ધાર્મિક સ્વતંત્રતા
આશીર્વાદ કે શાપ?
ધાર્મિક સ્વતંત્રતાની માન્યતાઓની શરૂઆત ખ્રિસ્તી રાષ્ટ્રથી થઈ હતી. હઠાગ્રહ, પૂર્વગ્રહ,
અને અસહિષ્ણુતા હોવાથી એ કંઈ સહેલું ન હતું. ધાર્મિક લડાઈમાં હજારો લોકો
મરણ પામ્યા. આ દુઃખદાયક ઇતિહાસ આપણને શું શીખવે છે?
“સતાવણી ખ્રિસ્તીઓના ઇતિહાસની હકીકત છે,” પેગન ઍન્ડ ક્રિશ્ચિયન પુસ્તકમાં રોબિન લેન ફોક્સે લખ્યું. શરૂઆતના ખ્રિસ્તીઓને તેઓ સંપ્રદાય તરીકે ઓળખતા હતા અને તેઓ શહેરમાં બહુ ધાંધલ મચાવે છે એવો આરોપ મૂક્યો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨૦, ૨૧; ૨૪:૫, ૧૪; ૨૮:૨૨) પરિણામે, કેટલાકને રિબામણી સહન કરવી પડી અને જંગલી જાનવરો દ્વારા રૂમી અખાડાઓમાં માર્યા ગયા. આવા સતાવણીના કટોકટીના સમયમાં, ધર્મશાસ્ત્રી ટર્ટૂલિયને ધાર્મિક સ્વતંત્રતા માટે દલીલ કરી. તેણે ૨૧૨ સી.ઈમાં લખ્યું: “આ હક્ક તો માણસજાતને હોવો જ જોઈએ, દરેક માણસને પોતાની માન્યતાઓ પ્રમાણે ઉપાસના કરવાનો કુદરતી હક્ક છે.”
કોન્સ્ટન્ટાઈનના રાજમાં ૩૧૩ સી.ઈમાં રૂમીઓએ ખ્રિસ્તીઓની સતાવણી કરવાનું બંધ કર્યું, મિલનના ફરમાન દ્વારા ખ્રિસ્તીઓ અને વિધર્મીઓને ધર્મની એકસરખી સ્વતંત્રતા આપવામાં આવી. રૂમી સામ્રાજ્યમાં કાયદો ઘડવાને લીધે “ખ્રિસ્તીઓ” પર સતાવણીનો અંત આવ્યો. તેમ છતાં, ૩૪૦ સી.ઈમાં ખ્રિસ્તી લેખકે વિધર્મીઓની સતાવણી જાહેર કરી. અંતે, ૩૯૨ સી.ઈમાં કોન્સ્ટન્ટાઈનના ફરમાન દ્વારા થીઓડોસિયસ પહેલાએ સામ્રાજ્યમાં વિધર્મીઓ પર પ્રતિબંધ મૂક્યો, અને ધાર્મિક સ્વતંત્રતા અકાળે નાશ પામી. રોમનો “ખ્રિસ્તીધર્મ” હવે રાજધર્મ બન્યો હોવાથી, ચર્ચ અને રાજ્યએ દાયકાઓ સુધી સતાવણી માટેની ઝુંબેશ ઉઠાવી હતી, અને આ ઝુંબેશ ૧૧મીથી ૧૩મી સદી સુધી ચાલી. અને બારમી સદીમાં કૅથલિકો દ્વારા રિબામણી શરૂ થઈ. સ્થાપિત રૂઢ સિદ્ધાંત અને હઠાગ્રહ પર કોઈ પ્રશ્ન ઉઠાવે તો જોખમમાં હતા, તેઓને પાખંડી કહેવામાં આવ્યા અને જંતરમંતર કરનાર સ્ત્રીઓ પર તેઓ ધસી પડ્યા. આવા વલણ પાછળ શું ઇરાદો હતો?
ધાર્મિક સહિષ્ણુતા લઈ લેવામાં આવી, એનું કારણ એ હતું કે ત્યાં રાજધર્મ હતો. તેથી ધાર્મિક ભિન્નતાને કારણે જે ભય હોય તે હવે દેશ માટે કંઈ ભય રહ્યો ન હતો. ઇંગ્લૅંડની રાણી એલીઝાબેથના મંત્રીએ ૧૬૦૨માં દલીલ કરી, “દેશમાં બે ધર્મ હશે તો, ક્યારેય સલામત નહિ હોય.” હકીકતમાં, રાજ્ય માટે ભયરૂપ છે કે નહિ એ જાણવા કરતાં, રાજ્યને જે ધર્મ સાથે મતભેદ હોય તે પર પ્રતિબંધ મૂકવો સહેલું હતું. ધ ન્યૂ કૅથલિક એન્સાયક્લોપેડિયા કહે છે: “સરકાર કે પછી ચર્ચના સત્તાધારીઓમાંથી કોઈએ પણ જરાય જોયું નહિ કે કોણ ખતરારૂપ છે અને કોણ નથી.” તેમ છતાં, ફેરફારો આવી રહ્યા હતા.
સહનશીલતાની દુઃખદાયક શરૂઆત
પ્રોટેસ્ટંટ ધર્મથી તણખો લાગ્યો જેથી યુરોપમાં સખત ઉથલપાથલ થઈ હતી, ત્યારથી પંથો માટેની લડત ચાલુ જ રહી છે. તરત જ, પ્રોટેસ્ટંટ ધર્મએ યુરોપમાં ધાર્મિક ભાગલા પાડ્યા, તેમ જ તેઓનો વિચાર સ્વતંત્ર અંતઃકરણ લાવવાનો હતો. દાખલા તરીકે, પ્રખ્યાત સુધારક માર્ટિન લ્યુથરે ૧૫૨૧માં પોતાનું મંતવ્ય આપ્યું: “મારું અંતઃકરણ દેવના શબ્દને આધીન છે.” ભાગલાઓના કારણે તણખો લાગ્યો તેથી ૩૦ વર્ષ સુધી (૧૬૧૮-૪૮) ક્રૂર ધાર્મિક યુદ્ધની શૃંખલાએ યુરોપમાં ધાડ પાડી.
યુદ્ધ દરમિયાન, ઘણાઓને એવું લાગ્યું કે એ યુદ્ધથી કોઈ જ ફાયદો નથી. તેથી, ફ્રાંસમાં (૧૫૯૮) નેટ્સનાં ફરમાન પ્રમાણે, યુરોપમાં અસક્ષમ રીતે શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ ફરમાનથી આજે ધીરે ધીરે સહનશીલતામાં વધારો થયો છે. પહેલા “સહનશીલતા”ને નકારાત્મક રીતે જોતા હતા. પ્રખ્યાત માનવહિતવાદી ઈરેસ્મુયસે ૧૫૩૦માં લખ્યું, “અમુક સંજોગો હેઠળ આપણે સંપ્રદાયોને સહેવા પડે, . . . તો એ બેશક ખરાબ થશે—વાસ્તવમાં, ખરાબ થાત—પરંતુ યુદ્ધ જેટલું તો ખરાબ નહિ.” આવા નકારાત્મક વલણને કારણે કેટલાક જેમકે, ફ્રેંચમેન પોલ ડી ફોક્સએ ૧૫૬૧માં “સહનશીલતા”ને બદલે “ધાર્મિક સ્વતંત્રતા” વિષે કહ્યું.
સમય પસાર થતા, સહનશીલતાને ખરાબ દૃષ્ટિએ ન જોતા, સ્વતંત્રતાના રક્ષક તરીકે જોવામાં આવી. આમ, સહનશીલતાને નબળાઈની વિશેષાધિકાર તરીકે નહિ પરંતુ ખાતરી તરીકે જોવામાં આવી. માન્યતાઓમાં વિવિધતા અને વિચારવાના હક્કને આધુનિક સમાજમાં જુદી રીતે સંઘરવાનું શરૂ થયું ત્યારે, ધર્માંધોને પાછા હઠવું પડ્યું.
અઢારમી સદીના અંતમાં, સહનશીલતાને સ્વતંત્રતા અને સમાનતા સાથે જોડવામાં આવી. આને કાયદાઓ અને જાહેરાતોના રૂપ તરીકે વ્યક્ત કરવામાં આવી, જેમકે (૧૭૮૯)માં ફ્રાન્સની અંદર માણસ અને નાગરિકના હક્કની પ્રખ્યાત જાહેરાત થઈ, અથવા (૧૭૯૧)માં યુનાઈટેડ સ્ટેટ્સની અંદર કાયદાઓના હક્કની જાહેરાત થઈ. ઓગણીસમી સદીથી આ દસ્તાવેજો ઉદાર વિચારોને અસર કરતા હતા, જેઓ સહનશીલતા અને સ્વતંત્રતાને શાપ તરીકે નહિ પરંતુ આશીર્વાદ તરીકે જોવા લાગ્યા.
સંબંધિત સ્વતંત્રતા
સ્વતંત્રતા મૂલ્યવાનને સંબંધિત છે. સ્વતંત્રતાના નામમાં રાજ્ય કાયદાઓ પસાર કરે છે, જે અમુક વ્યક્તિની સ્વતંત્રતા મર્યાદિત બનાવે છે. યુરોપના દેશમાં તાજેતરમાં સ્વતંત્રતાને સંબંધિત કેટલાક મુદ્દાઓ વિષે વાદવિવાદ થયા હતા: કઈ હદ સુધી સરકારના કાયદાઓ વ્યક્તિના જીવનમાં દખલ કરી શકે? તે કેટલા અસરકારક છે? એ સ્વતંત્રતાને કઈ રીતે અસર કરે છે?
જાહેર અને વ્યક્તિગત સ્વતંત્રતાનો વાદવિવાદ સમાચાર માધ્યમ દ્વારા બળજબરીથી આગળ લાવવામાં આવ્યો. કેટલાક ધર્મના જૂથો વિરુદ્ધ મન ફેરવવા, જોરજુલમથી પૈસા પડાવવા, બાળક પર અત્યાચાર, અને બીજા ગંભીર ગુનાઓનાં તહોમતો મક્કમ પુરાવાઓ વિના મૂકવામાં આવ્યાં હતાં. સમાચાર માધ્યમે ધાર્મિક લઘુમતીનાં જૂથોનો વ્યાપકપણે સમાવેશ કર્યો. તેઓ “પંથ” અથવા “સંપ્રદાય” જેવા અપમાનજનક નામોનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરવા લાગ્યા. જાહેર મંતવ્યના દબાણને કારણે સરકારોએ ભયજનક કહેવાતા પંથોની યાદી બનાવી.
ફ્રાંસ સહનશીલતાના રિવાજમાં માને છે, તેમ જ ત્યાં રાજધર્મ ન હતો તેથી તેઓને ગર્વ છે. તેઓ એવું કહેવડાવતા હતા કે અમારો દેશ “સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારા”નો દેશ છે. તો પણ, ધર્મ અને માન્યતાઓની સ્વતંત્રતા—વિશ્વ અહેવાલ (અંગ્રેજી) પુસ્તક પ્રમાણે, આ દેશ “સ્કૂલની શૈક્ષણિક ઝુંબેશમાં નવા ધાર્મિક કાર્યને અસ્વીકારવા સલાહ આપે છે.” તેમ છતાં, ઘણા લોકો વિચારે છે, કે આ પ્રકારનો પ્રસ્તાવ ધાર્મિક સ્વતંત્રતાને ભયમાં મૂકે છે. કઈ રીતે?
ધાર્મિક સ્વતંત્રતા ભયમાં
સાચી ધાર્મિક સ્વતંત્રતા ત્યારે જ હોય શકે જ્યારે કે બધા ધાર્મિક જૂથો દેશના નિયમ લાગુ પાડે અને એકસરખા હોય. રાજ્ય ધાર્મિક પંથો વિષે વિવાદ કરે કે કયો પંથ ધાર્મિક છે અને કયો નથી ત્યારે, સ્થિતિ બદલાય છે. ટાઈમ સામયિકે ૧૯૯૭માં નોંધ લીધી, “રાજ્ય ગેરવાજબી દાવો કરે કે જેમ ડ્રાઇવરને લાઇસન્સ આપીએ છીએ તેમ ધર્મનો હક્ક અમે આપીશું ત્યારે, ધાર્મિક સ્વતંત્રતાનું વચન ખોટું પડે છે.” ફ્રેંચમાં એક અદાલતે હાલમાં જાહેર કર્યું કે આમ કરવાથી “જાણી જોઈને અથવા અજાણતાથી તે સર્વાધિકારી તરફ દોરી જાય છે.”
એક જૂથને સમાચાર માધ્યમમાં એકાધિકાર આપે છે ત્યારે, જે સ્વતંત્રતા હોવી જોઈએ તે નથી હોતી. દુઃખની વાત છે કે આવા બનાવ ઘણા દેશોમાં વધે છે. દાખલા તરીકે, ધાર્મિક સત્ય શું છે, એનો અર્થ શોધવાનો પ્રયાસ કરતી બિનસાંપ્રદાયિક સંસ્થાઓએ પોતાને વકીલ, ન્યાયાધીશ, અને જુરી ઠરાવીને સમાચાર માધ્યમ દ્વારા લોકો પર પોતાનાં પૂર્વગ્રહવાળા મંતવ્યો લાદવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં, ફ્રેંચ વર્તમાનપત્રના લી મોન્ડેએ કહ્યું, આમ કરવાથી, આ સંસ્થાઓ ઘણી વાર “એજ સાંપ્રદાયિકતા જાણે કે જાદુગરણીને શોધતા હોય એવો ખતરા ભર્યો ખેલ રમી રહ્યા છે.” વર્તમાનપત્રએ પૂછ્યું: “લઘુમતી ધાર્મિક જૂથને ડામ દેવાને કારણે શું સ્વતંત્રતા ભયમાં નથી?” માર્ટીન કરીલે ઝાઈનસ્ફ્રીટ ફ્યુર રિલિજ્યનસાઇકૉલોજી (સામયિક ધર્મના મનોવિજ્ઞાન માટે)માં લખતા કહ્યું: “સંપ્રદાય માટે જાદુગરણીને દૂર કરવી એ બરાબર કહેવાય, પરંતુ સંપ્રદાયની સંખ્યા કંઈ ભય નથી. સરળ રીતે કહીએ તો: નાગરિકો કાયદાનું ઉલ્લંઘન ના કરે તો, તેઓને શાંતિમાં રહેવા દો. જર્મનીમાં પણ ધર્મ અને વિચારસરણીની સ્વતંત્રતા હોવી જોઈએ.” ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ.
“વફાદાર નાગરિકોને
ભયજનક”—જાહેર કર્યા
સ્પેનના પ્રખ્યાત એબીસી વર્તમાનપત્રમાં કૅથલિક અધિકૃતના મંતવ્ય પ્રમાણે કયા ધર્મનું જૂથ “સર્વ પંથોમાં સૌથી ખતરનાક પંથ છે?” તમને સાંભળીને આશ્ચર્ય થશે કે એબીસી યહોવાહના સાક્ષીઓની વાત કરતા હતા. તેઓની વિરુદ્ધ તહોમતો મૂકવામાં આવ્યાં તે શું નિષ્પક્ષ છે? નીચેની જાહેરાતોની નોંધ લો:
“[યહોવાહના સાક્ષીઓ] વફાદાર નાગરિકો છે જે કોઈને પણ ગમી જાય: તેઓ કર ભરવાથી છટકતા નથી, યુદ્ધમાં ભાગ લેતા નથી, ચોરી કરતા નથી, અને તેઓના જીવનની જો બધા નકલ કરે તો સમાજમાં ઘણો સુધારો આવી શકે.”—સરીગો આલબિસાનો, ટાલેનટો, નવેમ્બર-ડિસેમ્બર
અમુક સંજોગોમાં તેઓની વિરુદ્ધ ફોસલામણીની અફવાઓ ફેલાઈ હતી. મને નથી લાગતું કે [યહોવાહના સાક્ષીઓ] રાજ્યની સંસ્થાઓ માટે ભયજનક હોય. તેઓ શાંતિપ્રિય, નિષ્ઠાવાન, અને અધિકારો પ્રત્યે માન રાખે એવા નાગરિકો છે.”—બેલ્જીઅન પાર્લામેન્ટનો સભ્ય.
“જર્મનીમાં યહોવાહના સાક્ષીઓ સૌથી પ્રમાણિક લોકો તરીકે જાણીતા છે.” જર્મન વર્તમાનપત્ર શીનડિલ્ફીગર ઝીટુંગ.
“તમને લાગશે કે [યહોવાહના સાક્ષીઓ] નાગરિકો માટે એક નમુનો છે. તેઓ સમયસર કર ભરે છે, માંદાઓની સંભાળ લે છે, નિરક્ષરતા દૂર કરે છે.”—યુ.એસ. વર્તમાનપત્ર સેન ફ્રેન્સિસ્કો એગ્ઝામિનર.
“બીજા સંપ્રદાય કરતાં યહોવાહના સાક્ષીઓને પરિણિત સંબંધો જાળવી રાખવામાં સફળતા મળી છે.”—અમેરિકન એથનોલૉજીસ્ટ.
“આફ્રિકાના દેશોના ન્યાયી અને ખંતપૂર્વકના નાગરિકો મધ્યે યહોવાહના સાક્ષીઓ છે.”—ડૉ. બ્રાયન વિલસન, ઓક્સફર્ડ યુનિવર્સિટી.
“એ વિશ્વાસ આચરનારા સભ્યો, દાયકાઓથી સ્વતંત્ર અંતઃકરણ વિકસાવવામાં ભાગ ભજવે છે.”—નેટ હેન્ટોફ, ફ્રી સ્પીચ ફોર મી—બટ નોટ ફોર ધી.
“તેઓએ . . . આપણા લોકશાહીના અમૂલ્ય સિદ્ધાંતોને જાળવી રાખવા ચોક્કસ ફાળો આપ્યો છે.”—પ્રાધ્યાપક સી.એસ. બ્રાડન, આ પણ માને છે (અંગ્રેજી).
ઉપરનાં ઉદાહરણો દર્શાવે છે તેમ યહોવાહના સાક્ષીઓ જગતભરમાં ઉદાહરણરૂપ નાગરિકો તરીકે પ્રખ્યાત છે. વધુમાં, તેઓ વિનામૂલ્યે બાઇબલ અભ્યાસના કાર્ય અને કૌટુંબિક સિદ્ધાંતોને ઉત્તેજન આપવા માટે જાણીતા છે. તેઓનો શૈક્ષણિક કાર્યક્રમ લાખોને મદદ કરે છે, અને ખાસ કરીને આફ્રિકામાં, દાયકાઓથી માનવહિતના કાર્યોમાં હજારોને મદદ કરે છે.
ધ્યેયનું મહત્ત્વ
સમાજ સિદ્ધાંતહિન લોકોથી વિસ્તૃત રીતે ભરેલો છે, તેઓ નિર્દોષ લોકોને પોતાનો ભોગ બનાવે છે. પરિણામે, ધર્મના હક્કની વાત આવે છે ત્યારે, સચેત રહેવાની જરૂર છે. ઘણા સમાચાર પત્રકારોનો ધ્યેય અસરકારક છે. જ્યારે કે તેઓ તટસ્થ અનુભવી વ્યક્તિઓ પાસેથી નહિ પરંતુ એવા ચર્ચ પર આધાર રાખે છે જેના સભ્યો ઘટતા જ જાય છે. તેથી જોઈ શકાય છે કે તેઓનો સારો ધ્યેય ન જ હોઈ શકે. દાખલા તરીકે, વર્તમાનપત્રએ યહોવાહના સાક્ષીઓને “સર્વ પંથોમાં સૌથી ખતરનાક પંથ” કહ્યો, આ વ્યાખ્યા “નિષ્ણાત [કૅથલિક] ચર્ચ” તરફથી આવી હતી. વધુમાં, ફ્રેંચ સામયિકે નોંધ લીધી કે મોટા ભાગના લેખો ધાર્મિક સંપ્રદાયને અસર કરે છે, એમાં બિનધાર્મિક સંસ્થાઓનો હાથ છે. શું તમને લાગે છે કે આ માહિતી નિષ્પક્ષપાતપણે ધ્યેય જાણવા માટે લેવામાં આવી હતી?
આંતરરાષ્ટ્રીય અદાલતો અને સંસ્થાઓ મૂળભુત માનવ હક્કને સંબંધિત છે, જેમ કે યુએનનું કહેવું છે કે “ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો તફાવત એટલો યુક્તિભર્યો છે કે એ સ્વીકારી ન શકાય.” તો પછી શા માટે કેટલાક આ અપમાનજનક શબ્દ “સંપ્રદાય”નો વારંવાર ઉપયોગ કરે છે? વિશેષમાં આ પુરાવો છે કે ધાર્મિક સ્વતંત્રતા ભયમાં છે. તો પછી, કઈ રીતે આ સ્વતંત્રતાનું રક્ષણ થઈ શકે?
સોળમી સદી યુરોપના ધાર્મિક સ્વતંત્રતાના સંરક્ષકો
સોળમી સદીથી યુરોપમાં લોહીયાળ ધાર્મિક સંઘર્ષ જોઈને, ધાર્મિક સ્વતંત્રતા માટેના આક્રંદનો ઉદ્ભવ થયો. આ આક્રંદ ધાર્મિક સ્વતંત્રતાની ચર્ચામાં હજુ સુધી સુસંગત છે.
સબાઝસ્ટીન ચેટીલન (૧૫૧૫–૬૩): “પાખંડી શું છે? મને બીજુ કંઇ દેખાતું નથી સિવાય કે જેઓ આપણી સાથે સહમત ન થાય તેઓને પાખંડી કહીએ. . . . જો તમને આ શહેર અથવા વિસ્તારમાં શ્રદ્ધાળુ ગણવામાં આવે અને, બીજા શહેરમાં તમને પાખંડી ગણવામાં આવે તો શું.” પ્રખ્યાત ફ્રેંચ બાઇબલ ભાષાંતર અને સહનશીલતા માટે ઉત્સાહી સંરક્ષક ચેટીલને ધાર્મિક સ્વતંત્રતામાં એક મુખ્ય વાદવિવાદનો ઉલ્લેખ કર્યો: કોણ નક્કી કરશે કે કોણ પાખંડી છે?
ડર્ક વોલ્કરસ્ટઝોન કોર્નહર્ટ (૧૫૨૨–૯૦): “આપણે વાંચ્યું કે ભૂતકાળમાં . . . તેમ જ યરૂશાલેમમાં ખ્રિસ્તે પોતે અને પછી યુરોપમાં ઘણા શહીદોએ . . . સત્યના પોતાના શબ્દોથી [સમાજ]માં ખલેલ પહોંચાડી હતી. ‘ખલેલ’ શબ્દના અર્થને ચોકસાઈપૂર્વક અને સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે.” કોર્નહર્ટએ દલીલ કરી કે ધાર્મિક તફાવત હોવાથી એમ ન કહી શકાય કે સમાજમાં ખલેલ પહોંચાડી હતી. તેણે પૂછ્યું: જેઓ દેશના નિયમો પાળે છે અને માન આપે છે, તેઓ શું ખરેખર સમાજ માટે ભયરૂપ છે?
પાયર ડી બેલવા (૧૫૪૦-૧૬૧૧): જેઓ એવું માને છે કે “ધાર્મિક ભિન્નતા રાજ્યમાં ખળભળાટ મચાવે છે તેઓને જ્ઞાનનો અભાવ છે.” બાલવા ફ્રેંચ વકીલે (૧૫૬૨-૯૮) ધાર્મિક યુદ્ધ સમયે લખતા દલીલ કરી કે રાજ્યમાં ખળભળાટ એ ધાર્મિક એકરાગિતા પર આધારિત નથી, અલબત્ત, સરકાર ધાર્મિક દબાણમાં આવે તો વાત અલગ છે.
થોમસ હેલવાઇસ (લગભગ ૧૫૫૦થી- લગભગ ૧૬૧૬): “[રાજાઓ]ની પ્રજા બધા માનવ કાયદાઓ સામે આજ્ઞાંકિત અને વિશ્વાસુ રહે તો, તે બીજું કંઈ માગી ન શકે.” હેલવાઇસ ઇંગ્લૅંડના બાપ્ટિસ્ટ ચર્ચનો એક સ્થાપક હતો, તેણે લખ્યું કે ચર્ચ અને રાજ્ય અલગ થાય તો વધુ સારું, તેણે રાજાને વિનંતી કરી કે બધા ચર્ચ અને ધાર્મિક સંપ્રદાયને સ્વતંત્રતા આપે અને લોકો તથા તેઓની મિલકતો પર સરકારી સત્તા મૂકી સંતુષ્ટ રહે. તેના લખાણે એક પ્રશ્ન પર ભાર મૂક્યો: રાજ્ય લોકોના ધર્મ પર ક્યાં સુધી દખલગીરી કરશે?
એક લેખકે (૧૫૬૪)માં લખ્યું: “જો પોતાનો ધર્મ પાળવાની મનાઈ કરવામાં આવે તો પછી એ જ શરતે, જે ધર્મ પોતે પાળવા તૈયાર નથી એ પણ ન હોવો જોઈએ.”
ટર્ટૂલિયન
ચેટીલન
ડી બેલવા
All photos: © Cliché Bibliothèque
Nationale de France, Paris