વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g07 ઑક્ટોબર પાન ૬
  • કુટુંબ માટે નિયમો ઘડો અને એને વળગી રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કુટુંબ માટે નિયમો ઘડો અને એને વળગી રહો
  • સજાગ બનો!—૨૦૦૭
  • સરખી માહિતી
  • માબાપ કેમ મારી પાછળ પડે છે?
    સજાગ બનો!—૨૦૦૭
  • બાઇબલ સવાલોના જવાબો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • તમારા યુવાનોને નિયમો પાળતા શીખવવું
    સજાગ બનો!—૨૦૧૩
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૭
g07 ઑક્ટોબર પાન ૬

૪

કુટુંબ માટે નિયમો ઘડો અને એને વળગી રહો

એ પગલું શા માટે લેવું? “બાળકોને નિયમોની જરૂર છે. તેને એ જાણવાની પણ જરૂર છે કે નિયમો તોડશે તો શું અંજામ આવશે. આવા માર્ગદર્શન વગર બાળકો સ્વાર્થી બની જાય છે. પોતાનો જ વિચાર કરતા હોય છે. પોતે મૂડી બની જાય અને બીજાઓના પણ મૂડ ખરાબ કરી નાખે,” આમ જ્યોર્જિયા યુનિવર્સિટીના સામાજિક વિષયના પ્રોફેસર રોનાલ્ડ સાયમન કહે છે. યહોવાહ કહે છે કે ‘તમારાં બાળકો પર પ્રેમ રાખો છો તો તમે તેને શિક્ષા કરતાં અચકાશો નહિ.’—નીતિવચનો ૧૩:૨૪, IBSI.

શા માટે નિયમો ઘડવા સહેલા નથી: બધાં બાળકો એકસરખા નથી. એટલે બધાં માટે એક સરખા નિયમો પણ કામ નહિ કરે. તમારાં બાળક માટે તમે જે નિયમો ઘડો એનું પાલન કરતા સમય તો લાગશે જ. તમારે ધીરજ રાખવી પડશે. ઘણાં બાળકો હઠીલા હોય છે. “આપણી જેમ બાળકોને પણ મન ફાવે એમ કરવું ગમે. ખોટે રસ્તે જવાના અખતરા કરવા ગમે. બાળકો હઠ પકડે, જીદ છોડે નહિ,” આવું માઇક અને સોનિયા કહે છે, જેઓને ઘેર બે લાડકી દીકરીઓ છે.

કેવી રીતે નિયમો ઘડી શકાય: આપણે યહોવાહનો જ દાખલો લઈએ. તેમણે ઈઝરાએલીઓને નિયમો આપ્યા. (નિર્ગમન ૨૦:૨-૧૭) નિયમો તોડે તો એનો શું અંજામ આવી શકે એ પણ જણાવ્યું.—નિર્ગમન ૨૨:૧-૯.

તમારા કુટુંબના નિયમો શું છે એનું લિસ્ટ બનાવો. બાળકોએ એ નિયમોનું પાલન કરવું જોઈએ. અમુક માબાપ જણાવે છે કે પાંચેક નિયમો જ બનાવો. થોડા જ નિયમો હશે તો યાદ રહેશે. પછી જેઓ ન પાળે અથવા નિયમો તોડે તો એનું શું પરિણામ આવશે એ પણ લિસ્ટમાં લખો. જે કંઈ શિક્ષા હોય તે બહુ કડક ન હોવી જોઈએ. ઘરમાં દરેકે એ નિયમનું પાલન કરતા શીખવું જોઈએ.

જો બાળક નિયમ તોડે તો તરત જ શિક્ષા કરો. શાંત મગજે શિક્ષા કરો. ગુસ્સો આવે તો શાંત થાવ પછી શિક્ષા કરો. (નીતિવચનો ૨૯:૨૨) શિક્ષા કરતી વખતે ઢીલા ન પડો. અચકાયા વગર શિક્ષા કરજો. જો તમે અચકાશો તો બાળકને એમ થશે કે નિયમો તોડવામાં કંઈ વાંધો નથી. બાઇબલ જણાવે છે કે, “દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.”—સભાશિક્ષક ૮:૧૧, કોમન લેંગ્વેજ.

તમે બીજી કઈ કઈ રીતે બાળકોને બતાવી શકો કે તમે તેઓનું ભલું ચાહો છો ને તેઓએ તમારું કહ્યું કરવું જોઈએ? (g 8/07)

[Blurb on page 6]

“તમારૂં બોલવું તે હાનું હા, ને નાનું ના હોય.”—માત્થી ૫:૩૭

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો