વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૧/૮ પાન ૧૮-૧૯
  • બાઇબલ શું કહે છે લગ્‍ન સાથીની પસંદગી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ શું કહે છે લગ્‍ન સાથીની પસંદગી
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • શારીરિક દેખાવ કરતાં વધુ જોવું
  • લગ્‍ન કેવળ પ્રભુમાં
  • એરેન્જડ્‌ લગ્‍નો
  • યહોવાહની મદદથી લગ્‍નસાથી પસંદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • લગ્‍ન, પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • આ જમાનામાં લગ્‍નજીવન સુખેથી ટકી શકે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • લગ્‍નમાં ધાર્મિક એકતા—શા માટે મહત્ત્વની છે
    સજાગ બનો!—૧૯૯૯
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૧/૮ પાન ૧૮-૧૯

બાઇબલ શું કહે છે

બાઇબલ શું કહે છે લગ્‍ન સાથીની પસંદગી

એક અપરિણીત બહેનને પૂછવામાં આવ્યું, “શું તમે કદી પરણવાનો વિચાર કર્યો છે?” તેમણે તરત જ પ્રત્યુત્તર આપ્યો “વિચાર તો શું, એના માટે હું ચિંતિત છું.”

આ સ્ત્રીની સંક્ષિપ્ત ટીકા કેટલાક લોકોની પ્રેમ અને સંગાથ માટેની પોતાની તીવ્ર ઇચ્છાને વ્યક્ત કરે છે. ઘણા લોકો માટે લગ્‍નસાથી શોધવા એ જીવનની સૌથી મહત્ત્વની બાબત છે. આમ, જગતવ્યાપી, લોકોને લગ્‍નસાથી શોધવા મદદ કરવા માટેની સેવાઓની સંખ્યા વધી રહી છે. તેમ છતાં, દુનિયાના ઘણા ભાગોમાં, લગ્‍નામાં સફળતા કરતાં નિષ્ફળતાની સંખ્યા વધી રહી છે.

પાશ્ચાત્ય દેશોમાં પોતાના લગ્‍નસાથીને જાતે પસંદ કરવો લોકો માટે એકદમ સામાન્ય છે. બીજી તર્ફે, એશિયા અને આફ્રિકાના અમુક ભાગોમાં, હજુ પણ લગ્‍ન ગોઠવણથી કરવાનો રિવાજ છે. કોઈ પણ કિસ્સામાં, વ્યક્તિ બેદરકાર રહેવી જોઈએ નહિ. વ્યક્તિ જીવનમાં બીજા જે નિર્ણયો લે છે એમાં પણ સુખ કે ઉદાસીનતાની વધારે શક્યતાઓ છે. પ્રેમાળ લગ્‍ન સૌથી વધારે સમૃદ્ધ અને સંતોષપ્રદ હોય શકે. એનાથી વિપરીત, વિખવાદ ઊભા કરનારા બંધન દુઃખ અને દબાણનું ઉદ્‍ભવસ્થાન બની શકે.—નીતિવચન ૨૧:૧૯; ૨૬:૨૧.

બીજાઓની જેમ સાચા ખ્રિસ્તીઓ, પોતાના લગ્‍નબંધનમાં આનંદ અને સંતોષ લાવવા ઇચ્છે છે. પરંતુ તેઓ દેવને ખુશ કરવા અને માન આપવાનું પણ ઇચ્છે છે. (કોલોસી ૩:૨૩) દેવ આપણો ઉત્પન્‍નકર્તા અને લગ્‍નના રચયિતા હોવાથી, આપણી વાસ્તવિક જરૂરિયાત શું છે અને આપણા માટે સૌથી સારું શું છે એ જાણે છે. (ઉત્પત્તિ ૨:૨૨-૨૪; યશાયાહ ૪૮:૧૭-૧૯) તદુપરાંત, માણસજાતના હજારો વર્ષના અસ્તિત્વથી તેમણે લાખો સફળ અને નિષ્ફળ લગ્‍નોને જોયા છે. તે જાણે છે કે કઈ બાબતો સફળ થશે અને કઈ બાબતો નહિ થાય. (ગીતશાસ્ત્ર ૩૨:૮) પોતાના શબ્દ બાઇબલ દ્વારા, તે સ્પષ્ટ, નક્કર સિદ્ધાંતો બેસાડે છે કે જે ખ્રિસ્તીઓને જ્ઞાનના આધારે પસંદગી કરવા મદદ કરી શકે. એમાંના કેટલાક સિદ્ધાંતો કયા છે?

શારીરિક દેખાવ કરતાં વધુ જોવું

વ્યક્તિઓ જેને પરણવા ઇચ્છે એની પસંદગી કરી શકતા હોય ત્યાં, તેઓ સંભાવ્ય સાથીને પ્રસંગોપાત્ત મિત્રો કે કુટુંબના સભ્યો દ્વારા બતાવવામાં આવતા હોય છે. ઘણી વાર શરૂઆતમાં શારીરિક આકર્ષણથી રોમાંચક આકર્ષણ થાય છે. આ સાચે જ સામાન્ય અને શક્તિશાળી બાબત હોવાથી, બાઇબલ આપણને લગ્‍ન વિષે વિચારતા હાઈએ ત્યારે ફક્ત દેખાવ કરતાં ગહન બાબતો જોવાનું ઉત્તેજન આપે છે.

નીતિવચન ૩૧:૩૦ કહે છે, “લાવણ્ય ઠગારૂં છે, અને સૌંદય વ્યર્થ છે; પણ યહોવાહનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે.” પ્રેષિત પીતરે પણ “દીન તથા નમ્ર આત્માનો, જે દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે” એના વિષે કહ્યું. (૧ પીતર ૩:૪) હા, ભાવિ સાથીના આત્મિક ગુણો—કે જે વ્યક્તિનું દેવને સમર્પણ અને દેવ માટેનો પ્રેમ તેમ જ તેની કે તેણીનું ખ્રિસ્તી વ્યક્તિત્વ—શારીરિક સુંદરતા કરતાં અનેક ઘણા મહત્ત્વના છે. ડહાપણભરી પસંદગી કરવી મહત્ત્વની છે, સરખા જ આત્મિક ધ્યેયોના સહભાગી થનારા કે જે દેવના આત્માના ફળો બતાવવાનો પ્રયત્ન કરે એવી વ્યક્તિને પસંદ કરવી. એ સુખી લગ્‍ન બંધનમાં મહત્ત્વનો ફાળો આપશે.—નીતિવચન ૧૯:૨; ગલાતી ૫:૨૨, ૨૩.

લગ્‍ન કેવળ પ્રભુમાં

તમારી સાથે લગ્‍ન કરવાનું ઇચ્છનાર વ્યક્તિ તમારા ધ્યેયો અને માન્યતાઓ સાથે સહભાગી થતો હોય એ બહુ મહત્ત્વનું છે. લગ્‍ન એક વાસ્તવિક પડકાર છે. બંને સાથીઓએ પોતાના વર્તન અને વલણમાં ઘણા ફેરફારો કરવાની જરૂર હોય છે. તાર્કિકપણે, તમારા સંભાવ્ય સાથીમાં જેટલી વધારે સામાન્ય બાબતો હોય છે એટલા ફેરફારો કરવાનું વધારે સહેલું થશે.

આ બાબત આપણને એ જોવા મદદ કરે છે કે શા માટે પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ” ટાળવાની સલાહ આપી. (૨ કારીંથી ૬:૧૪) પાઊલ જાણતા હતા કે પોતાના ધર્મમાં અને બાઇબલ સિદ્ધાંતોની સમજણમાં ન માનતી વ્યક્તિ વિગ્રહ અને મતભેદ ઊભા કરી શકે છે. ‘કેવળ પ્રભુમાં પરણવાની’ સલાહ વાજબી છે. (૧ કોરીંથી ૭:૩૯) એ દેવના વિચારોનું પ્રતિબિંબ પાડે છે. એને ડહાપણભરી રીત અનુસરનારાઓ ગંભીર મુશ્કેલીઓ અને સમસ્યાઓને ટાળી શકે છે.—નીતિવચન ૨:૧, ૯.

એરેન્જડ્‌ લગ્‍નો

હજુ પણ એરેન્જડ્‌ લગ્‍નોનો રિવાજ હોય તેવા સમાજ વિષે શું? દાખલા તરીકે ભારતના દક્ષિણ ભાગોમાં, કેટલાક એવા અંદાજ લગાવે છે કે ૮૦ ટકા લગ્‍નો માબાપો નક્કી કરતા હોય છે. ખ્રિસ્તી માબાપોએ આ રિવાજને અનુસરવા જોઈએ કે નહિ એ વ્યક્તિગત નિર્ણયની બાબત છે. બાબતો ગમે તે હોય, પરંતુ આ પ્રકારના લગ્‍નોમાં આત્મિક મૂલ્યો મુખ્ય હોય તો નક્કી કરેલા લગ્‍નો સૌથી સારા છે.

એરેન્જડ્‌ લગ્‍નોને પસંદ કરનારાઓને લાગે છે કે તેઓ નિર્ણય કરવાની બાબતોને અનુભવી અને પુખ્ત લોકોના હાથમાં સોંપી રહ્યાં છે. આફ્રિકાનો એક ખ્રિસ્તી વડીલ નોંધે છે, “કેટલાક માબાપને લાગે છે કે તેઓના બાળકોની ઉંમર અને અનુભવોની ખામીના કારણે તેઓ સંભાવ્ય સાથીની આત્મિક પરિપક્વતા યોગ્ય રીતે નક્કી કરી શકતા નથી.” ભારતના એક પ્રવાસી નિરીક્ષક ઉમરે છે, “યુવાન લોકો જીવનમાં બિનઅનુભવી હોય છે અને તેઓ લાગણીમય રીતે બાબતોને નક્કી કરી શકે.” માબાપ પોતાના બાળકોને બીજા કોઈના કરતાં પણ સારી રીતે જાણતા હોવાથી, તેઓને એવું લાગે છે કે તેઓ પોતાનાં બાળકો માટે ડહાપણભરી રીતે પસંદગી કરવાની સ્થિતિમાં છે. તેઓ પોતાના યુવાન પુત્ર કે પુત્રીના દૃષ્ટિબિંદુને વિચારણામાં લે એ પણ ડહાપણભર્યું હશે.

તેમ છતાં, માબાપ બાઇબલ સિદ્ધાંતોની અવગણના કરે ત્યારે, છેવટે તેઓએ લગ્‍ન પછી ઊભી થતી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લગ્‍ન પહેલાં સંભાવ્ય લગ્‍ન સાથીઓને એકમેકને સારી રીતે ઓળખવાની એકદમ ઓછી તક મળતી હોવાના કારણે, એ ઘણી વાર સમસ્યાઓમાં પરિણમે છે. ભારતના એક ખ્રિસ્તી પિતા સમજાવતા એમ કહે છે કે બાબતો એમ થાય છે ત્યારે, “સામાન્ય રીતે માબાપનો વાંક કાઢવામાં આવે છે.”

લગ્‍નની ગોઠવણ કરતાં ખ્રિસ્તી માબાપો એ કઈ પ્રેરણાથી કરે છે, એ નક્કી કરવું જ જોઈએ. લગ્‍ન સાથીની પસંદગી કરતી વખતે ભૌતિકવાદી ધ્યેયો કે પ્રતિષ્ઠા વધારવાની બાબતો મુખ્ય હોય છે ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. (૧ તીમોથી ૬:૯) એ કારણે, લગ્‍નની ગોઠવણ કરનારે પોતાને પૂછવું જોઈએ, ‘શું મારી પસંદગી બંનેના સુખ અને આત્મિક તંદુરસ્તીની ખાતરી આપે છે? કે એ એના કરતાં કૌટુંબિક મોભો કે સંપત્તિ કે બીજા કોઈ નાણાકીય લાભોની વૃદ્ધિ કરવાની છે?’—નીતિવચન ૨૦:૨૧.

બાઇબલની સલાહ સ્પષ્ટ અને લાભદાયી છે. લગ્‍નસાથીઓને વિચારણામાં લેવામાં આવે ત્યારે, ગમે તેવી પસંદગી કરવામાં આવે છતાં, સંભાવ્ય સાથીમાં સદ્‍ગુણો અને આત્મિકતા હંમેશાં મુખ્ય હોવા જ જોઈએ. એમ કરવામાં આવે ત્યારે, લગ્‍ન ગોઠવણના રચયિતા યહોવાહ દેવને બહુમાન મળે છે અને તેઓનું લગ્‍ન જીવન મજબૂત આત્મિક પાયા પર શરૂ થાય છે. (માત્થી ૭:૨૪, ૨૫) આ સુખમાં વધારો કરશે અને એકતા વધારશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો