાર્મિક ઉત્સવનો “ખોટો ભ્રમ” કહે છે, એની ઉપર વીંટાળેલો કાગળ તમે કાઢી નાખો અથવા એમાં ધ્યાનથી જુઓ તો, શું જોવા મળે છે? ફ્રેન્ચ વર્તમાનપત્ર લા મોન્ડે અનુસાર અંદરખાનેથી જોતા એ “સાચા સંતોષની ખામી” છે.
ભલે વાનગીને સુંદર રીતે શણગારમાં આવી હોય, પરંતુ ખોરાક પૌષ્ટિક હોવો જોઈએ. યુવાનોના જીવનના હેતુ વિષેના પ્રશ્નોની આત્મિક રીતે પૌષ્ટિક જવાબ આપવાની જરૂર છે. આકર્ષક પરંતુ અર્થહીન જવાબ યુવાનોને સંતોષ આપતા નથી.
નક્કર બાબતો ન હોય તો, શું આ પ્રકારના ધાર્મિક પ્રસંગોની આજના યુવાનો પર કાયમી અસર રહે છે? ફ્રેન્ચ સમાજવિજ્ઞાની દાનીયેલ એર્વ્યુ-લેઝાએ અવલોક્યું: “આવા ભવ્ય કાર્યક્રમોથી કોઈ પણ કાયમી સામાજિક અસરો પડતી નથી.” તો પછી, યુવાનો પોતાના પ્રશ્નોના સંતોષપ્રદ જવાબ ક્યાંથી મેળવી શકે?
સંતોષપ્રદ જવાબો
ફ્રેન્સ સામયિક લા પવાનએ ૧૯૯૭માં યુવાનોએ સામનો કરવો પડેલી મુશ્કેલીઓ વિષે લેખ પ્રકાશિત કર્યો. જીવનના હેતુ વિષેના પ્રશ્નનો યુવાન લોકોમાં સામાન્ય હોવા ઉપરાંત, યુવાનોએ ગુના અને હિંસાનો પણ સામનો કરવાનો હોય છે. શું એ આંબવું શક્ય છે? સામયિકના લેખે સમજાવ્યું: “ત્રીસ વર્ષની ઉંમરે ડેવિડને દારૂ, કેફી પદાર્થ અને હિંસાની પોતાના શરીર પર થતી અસરો વિષે ચિંતા થવા લાગી. યહોવાહના સાક્ષીઓએ તેનો દરવાજો ખખડાવ્યો અને તેને શુદ્ધ થવા માટેની આશાના જવાબો આપ્યા. તેણે અભ્યાસ કર્યો. તેણે ફેરફારો કર્યા. તેણે તેના જુગારનું ઉધાર ચૂકવ્યું અને તેણે છેતર્યા હોય એની ખબર પણ ન હતી, તેઓને ભરપાઈ કર્યું. હવે તે ધૂમ્રપાન, કે દારૂ પીતો નથી, તેમજ લડાઈ કરતો નથી.”
યહોવાહના સાક્ષીઓ સાથે અભ્યાસ કર્યો હોય એવા બીજા યુવાનો વિષે, લેખે કહેવાનું ચાલુ રાખ્યું: “તેઓએ પોતાના સર્વ પ્રશ્નોના જવાબો મેળવ્યા.” એક યુવાન સાક્ષીએ એ સરળ રીતે વ્યક્ત કર્યું: “બાઇબલ બે હજાર વર્ષથી સત્ય જણાવે છે તો પછી, શા માટે મારે માર્ગદર્શન માટે બીજે જવું જોઈએ?”
દેવનો શબ્દ યુવાનો માટે સંદેશો ધરાવે છે. એની વ્યવહારું સલાહો તેઓને આજની સમસ્યાઓ આંબવા મદદ કરે છે અને તેઓને શાંતિ અને ભ્રાતૃત્વના ભાવિમાં માનવાનો સખત પાયો પૂરો પાડે છે. સતત બદલાતા જગતમાં, બાઇબલ આપે છે એ આશા સ્થિરતા અને દિલાસો પૂરો પાડતા “આત્માને સારૂ લંગર સરખી, સ્થિર તથા અચળ” છે. (હેબ્રી ૬:૧૯) લાખો યુવાનોને યહોવાહના સાક્ષીઓ સાથે વ્યક્તિગત બાઇબલ અભ્યાસથી પોતાના જીવનનો ખરો હેતુ મળ્યો છે. કઈ રીતે બાઇબલ ગહન ફેરફારો લાવે છે એ તેઓએ પોતે જોયું છે. બાઇબલના જવાબો સ્વીકારીને, યુવાનોને જોવા મળ્યું છે કે તેઓના ખરા વિશ્વાસ માટેની શોધનો બદલો મળ્યો છે.
પૅરિસના હજારો યુવાનોને
ધાર્મિક ઉત્સવ આકર્ષે છે
પૅરિસમાં વર્લ્ડ યુથ ડે
—શું ખરેખર ધાર્મિક પુનર્જીવન છે?