વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g21 નં. ૨ પાન ૪-૬
  • ફોનની અસર દોસ્તી પર?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફોનની અસર દોસ્તી પર?
  • સજાગ બનો!—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાનું ધ્યાન રાખવું જોઈએ?
  • તમે શું કરી શકો?
  • સાચા દોસ્તો બનાવો
    સજાગ બનો!—૨૦૧૬
  • વિષય
    સજાગ બનો!—૨૦૨૧
  • આ અંકમાં
    સજાગ બનો!—૨૦૨૧
  • શું હું ઈલેકટ્રોનિક્સ સાધનોનો ગુલામ છું?
    સજાગ બનો!—૨૦૧૧
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૧
g21 નં. ૨ પાન ૪-૬
આજે ફોન અને ઇન્ટરનેટથી દોસ્તોના કોન્ટેક્ટમાં રહેવું સહેલું બની ગયું છે. પછી ભલેને તેઓ દુનિયાના ગમે તે છેડે રહેતા હોય.

ફોનની અસર . . . દોસ્તી પર?

આજે ફોન અને ઇન્ટરનેટથી દોસ્તોના કોન્ટેક્ટમાં રહેવું સહેલું બની ગયું છે. પછી ભલેને તેઓ દુનિયાના ગમે તે છેડે રહેતા હોય. આપણે એકબીજાને મૅસેજ કે ઈ-મેઇલ કરી શકીએ, વીડિયો કોલ કરી શકીએ. સોશિયલ મીડિયા પર ચેટ કરી શકીએ, કોમેન્ટ લખી શકીએ, વીડિયો અથવા ફોટો મોકલી શકીએ.

જોકે, મોટા ભાગે લોકો ફોન કે ઇન્ટરનેટથી દોસ્તોના કોન્ટેક્ટમાં રહે છે. તેઓમાંના . . .

  • અમુક હમદર્દી બતાવવાનું ચૂકી જાય છે.

  • અમુકને સૂનું સૂનું લાગે છે.

  • અમુક મતલબી છે.

શાનું ધ્યાન રાખવું જોઈએ?

એક યુવાન છોકરી મોડી રાતે સોશિયલ મીડિયા જોઈ રહી છે. તે વાંચી રહેલી પોસ્ટ ૭,૨૩,૦૦૦ લોકોએ વાંચી લીધી છે.

હમદર્દી

દોસ્તને હમદર્દી કેવી રીતે બતાવી શકીએ? તેમના માટે સમય કાઢીએ અને તેમના વિશે વિચારીએ. આપણે ઘણા દોસ્તોને મૅસેજ કરીને કલાકો સોશિયલ મીડિયા પર વિતાવીએ તો, તેઓની લાગણી સમજવાનો સમય જ નહિ મળે.

આપણને ઢગલાબંધ મૅસેજ આવતા રહે અને એનો જવાબ આપવામાં ડૂબી જઈશું તો, જે દોસ્તને મદદની જરૂર છે, તેને મદદ કરવાનું ચૂકી જઈશું.

વિચારવા જેવું: તમે ફોન કે ઈ-મેઈલથી તમારા દોસ્તને કઈ રીતે હમદર્દી બતાવી શકો?—૧ પિતર ૩:૮.

સૂનું સૂનું

એક સંશોધનમાં જાણવા મળ્યું કે ઘણા લોકોને ઇન્ટરનેટ પર બીજાના ફોટા અને વીડિયો જોઈને પોતાનું જીવન સૂનું સૂનું લાગે છે. એવા લોકો વિશે સંશોધકો કહે છે કે “તેઓને લાગે છે કે પોતાનો કીમતી સમય વેડફી કાઢ્યો.”

એટલું જ નહિ, એવા લોકોને બીજાની સરખામણીમાં પોતાનું જીવન એકદમ બેકાર લાગે છે. અમુકને લાગે છે કે બીજા લોકો કેટલી મોજમજા કરે છે અને હું ફક્ત જીવવા ખાતર જીવું છું.

વિચારવા જેવું: સોશિયલ મીડિયા પર ફોટા મૂકતી વખતે કે જોતી વખતે બીજાઓ સાથે સરખામણી કેમ ન કરવી જોઈએ?—ગલાતીઓ ૬:૪.

મતલબી

એક ટીચર જણાવે છે કે તેમની સ્કૂલના અમુક બાળકો બહુ મતલબી છે. તેઓને ગરજ હોય ત્યારે જ દોસ્તી રાખે છે. કામ પતી જાય એટલે હું કોણ અને તું કોણ? તેઓ દોસ્તોને જાણે એપની જેમ વાપરે છે.

વિચારવા જેવું: તમે સોશિયલ મીડિયા પર જે કંઈ મૂકો છો, એનાથી એવું બતાવવા ચાહો છો કે તમે બીજાઓથી ચઢિયાતા છો?—ગલાતીઓ ૫:૨૬.

તમે શું કરી શકો?

જરા વિચારો તમે ફોન કેમ વાપરો છો?

યાદ રાખો કે તમે ફોનના ગુલામ નથી. ફોનથી દોસ્તો અને સગાઓ સાથે કોન્ટેક્ટમાં રહી શકો, સારા સંબંધો બાંધી શકો અને એકબીજાને મદદ આપી શકો.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘પ્રેમ પોતાનો જ લાભ જોતો નથી.’—૧ કોરીંથીઓ ૧૩:૪, ૫.

આ સૂચનોમાંથી તમને જે લાગુ પાડવાનું ગમે એના પર ટિક કરી શકો અથવા તમારું સૂચન લખી શકો.

  • મૅસેજ કે ઈ-મેઈલ મોકલવાને બદલે હું વ્યક્તિ સાથે વાત કરીશ

  • કોઈકની સાથે વાત કરતી વખતે હું ફોન બાજુ પર મૂકી દઈશ અથવા સાયલન્ટ કરી દઈશ

  • સોશિયલ મીડિયા પર ફોટાઓ જોવામાં અને મૅસેજ વાંચવામાં ઓછો સમય વાપરીશ

  • કોઈક વાત કરતું હોય ત્યારે ધ્યાનથી સાંભળીશ

  • મુશ્કેલીઓમાં હોય એવા દોસ્ત સાથે વાત કરીશ

પોતાને પૂછો:

  • મારા દોસ્તો કેવા છે? શું તેઓને મારી પડી છે કે સ્વાર્થી છે?

  • કોઈક મારી સાથે વાત કરતું હોય અને મૅસેજ આવે તો શું એ વાંચવા બેસી જાઉં છું?

  • લોકો મને લાઇક કરે શું એટલા માટે સોશિયલ મીડિયા પર ફોટા અને કોમેન્ટસ મૂકું છું?

  • સોશિયલ મીડિયા પર બહુ સમય વિતાવ્યા પછી મને કેવું લાગે છે?

  • દોસ્તો સાથે વધારે સમય પસાર કરવા ઇન્ટરનેટ કે ફોનથી કઈ રીતે દૂર રહી શકું?

    પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “ફક્ત પોતાનો જ વિચાર ન કરો, પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.”—ફિલિપીઓ ૨:૪.

એમીલી.

“આપણે ચાહીએ તો ચપટીમાં દોસ્તો બનાવી શકીએ, પણ સાચા દોસ્તો બનાવવા સમય લાગે અને મહેનત કરવી પડે. આપણે દોસ્તોનું અને તેઓ આપણું ભલું ચાહે એને દોસ્તી કહેવાય.”​—એમીલી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો