વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૧૧ પાન ૫
  • પગલું ૨ શરીરની સંભાળ રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પગલું ૨ શરીરની સંભાળ રાખો
  • સજાગ બનો!—૨૦૧૧
  • સરખી માહિતી
  • ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૭
  • શું તમે તમારા દાંત પીસો છો?
    સજાગ બનો!—૧૯૯૮
સજાગ બનો!—૨૦૧૧
g ૭/૧૧ પાન ૫

પગલું ૨ શરીરની સંભાળ રાખો

‘કોઈ માણસ પોતાના શરીરનો દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે.’ (એફેસી ૫:૨૯) પોતાની સંભાળ રાખવાના સાદા પગલાં લેવાથી પણ તંદુરસ્તીમાં ઘણો ફરક પડે છે.

❍ પૂરતો આરામ લો. ‘સખત મહેનત કરીને તથા પવનમાં ફાંફાં મારીને ઘણું મેળવવા કરતાં શાંતિ સહિત થોડું મળે એ સારું છે.’ (સભાશિક્ષક ૪:૬) પૂરતો આરામ નહિ લઈએ તો કંઈ પણ કરીશું એમાં મહેનત માથે પડી શકે. પણ આજના ભાગદોડ ભર્યા જીવનમાં ઘણી બધી બાબતો સમય ખાઈ જાય છે. એટલે ઊંઘ ઓછી મળે છે. જોકે સારી તંદુરસ્તી માટે ઊંઘ અગત્યની છે. અભ્યાસ બતાવે છે કે ઊંઘ દરમિયાન આપણાં શરીર અને મગજના કોષ નવા થાય છે. ઊંઘવાથી આપણી યાદ શક્તિ વધે છે અને મૂડ સારો રહે છે.

ઊંઘ આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે મજબૂત કરે છે. એનાથી ચેપ, ડાયાબિટીસ, હૃદયની બીમારી, કૅન્સર, મેદસ્વીપણું, ડિપ્રેશન અને કદાચ અલ્ઝાઇમર જેવી બીમારીઓથી દૂર રહેવા મદદ મળે છે. ઊંઘ ભગાવવા માટે અમુક લોકો ચોકલેટ જેવી વસ્તુઓ, કેફિન અને સ્ફૂર્તિદાયક વસ્તુઓ ખાય-પીએ છે. એનો સહારો લેવાને બદલે પૂરતું ઊંઘવું જોઈએ. પુખ્ત ઉંમરની વ્યક્તિએ દરરોજ સાતથી આઠ કલાક ઊંઘવું જોઈએ. એનાથી વ્યક્તિ તંદુરસ્ત દેખાશે, તાજગી અનુભવશે અને સારી રીતે કામ કરી શકશે. યુવાનોને વધારે ઊંઘની જરૂર હોય છે. પૂરતી ઊંઘ ન મળી હોય એવા યુવાનોને માનસિક સમસ્યા થાય છે. તેમ જ, વાહન ચલાવતા ઊંઘ આવવાની શક્યતા વધારે છે.

ખાસ કરીને બીમાર હોઈએ ત્યારે ઊંઘ લેવી ઘણી અગત્યની છે. એનાથી શરીર કેટલીક બીમારીઓ સામે લડી શકે છે. જેમ કે, શરદી. જો વધારે ઊંઘીએ અને ઘણું પ્રવાહી પીએ, તો જલદી સાજા થઈ શકીએ.

❍ દાંતની સંભાળ રાખો. દાંતને બ્રશ અને ફ્લોસીંગ કરવું જોઈએ. ખાધા પછી અને ખાસ કરીને સૂતા પહેલાં એ કરવું જોઈએ, જેથી દાંત જલદી ન બગડે. એમ કરવાથી પેઢા મજબૂત થશે અને દાંત પડશે નહિ. કુદરતી દાંત વિના ખોરાકમાંથી પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકાતો નથી. અહેવાલ જણાવે છે કે હાથીઓ ઘરડાં થવાને લીધે મરતા નથી. પણ દાંત ઘસાઈ ગયા હોવાથી ચાવી ન શકવાને કારણે ભૂખથી ધીમે ધીમે મરણ પામે છે. બાળકોને ખાધા પછી બ્રશ અને ફ્લોસીંગની આદત નાનપણથી પાડી હોય તો, યુવાની અને આખું જીવન સારી તંદુરસ્તીમાં ગુજરશે.

❍ ડૉક્ટર પાસે જાઓ. કેટલીક બીમારીમાં તબીબી સારવાર અગત્યની છે. બીમારીનું નિદાન વહેલું થઈ જાય તો, પછીથી ઓછી તકલીફ અને ઓછો ખર્ચો થાય. તમને સારું લાગતું ન હોય તો, દુઃખને દબાઈ દેવાને બદલે એનો ઇલાજ કરાવો.

નિયમિત રીતે ચેક-અપ કરાવવા યોગ્ય ડૉક્ટર પાસે જવું જોઈએ, જેથી ગંભીર બીમારીને અટકાવી શકાય. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ ડૉક્ટર પાસે ચેક-અપ કરાવવું જ જોઈએ.a યાદ રાખીએ કે ડૉક્ટર કંઈ ચમત્કાર કરવાના નથી. લાખો દુઃખોની એક દવા છે, ઈશ્વરનું રાજ્ય. ઈશ્વર ‘સઘળું નવું કરશે’ ત્યારે કોઈ બીમારી હશે જ નહિ.—પ્રકટીકરણ ૨૧:૪, ૫. (g11-E 03)

[ફુટનોટ]

a જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૦ સજાગ બનો! “જો મા તંદુરસ્ત તો બાળક તંદુરસ્ત” લેખ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો