વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૧/૮ પાન ૩૧
  • વિનાશનો અંત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિનાશનો અંત
  • સજાગ બનો!—૧૯૯૯
  • સરખી માહિતી
  • આપણો નાજુક ગ્રહ
    સજાગ બનો!—૧૯૯૬
  • ઈશ્વરનું વચન, પૃથ્વી રહેશે કાયમ
    સજાગ બનો!—૨૦૨૩
  • શું આવતી પેઢી માટે પૃથ્વી ટકી રહેશે?
    સજાગ બનો!—૨૦૦૮
  • શું પૃથ્વીની ઘડીઓ ગણાઈ રહી છે? શું પૃથ્વીની હાલત સુધરશે, બગડશે કે પછી આવી જ રહેશે? તમને શું લાગે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૧/૮ પાન ૩૧

વિનાશનો અંત

સજાગ બનો!ના બ્રિટનમાંના ખબરપત્રી તરફથી

“છેલ્લા પચ્ચીસ વર્ષમાં, માનવ પ્રવૃત્તિએ કુદરતના ત્રીજા ભાગનો વિનાશ કર્યો છે.”

ધ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર અહેવાલ આપે છે. આ ચોંકાવનારા આંકડાઓ લિવીંગ પ્લાનેટ ઈન્ડેક્ષ, જગતના પર્યાવરણના નવા આંકડાકીય સર્વેક્ષણમાં પ્રગટ કરેલા હતા.

વન સંરક્ષકોના અહેવાલ અનુસાર પૃથ્વીના જંગલ વિસ્તારોમાં ૧૦-ટકાનો ઘટાડો થયો છે. પરંતુ આ આંકડા વિષુવવૃત્તીય વર્ષા જંગલો અને સૂકા જંગલ વિસ્તારોમાંના મોટા ઘટાડાને નજરઅંદાજ કરે છે, જેમાં પ્રાણીઓના ઘટાડાની તો વાત જ ન થઈ શકે, જે લગભગ ૧૦ ટકા વધ્યો છે, લંડનનું ધ ઇન્ડીપેન્ડેન્ટ વર્તમાનપત્ર નોંધે છે. દરિયાઈ પર્યાવરણ પણ ૩૦ ટકાનો ઘટાડો ભોગવ્યો છે, દેખીતી રીતે એટલૅંન્ટિકમાં બ્લુફીન ટ્યુના અને એશિયન સમુદ્રમાં ચામડાની પીઠવાળા કાચબા જેવા પ્રાણીઓમાં ઘટાડો થયો છે. સૌથી ખરાબ તો તાજાપાણીની પરિસ્થિતિ વ્યવસ્થા સૂચિ પ્રમાણે તાજા પાણીના સ્ત્રોતમાં કૃષિ અને ઔદ્યાગિક પ્રદૂષણ વધવાને કારણે ૫૦ ટકાનો ઘટાડો થયો છે, એટલું જ નહિ પાણીનો વપરાશ પણ ખૂબ વધી ગયો છે.

“કુદરતી પરિસ્થિતિ વ્યવસ્થાનું રક્ષણ ફક્ત ધનવાન લોકો જ કરી શકે એવું નથી,” સર ગીલીયન પ્રાન્સ, ક્યુ, લંડનમાંના રોયલ વનસ્પતિ ઉદ્યાનના નિર્દેશક વિવેચન આપે છે, “પરંતુ જીવવા માટે આપણે બધા જેના પર આધાર રાખીએ છીએ એ આપણા ગ્રહની મહત્ત્વની પરિસ્થિતિ વ્યવસ્થાના કાર્યોની યોગ્ય જાળવણી કરવી એ ખૂબ જ મહત્ત્વનું છે.” એમાં આ ગ્રહના દરેક રહેવાસીઓ સંકળાયેલા છે. તો પછી કઈ રીતે કાયમી ગોળાવ્યાપી હલ મેળવી શકાય?

રસપ્રદપણે, બાઇબલનું છેલ્લું પુસ્તક પ્રકટીકરણ, પૃથ્વીનો નાશ કરનારાઓનો ઉલ્લેખ કરે છે. એ એવા સમય વિષે ભાખે છે કે જ્યારે પૃથ્વીનો નાશ કરનારાઓનો નાશ કરવામાં આવશે. (પ્રકટીકરણ ૧૧:૧૮) શું બચનારાઓ હશે? હા, કારણ કે એ “સવશક્તિમાન પ્રભુ દેવ [યહોવાહ]”ના હસ્તક્ષેપ દ્વારા આવશે, કે જેમની પાસે જ પૃથ્વીના પર્યાવરણની સમસ્યાને હલ કરવાની શક્તિ છે. (પ્રકટીકરણ ૧૧:૧૭) પ્રકટીકરણ ૨૧:૩ એ સમય વિષે વર્ણન કરે છે કે જ્યારે “દેવ તેઓની [માણસજાત] સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે.”

તમે કઈ રીતે ‘તેમના લોકોʼમાંના એક બની શકો અને પૃથ્વીના પર્યાવરણના આજના દિવસના ઘટાડાને વધારામાં ફેરવાતા જોવાની અપેક્ષા રાખી શકો? કૃપા કરી પાન ૫ પર આપવામાં આવેલા કોઈ સરનામાં પર લખીને તમારા વિસ્તારમાંના યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધો. અથવા તેઓ બીજી વખત તમારા ઘરની મુલાકાત માટે આવે ત્યારે તેઓ સાથે વાત કરો. દેવ જલદી જ હસ્તક્ષેપ કરશે ત્યારે તૈયાર રહેવા તમે હમણાં શું કરી શકો એ વિષે વધુ જાણવામાં તમને મદદ કરવામાં તેઓને ખુશી થશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો