વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g17 નં. ૧ પાન ૮-૯
  • બાળકોને શીખવો ઘરનાં કામકાજ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાળકોને શીખવો ઘરનાં કામકાજ
  • સજાગ બનો!—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુશ્કેલી
  • તમારે શું જાણવું જોઈએ?
  • તમે શું કરી શકો?
  • જવાબદાર વ્યક્તિ બનવા શું કરવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૧૯
  • તેઓને ખીલવા દેવા
    સજાગ બનો!—૧૯૯૮
  • નમ્ર બનવા શું કરવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૧૯
  • બાળકો મોટા કરવા ઈશ્વરની મદદ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૭
g17 નં. ૧ પાન ૮-૯
પિતા રસોડાની દિવાલ રંગી રહ્યા છે અને બાળક રમકડાં ભેગા કરી રહ્યું છે

કુટુંબ માટે મદદ | બાળકોનો ઉછેર

બાળકોને શીખવો ઘરનાં કામકાજ

મુશ્કેલી

અમુક કુટુંબમાં બાળકો પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ ઘરના કામમાં મદદ કરે અને તેઓ ફરિયાદ કર્યા વગર એમ કરે પણ છે. જ્યારે કે, બીજા અમુક કુટુંબોમાં બાળકો પાસે બહુ આશા રાખવામાં આવતી નથી. એટલે, બાળકોએ પણ કામ કરવાનું ઓછું કરી દીધું છે.

સંશોધકોને જોવા મળ્યું છે કે ઘણા દેશોમાં આવું વલણ સામાન્ય બની ગયું છે. કેમ કે, ત્યાં બાળકો કામમાં બહુ મદદ કરતા નથી, પણ તેઓની માંગ વધુ હોય છે. સ્ટીવન નામના એક પિતા કહે છે: “આજે બાળકોને વીડિયો ગેમ રમવા, ઇન્ટરનેટ વાપરવા અને ટી.વી. જોવા છૂટો દોર આપવામાં આવે છે. જ્યારે બીજી બાજુ, તેઓ પાસેથી ખૂબ ઓછી અપેક્ષા રાખવામાં આવે છે.”

તમને શું લાગે છે? શું ઘરનાં કામ ખરેખર મહત્ત્વનાં છે? શું એ બાળકના વિકાસ માટે પણ મહત્ત્વનાં છે?

તમારે શું જાણવું જોઈએ?

અમુક માબાપ બાળકોને ઘરનું કામ સોંપતા અચકાય છે, ખાસ કરીને બાળકો અઠવાડિયા દરમિયાન સ્કૂલનું લેસન કે બીજી પ્રવૃત્તિઓમાં ઘણાં વ્યસ્ત હોય ત્યારે. તેમ છતાં, એનાથી થનાર ફાયદાઓનો વિચાર કરો.

બાળકને જવાબદાર બનવા મદદ કરે છે. એમાં કોઈ નવાઈ નથી કે, ઘરનાં કામ કરતા બાળકો સ્કૂલમાં વધુ સફળ થાય છે. ઘરે મદદ કરતા બાળકોમાં આત્મવિશ્વાસ, સંયમ અને દૃઢ મનોબળ જેવા ગુણોનો વિકાસ થાય છે, જે કશું નવું શીખવા માટે જરૂરી છે.

બીજાઓને મદદ કરવા તૈયાર કરે છે. જોવામાં આવ્યું છે કે, ઘરનાં કામમાં મદદ કરતા બાળકો પુખ્ત ઉંમરનાં થાય ત્યારે, તેઓમાંથી મોટા ભાગનાં સમાજને મદદરૂપ થાય છે. એનું એક કારણ એ છે કે, ઘરે કામ કરવાથી બાળક બીજાની જરૂરિયાતને વધારે મહત્ત્વ આપતા શીખે છે. અગાઉ આપણે ભાઈ સ્ટીવન વિશે જોઈ ગયા. તે કહે છે: “જ્યારે બાળકો પાસેથી કોઈ અપેક્ષા રાખવામાં નથી આવતી, ત્યારે તેઓને લાગે છે કે બીજાઓ તેઓની સેવા કરશે. એટલું જ નહિ, જવાબદારી ઉપાડવી અને મહેનત કરવી જરૂરી નથી, એવા ખોટા વિચાર સાથે તેઓ મોટા થશે.”

કુટુંબમાં એકતા લાવે છે. ઘરમાં મહેનત કરવાથી બાળકને એક અગત્યનો પાઠ સમજાય છે: તે કુટુંબનો મહત્ત્વનો ભાગ છે અને કુટુંબ પ્રત્યે તેની પણ જવાબદારી છે. માબાપ જ્યારે ઘરનાં કામ કરતાં સ્કૂલની બીજી પ્રવૃત્તિઓ પર વધારે ભાર મૂકે છે, ત્યારે બાળકો એ પાઠ શીખવાનું ચૂકી જાય છે. પોતાને પૂછો: ‘જો મારું બાળક કુટુંબના ભોગે રમતગમતમાં ઓતપ્રોત થઈ જાય, તો શું કામનું?’

તમે શું કરી શકો?

નાનપણથી શીખવો. કેટલાક કહે છે કે બાળકો ત્રણ વર્ષનાં થાય ત્યારથી તેઓને નાનાં કામ સોંપવા જોઈએ. અમુક કહે છે કે, બે કે એથી ઓછી ઉંમરનાં બાળકોને પણ કામ સોંપવું જોઈએ. હકીકતમાં, નાનાં બાળકોને માબાપ સાથે કામ કરવું અને તેઓની નકલ કરવી ગમે છે.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૨૨:૬.

ઉંમર પ્રમાણે કામ સોંપો. દાખલા તરીકે, ત્રણ વર્ષનું બાળક રમકડાં ઉઠાવી શકે, ઢોળેલું સાફ કરી શકે અથવા ધોવાનાં કપડાં અલગ કરી શકે. મોટાં બાળકો કચરો વાળી શકે કે વૅક્યૂમ કરી શકે, ગાડી ધોઈ શકે અને ખાવાનું પણ બનાવી શકે. બાળકની આવડત પ્રમાણે કામ સોંપો. ઘરનાં કામ માટે તમારા બાળકનો ઉત્સાહ જોઈને કદાચ તમને આશ્ચર્ય થશે.

ઘરકામને પણ મહત્ત્વનું ગણો. બાળકો સ્કૂલના લેસનથી એટલા દબાઈ ગયા હોય કે ઘરે કામ કરવું મુશ્કેલ બની શકે. ધ પ્રાઇસ ઑફ પ્રિવિલેજ પુસ્તક પ્રમાણે બાળકો સ્કૂલમાં સારા માર્ક્સ લાવે એ માટે તેઓ જોડે કામ ન કરાવીએ, તો એનો અર્થ થાય કે આપણે ઘરકામને ‘મહત્ત્વનું ગણતા નથી.’ આગળ જણાવ્યું તેમ, ઘરનાં કામ કરવાથી બાળકને સારા વિદ્યાર્થી બનવા મદદ મળે છે. ભાવિમાં તેઓ સંસાર વસાવે ત્યારે શીખેલી બાબતો કામ લાગે છે.—બાઇબલ સિદ્ધાંત: ફિલિપીઓ ૧:૧૦.

પરિણામની ચિંતા ન કરો. સોંપેલું કામ પૂરું કરવામાં બાળકને કદાચ ધાર્યા કરતાં વધારે સમય લાગી શકે. કદાચ તમને એમ પણ લાગી શકે કે એ કામને હજી વધુ સારી રીતે હાથ ધરી શકાયું હોત. એમ થાય ત્યારે, પોતે એ કામ કરી લેવાનું ટાળો. બાળકો પાસે કામ કરાવવાનો હેતુ તેઓ જવાબદાર બને અને કામનો આનંદ માણે એ છે, નહિ કે તેઓ મોટાઓની જેમ ચોકસાઈપૂર્વક કામ કરે.—બાઇબલ સિદ્ધાંત: સભાશિક્ષક ૩:૨૨.

કામ કરાવવા પૈસાનો સહારો ન લો. ઘણા કહે છે કે બાળકોને ઘરનાં કામ માટે પૈસા આપવાથી તેઓ જવાબદાર બને છે. બીજા કહે છે કે આમ કરવાથી બાળકોનું ધ્યાન કુટુંબને મદદરૂપ થવાને બદલે, કુટુંબ પાસેથી શું મેળવી શકાય એના પર હોય છે. તેઓ ચેતવણી પણ આપે છે કે, જ્યારે બાળક પાસે પૂરતા પૈસા થઈ જશે ત્યારે તે કામ કરવાની ના પાડી દેશે. છેવટે, બાળક કેટલીક આવડતો કેળવી નહિ શકે. એમાંથી શું શીખી શકાય? સારું રહેશે કે બાળકની ખિસ્સાખર્ચી અને કામનો હિસાબ અલગ રાખીએ.

મહત્ત્વની કલમો

  • “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.”—નીતિવચનો ૨૨:૬.

  • “જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી શકો.”—ફિલિપીઓ ૧:૧૦.

  • ‘માણસ પોતાનાં કામોનો આનંદ માણે તે કરતાં તેને માટે વધારે સારું બીજું કંઈ નથી.’—સભાશિક્ષક ૩:૨૨.

સ્ટીવ અને સ્ટેફીની

“ભેગા મળીને કામ કરવાથી એકબીજાને મદદ કરવાની ભાવના પ્રબળ થાય છે. જ્યારે ઘરનું કામ કરવામાં કે બહાર આંગણાનું કામ કરવામાં આખો દિવસ વિતાવીએ, ત્યારે અમારી દોસ્તી મજબૂત થાય છે. કામ પૂરું કરવામાં દરેકનો હાથ હતો એ લાગણી અનેરી ખુશી આપે છે.”—સ્ટીવન

“અમારી દીકરીઓને નાનપણથી ઘરનાં કામ સોંપવાથી તેઓ મોટી થઈ તેમ તેઓને જીવનના ઘણાં પાસાંમાં મદદ મળી. અમે તેઓને એ સમજાવવા પ્રયત્ન કર્યો કે, કુટુંબ એક ટીમ છે અને બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. જ્યારે માબાપ તરીકે અમે ઘરનાં કામ પ્રત્યે સારું વલણ બતાવીએ છીએ, ત્યારે અમારી દીકરીઓને પણ એમ કરવા મદદ મળે છે.”—સ્ટેફની

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો