વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૧૪ પાન ૧૬
  • ‘જ્ઞાન હાંક મારે છે’ શું તમે સાંભળો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘જ્ઞાન હાંક મારે છે’ શું તમે સાંભળો છો?
  • સજાગ બનો!—૨૦૧૪
  • સરખી માહિતી
  • ‘જે માણસને ડહાપણ મળે છે તેને ધન્ય છે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ‘ખરી બુદ્ધિ પોકારે છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • ‘ડહાપણથી આપણું આયુષ્ય વધશે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
સજાગ બનો!—૨૦૧૪
g ૭/૧૪ પાન ૧૬
યહોવાના સાક્ષીઓ બાઇબલ આધારિત સાહિત્ય એક સ્ત્રીને બતાવી રહ્યા છે

‘જ્ઞાન હાંક મારે છે’ શું તમે સાંભળો છો?

‘શું જ્ઞાન હાંક મારતું નથી, અને બુદ્ધિ બૂમ પાડતી નથી? એ રસ્તાઓના સંગમ આગળ, માર્ગની કોરે, બારણામાં પેસવાની જગાએ, મોટેથી પોકારે છે.’—નીતિવચનો ૮:૧-૩.

જ્ઞાન કે ડહાપણ અમૂલ્ય છે. એના વગર આપણે એક પછી એક મૂર્ખામીભરી ભૂલો કરીએ છીએ. તો પછી, ડહાપણ ક્યાંથી મળી શકે? નીતિવચનોના પુસ્તકના લેખક આપણા ઉત્પન્‍નકર્તાના ડહાપણ વિશે વાત કરતા હતા. તેમના ડહાપણની સરખામણી કશાની સાથે ન થઈ શકે. મોટા ભાગે દરેક જણ એક ખાસ પુસ્તક, બાઇબલમાંથી તેમના ડહાપણ વિશે શીખીને લાભ મેળવી શકે છે. આ બાબતોનો વિચાર કરો:

  • વિશ્વ જ્ઞાનકોશ (અંગ્રેજી) જણાવે છે કે, “ઇતિહાસમાં સૌથી વધારે વહેંચાયેલું પુસ્તક બાઇબલ છે. બીજા કોઈ પણ પુસ્તક કરતાં એનું સૌથી વધારે વાર અને સૌથી વધારે ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે.” આખું કે અમુક ભાગમાં લગભગ ર,૬૦૦ ભાષાઓમાં બાઇબલ પ્રાપ્ય છે. દુનિયાની ૯૦ ટકા કરતા વધારે વસ્તી એને પોતાની ભાષામાં વાંચી શકે છે.

  • ‘જ્ઞાન પોકારે છે.’ કઈ રીતે? માથ્થી ૨૪:૧૪ જણાવે છે: ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ ખુશખબર આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.’

એ ‘ખુશખબર’ સાચું ડહાપણ છે. કારણ કે, એ ઈશ્વરના રાજ્ય વિશે જણાવે છે જે માણસજાતની મુશ્કેલીઓનો અંત લાવશે. એ રાજ્ય ઈશ્વરની સરકાર છે જે આખી દુનિયા પર રાજ કરશે. તેથી, એક દુનિયા, એક સરકાર હશે. (દાનીયેલ ૨:૪૪; ૭:૧૩, ૧૪) એટલે ઈસુએ પ્રાર્થના કરતા કહ્યું, ‘તમારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’—માથ્થી ૬:૯, ૧૦.

યહોવાના સાક્ષીઓ આજે લગભગ ૨૩૯ દેશોમાં ઈશ્વરના રાજ્ય વિશે જણાવે છે. આ કામમાં ભાગ લેવાને તેઓ એક લહાવો ગણે છે. ઈશ્વરનું જ્ઞાન “બારણામાં પેસવાની જગાએ, મોટેથી પોકારે છે.” શું તમે એને સાંભળો છો? (g14-E 05)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો