વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g19 નં. ૩ પાન ૬-૭
  • લાગણીઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લાગણીઓ
  • સજાગ બનો!—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • ગુસ્સો
  • કદર
  • પવિત્ર શાસ્ત્રના બીજા સિદ્ધાંતો
  • ‘સમજુ માણસ પોતાના ક્રોધને શાંત કરે છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • ગુસ્સો એક સમસ્યા
    સજાગ બનો!—૨૦૧૨
  • શા માટે તમારા ગુસ્સાને અંકુશમાં રાખવો?
    સજાગ બનો!—૧૯૯૭
  • ગુસ્સાને કાબૂમાં રાખીએ
    સજાગ બનો!—૨૦૧૨
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૯
g19 નં. ૩ પાન ૬-૭
એક દુકાને બીલની લાઈનમાં ઊભેલા લોકો ગુસ્સામાં છે પણ એક સ્ત્રી અને તેની નાની દીકરી શાંતિ જાળવે છે

લાગણીઓ

નુકસાન થાય એવી લાગણીઓથી દૂર રહેવાની બાઇબલ ચેતવણી આપે છે. બાઇબલ ઉત્તેજન આપે છે કે એવી લાગણીઓ કેળવીએ, જેનાથી આપણને નુકસાન ન થાય.

ગુસ્સો

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘જે ક્રોધ કરવામાં ધીમો છે, તે શૂરવીર કરતાં સારો છે.’—નીતિવચનો ૧૬:૩૨.

એનો શું અર્થ થાય: જો લાગણીઓ કાબૂમાં રાખવાનું શીખીશું તો આપણને જ ફાયદો થશે. અમુક સંજોગોને લીધે કેટલીક વાર આપણને ગુસ્સો આવી શકે. પણ જો ગુસ્સાને કાબૂમાં નહિ રાખીએ તો ઘણું નુકસાન થઈ શકે. એ વિશે સંશોધન કરનારાઓ જણાવે છે કે, મોટા ભાગે વ્યક્તિ ગુસ્સામાં એવું કંઈક કરે અથવા કહે, જેના લીધે તેને પછીથી પસ્તાવો થાય છે.

તમે શું કરી શકો: ગુસ્સાને કાબૂમાં રાખો, નહિતર એ તમને કાબૂમાં કરી લેશે. અમુક લોકો માને છે કે જેટલો ગુસ્સો વધારે, એટલો એ માણસ શક્તિશાળી. પણ, હકીકતમાં તો એ માણસ કમજોર કહેવાય. બાઇબલ કહે છે, ‘જેનો ગુસ્સો કાબૂમાં નથી તે ખંડિયેર તથા કોટ વગરના નગર જેવો છે.’ (નીતિવચનો ૨૫:૨૮) કંઈ કહેતા કે કરતા પહેલાં હકીકત જાણવાની કોશિશ કરો. એનાથી તમારા ગુસ્સાને કાબૂમાં રાખવા મદદ મળી શકે. “માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે.” (નીતિવચનો ૧૯:૧૧) એ માટે તમારે સિક્કાની બંને બાજુ તપાસવાની જરૂર છે. એમ કરશો તો પૂરી હકીકત જાણી શકશો, જેનાથી તમને ગુસ્સો કાબૂમાં રાખવા મદદ મળશે.

કદર

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તમે આભારી છો, એમ બતાવી આપો.”—કોલોસીઓ ૩:૧૫.

એનો શું અર્થ થાય: એમ કહેવાય છે કે જે વ્યક્તિ આભાર માને છે, તે ખુશ રહે છે. જે લોકોએ કોઈ વ્યક્તિ કે કીમતી વસ્તુ ગુમાવી છે, તેઓ પણ એ વાત કબૂલે છે. તેઓ જણાવે છે કે જે ગુમાવ્યું છે એના પર નહિ, પણ આપણી પાસે જે છે, એના માટે કદર કરવી જોઈએ. એમ કરવાથી લાગણીઓ કાબૂમાં રાખવા મદદ મળે છે.

તમે શું કરી શકો: દરરોજ એવી બાબતો વિશે વિચારો, જેની તમે કદર કરો છો. જરૂરી નથી કે તમે મોટી મોટી બાબતો વિશે જ વિચારો. નાની બાબતો વિશે પણ વિચારો. જેમ કે, ઊગતા સૂરજનાં સુંદર કિરણો, મિત્ર કે સગાં સાથેની સરસ મજાની વાતચીત અથવા જીવનમાં બીજો એક દિવસ. આ બાબતોનો વિચાર કરશો અને એના માટે કદર બતાવશો તો, તમને પણ એનાથી ખુશી મળશે.

તમારાં કુટુંબ અને મિત્રો માટે તમે આભારી હશો. એનાં કારણોનો વિચાર કરવાથી પણ તમને ફાયદો થશે. તમે શા માટે લોકોની કદર કરો છો, એ વિશે લોકોને જણાવો. તેમને મળીને એ વિશે કહો અથવા પત્ર, ઇ-મેઇલ કે મેસેજથી જણાવો. એનાથી તમારો સંબંધ મજબૂત થશે. બીજાઓ સાથે સારો વ્યવહાર રાખશો તો તમને પણ ખુશી થશે.—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫.

પવિત્ર શાસ્ત્રના બીજા સિદ્ધાંતો

 માતા પોતાની નાની દીકરીના કપડાં વાળતી વખતે બાઇબલનું ઑડિયો રેકોર્ડિંગ સાંભળે છે

તમે બાઇબલનું ઑડિયો રેકોર્ડિંગ ડાઉનલોડ કરી શકો, જે jw.org પર આશરે ૪૦ ભાષાઓમાં પ્રાપ્ય છે

ખોટી દલીલોથી દૂર રહો.

“શરૂ થયેલો ઝઘડો અટકાવવો મુશ્કેલ છે. તેથી તેની શરૂઆત જ ન થવા દો.”—નીતિવચનો ૧૭:૧૪, IBSI.

ભાવિ વિશે ખોટી ચિંતા ન કરો.

“આવતીકાલની કદી પણ ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ માટે બીજી ચિંતાઓ ઊભી હશે. દરેક દિવસ માટે એ દિવસની મુશ્કેલીઓ પૂરતી છે.”—માથ્થી ૬:૩૪.

લાગણીઓમાં વહી જવાને બદલે વિચારીને પગલાં ભરો.

“વિવેકબુદ્ધિ તારા પર ચોકી કરશે. બુદ્ધિ તારું રક્ષણ કરશે.”—નીતિવચનો ૨:૧૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો