વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g22 નં. ૧ પાન ૧૦-૧૨
  • ૩ | તમારા સંબંધો સાચવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૩ | તમારા સંબંધો સાચવો
  • સજાગ બનો!—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ કેમ જરૂરી છે?
  • તમે શું ધ્યાનમાં રાખી શકો?
  • તમે હમણાં શું કરી શકો?
  • સમજી-વિચારીને મિત્રો બનાવીએ
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • પ્રેમ વગરની દુનિયામાં દોસ્તી નિભાવીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • સજાગ બનો!ના આ અંકમાં
    સજાગ બનો!—૨૦૨૨
  • માતા-પિતાઓ, બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૨
g22 નં. ૧ પાન ૧૦-૧૨
એક વૃદ્ધ યુગલ ખુશ છે અને તેઓ એકબીજાને ભેટી રહ્યાં છે.

આફતથી ઘેરાયેલી દુનિયામાં

૩ | તમારા સંબંધો સાચવો

એ કેમ જરૂરી છે?

આજે દુનિયામાં તકલીફો એટલી વધી ગઈ છે કે લોકોનું જીવન મુશ્કેલ થઈ ગયું છે. લોકો પોતાનાં સગાં-વહાલાંથી દૂર થઈ ગયા છે. ક્યારેક તો તેઓને એની ખબર પણ પડતી નથી.

  • ઘણા લોકોએ પોતાના મિત્રો સાથે હળવા-મળવાનું અને વાતચીત કરવાનું ઓછું કરી દીધું છે.

  • ઘણા પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધી રહ્યા છે.

  • ઘણા માબાપ પોતાનાં બાળકો પર ધ્યાન નથી આપી શકતા.

તમે શું ધ્યાનમાં રાખી શકો?

  • દરેક વ્યક્તિને જીવનમાં એક સાચા મિત્રની જરૂર હોય છે, ખાસ કરીને આફતના સમયે. સારા મિત્રો હોવાથી આપણે ખુશ રહી શકીએ છીએ. આપણને હિંમત મળે છે અને આપણી તંદુરસ્તી પણ સારી રહે છે.

  • મુશ્કેલીના સમયે ઘરના લોકો ટેન્શનમાં રહેતા હોય છે. ઘણી વાર એનાથી પણ સંબંધોમાં તિરાડ પડી શકે છે.

  • કેટલીક વાર ખરાબ સમાચારો સાંભળીને બાળકો ડરી જાય છે.

તમે હમણાં શું કરી શકો?

શાસ્ત્રમાં લખ્યું છે: “સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.”—નીતિવચનો ૧૭:૧૭.

એવા દોસ્તોનો વિચાર કરો જેઓ તમારી મદદ કરી શકે છે અને તમને સારી સલાહ આપી શકે છે. તેઓ સાથે સારા સંબંધો કેળવો. એમ કરવાથી આફતના સમયે તેઓ તમારી હિંમત વધારશે.

સાચી સલાહ મેળવો—અમુક સૂચનો

આફતના સમયે સગાં-વહાલાઓ સાથે સંબંધો સારા રાખવા આ પગલાં ભરો

લગ્‍નબંધન મજબૂત કરો

એક વૃદ્ધ યુગલ ખુશ છે અને તેઓ એકબીજાને ભેટી રહ્યાં છે.

લગ્‍નબંધન મજબૂત કરો

શાસ્ત્રમાં લખ્યું છે: ‘એક કરતાં બે ભલા. જો એક પડી જાય, તો તેનો સાથી તેને ઊભો થવા મદદ કરશે.’ (સભાશિક્ષક ૪:૯, ૧૦) પતિ-પત્નીએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ એક જ ટીમના ખેલાડી છે, નહિ કે બે અલગ અલગ ટીમના.

  • મનમાં ગાંઠ વાળો કે તમે ગમે એટલા ટેન્શનમાં કેમ ન હોવ, એકબીજા પર ક્યારેય ગુસ્સો નહિ કરો. એના બદલે શાંત રહેશો અને ધીરજ રાખશો.

  • દર અઠવાડિયે ઓછામાં ઓછી એકવાર તમારી મુશ્કેલીઓ વિશે વાત કરો. યાદ રાખો તમારે મુશ્કેલીઓ સામે લડવાનું છે, નહિ કે એકબીજા સામે.

  • એકબીજા માટે સમય કાઢો. સાથે મળીને એવા કામ કરો જેમાં તમને મજા આવે.

  • સાથે વિતાવેલી મીઠી પળોને યાદ કરો. એ યાદો તાજી કરવા તમારા લગ્‍નના ફોટા અથવા જૂના કોઈ ફોટા જોઈ શકો.

દક્ષ કહે છે, “ભલે પતિ-પત્નીનાં વિચારો એકબીજા સાથે મેળ ખાતા ન હોય, તોપણ તેઓ હળી-મળીને કામ કરી શકે છે. સાથે મળીને નિર્ણય લઈ શકે છે. એક થઈને એના પર કામ કરી શકે છે.”

દોસ્તો સાથે સંબંધો જાળવી રાખો

  • અલગ અલગ સમાજમાંથી આવતી બહેનો એકબીજા સાથે મજા માણી રહી છે અને તેઓ ખુશ છે.

    દોસ્તો સાથે સંબંધો જાળવી રાખો

    મિત્રો સુખ-દુઃખનાં સાથી હોય છે. એટલે ફક્ત એવું ન વિચારો કે તેઓ તમને કઈ રીતે મદદ કરી શકે. એ પણ વિચારો કે તમે તેઓને કઈ રીતે મદદ કરી શકો. તેઓની હિંમત વધારવાથી તમારી પણ હિંમત વધશે.

  • દરરોજ એકાદ બે મિત્રોની ખબરઅંતર પૂછો.

  • ધારો કે તમે એવી કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોવ, જેનો સામનો તમારા મિત્રોએ પણ કર્યો હોય. એવા સમયે પૂછી શકો કે તેઓએ કેવાં પગલાં ભર્યાં હતાં.

નીના કહે છે, “મુશ્કેલીઓમાં કંઈ સૂઝતું ન હોય, ત્યારે મિત્રો આપણને સાચો રસ્તો બતાવે છે. અમુક વાર તો આપણને ખબર હોય કે આપણે શું કરવાનું છે, પણ એ જ સમયે યાદ ન આવતું હોય. એવા સમયે મિત્રો એ યાદ અપાવે છે. એને જ તો દોસ્તી કહેવાય. તેઓ તમારી ચિંતા કરે છે અને તમે તેઓની.”

સમજુ માબાપ બનો અને બાળકોને મદદ કરો

એક કુટુંબ તરાપા ઉપર બેઠું છે. તેઓ ચારે બાજુનું દૃશ્ય જોઈ રહ્યા છે અને મજા માણી રહ્યાં છે.

સમજુ માબાપ બનો અને બાળકોને મદદ કરો

શાસ્ત્રમાં લખ્યું છે: “ધ્યાનથી સાંભળવું, વિચાર્યા વગર ન બોલવું.” (યાકૂબ ૧:૧૯) શરૂઆતમાં બાળકો કદાચ એ કહેતાં અચકાય કે તેઓને શાનો ડર લાગે છે. પણ તમે તેઓનું ધ્યાનથી સાંભળશો, તો તેઓ દિલ ખોલીને પોતાનાં મનની વાત જણાવશે.

  • એવો માહોલ પસંદ કરો, જ્યારે બાળકો તમારી સાથે સહેલાઈથી વાત કરી શકે. ઘરમાં હોય ત્યારે અમુક બાળકો પોતાનાં મમ્મી-પપ્પા સાથે ખુલ્લાં મને વાત કરી શકતા નથી. પણ જ્યારે તેઓ ફરવા જાય કે સારા મૂડમાં હોય ત્યારે તેઓ દિલ ખોલીને પોતાનાં મનની વાત જણાવે છે.

  • ધ્યાન રાખો કે તમારાં બાળકો ખરાબ સમાચારો વધારે પડતા ન જુએ.

  • તમારાં બાળકોને જણાવો કે કુટુંબની સુરક્ષા માટે તમે કેવાં પગલાં લીધાં છે.

  • પહેલેથી વિચારીને રાખો કે અણધારી આફત આવી પડે, તો તમારું કુટુંબ શું કરશે. એનાં વિશે બાળકો સાથે ચર્ચા કરો અને પ્રેક્ટિસ કરો.

બીના કહે છે, “બની શકે કે તમારાં બાળકોનાં દિલમાં કોઈ ડર પેસી ગયો હોય. કોઈ વાતને લીધે તેઓ ટેન્શનમાં હોય. તેઓને કોઈ વાતનો ગુસ્સો આવી રહ્યો હોય. આ કારણોનાં લીધે તેઓ કદાચ તમારી સાથે દિલ ખોલીને વાત ન કરે. એવા સમયે તમે બાળકો સાથે વાત કરવા પહેલ કરો. તેઓને અહેસાસ કરાવો કે તમને પણ એવું જ લાગે છે. પછી તમે તેઓને સમજાવી શકો કે એવી લાગણીઓ સામે લડવા તમે શું કરો છો. એનાથી તેઓ દિલ ખોલીને તમને પોતાનાં મનની વાત જણાવશે.”

“કુટુંબ સુખી બનાવો” વીડિયોનો સીન. યુગલ ખુશ છે અને એકબીજાનો હાથ પકડીને ચાલે છે.

વધુ જાણવા. કુટુંબ સુખી બનાવો વીડિયો જુઓ. એ માટે jw.org/gu પર સર્ચ બૉક્સમાં વીડિયોનું શીર્ષક ટાઇપ કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો