વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૧૪ પાન ૧૬
  • ડી.એન.એ.માં માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડી.એન.એ.માં માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા
  • સજાગ બનો!—૨૦૧૪
  • સરખી માહિતી
  • શું ઈશ્વરમાં માનવું મૂર્ખાઈ છે?
    સજાગ બનો!—૨૦૧૦
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૨૦૦૬
સજાગ બનો!—૨૦૧૪
g ૧/૧૪ પાન ૧૬

આનો રચનાર કોણ?

ડી.એન.એ.માં માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા

કૉમ્પ્યુટર વાપરનારાઓ એમાં ઢગલો માહિતી ઉત્પન્‍ન કરીને એવી રીતે સંગ્રહ કરે છે, જેથી જરૂર પ્રમાણે એને ઉપયોગમાં લઈ શકાય. જોકે, કુદરતમાં મળી આવતા અજોડ સંગ્રહાલય, ડી.એન.એ.ની નકલ કરીને, વૈજ્ઞાનિકો માહિતીનો સંગ્રહ કરવાની એ રીતમાં જબરજસ્ત પરિવર્તન લાવવાની આશા રાખે છે.

જાણવા જેવું: દરેક જીવંત વસ્તુઓના કોષોમાં મળી આવતા ડી.એન.એ.માં એના વિશેની અગણિત માહિતીનો સંગ્રહ થયેલો હોય છે. યુરોપિયન બાયોઇનફૉર્મેટીક્સ ઇન્સ્ટિટ્યૂટના નિક ગોલ્ડમેન ડી.એન.એ. વિશે કહે છે કે, ‘રુંવાટીવાળા અગાઉના હાથીનાં હાડકાંમાંથી અમે એ લઈ શકીએ છીએ અને એના વિશે સમજી શકીએ છીએ. તેમ જ, એ એકદમ નાનું, માહિતીથી ભરપૂર હોય છે અને સંગ્રહ કરવા એને લાઇટની જરૂર નથી હોતી; એટલે એ મોકલવું અને સાચવવું બહુ આસાન છે.’ શું માણસે કૉમ્પ્યુટરમાં ભેગી કરેલી માહિતીનો સંગ્રહ ડી.એન.એ.માં કરી શકાય? સંશોધન કરનારાઓ કહે છે, હા.

વૈજ્ઞાનિકોએ નકલ કરીને એવું ડી.એન.એ. બનાવ્યું છે, જેમાં લખાણ, ફોટા અને ઑડિયો ફાઇલોનો સંગ્રહ કર્યો છે. કોઈ ડિજિટલ ચીજોમાં હોય એટલી માહિતી એમાં મૂકી. સંશોધકો એમાંથી જેવી હતી એવી જ માહિતી પાછી મેળવી શક્યા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સમય જતાં આ રીત અપનાવીને ૩૦,૦૦,૦૦૦ સીડી જેટલી માહિતી નકલ કરેલા એક ગ્રામ (૦.૦૪ ઔંસ) ડી.એન.એ.માં સંગ્રહ કરી શકાશે. તેમ જ, એ બધી માહિતી હજારો વર્ષો નહિ, તોય સેંકડો વર્ષો સુધી તો સાચવી શકાય એમ છે. આ રીતે શક્યતા છે કે કૉમ્પ્યુટરમાં રહેલી આખી દુનિયાની માહિતીનો સંગ્રહ કરી શકાશે. તેથી, ડી.એન.એ.ને “આખરી હાર્ડ ડ્રાઇવ” એટલે કે આખરી સંગ્રહ એવું નામ આપવામાં આવ્યું છે.

વિચારવા જેવું: શું ડી.એન.એ.માં માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા ઉત્ક્રાંતિથી આવી? કે પછી એની રચના થઈ હતી? (g13-E 12)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો