વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g16 નં. ૪ પાન ૮-૯
  • બાળકને સેક્સ વિશે શિક્ષણ આપો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાળકને સેક્સ વિશે શિક્ષણ આપો
  • સજાગ બનો!—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુશ્કેલી
  • તમારે શું જાણવું જોઈએ?
  • તમે શું કરી શકો?
  • તમારા બાળકોને સેક્સ વિષે ખરી સમજણ આપો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • બાળકોમાં સારા સંસ્કાર સિંચો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • શું મુખમૈથુન સાચે જ સેક્સ છે?
    યુવાનો પૂછે છે
  • સેક્સ માટે કોઈ દબાણ કરે તો હું શું કરીશ?
    ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૬
g16 નં. ૪ પાન ૮-૯
માતા કપડાં સુકવતી વખતે દીકરી સાથે વાત કરી રહી છે

કુટુંબ માટે મદદ | બાળકોનો ઉછેર

બાળકને સેક્સ વિશે શિક્ષણ આપો

મુશ્કેલી

એક છોકરો માહિતી મેળવવા અલગ અલગ રીતોનો વિચાર કરી રહ્યો છે—શાસ્ત્ર, પુસ્તક, ઇલેક્ટ્રોનિક સાધનો

અમુક દાયકાઓ પહેલાં, સેક્સ એવો વિષય હતો, જેના વિશે પહેલી વાર બાળકો પોતાના માબાપ પાસેથી સાંભળતાં હતાં. અને માબાપ બાળકોની ઉંમર અને સમજણ પ્રમાણે તેઓને ધીરે ધીરે એના વિશે સમજાવતા હતા.

પરંતુ, આજે એવું રહ્યું નથી. ધ લોલીતા ઇફેક્ટ પુસ્તક કહે છે, ‘ઘણી નાની ઉંમરથી બાળકો જાતીય વિષયને લગતા મેસેજની આપ-લે કરવા માંડે છે અને બાળકોનાં ટીવી કાર્યક્રમો તથા પુસ્તકોમાં જાતીયતાને લગતી માહિતી દિવસે ને દિવસે વધતી જાય છે.’ શું આ બધાથી બાળકોને મદદ મળે છે કે તેઓને નુકસાન થાય છે?

તમારે શું જાણવું જોઈએ?

ચારેબાજુ અશ્લીલતા. ડેબોરા રોફમેન પોતાના પુસ્તક ટૉક ટુ મી ફર્સ્ટમાં લખે છે, ‘વાતોમાં, જાહેરાતોમાં, ફિલ્મોમાં, પુસ્તકોમાં, ગીતોમાં, ટીવી કાર્યક્રમોમાં, એસએમએસમાં, ગેમ્સમાં, જાહેરાતનાં પાટિયાઓ પર, ફોન અને કોમ્પ્યુટરમાં જાતીય ચિત્રો અને એને લગતી વાતચીત અઢળક પ્રમાણમાં જોવા મળે છે. એટલી બધી કે તરુણો, અરે બાળકો જાણતા-અજાણતા એમ માનવા લાગે છે કે સેક્સ ઘણી મહત્ત્વની વસ્તુ છે.’

અમુક હદે માર્કેટિગનો દોષ. જાહેરાત કરનારાઓ અને ઉત્પાદકો બાળકોનાં કપડાં જાતીય રીતે આકર્ષક દેખાય એવા બનાવવા અને વેચવા પ્રયાસ કરે છે. આમ, બાળકોને નાની ઉંમરથી જ પોતાના દેખાવ પર બિનજરૂરી ધ્યાન આપવાનું દબાણ કરવામાં આવે છે. સો સેક્સી સો સૂન નામનું પુસ્તક જણાવે છે, ‘ઉત્પાદકો જાણે છે કે બાળકો પોતાના મિત્રોથી અલગ દેખાવા નથી માંગતા અને તેઓ એનો ફાયદો ઉઠાવે છે. જાતીય ફોટા અને વસ્તુઓ વાપરવાનો હેતુ બાળકોને સેક્સ તરફ દોરવાનો નહિ, પણ તેઓને નવી નવી વસ્તુઓ વેચવાનો હોય છે.’

પૂરતી માહિતી ન હોવી. કાર કેવી રીતે ચાલે છે, એ જાણવું અને એક જવાબદાર ડ્રાઇવર હોવામાં જેમ ઘણો મોટો તફાવત છે, તેમ સેક્સ વિશે જાણકારી હોવી અને એ જાણકારીને આધારે યોગ્ય નિર્ણય લેવામાં ઘણો મોટો તફાવત છે.

ભૂલશો નહિ: બાળકો “પોતાની સમજશક્તિ” વાપરીને “ખરું-ખોટું” પારખી શકે, એ માટે તેઓને તમારી મદદની સૌથી વધારે જરૂર છે.—હિબ્રૂઓ ૫:૧૪.

તમે શું કરી શકો?

તમારી ભૂમિકા ભજવો. ભલે તમે અચકાતા હો, પણ તમારાં બાળકો સાથે સેક્સ વિશે વાત કરવી એ તમારી જવાબદારી છે. એ સમજી લો.—શાસ્ત્રનો સિદ્ધાંત: નીતિવચનો ૨૨:૬.

થોડી થોડી વાત કરો. એકસામટું બધું જણાવી દેવાને બદલે થોડી થોડી વાત કરો. સાથે મુસાફરી કરતા હો કે નાના મોટા કામ કરતા હો ત્યારે, તક ઝડપી લો. બાળક સંકોચ વિના પોતાના વિચારો જણાવી શકે માટે અસરકારક સવાલો પૂછો. ઉદાહરણ તરીકે, “શું તને આવી જાહેરાતો ગમે છે?” એવો સવાલ પૂછવાને બદલે આમ પૂછી શકાય, “જાહેરાત કરનારાઓ આવાં ચિત્રો કેમ વાપરે છે, તને શું લાગે છે?” બાળક જવાબ આપે, પછી તેને પૂછો, “તને એ વિશે કેવું લાગે છે?”—શાસ્ત્રનો સિદ્ધાંત: પુનર્નિયમ ૬:૬, ૭.

ઉંમર પ્રમાણે વાત કરો. સ્કૂલે ન જતાં નાનાં બાળકોને જાતીય અવયવોના યોગ્ય નામ શીખવી શકાય. ઉપરાંત, જાતીય હુમલો કરનારાઓથી પોતાને કેવી રીતે બચાવવા એની તાલીમ પણ તેઓને આપી શકાય. તેઓ થોડાં મોટાં થાય ત્યારે, બાળકોનો જન્મ કેવી રીતે થાય છે એ વિશે સામાન્ય માહિતી આપી શકાય. આમ, તેઓ તરુણ થશે ત્યાં સુધીમાં તેઓ સેક્સ વિશે જરૂરી જાણકારી ધરાવતા હશે.

સારા સંસ્કાર આપો. બાળકોમાં નાનપણથી જ વફાદારી, પ્રામાણિકતા અને માન જેવા ગુણો સિંચવા જોઈએ. આમ, જ્યારે સેક્સ વિશે વાત કરવાની થશે, ત્યારે એ માટેનો પાયો પહેલેથી તૈયાર હશે. વધુમાં, એ વિશેના તમારા સંસ્કાર સ્પષ્ટ જણાવો. ઉદાહરણ તરીકે, લગ્‍ન પહેલાંના સેક્સને જો તમે અયોગ્ય ગણતા હો, તો સાફ સાફ જણાવો. અને સાથે સાથે એ કેમ ખોટું અને નુકસાનકારક છે, એનું કારણ પણ જણાવો. બિયોન્ડ ધ બિગ ટૉક નામનું પુસ્તક કહે છે, “જે તરુણો જાણે છે કે તેઓના માતાપિતા તરુણોના સેક્સને અયોગ્ય ગણે છે, તેઓ મોટા ભાગે સેક્સથી દૂર રહે છે.”

દાખલો બેસાડો. જે સંસ્કાર શીખવો છો, એ તમે પણ પાળો. ઉદાહરણ તરીકે, શું તમે ગંદાં જોક્સ સાંભળીને હસો છો? શું તમે જાતીય લાગણી ઉશ્કેરે એવાં કપડાં પહેરો છો? શું તમે ચેનચાળા કરો છો? જો એવું કરતા હશો, તો બાળકોને શીખવેલા સારા સંસ્કારોની તેઓ પર બહુ ખાસ અસર નહિ પડે.—શાસ્ત્રનો સિદ્ધાંત: રોમનો ૨:૨૧.

યોગ્ય વલણ રાખો. સેક્સ ઈશ્વર તરફથી મળેલ ભેટ છે, જેનો ઉપયોગ લગ્‍ન પછી આનંદ મેળવવા થવો જોઈએ. (નીતિવચનો ૫:૧૮, ૧૯) બાળકને જણાવો કે તેને એક દિવસ એ ભેટ મળવાની છે. પણ, લગ્‍ન પહેલાં એ વાપરવાથી તેનું દિલ દુભાશે અને ઘણી ચિંતાઓ આવી પડશે.—૧ તિમોથી ૧:૧૮, ૧૯. (g16-E No. 5)

મહત્ત્વની કલમો

  • “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.”—નીતિવચનો ૨૨:૬.

  • “તે [ઈશ્વરના વચનો] તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિશે વાત કર.”—પુનર્નિયમ ૬:૬, ૭.

  • “તો પછી, બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી?”—રોમનો ૨:૨૧.

માબાપની જવાબદારી

બાળકો અને તરુણો પર પોતાના મિત્રો કરતાં પોતાના માબાપની અસર વધારે પડે છે. ભલે લોકો એવું ન માને, પણ એ એક હકીકત છે. ટૉક ટુ મી ફર્સ્ટ પુસ્તક કહે છે, ‘બાળકો હંમેશાં માર્ગદર્શન અને દુનિયાદારીની સમજણ માટે સૌથી પહેલાં નજીકના મોટાઓ તરફ મીટ માંડે છે. બાળકોને એવું લાગે કે માબાપ પાસે સમય નથી અથવા તેઓને પૂરતું ધ્યાન આપતા નથી ત્યારે, તેઓ બીજે જાય છે. વર્ષોનાં આ સંશોધન વિશે જાણીને આશ્ચર્ય ન થવું જોઈએ: જે કુટુંબો સેક્સ જેવા વિષય પર બાળકો સાથે ખુલ્લો વાતચીત વહેવાર રાખે છે, તેઓનાં બાળકો સારો નિર્ણય લઈ શકે છે. તેઓ જવાબદાર બને છે અને સૌથી અગત્યનું કે નુકસાન કરતું વર્તન ટાળે છે.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો