વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૪/૧૪ પાન ૩
  • વિશ્વ પર નજર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વ પર નજર
  • સજાગ બનો!—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • યુનાઈટેડ સ્ટેટ્‌સ
  • ઇટાલી
  • મલેશિયા
  • આફ્રિકા
  • ઑસ્ટ્રેલિયા
  • ૩. બીમારી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • શા માટે સિગારેટ છોડવી?
    સજાગ બનો!—૨૦૦૦
સજાગ બનો!—૨૦૧૪
g ૪/૧૪ પાન ૩

વિશ્વ પર નજર

યુનાઈટેડ સ્ટેટ્‌સ

ન્યૂ યૉર્ક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે ‘ધૂમ્રપાન નહિ કરનારની સરખામણીમાં જેઓ ધૂમ્રપાન કરે છે, તેઓને લીધે ખાનગી કંપનીના માલિકને વર્ષમાં આશરે ૩,૫૦,૦૦૦ રૂપિયા વધારે ખર્ચ કરવો પડે છે.’ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીએ ભેગી કરેલી માહિતી મુજબ, ધૂમ્રપાન કરવા વારંવાર બહાર જવાથી, નોકરી પર વધુ પડતી રજાઓ લેવાથી અને સારવારને લીધે એ બિનજરૂરી ખર્ચ વધી ગયો છે. એ ઉપરાંત, ધૂમ્રપાન છોડવા માંગે છે તેઓ નિકોટીનની આડઅસરને લીધે ઓછું કામ કરી શકે છે.

ઇટાલી

પૉપ ફ્રાન્સીસ

“પાદરીઓ અને તેમને પગલે ચાલનારાઓ પોતે જે કહે છે એ કરતા નથી. તેઓની વાણી અને જીવન ઢબમાં મોટો ફરક જોવા મળે છે. એનાથી કૅથલિક ચર્ચની પ્રતિષ્ઠા ઓછી થઈ ગઈ છે.”—પૉપ ફ્રાન્સીસ.

મલેશિયા

મલેશિયાના અધિકારીઓ હાથીદાંતનો જથ્થો કબજે કરી રહ્યાં છે

મલેશિયાના અધિકારીઓએ ૨૪ ટન એટલે કે ૧,૦૦૦ કરતાં પણ વધારે હાથીદાંતનો જથ્થો પકડ્યો. એ બે મોટા વહાણમાં છુપાવવામાં આવ્યો હતો. પર્યાવરણને સાચવનારના કહ્યા પ્રમાણે એ અત્યાર સુધી પકડાયેલો સૌથી મોટો જથ્થો હતો. એ જહાજ ટોગો દેશથી ચીન જવાનું હતું.

આફ્રિકા

આફ્રિકાનો માણસ

વિશ્વ આરોગ્ય સંસ્થાના ૨૦૧૨ના અહેવાલ પ્રમાણે ૬૩ ટકા લોકો ચેપી રોગોના લીધે મરણ પામ્યા હતા. જેમ કે, એઇડ્‌સ, મરડો, મલેરિયા, ટીબી અને બાળપણમાં થતા રોગો.

ઑસ્ટ્રેલિયા

સ્માર્ટ ફોનમાં બનાવટી જુગારની એપ્સ

સ્માર્ટ ફોન અને બીજા સાધનો માટે બનાવેલી જુગારને લગતી એપ્સ (ઍપ્લિકેશન) બાળકોમાં ખૂબ પ્રખ્યાત થઈ રહી છે. જુગારના અડ્ડા પર રમાતી રમતોની નકલ અમુક એપ્સમાં જોવા મળે છે. એ એપ્સમાં રમતો જીતવી સહેલી હોય છે. સરકારનો અહેવાલ ચેતવે છે કે આવી બનાવટના લીધે બાળકો માટે જુગાર સ્વીકાર્ય બની શકે અને “ભવિષ્યમાં જુગારને લગતી મુશ્કેલીઓમાં ફસાય જઈ શકે છે.” (g14-E 02)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો