વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g17 નં. ૧ પાન ૧૬
  • દરિયાઈ જળબિલાડીની રુંવાટી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દરિયાઈ જળબિલાડીની રુંવાટી
  • સજાગ બનો!—૨૦૧૭
  • સરખી માહિતી
  • વિષય
    સજાગ બનો!—૨૦૧૭
  • અજોડ મૃત સરોવર!
    સજાગ બનો!—૨૦૦૮
સજાગ બનો!—૨૦૧૭
g17 નં. ૧ પાન ૧૬
દરિયાઈ જળબિલાડી

આનો રચનાર કોણ?

દરિયાઈ જળબિલાડીની રુંવાટી

ઠંડા પાણીમાં રહેતા સસ્તન વર્ગના ઘણા પ્રાણીઓને ત્વચાની નીચે ચરબીનું જાડું થર હોય છે. એના લીધે તેઓના શરીરની ગરમી જળવાઈ રહે છે. દરિયાઈ જળબિલાડી પાસે ઠંડીથી બચવા બીજું એક સાધન છે, ભરાવદાર રુંવાટીવાળી ચામડી.

જાણવા જેવું: બીજા કોઈ પણ સસ્તન પ્રાણી કરતાં જળબિલાડીની રુંવાટી વધારે ભરાવદાર હોય છે. દર ચોરસ ઇંચે લગભગ દસ લાખ વાળ (દર ચોરસ સેન્ટિમીટરે ૧,૫૫,૦૦૦ વાળ). જળબિલાડી તરે છે ત્યારે એની રુંવાટી તેના શરીરની નજીક હવાનું એક પડ બનાવે છે. એ હવા અવરોધક તરીકેનું કામ કરે છે. એનાથી ઠંડું પાણી શરીરને અડતું નથી અને શરીરની ગરમી જળવાઈ રહે છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, દરિયાઈ જળબિલાડીની રુંવાટીમાંથી ઘણું શીખી શકાય છે. તેઓએ કૃત્રિમ રુંવાટીથી અમુક પ્રયોગો કર્યા. એમાં તેઓએ વાળની લંબાઈ અલગ અલગ રાખી અને બે વાળ વચ્ચેની જગ્યા પણ અલગ અલગ રાખી. સંશોધકો એ તારણ પર આવ્યા કે, ‘વાળ જેટલા ભરાવદાર અને લાંબા હશે, એટલી વધારે ચામડી સૂકી રહેશે અને પાણી ત્યાં સહેલાઈથી જઈ શકશે નહિ.’ બીજા શબ્દોમાં કહીએ તો, દરિયાઈ જળબિલાડી પોતાની રુંવાટી પર અભિમાન કરી શકે છે.

સંશોધકો આશા રાખે છે કે, ભીના ન થાય એવાં કપડાંની ડિઝાઇન કરવામાં અને બનાવવામાં તેઓના અભ્યાસથી મદદ મળશે. કદાચ આવનાર સમયમાં ઠંડા પાણીમાં ડૂબકી લગાવનારાઓ પણ જળબિલાડીની રુંવાટી જેવા કપડાં પહેરીને ડૂબકી લગાવશે.

વિચારવા જેવું: જળબિલાડીની રુંવાટી શું પોતાની મેળે આવી ગઈ કે પછી એનો કોઈ રચનાર છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો