વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૧૨ પાન ૧૦-૧૧
  • બધા સાથે સંપીને રહેવા શું કરવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બધા સાથે સંપીને રહેવા શું કરવું જોઈએ?
  • સજાગ બનો!—૨૦૧૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • દિલથી એકબીજાને માફ કરો
  • વાત કરો
  • સહન કરો
  • શાંતિ જાળવવા પ્રયત્ન કરતા રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • એકબીજાને દિલથી માફ કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • મતભેદોને પ્રેમથી થાળે પાડીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • શાંતિ—તમે કઈ રીતે મેળવી શકો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૨
g ૭/૧૨ પાન ૧૦-૧૧

બાઇબલ શું કહે છે?

બધા સાથે સંપીને રહેવા શું કરવું જોઈએ?

બાઇબલ જણાવે છે કે, “સઘળાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રોમનો ૩:૨૩) આપણે બધા ભૂલો કરતા હોવાથી આપણી વચ્ચે મતભેદો તો થવાના જ. આવા સંજોગોમાં આપણે કેવી રીતે શાંતિ જાળવી શકીએ?

એ વિષે બાઇબલ સારી સલાહ આપે છે. એ જણાવે છે કે આપણા સરજનહાર યહોવા ‘શાંતિના ઈશ્વર’ છે. (હિબ્રૂ ૧૩:૨૦; ગીતશાસ્ત્ર ૮૩:૧૮) તે ચાહે છે કે સર્વ મનુષ્યો હળીમળીને રહે. એ માટે તેમણે પોતે પહેલ કરી. પ્રથમ યુગલ આદમ-હવાએ ઈશ્વરની આજ્ઞા તોડીને પાપ કર્યું. એનાથી ઈશ્વર સાથેનો સંબંધ કપાઈ ગયો. એટલે ઈશ્વરે મનુષ્યો સાથે ફરીથી સંબંધ જોડવા તરત જ પગલાં ભર્યા. (૨ કોરીંથી ૫:૧૯) ચાલો હવે જોઈએ કે બીજાઓ સાથે સંપીને રહેવા કેવી ત્રણ બાબતો કરી શકીએ.

દિલથી એકબીજાને માફ કરો

બાઇબલ શું કહે છે? ‘એકબીજાનું સહન કરો અને જ્યારે તમારામાંથી કોઈને બીજાની વિરુદ્ધ કંઈ ફરિયાદ હોય તો તેને માફ કરો. પ્રભુ યહોવાએ તમને માફ કર્યા છે માટે તમારે પણ માફી આપવી જોઈએ.’—કોલોસી ૩:૧૩, કોમન લેંગ્વેજ.

અઘરું કેમ છે? કદાચ “ફરિયાદ” કરવાનું તમારી પાસે યોગ્ય કારણ હશે. એના લીધે લાગે કે એ વ્યક્તિ સાથે સંબંધ તોડી નાખવો જોઈએ. એ ઉપરાંત તમને લાગે કે તેણે પહેલા તમારી પાસે માફી માંગવી જોઈએ. પણ બની શકે કે વ્યક્તિને ખબર જ ન હોય કે તેનાથી કંઈ ભૂલ થઈ છે. અથવા તેને લાગે કે તમારી ભૂલ છે. જો બંને વ્યક્તિ આવું વિચારે, તો સંબંધો કદી સુધરશે નહિ.

તમે શું કરી શકો? બાઇબલ બધાને દિલથી માફ કરવા કહે છે, ભલે પછી નાની બાબત કેમ ન હોય. ભૂલીએ નહિ કે જો ઈશ્વર આપણી ભૂલો ધ્યાનમાં રાખે, તો આપણે તેમની સામે આવી ન શકીએ. (ગીતશાસ્ત્ર ૧૩૦:૩) બાઇબલ જણાવે છે કે “યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. કેમ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.”—ગીતશાસ્ત્ર ૧૦૩:૮, ૧૪.

બાઇબલના આ વચનને ધ્યાન આપો: “શાણો માણસ ગુસ્સા પર કાબૂ રાખે છે અને અપમાનને મન પર લેતો નથી. એને લીધે એની પ્રતિષ્ઠા વધે છે.” (નીતિવચનો ૧૯:૧૧, IBSI) જો આપણે બધા પાસા વિચારીશું, તો સમજી શકીશું કે વ્યક્તિ કેમ આ રીતે આપણી સાથે વર્તી. પોતાને પૂછીએ કે ‘શું સામેની વ્યક્તિ થાકેલી હતી, બીમાર હતી કે કોઈ દબાણમાં હતી?’ બીજાની લાગણીઓ અને સંજોગો સમજવાથી ગુસ્સો કાબૂમાં રાખવા અને તેઓને માફ કરવા તમને મદદ મળશે.

વાત કરો

બાઇબલ શું કહે છે? “વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા, ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે; જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે.”—માથ્થી ૧૮:૧૫.

અઘરું કેમ છે? ડર, ગુસ્સો અને શરમ જેવી ખોટી લાગણીઓ આપણને સંપ રાખતા અટકાવી શકે. તમને કદાચ બીજા લોકોને પણ કહેવાનું મન થાય. પણ એ તો આગમાં ઘી રેડવા જેવું થશે.

તમે શું કરી શકો? જો તમને લાગતું હોય કે જે થયું એ સારું ન કહેવાય અને ભૂલી નહિ શકો, તો એ વ્યક્તિ સાથે વાત કરો. તમે આ રીતો અપનાવી શકો:

(૧) મોડું ન કરો: જો તમે મોડું કરશો, તો સમસ્યા વધારે બગડશે. ઈસુની આ સલાહ પાળવાની કોશિશ કરો: “જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.”—માથ્થી ૫:૨૩, ૨૪.

(૨) એકાંતમાં: તમારા અણબનાવ વિષે બીજાઓને કહીને, કૂથલી કરવાનું ટાળો. ‘તકરાર વિષે તેમની સાથે ખાનગીમાં વાતચીત કરી લો. આ વિષે બીજા કોઈને વાત ન કરો.’—નીતિવચનો ૨૫:૯, IBSI.

(૩) શાંતિથી: કોણ સાચું અને કોણ ખોટું એવું સાબિત કરવાનું ટાળો. તમારો ધ્યેય ઝઘડો જીતવાનો નહિ, પણ સુલેહ કરવાનો હોવો જોઈએ. દોષનો ટોપલો સામેની વ્યક્તિ પર ન નાખશો. “તારા લીધે મને ખોટું લાગ્યું” એમ કહેવાને બદલે શાના વિષે ખોટું લાગ્યું એ જણાવો. બાઇબલ જણાવે છે કે, ‘જે બાબતો શાંતિકારક છે તથા જે વડે એકબીજાને ઉત્તેજન મળે એવી બાબતોની પાછળ આપણે લાગુ રહીએ.’—રોમનો ૧૪:૧૯.

સહન કરો

બાઇબલ શું કહે છે? ‘ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા.’—રોમનો ૧૨:૧૭, ૨૦.

અઘરું કેમ છે? તમે કદાચ મુશ્કેલી થાળે પાળવા પ્રયત્ન કરતા હોવ, પણ સામેની વ્યક્તિ એમ કરવા તૈયાર ન હોય. એવા સમયે કદાચ હિંમત હારી જવાય અને સુલેહ કરવાનું મન ન થાય.

તમે શું કરી શકો? ધીરજ રાખો. બધાના સ્વભાવ અને સમજશક્તિ એકસરખાં હોતાં નથી. ઘણાને શાંત પડતા વાર લાગે છે, તો કેટલાક સારા ગુણો વિકસાવવાનું શીખી રહ્યાં છે. બધાને દયા અને પ્રેમ બતાવતા રહો. ‘ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાઈ પર વિજય મેળવ.’—રોમનો ૧૨:૨૧.

બીજાઓ સાથે સંપથી રહેવા નમ્રતા, સમજદારી, ધીરજ અને પ્રેમ જેવા ગુણો કેળવવાની જરૂર છે. બધા સાથે હળીમળીને રહેવાના ઘણા ફાયદા છે! (g12-E 03)

શું તમે કદી વિચાર્યું છે?

● કોઈને દિલથી માફી આપવા તમને શાનાથી મદદ મળશે?—કોલોસી ૩:૧૩.

● વ્યક્તિ સાથે વાત કરીને મુશ્કેલી થાળે પાડવા તમને શું મદદ કરી શકે?—માથ્થી ૫:૨૩, ૨૪.

● સામેની વ્યક્તિ સુલેહ કરવા તૈયાર ન હોય તો તમે શું કરશો?—રોમનો ૧૨:૧૭-૨૧.

[પાન ૧૧ પર બ્લર્બ]

“શાણો માણસ ગુસ્સા પર કાબૂ રાખે છે અને અપમાનને મન પર લેતો નથી. એને લીધે એની પ્રતિષ્ઠા વધે છે.” —નીતિવચનો ૧૯:૧૧, IBSI

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો