વિશ્વ પર નજર
દુનિયા
ભૂખમરો નાબૂદ કરવો એ અનાજના ઉત્પાદન પર જ આધારિત નથી. એક અંદાજ પ્રમાણે, આજે ખેડૂતો બાર અબજ લોકોને થઈ રહે એટલું અનાજ ઉગાડે છે. બીજા શબ્દોમાં, પૃથ્વીની વસ્તી ઉપરાંત પાંચ અબજ વધારે લોકોને પૂરું થઈ રહે એટલું. સમસ્યા પાછળના કારણો આને લઈને છે: યોગ્ય ઉત્પાદન, વિતરણ અને બગાડ.
બ્રિટન અને યૂનાઇટેડ સ્ટેટ્સ
ફાઇનાન્સમાં કામ કરતા ચોવીસેક ટકા લોકો માને છે કે ‘સફળ થવા માટે જરૂર પડે તો, તેઓ ખોટાં કે ગેરકાયદેસર કામ કરવા પણ તૈયાર છે.’ સોળ ટકા લોકો કબૂલે છે કે ‘તેઓ પકડાઈ જવાના ન હોય’ તો ગુનો કરશે.
આર્જેન્ટિના
આર્જેન્ટિનામાં પાંચમાંથી ત્રણ શિક્ષકો કામ પર હિંસા કે તણાવને લીધે રજા લે છે.
દક્ષિણ કોરિયા
હવે જલદી જ દક્ષિણ કોરિયામાં કોઈની સાથે રહેવાને બદલે એકલા રહેવું સામાન્ય બની જશે.
ચીન
૨૦૧૬માં હવાની ગુણવત્તા વિશે જે નવાં ધોરણો બહાર પાડવામાં આવશે, એને ચીનના ૬૬ ટકા શહેરો પહોંચી નહિ શકે એવું માનવામાં આવે છે. એ ઉપરાંત, જમીનમાંથી મેળવવામાં આવતા પીવાના પાણીની ગુણવત્તા “સારી નથી અથવા બહુ ખરાબ છે.” ◼ (g13-E 03)
[પાન ૩ પર ચિત્ર]
[ક્રેડીટ લાઈન]
© Fernando Moleres/Panos Pictures
[પાન ૩ પર ચિત્ર]
[ક્રેડીટ લાઈન]
© Natalie Behring/Panos Pictures
[પાન ૩ પર નકશા]