વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g09 જાન્યુઆરી પાન ૨૮-૩૦
  • શું ફ્રેન્ડની ભૂલ માબાપને જણાવવી જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું ફ્રેન્ડની ભૂલ માબાપને જણાવવી જોઈએ?
  • સજાગ બનો!—૨૦૦૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું માબાપને કહેવું જોઈએ?
  • વડીલોને જણાવો
  • અચકાશો નહિ
  • ખુદ ઈશ્વર તમને સાથ આપવા માંગે છે
    સાચા ઈશ્વરને ઓળખો
  • મારા દોસ્તે મને કેમ દુઃખી કર્યો?
    સજાગ બનો!—૨૦૦૦
  • મદદનો હાથ લંબાવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
  • યુવાન લોકો પૂછે છે . . .
    સજાગ બનો!—૧૯૯૭
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૯
g09 જાન્યુઆરી પાન ૨૮-૩૦

યુવાનો પૂછે છે

શું ફ્રેન્ડની ભૂલ માબાપને જણાવવી જોઈએ?

‘તે મારો બેસ્ટ ફ્રેન્ડ હતો, એટલે તેની ભૂલ વિષે મંડળના વડીલને જણાવવું મારા માટે અઘરું હતું.’—જેમ્સ.a

‘મારી ફ્રેન્ડે કરેલી ભૂલ મેં તેના મમ્મી-પપ્પાને જણાવી ત્યારે તેને મારા પર ગુસ્સો આવ્યો. તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું.’—એની.

બાઇબલ જણાવે છે કે ‘મિત્ર, ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખે છે.’ (નીતિવચનો ૧૮:૨૪) શું તમારો એવો કોઈ ફ્રેન્ડ છે? જો હોય તો તે તમારા માટે એક આશીર્વાદ છે.

પણ હવે જો આ ફ્રેન્ડ સ્મોકિંગ કરે, ડ્રગ્સ લે, ચોરી કરે અથવા સેક્સ જેવી બાબતોમાં ફસાય ત્યારે શું? (૧ કોરીંથી ૬:૯, ૧૦; ૧ તીમોથી ૧:૯, ૧૦) શું તેને સામે જઈને કહેશો કે ‘મને તારા ખોટા કામોની ખબર છે?’ અથવા તમારા કે તેના મમ્મી પપ્પાને જણાવશો? કે પછી એ વિષે મંડળના વડીલને કહેશો?b આવા પ્રશ્નોની સાથે સાથે મનમાં બીજા પ્રશ્નો પણ ઊભા થશે. જેમ કે, હું તેના વિષે કહીશ તો શું અમારી દોસ્તી તૂટી જશે? કે પછી એમ વિચારો છો કે મારે કોઈ ને કશું કહેવું જ નથી, જાણે મને કશી ખબર જ નથી.

શું માબાપને કહેવું જોઈએ?

માણસ માત્ર ભૂલને પાત્ર. બાઇબલ જણાવે છે કે “સઘળાએ પાપ કર્યું છે.” (રૂમી ૩:૨૩) અમુક લોકો “અપરાધ” કરે છે અને પાપને છાનુંછૂપું રાખે છે. એવા લોકો પાપમાં વધારે ફસાય છે. (ગલાતી ૬:૧) એ સમજવા એક બહેનનો દાખલો લઈએ.

◼ સુઝનને ખબર પડી કે તેની બહેનપણીએ ઇન્ટરનેટ પર પોતાની સાઈટ બનાવી છે. એમાં તેણે સેક્સના વિચારો રજૂ કરતા ફોટા અને ગીતો મૂક્યા છે.

વિચારો: જો તમારો ફ્રેન્ડ એવું કંઈક કરે તો તમે શું કરશો? તમે એ વિષે ફ્રેન્ડ સાથે વાત કરશો? તેના માબાપ સાથે વાત કરશો? અથવા તમે એમ વિચારશો કે મારે શું, તેને જે કરવું હોય એ કરે? જો સુઝન તમારી પાસે આ વિષે સલાહ માંગે તો, તમે શું કહેશો? એ નીચે લખો.

․․․․․

સુઝનનો નિર્ણય: સુઝને તેની બહેનપણીના માબાપ સાથે વાત કરી. સુઝન જણાવે છે કે ‘તેના માબાપ મારા પણ સારા ફ્રેન્ડ છે. તેમ છતાં તેમની દીકરીના ખોટાં કામ વિષે જણાવવું મારા માટે અઘરું હતું. મને ખૂબ ડર લાગતો હતો. એટલે વાત કરતા કરતા મને રડવું આવી ગયું.’

તમને શું લાગે છે? સુઝને સારો નિર્ણય લીધો કે પછી ચૂપ રહી હોત તો વધારે સારું?

એનો જવાબ મેળવવા નીચે બાઇબલના અમુક વિચારો તમને મદદ કરશે.

બેસ્ટ ફ્રેન્ડે શું કરવું જોઈએ? એ વિષે બાઇબલ જણાવે છે કે ‘સાચો મિત્ર હંમેશાં વફાદાર રહે છે. જરૂરના સમયે મદદ કરે છે.’ (નીતિવચન ૧૭:૧૭, IBSI) જ્યારે વ્યક્તિ ખોટા માર્ગમાં ચાલે, ત્યારે તેને ‘મદદની બહુ જરૂર હોય છે.’ એ વખતે વ્યક્તિની બેસ્ટ ફ્રેન્ડ ગમે તે રીતે મદદ કરશે. ખરું કે તેણે ‘દોઢડાહ્યા’ ન બનવું જોઈએ. (સભાશિક્ષક ૭:૧૬) પણ એવી રીતે મદદ કરવી જોઈએ જેથી વ્યક્તિ સાચા માર્ગમાં આવે.—લેવીય ૫:૧.

માની લો કે તમે માતા-પિતા છો. તમે જાણતા નથી કે તમારા દીકરા કે દીકરીએ ઇન્ટરનેટ પર પોતાની સાઈટમાં અનૈતિક વિચારો રજૂ કરે એવી બાબતો મૂકી છે. તેઓના ફ્રેન્ડને આના વિષે ખબર છે. પણ તે તમને કંઈ કહે નહિ, તો તમને ખોટું લાગશે ખરું ને!

ઈશ્વરના નીતિ-નિયમો શું જણાવે છે? તમારા ફ્રેન્ડે કંઈક ખોટું કર્યું હોય તો, ચૂપ ન રહો. પણ તેઓના માબાપને જણાવો. એનાથી તમે તેનું જ ભલું કરો છો. (હઝકીએલ ૩૩:૮) અને તેને સાચા માર્ગે લાવવા મદદ કરો છો. બાઇબલ જણાવે છે કે તમે ઈશ્વરના નીતિ-નિયમો પાળો છો ત્યારે તેમના દિલને આનંદ થાય છે.—નીતિવચનો ૨૭:૧૧.

વડીલોને જણાવો

બાઇબલ જણાવે છે કે “ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત” હોય છે. (સભાશિક્ષક ૩:૭) ઘણી વખત બાળકો આ સિદ્ધાંત સમજી શકતા નથી. એટલે તેઓના ફ્રેન્ડ કંઈક ખોટું કરે ત્યારે તેઓ વિચારે છે કે ‘મારા ફ્રેન્ડ વિષે બીજાને કહીશ તો તેને ઠપકો મળશે.’ અથવા તેઓ વિચારે છે કે ‘બીજાને કહીશ તો મારો ફ્રેન્ડ ગુસ્સે થશે. મારી સાથે વાત નહિ કરે.’

પણ બાળકો મોટા થાય તેમ તેમના વિચારો બદલાય છે. તેઓ વિચારે છે કે ‘મારો ફ્રેન્ડ ખોટા માર્ગમાં ચાલે છે તો, મારે તેને મદદ કરવી જોઈએ.’ પણ માની લો કે તમને સાંભળવા મળ્યું કે તમારા ફ્રેન્ડે બાઇબલના કોઈ નીતિ-નિયમ તોડ્યા છે. હવે તમે શું કરશો?

પહેલાં તો તપાસો કરો કે તમે જે સાંભળ્યું છે એ ખરેખર સાચું છે. અમુક વખતે લોકો ખોટી વાત ફેલાવતા હોય છે. (નીતિવચનો ૧૪:૧૫) ચાલો એક અનુભવ જોઈએ. ક્વિન્સી નામની એક બહેન જણાવે છે કે ‘મારી એક ફ્રેન્ડે મારા વિષે ખોટી વાત ફેલાવી. મારી બીજી ફ્રેન્ડ્‌સને એ વાત સાચી લાગી. મેં તેઓને સમજાવ્યું કે એ સાચું નથી. પણ તેઓએ તરત માન્યું નહિ.’ બાઇબલ જણાવે છે કે ઈસુએ ‘પોતાના કાને સાંભળ્યા પ્રમાણે નિર્ણય કર્યો નહિ.’ (યશાયાહ ૧૧:૩) એમાંથી શીખવા મળે છે કે આપણે જે કંઈ સાંભળીએ એ બધું હંમેશાં સાચું હોતું નથી. તેથી ખરું શું ને ખોટું શું એ પારખવું ખૂબ જરૂરી છે. એની વધારે સમજણ મેળવવા જેમ્સનો અનુભવ જોઈએ.

◼ લેખની શરૂઆતમાં આપણે જેમ્સ વિષે વાંચ્યું. જેમ્સને ખબર પડી કે તેનો દોસ્ત એક પાર્ટીમાં ડ્રગ્સ લેતો હતો.

વિચારો: આવા સંજોગોમાં તમે શું કરશો? તમે જે સાંભળ્યું છે એ સાચું છે કે નહીં એ કેવી રીતે પારખશો? તમારા વિચારો નીચે લખો.

․․․․․

જેમ્સે શું કર્યુ. પહેલાં તો જેમ્સે એ વાત સાંભળી ન સાંભળી કરી. પણ પછી જેમ્સ કહે છે કે ‘મારું દિલ ડંખ્યું અને મને લાગ્યું કે મારે એ વિષે દોસ્ત સાથે વાત કરવી જોઈએ.’

તમને શું લાગે છે? કોઈએ કંઈક ખોટું કામ કર્યું હોય તો શા માટે સૌથી પહેલા તેની સાથે વાત કરવી જોઈએ? તમારો જવાબ નીચે લખો.

․․․․․

જો તમે એ વ્યક્તિ સાથે વાત કરતા અચકાતા હો તો તમે શું કરી શકો? એનો જવાબ નીચે લખો.

․․․․․

જેમ્સના દોસ્તે કબૂલ્યું કે ‘તેણે પાર્ટીમાં ડ્રગ્સ લીધી હતી. પણ એ વિષે તેણે મને કહ્યું કે કોઈને કહીશ નહિ.’ જોકે જેમ્સ તેનું ભલુ ચાહતો હતો. એટલે તેણે દોસ્તને સલાહ આપી કે ‘તે એક અઠવાડિયામાં જ એ વિષે વડીલોને જણાવે. જો તે નહીં કહેશે તો, પોતે વડીલોને વાત કરશે.’

જેમ્સે તેના દોસ્તને જે સલાહ આપી એ શું તમને બરાબર લાગી? તમારો જવાબ નીચે લખો.

․․․․․

જેમ્સના દોસ્તે વડીલો સાથે વાત કરી નહિ. એટલે પછી જેમ્સે વડીલો સાથે વાત કરી. તેના દોસ્તને એ જરાય ગમ્યું નહિ. પરંતુ, સમય જતાં તેને ભાન થયું. એટલે તેણે વડીલો સાથે વાત કરી અને તેમની સલાહ સ્વીકારી અને પસ્તાવો કર્યો.

અચકાશો નહિ

તમારા ફ્રેન્ડે કંઈક ખોટું કર્યુ હોય તો શું તમે તેના માબાપ કે વડીલોને જણાવશો? કે પછી એમ વિચારશો કે ‘હું તેઓને જણાવીશ તો, મારા ફ્રેન્ડને ખોટું લાગશે.’ એવા વિચારો આવે તો તમારે શું કરવું જોઈએ?

ભલે તમારા ફ્રેન્ડને ખોટું લાગે પણ તમારે બીજાઓને જણાવવું જોઈએ. ખરું કે એમ કરવું સહેલું નથી. પણ યહોવાહને પ્રાર્થના કરો. પ્રાર્થનામાં જણાવો કે તે તમને હિંમત અને સમજશક્તિ આપે.—ફિલિપી ૪:૬.

હંમેશાં યાદ રાખો કે માબાપ કે વડીલોને જણાવવાથી તમે તમારા ફ્રેન્ડનું જ ભલું કરો છો. એ સમજવા એક દાખલો લઈએ. માની લો કે તમે અને તમારો ફ્રેન્ડ પહાડ ચઢી રહ્યા છો. રસ્તામાં તમારો ફ્રેન્ડ પડી જાય છે. ઊભા થવા તેને મદદની જરૂર છે. પણ તે પડી ગયો હોવાથી તેને શરમ લાગે છે. તે કહે છે ‘હું જાતે ઊભો થઈશ.’ હવે આવા સંજોગમાં ભલે તમારો ફ્રેન્ડ ના પાડે પણ તમે તેને મદદ કરશો, ખરું ને!

એવી જ રીતે જ્યારે તમારા ફ્રેન્ડે કંઈક ખોટું કર્યું હોય ત્યારે તેને શરમ લાગી શકે. એટલે તે કહેશે કે તેને મદદની જરૂર નથી. પણ તમારે તેને મદદ કરવી જોઈએ. એનાથી તમે તમારા ફ્રેન્ડને યહોવાહના માર્ગે ચાલવા મદદ કરશો.—યાકૂબ ૫:૧૫.

તમારા ફ્રેન્ડે ખોટું કામ કર્યુ હોય તો એ વિષે બીજાને કહેતા ડરશો નહિ. આ રીતે મદદ કરવાથી તમે યહોવાહને વફાદાર રહેશો અને દોસ્તી પણ સારી રીતે નિભાવશો. (g08 12)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ. www.watchtower.org/ype

[Footnotes]

a અમુક નામ બદલ્યા છે.

b યહોવાહના સાક્ષીઓના મંડળમાં વડીલો, જે વ્યક્તિએ પાપ કર્યું છે તેને પસ્તાવો કરવા મદદ કરે છે.—યાકૂબ ૫:૧૪-૧૬.

આના વિષે વિચાર કરો

◼ તમારા ફ્રેન્ડે કરેલી ભૂલ તેના માબાપ કે વડીલને જણાવવાથી તમે કઈ રીતે સાચી દોસ્તી નિભાવો છો?

◼ શું બાઇબલમાં એવા કોઈ અનુભવો છે જેમાં કોઈએ ખોટું કર્યું હોય અને દોસ્તે તેને ખરું કરવા મદદ કરી હોય? એના પર મનન કરવાથી તમને શું શીખવા મળે છે?

[Picture on page 29]

જો તમારો ફ્રેન્ડ પડી જાય તો શું તમે તેને મદદ નહિ કરો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો