વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧૦/૧૫ પાન ૧૨-૧૩
  • માફી માંગવી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માફી માંગવી
  • સજાગ બનો!—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુશ્કેલી
  • તમે શું કરી શકો?
  • માફી શાંતિ લાવે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • માફી માંગવી શા માટે અઘરું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • લગ્‍નજીવન સુખી બનાવો: માફી માંગો
    કુટુંબ માટે મદદ
  • માફ કઈ રીતે કરવું?
    સજાગ બનો!—૨૦૧૩
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૫
g ૧૦/૧૫ પાન ૧૨-૧૩
પતિ પોતાની પત્ની જોડે વાત કરી રહ્યો છે. જ્યારે કે પત્ની ગુસ્સામાં બીજે જોઈ રહી છે

કુટુંબ માટે મદદ | લગ્‍નજીવન

માફી માંગવી

મુશ્કેલી

તમારા લગ્‍નસાથી જોડે તમારી હમણાં જ બોલાચાલી થઈ છે. અને તમે વિચારો છો, ‘હું માફી નહિ માંગું. મેં એની શરૂઆત કરી ન હતી.’

ઝઘડો બંધ થયા પછી પણ, તણાવ તો હજી છે જ. તમે માફી માંગવાનું તો વિચારો છો પણ, “મારી ભૂલ થઈ ગઈ” એવું કહેવું અઘરું લાગે છે.

એવું શા માટે બને છે?

અભિમાન. ચાર્લ્સa નામના પતિ કબૂલે છે: “અમુક વાર મારા અહમના કારણે ‘સોરી’ કહેવું અઘરું લાગે છે.” વધુ પડતા અભિમાનને લીધે પોતાની ભૂલ સ્વીકારવામાં કદાચ તમને શરમ આવી શકે.

તમારું વિચારવું. તમે કદાચ આવું વિચારો: “હું માફી ત્યારે જ માંગીશ, જ્યારે મારી કોઈ ભૂલ હોય.” જીલ નામનાં પત્ની કહે છે: “જ્યારે સોએ સો ટકા ભૂલ મારી હોય, ત્યારે સોરી કહેવું સહેલું છે. પરંતુ, અમે બંને એકબીજાને કડવા શબ્દો કહીએ ત્યારે, માફી માંગવી અઘરી બને છે. અમારા બંનેની ભૂલ હોય તો, શા માટે હું જ માફી માંગું?”

તમને લાગે કે, જે બન્યું એમાં પૂરેપૂરી ભૂલ લગ્‍નસાથીની જ હતી તો, તમને માફી ન માંગવાનું યોગ્ય બહાનું મળે. જોસેફ નામના પતિ જણાવે છે: “જ્યારે તમને લાગે કે, પોતાનો વાંક જરાય નથી, ત્યારે માફી નહિ માંગીને તમે સાબિત કરો છો કે પોતે નિર્દોષ છો.”

ઉછેર. બની શકે કે, ક્યારેક જ માફી માંગવામાં આવતી હોય એવા માહોલમાં તમારો ઉછેર થયો હશે. એ કિસ્સામાં, તમે ભૂલ સ્વીકારવાનું શીખ્યા જ નહિ હો. નાનપણથી જ શીખવવામાં ન આવ્યું હોવાથી મોટા થયા પછી પણ, માફી માંગવાની તમને ટેવ નથી પડી.

તમે શું કરી શકો?

એક પતિ અને પત્ની આગ હોલવવા માટે પાણી નાખે છે

માફી માંગવાથી ઝઘડાની આગ હોલવાઈ શકે છે

લગ્‍નસાથીનો વિચાર કરો. એ સમયનો વિચાર કરો જ્યારે કોઈકે તમારી પાસે આવીને માફી માંગી હતી. એ વખતે તમને કેટલું સારું લાગ્યું હતું! ચોક્કસ, તમે પણ લગ્‍નસાથીને એવો જ અનુભવ કરાવવા ચાહશો. તમને લાગી શકે કે, તમારો કોઈ વાંક નથી. તેમ છતાં, તમારું સાથી જે દુઃખ અનુભવી રહ્યું છે, એના માટે માફી માંગી શકો. અથવા તમારાં વાણી-વર્તનથી અજાણતા કંઈક ખોટું લાગ્યું હોય તો, એના માટે માફી માંગી શકો. એમ કરવાથી તમે સાથીના દિલ પર લાગેલા ઘાને રુઝવવા મદદ કરશો.—બાઇબલ સિદ્ધાંત: લુક ૬:૩૧.

તમારા લગ્‍નને મહત્ત્વ આપો. માફી માંગો છો ત્યારે, એનો અર્થ એ નથી કે તમે કમજોર છો. પણ, એમ કરીને તમે તમારું લગ્‍નજીવન મજબૂત બનાવો છો. જરાય નમતું ન જોખતા સાથીને મનાવવું “કિલ્લાવાળા નગરને જીતવા કરતાં મુશ્કેલ છે.” (નીતિવચનો ૧૮:૧૯) બંને પોતાની જીદ પર અડી રહેશે તો, માફી માંગવી અઘરી બની જશે. બીજી બાજુ, માફી માંગીને લગ્‍નજીવનમાં પડતી તિરાડને અટકાવી શકાશે. એમ કરીને, તમે બતાવો છો કે તમારા માટે લગ્‍નજીવન પોતાના કરતાં પણ વધારે મહત્ત્વનું છે.—બાઇબલ સિદ્ધાંત: ફિલિપી ૨:૩.

તરત માફી માંગો. ખરું કે, પોતાનો વાંક ન હોય તો માફી માંગવી અઘરી લાગી શકે. પરંતુ, સાથીની ભૂલ હોય ત્યારે, એનો એવો અર્થ નથી થતો કે તમને ખોટું વર્તન કરવાનું બહાનું મળે છે. તેથી, માફી માંગતા અચકાશો નહિ. અને એવું ન વિચારશો કે સમય જતાં બધું ઠીક થઈ જશે. તમે માફી માંગશો તો, તમારા સાથી માટે પણ માફી માંગવી સહેલી બનશે. સમય જતાં, માફી માંગવી એ તમારી ટેવ થઈ જશે.—બાઇબલ સિદ્ધાંત: માથ્થી ૫:૨૫.

દિલથી માફી માંગો. પોતાને સાચા સાબિત કરવામાં અને માફી માંગવામાં બહુ ફરક છે. દાખલા તરીકે, “તને બહુ જલદી ખોટું લાગી જાય છે. ચાલ હવે માફ કરી દે” એમ કટાક્ષમાં કહેવું એ માફી માંગવી ન કહેવાય. સ્વીકારો કે, તમારી પણ કોઈ ભૂલ થઈ હશે. અને એ પણ સ્વીકારો કે તમારા સાથીને દુઃખ થયું છે. ભલે તમને લાગતું હોય કે, એમાં દુઃખી થવા જેવું કંઈ ન હતું.

હકીકત સ્વીકારો. નમ્ર ભાવે સ્વીકારો કે તમે પણ ભૂલો કરશો. બધા ભૂલો કરે છે. તેમ છતાં, જો તમને લાગતું હોય કે તમારી ભૂલ નથી, તો એ કિસ્સાને તમારી નજરે નહિ પણ, સાથીની નજરે જોવાનો પ્રયત્ન કરો. બાઇબલ કહે છે: ‘જે પોતાનો દાવો પ્રથમ કરે છે તે વાજબી દેખાય છે; પણ બીજો આવીને તેને ઉઘાડો પાડે છે.’ (નીતિવચનો ૧૮:૧૭) જો તમે પોતાનો અને પોતાની ભૂલોનો વાજબી રીતે વિચાર કરશો, તો તમને માફી માંગવી વધારે સહેલી લાગશે. (g15-E 09)

a આ લેખમાં અમુક નામ બદલ્યા છે.

મહત્ત્વની કલમો

  • “જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.”—લુક ૬:૩૧.

  • ‘નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણો.’—ફિલિપી ૨:૩.

  • “જલદી સમાધાન કરી લો.”—માથ્થી ૫:૨૫, IBSI.

જેસન અને એલેક્સઝાન્ડ્રા

જેસન અને એલેક્સઝાન્ડ્રા

‘માફી નહિ માંગો તો, એ મુશ્કેલીનો જલદી અંત નહિ આવે અને તણાવ પણ રહેશે. પરંતુ, માફી માંગશો તો, એ મુશ્કેલી રસ્તામાં આવતા નાના ખાડા-ટેકરા જેવી છે, જે આવશે અને જતી રહેશે. માફી માંગીને તમે સાથી માટેનો પ્રેમ બતાવો છો.’

કાય અને જુલિયા

કાય અને જુલિયા

“માફી માંગવાનો હેતુ શાંતિ અને ખુશી જાળવવાનો છે. કોણ સાચું અને કોણ ખોટું એ સાબિત કરવાનો નહિ. જો સાથી કોઈ વાતે દુઃખી હોય, તો તેને મનાવવા બનતું બધું કરો.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો