વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g03 જુલાઈ પાન ૧૧-૧૨
  • બીમારી વિનાનું જગત શું એ શક્ય છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બીમારી વિનાનું જગત શું એ શક્ય છે?
  • સજાગ બનો!—૨૦૦૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • હીંમત ન હારો
  • શા માટે એ બીમારીઓ ફરીથી આવી?
    સજાગ બનો!—૨૦૦૩
  • બીમારી ફેલાવતા જીવજંતુ વધતી જતી સમસ્યા
    સજાગ બનો!—૨૦૦૩
  • જલદી જ સર્વ નીરોગી બનશે!
    સજાગ બનો!—૨૦૦૧
  • તબિયત ફર્સ્ટ ક્લાસ રહેશે!
    સજાગ બનો!—૨૦૦૭
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૩
g03 જુલાઈ પાન ૧૧-૧૨

બીમારી વિનાનું જગત શું એ શક્ય છે?

જીવડાંથી ફેલાતી બીમારીઓ એક ચિંતાનો પહાડ બની ગયો છે. આથી વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) અને બીજા ગ્રૂપોએનું નિરીક્ષણ કરવા તથા અટકાવવા માટેના કાર્યક્રમો શરૂ કર્યા છે. આ સમસ્યાનો સામનો કરવા માટે બીજી ઘણી સંસ્થાઓ પણ મહેનત કરી રહી છે. તેઓ લોકોને માહિતી આપે છે, અને સાથે સાથે નવી નવી દવાઓ તથા બીમારીને કાબૂમાં લાવવાની નવી રીતો શોધવા પ્રોત્સાહન આપે છે. આવી સંસ્થાઓ જ નહી પણ દરેક વ્યક્તિ ઘણુ બધુ કરી શકે છે. તેઓ બીમારી વિષે જાણકારી મેળવીને પોતાને એનાથી બચાવી શકે. તેમ છતાં, લોકો પોતાનું રક્ષણ કરે એનો અર્થ એમ નથી કે આખા જગતમાં ફેલાયેલી બીમારી પર કાબૂ આવશે.

ઘણા નિષ્ણાંતો માને છે કે બીમારીને નિયંત્રણ કે કાબૂમાં લાવવા, આખી દુનિયા એકબીજાની મદદ કરે અને ભરોસો રાખે એ બહુ જરૂરી છે. વાર્ષિક પુરસ્કાર મેળવનાર લૉરી ગૅરેટે પોતાના પુસ્તક આવનાર મરકી—અસંતુલિત દુનિયામાં નવી નવી બીમારીઓ (અંગ્રેજી)માં કહ્યું: ‘બીમારીઓને કંટ્રોલ કરવા માટે, દરેક વ્યક્તિએ પોતાનું જ ન વિચારવુ જોઈએ કેમ કે આ દુનિયા ઘણી મોટી છે. તેથી, જીવજંતુઓ ક્યાંય પણ જઈ શકે છે. માણસોએ બનાવેલી સીમા તેઓનું કંઈ બગાડી શકતી નથી.’ તેથી, જ્યારે કોઈ દેશમાં રોગ ફેલાય છે ત્યારે, ફક્ત આજુબાજુના દેશો જ નહી પણ આખું જગત ફફડી જાય છે.

બીમારી અટકાવતી શોધખોળ કે એના કાર્યક્રમો, જે વિદેશમાંથી આવે છે એ અમુક સરકારોને પસંદ નથી. વધુમાં, સરકારો આગળનો વિચાર નથી કરતી પણ પોતાના જ નફા-નુકસાનનું વિચારતી હોય છે. તોપછી, માણસ અને જુવજંતુઓ વચ્ચેની લડાઈમાં કોણ જીતશે? યૂજીન લિન્ડન નામના લેખક જણાવે છે: “આ હાર-જીતની રમતમાં અડધી બાજી તો આપણે હારી ગયા છીએ.”

હીંમત ન હારો

જીવજંતુઓની સરખાણીમાં વૈજ્ઞાન અને ટૅક્નોલૉજી પાછળ રહી ગયા છે. મનુષ્યોના સ્વસ્થ્યને ઘણો ખતરો છે. એમાંનો એક ખતરો જીવજંતુથી થતી બીમારીનો છે. તોપણ, આપણે હીંમત હારવી ન જોઈએ. જોકે, વૈજ્ઞાનિકોએ હાલમાં જ જીવંત વસ્તુઓ વચ્ચેના સંબંધોને સમજવાનું શરૂ કર્યું છે છતાં, તેઓ સ્વીકારે છે કે પૃથ્વી, એવો અદભૂત ગોળો છે જે પોતાનું રક્ષણ કરી શકે છે. આપણી પૃથ્વી એ રીતે બનાવવામાં આવી છે કે તે કુદરતી ચક્રને સંમતોલમાં રાખી શકે છે. દાખલા તરીકે, જે જંગલોમાં વૃક્ષોને કાપીને એને સાફ કરવામાં આવે છે, એ ફરીથી જંગલ બની શકે છે. અને કીટાણુઓ, જીવડાં અને જાનવરો વચ્ચે ધીમે ધીમે સમતુલન જળવાય રહે છે.

પૃથ્વીને જે સુંદરતાથી બનાવામાં આવી છે, એનાથી એ પણ ખબર પડે છે કે એને રચનાર પરમેશ્વર છે. તેમણે પૃથ્વીની બધી પ્રક્રિયાઓને બનાવી છે. ઘણા વૈજ્ઞાનિકો માને છે કે કોઈ બુદ્ધિમાન વ્યક્તિએ પૃથ્વીને બનાવી છે. મોટા ભાગના વૈજ્ઞાનિકો કાન પકડીને કહે છે કે, પરમેશ્વર છે. બાઇબલ બતાવે છે કે યહોવાહ પરમેશ્વરે આપણા માટે બધુ જ ઘડયું છે. તે એકદમ પ્રેમાળ છે. તે કદી આપણું બુરુ નથી ચાહતા.

બાઇબલ એ પણ બતાવે છે કે સૌથી પહેલા માણસે જાણીજોઈને પાપ કર્યું. જેના લીધે, આપણને વારસામાં બીમારીઓ અને મરણ મળ્યા છે. તેથી, શું એનો એવો અર્થ થાય છે કે આપણને ક્યારેય તકલીફોમાંથી રાહત મળશે નહી? બિલકુલ નહી! પરમેશ્વરનો હેતુ છે કે આ આખી પૃથ્વી બગીચા જેવી સુંદર બની જાય કે જેમાં માણસ દરેક પ્રકારના નાના-મોટા પ્રાણીઓ સાથે રહે. બાઇબલ આ દુનિયાની એવી ભવિષ્યવાણી કરે છે જ્યાં કોઈ પ્રાણી, પછી એ મોટું હોય કે નાના જીવજંતુઓ હોય એ માણસો માટે ભયરૂપ નહી હોય.—યશાયાહ ૧૧:૬-૯.

જોકે મનુષ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય એવું વાતાવરણ હંમેશા રહે એ માટે લોકોએ જ મહેનત કરવી પડશે. પરમેશ્વરે મનુષ્યોને પૃથ્વીનું ‘રક્ષણ કરવાની’ આજ્ઞા આપી છે. (ઉત્પત્તિ ૨:૧૫) ભવિષ્યમાં આવનાર સુખી જગતમાં માણસો પરમેશ્વરના માર્ગદર્શન પ્રમાણે કરીને પૃથ્વીનું રક્ષણ કરી શકશે. તેથી આપણે એવા દિવસની રાહ જોઈ શકીએ જ્યારે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયાહ ૩૩:૨૪. (g 03 5/22)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો