વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g22 નં. ૧ પાન ૧૩-૧૫
  • ૪ | આશાનો દીવો સળગતો રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૪ | આશાનો દીવો સળગતો રાખો
  • સજાગ બનો!—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ કેમ જરૂરી છે?
  • તમે શું ધ્યાનમાં રાખી શકો?
  • તમે હમણાં શું કરી શકો?
  • બાઇબલ આપે છે સોનેરી ભવિષ્યની આશા
  • ઈશ્વર સારા ભાવિનું વચન આપે છે
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ઈશ્વર સારા ભાવિનું વચન આપે છે
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો, એક શરૂઆત
  • અચાનક બીમારી આવી જાય ત્યારે કઈ રીતે એનો સામનો કરવો?
    બીજા વિષયો
  • જીવન ટૂંકાવી દેવાનો વિચાર આવે ત્યારે . . .
    સજાગ બનો!—૨૦૧૨
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૨
g22 નં. ૧ પાન ૧૩-૧૫
ટેબલ ઉપર બાઇબલ ખુલ્લું પડેલું છે અને બાજુમાં ફૂલદાની છે.

આફતથી ઘેરાયેલી દુનિયામાં

૪ | આશાનો દીવો સળગતો રાખો

એ કેમ જરૂરી છે?

દુનિયામાં વધતી જતી તકલીફોને લીધે લોકોને ચિંતા થવા લાગી છે. એની અસર તેઓની તંદુરસ્તી પર પડે છે. તેઓ નિરાશ થઈ જાય છે. અમુક લોકોને તો આશાનું કોઈ કિરણ દેખાતું નથી. એવા સમયે તેઓ શું કરે છે?

  • અમુક લોકોએ તો ભાવિ વિશે વિચારવાનું જ છોડી દીધું છે.

  • અમુક લોકો પોતાની ચિંતાઓને ભૂલવા દારૂ અને ડ્રગ્સનો સહારો લે છે.

  • અમુક લોકોની તો જીવવાની ઇચ્છા જ મરી ગઈ છે. તેઓ કહે છે, “જીવીને શું કરવાનું?”

તમે શું ધ્યાનમાં રાખી શકો?

  • સમય જતાં કદાચ તમારી તકલીફો ઓછી થઈ જાય અથવા પૂરેપૂરી દૂર થઈ જાય.

  • તમારી તકલીફો દૂર ન થાય, તોપણ એનો સામનો કરવા તમે કંઈક તો કરી જ શકો.

  • બાઇબલમાં સોનેરી ભાવિની આશા આપી છે. એમાં જણાવ્યું છે કે બહુ જ જલદી આપણી બધી જ તકલીફો હંમેશ માટે દૂર થઈ જશે.

તમે હમણાં શું કરી શકો?

શાસ્ત્રમાં લખ્યું છે: “તમે આવતી કાલની કદી પણ ચિંતા ન કરો. આવતી કાલે હજુ બીજી ચિંતાઓ હશે. આજના માટે આજની તકલીફો પૂરતી છે.”—માથ્થી ૬:૩૪.

કાલની ચિંતામાં તમારી આજ ખરાબ ન કરો. કાલના વિશે વિચારતા રહેવાથી તમે આજના કામો પણ નહિ કરી શકો.

જો તમે વિચાર્યા જ કરશો કે આવું થઈ જશે કે તેવું થઈ જશે, એનાથી તો ફક્ત તમારો સ્ટ્રેસ વધશે. તમે એક સારા ભાવિની આશા ગુમાવી બેસશો.

સાચી સલાહ મેળવો—અમુક સૂચનો

સારું વિચારો

એક સ્ત્રી બારીની બહાર જોઈ રહી છે અને સંતોષ અનુભવી રહી છે.

શાસ્ત્રમાં લખ્યું છે: “દુઃખી માણસના બધા દિવસો દુઃખમાં વીતે છે, પણ ખુશ મનવાળો રોજ મિજબાની માણે છે.” (નીતિવચનો ૧૫:૧૫) જો તમે હંમેશાં તકલીફો વિશે જ વિચાર્યા કરશો, તો તમને કોઈ રસ્તો નહિ દેખાય. પણ સારું વિચારશો તો એ તકલીફોમાંથી બહાર નીકળવાનો રસ્તો ચોક્કસ મળશે.

  • વધારે પડતા સમાચાર ન જુઓ અને એના વિશે જ વિચાર્યા ન કરો.

  • દિવસના અંતે એવી બે-ત્રણ વાતો નોંધી લો જેનાથી તમને ખુશી મળી હોય.

  • આજે તમારે કયાં કામ કરવાના છે એ લખી લો. જો કોઈ કામ કરવામાં વધારે સમય લાગે, તો દરરોજ થોડું થોડું કામ કરતા રહો. દિવસના અંતે તમે જોઈ શકશો કે તમે કેટલું કામ કર્યું છે. એનાથી તમને ખુશી મળશે.

બીજાની મદદ લો

મોટી ઉંમરના ભાઈ યુવાન ભાઈને દિલાસો આપી રહ્યા છે.

શાસ્ત્રમાં લખ્યું છે: ‘જે પોતાને એકલો પાડે છે, તે બુદ્ધિનો નકાર કરે છે.’ (નીતિવચનો ૧૮:૧) જો તમે કોઈ ઊંડા ખાડામાં પડી જાવ, તો પોતાની મેળે બહાર નહિ આવી શકો. તમારે કોઈની મદદ તો લેવી જ પડશે.

  • તમે ઉદાસ થઈ જાવ ત્યારે, કુટુંબના સભ્યોની અને મિત્રોની મદદ લો.

  • તમે પણ બીજાઓને જુદી જુદી રીતે મદદ કરો. એમ કરવાથી તમને તમારી મુશ્કેલીઓ બહુ મોટી નહિ લાગે.

  • જો તમે નિરાશ થઈ ગયા હોવ અને જીવન ટૂંકાવી દેવાનું મન થતું હોય, તો ડૉક્ટરની સલાહ લો. અમુક વાર એ ડિપ્રેશનનું લક્ષણ પણ હોઈ શકે. ડિપ્રેશનનો ભોગ બનેલા ઘણા લોકોને ડૉક્ટર પાસે જવાથી મદદ મળી છે.a

a સજાગ બનો! કોઈ ખાસ સારવાર વિશે ભલામણ કરતું નથી.

બાઇબલ આપે છે સોનેરી ભવિષ્યની આશા

પહેલાંના સમયના એક ઈશ્વરભક્તે કહ્યું, “તમારા શબ્દો મારા પગ માટે દીવા જેવા છે, એ મારા માર્ગ માટે પ્રકાશ જેવા છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) એનો શો અર્થ થાય?

રાતના ઘોર અંધકારમાં આપણી પાસે દીવો હોય, તો આપણે સહેલાઈથી ચાલી શકીએ છીએ. એવી જ રીતે, ઈશ્વરનું વચન બાઇબલ દીવા જેવું છે. એમાં આપેલી સલાહ પાળવાથી આપણે ડગલેને પગલે યોગ્ય નિર્ણયો લઈ શકીશું.

જેમ પ્રકાશની મદદથી આપણે આગળનો રસ્તો જોઈ શકીએ છીએ. એવી જ રીતે, બાઇબલની મદદથી આગળના સમયમાં શું થવાનું છે એ જાણી શકીએ છીએ.

બાઇબલ એક પવિત્ર પુસ્તક છે. એમાં આપણી વીતેલી કાલ અને આજના વિશે જણાવ્યું છે. એટલું જ નહિ એમાં આપણાં ભાવિ વિશે પણ જણાવ્યું છે. એ સમય ખૂબ સુંદર અને સારો હશે. એમાં સમજાવ્યું છે:

વીતેલી કાલ

દુઃખ-તકલીફોની શરૂઆત કઈ રીતે થઈ? બાઇબલમાં લખ્યું છે, “એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું. આમ બધા માણસોએ પાપ કર્યું, એટલે બધામાં મરણ ફેલાયું.”—રોમનો ૫:૧૨.

આજ

આજે લાખ પ્રયત્નો કરવા છતાં માણસ પોતાની તકલીફો દૂર કરી શકતો નથી. એવું કેમ? બાઇબલમાં લખ્યું છે, ‘માણસ પોતાની મેળે એક પગલું પણ ભરી શકતો નથી.’ (યર્મિયા ૧૦:૨૩) આજે દુનિયાની હાલત એ સાબિત કરે છે કે આ વાત સો ટકા સાચી છે.

ભાવિ

ઈશ્વર શું કરશે? બાઇબલમાં લખ્યું છે, ‘ઈશ્વર માણસોની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!’—પ્રકટીકરણ ૨૧:૪.

“બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?” વીડિયોનો સીન. પત્ની પોતાના પતિને બાઇબલમાંથી કંઈક બતાવી રહી છે.

વધુ જાણવા. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ વીડિયો જુઓ. એ માટે jw.org/gu પર સર્ચ બૉક્સમાં વીડિયોનું શીર્ષક ટાઇપ કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો