વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g07 ઑક્ટોબર પાન ૮
  • તમારાં બાળકને સારી રીતે ઓળખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારાં બાળકને સારી રીતે ઓળખો
  • સજાગ બનો!—૨૦૦૭
  • સરખી માહિતી
  • તમારાં બાળકોને ઊછરવામાં મદદ કરો
    સજાગ બનો!—૧૯૯૭
  • માબાપ અને બાળકો—પ્રેમથી વાતચીત કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • મારે નથી જીવવું​—આત્મહત્યાના વિચારો આવે તો શું કરું? શું બાઇબલમાં કોઈ સલાહ આપી છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૭
g07 ઑક્ટોબર પાન ૮

૬

તમારાં બાળકને સારી રીતે ઓળખો

શા માટે બાળકોને ઓળખવા જોઈએ? બાળકો ચાહે છે કે મમ્મી-પપ્પા તેઓને સારી રીતે ઓળખે. પણ જો તેઓ બાળકને ટોક્યા કરે તો, તે દિલ ખોલીને વાત કરતા અચકાશે. જો પેરેન્ટ્‌સ વારંવાર બાળકનું સાંભળે નહિ, તેને તોડી પાડે તો બાળક દિલની વાત કરતા અચકાશે. તેને એમ લાગશે કે પોતે કંઈ કરી શકતા નથી.

બાળકોનાં દિલમાં શું છે એ પારખવું કેમ અઘરું છે? ઘણી વખતે બાળકો વગર વિચાર્યું બોલી જાય છે. બાળક હિંમત હારી જાય તો કદાચ બોલી ઊઠે, “હવે મને કંઈ નથી ગમતું. આના કરતાં તો મરી જવું સારું.”a માબાપ તરત જ બાળકને ટોકશે, “એવું ન બોલાય.” તેમને થશે કે મારું છોકરું એવું બોલીને કંઈક કરી બેસશે તો ન થવાનું થઈ જશે.

કેવી રીતે બાળકનું દિલ પારખી શકાય? તમારે “સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા, તથા ક્રોધમાં ધીરા” થવાની જરૂર છે. (યાકૂબ ૧:૧૯) બાઇબલમાં એવા ઘણા દાખલા છે જેમાં યહોવાહના ભક્તો ચિંતા કે ટેન્શનને લીધે ન બોલવાનું બોલ્યા હતા. (ઉત્પત્તિ ૨૭:૪૬; ગીતશાસ્ત્ર ૭૩:૧૨, ૧૩) જ્યારે અયૂબના જીવનમાં ભારે દુઃખ આવ્યું ત્યારે તેમને પણ જીવન ખારું લાગ્યું ને મોત જ વહાલું લાગ્યું.—અયૂબ ૧૪:૧૩.

યહોવાહે અયૂબને બોલતા બંધ ન કર્યા. પણ તેમને બોલવા દીધા. દિલ ઠાલવવા દીધું. પછી યહોવાહે શાંતિથી અયૂબના ખોટા વિચારો દૂર કર્યા. એક પિતા જણાવે છે, “હું યહોવાહ આગળ મારું દિલ હળવું કરી શકું છું. જે મનમાં હોય એ કહી શકું છું. તો પછી મારાં બાળકો પણ મને પોતાના મનની વાત કહે એ યોગ્ય જ છે.”

બીજી વખતે તમને બાળકને કહેવાનું મન થાય કે ‘ચૂપ રહે, એવું ન બોલાય,’ તો ઈસુના શબ્દો યાદ કરજો: “જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.” (લુક ૬:૩૧) માની લો કે તમને નોકરીએ કોઈ વાંધો પડ્યો છે અને ખુશી ખુશી કામ કરી શકતા નથી. તમે કોઈ ઓળખીતાને વાત કરો છો કે મને આ નોકરી નથી ગમતી. તમારા ઓળખીતા શું કહેશે? જો તેઓ એમ કહે કે, ‘તારો જ વાંક છે, એવા ખોટા વિચારો ન કરાય,’ તો તમને ગમશે? કે પછી તે આવું કંઈક કહે એ ગમશે? ‘હું તારી તકલીફ સમજું છું, એ રીતે કામ કરવું બહુ અઘરું છે.’

જો સલાહ આપનાર આપણી તકલીફ અને લાગણી સમજતા હશે તો, ભલે આપણે નાના હોય કે મોટા, ખુશી ખુશી તેમનું સાંભળીશું. “જ્ઞાનીનું હૃદય તેના મોઢાને શીખવે છે, અને તેના હોઠોને વિદ્યાની વૃદ્ધિ કરી આપે છે.”—નીતિવચનો ૧૬:૨૩.

તમે જે કંઈ સલાહ આપો એ બાળક સાંભળશે એની કેવી રીતે ખાતરી કરી શકો? (g 8/07)

[Footnote]

a તમારું બાળક આપઘાતની વાત કરે તો એને રમત વાત ન સમજતા અને તરત પગલાં લેજો.

[Blurb on page 8]

“સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.”—નીતિવચનો ૧૮:૧૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો