વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g20 નં. ૩ પાન ૪-૫
  • સાચી માહિતી મેળવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાચી માહિતી મેળવો
  • સજાગ બનો!—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુસીબતનું મૂળ
  • પવિત્ર શાસ્ત્રની સલાહ
  • શા માટે સાચી માહિતી મેળવવી જોઈએ?
  • આપણે શું કરી શકીએ?
  • ભેદભાવ—શું તમને એ બીમારી છે?
    સજાગ બનો!—૨૦૨૦
  • ભેદભાવની આગ બૂઝાશે
    સજાગ બનો!—૨૦૦૪
  • નફરતના અનેક રંગ
    સજાગ બનો!—૨૦૦૪
  • નફરતનું મૂળ શું છે?
    સજાગ બનો!—૨૦૦૪
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૦
g20 નં. ૩ પાન ૪-૫
કાર બનાવવાની ફેક્ટરીમાં બે માણસો એક સ્ત્રીનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. તે ચિંતામાં દેખાય છે.

સાચી માહિતી મેળવો

મુસીબતનું મૂળ

ઘણી વાર લોકો પાસે સાચી માહિતી હોતી નથી. એના લીધે તેઓ ભેદભાવ કરી બેસે છે. ચાલો એ સમજવા અમુક ઉદાહરણો જોઈએ:

  • અમુક લોકોનું માનવું છે કે વિજ્ઞાન કે ટૅક્નોલૉજીને લગતાં કામ સ્ત્રીઓ કરી નથી શકતી. એટલે તેઓ સ્ત્રીઓને એવી જગ્યાએ નોકરી પર રાખતા નથી.

  • ઓગણીસમી સદીમાં યહુદી લોકો પર આરોપ મૂકવામાં આવ્યો કે તેઓ કૂવામાં ઝેર નાખે છે અને બીમારીઓ ફેલાવે છે. જર્મનીમાં નાઝી સરકારના સમયમાં યહુદી લોકો પર એવો પણ આરોપ મૂકવામાં આવ્યો કે તેઓના લીધે પૈસાની તંગી ઊભી થઈ છે. એના લીધે તેઓ ભેદભાવનો શિકાર બન્યા હતા, જેની અસર આજે પણ જોઈ શકાય છે.

  • અમુક લોકોને લાગે છે કે અપંગ લોકો હંમેશાં ઉદાસ હોય છે.

આવું માનતા લોકો પોતાની વાત સાબિત કરવા કદાચ એકાદ કિસ્સો પણ કહે. તેઓને લાગે છે કે જેઓ તેમના જેવું વિચારતા નથી તેઓ સમજદાર નથી.

પવિત્ર શાસ્ત્રની સલાહ

‘માણસ અજ્ઞાની રહે એ સારું નથી.’—નીતિવચનો ૧૯:૨.

આપણે શું શીખી શકીએ? જો આપણને સાચી માહિતી ખબર ન હોય અથવા આપણે લોકોની વાતોમાં આવી જઈએ તો બની શકે કે બીજાઓ વિશે ખોટી ધારણા બાંધી લઈશું.

ભેદભાવ વિશે બાઇબલ શું શીખવે છે?

કેટલાક લોકો દાવો કરે છે કે બાઇબલ ભેદભાવ કરવાનું શીખવે છે. ચાલો જોઈએ કે બાઇબલ શું જણાવે છે.

  • આપણા બધાના પૂર્વજ એક જ છે: ‘ઈશ્વરે એક માણસમાંથી બધી પ્રજાઓ બનાવી.’—પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૬.

  • આપણે એક જ માબાપનાં બાળકો છીએ: “ઈશ્વર પક્ષપાત કરતા નથી. પરંતુ, દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.”—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫.

  • ઈશ્વર વ્યક્તિનું દિલ જુએ છે, ચહેરો નહિ: ‘માણસ બહારનો દેખાવ જુએ છે, પણ યહોવા હૃદય જુએ છે.‘—૧ શમુએલ ૧૬:૭.a

a બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.

શા માટે સાચી માહિતી મેળવવી જોઈએ?

અમુક લોકો વિશે ખોટી વાતો ફેલાવવામાં આવે છે. જો આપણે તેઓ વિશે સાચી માહિતી મેળવીશું તો આપણે બીજાઓની વાતમાં નહિ આવી જઈએ. જો આપણા મનમાં બીજા કોઈ સમાજના લોકો વિશે ખોટી ધારણા હોય તો આપણે તેઓ વિશે સાચી માહિતી મેળવવાની જરૂર છે.

મારો અનુભવ જોવિકા (યુરોપ)

આગલા લેખમાં આપણે જોવિકા વિશે જોઈ ગયા. તેણે નાનપણથી જ એક સમાજના લોકો વિશે ખરુંખોટું સાંભળ્યું હતું. લોકો તેઓ વિશે જાતજાતની વાતો કરતા હતા. અરે, સમાચાર અને ટીવી કાર્યક્રમોમાં પણ તેઓનું અપમાન કરવામાં આવતું. તે જણાવે છે: “હું તેઓને નફરત કરવા લાગ્યો. મને થયું કે તેઓ એવા જ છે.

“ત્યાર પછી હું સેનામાં ભરતી થયો. મારી આજુબાજુ એ સમાજના લોકો જ હતા. હું ઇચ્છતો ન હતો છતાં મારે તેઓની સાથે રહેવું પડતું અને કામ કરવું પડતું. સમય જતાં હું તેઓને સારી રીતે ઓળખવા લાગ્યો. હું તેઓની ભાષા શીખ્યો. અરે, તેઓનાં ગીતો પણ સાંભળવા લાગ્યો. હવે અમે મિત્રો છીએ. મારા મનમાં ફરીથી તેઓ માટે નફરત ન જાગે એ માટે હું પ્રયત્ન કરું છું. હું એવા કોઈ સમાચાર વાંચતો કે સાંભળતો નથી, જેમાં તેઓ વિશે ખરાબ બોલવામાં આવતું હોય. એવી ફિલ્મો કે ટીવી કાર્યક્રમો પણ જોતો નથી, જેમાં આ સમાજના લોકોની મજાક ઉડાવવામાં આવતી હોય.”

આપણે શું કરી શકીએ?

  • લોકો કદાચ અમુક સમાજ વિશે ખરું-ખોટું કહે. પણ આપણે એવું માની ન લઈએ કે એ સમાજની દરેક વ્યક્તિ એવી જ હોય છે.

  • આપણે સ્વીકારવું જોઈએ કે બીજા સમાજ વિશે આપણે બધું જાણતા નથી.

  • સાચી માહિતી મેળવવાની કોશિશ કરવી જોઈએ.

તેઓએ નફરત પર જીત મેળવી

ફોટો કોલાજ: ૧. બે માણસો ચાલી રહ્યા છે અને એકબીજા સાથે વાત કરી રહ્યા છે. ૨. એક માણસ મિત્રો સાથે મળીને હસી રહ્યો છે.

જાણો કે એક અરબી અને એક યહુદી માણસ કઈ રીતે એકબીજા માટેનો ભેદભાવ દૂર કરી શક્યા?

અતૂટ પ્રેમને લીધે કઈ રીતે નફરત પર જીત મેળવી શકાય નામનો વીડિયો હિંદીમાં જુઓ. એ jw.org પર પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો