વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g23 નં. ૧ પાન ૧૨-૧૪
  • હવા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હવા
  • સજાગ બનો!—૨૦૨૩
  • મથાળાં
  • આપણી હવા ઝેરી બની રહી છે
  • પૃથ્વીની અજોડ રચના
  • માણસોના પ્રયાસો
  • ઈશ્વર આપે છે આશાનું કિરણ
સજાગ બનો!—૨૦૨૩
g23 નં. ૧ પાન ૧૨-૧૪
એક સરોવર જંગલવાળા પહાડોથી ઘેરાયેલું છે. ઉપર આકાશ ભૂરું દેખાઈ રહ્યું છે. એક યુગલ બરફવાળા ઢાળ પર ચાલતું ચાલતું એ સુંદર નજારો જોઈ રહ્યું છે.

પૃથ્વીની ખોવાયેલી સુંદરતા

હવા

આપણને હવાની જરૂર છે, ખાસ કરીને શ્વાસ લેવા માટે. આપણી પૃથ્વીને સૂરજનાં હાનિકારક કિરણોથી (યુવી કિરણોથી) ઘણી હદે હવા રક્ષણ આપે છે. એટલું જ નહિ, એ આખી પૃથ્વીનું તાપમાન એટલું નીચે નથી જવા દેતી કે પૃથ્વી થીજી જાય.

આપણી હવા ઝેરી બની રહી છે

હવામાં વધતા જતા પ્રદૂષણને કારણે ઝાડપાન, જીવજંતુઓ અને માણસોનો નાશ થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે દુનિયાના ફક્ત એક ટકા લોકો શુદ્ધ હવા લે છે.

હવાના પ્રદૂષણના કારણે લોકોને શ્વાસની બીમારી, ફેફસાંનું કેન્સર અને હૃદયની બીમારીઓ થઈ શકે છે. દર વર્ષે એ પ્રદૂષણને લીધે આશરે ૭૦ લાખ લોકો અકાળે મરણ પામે છે.

પૃથ્વીની અજોડ રચના

આપણી પૃથ્વીને એ રીતે બનાવવામાં આવી છે કે એમાં શુદ્ધ હવા ક્યારેય ખૂટે નહિ. પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે મનુષ્યો પ્રદૂષણ ફેલાવવાનું ઓછું કરે. ચાલો અમુક દાખલા પર ધ્યાન આપીએ.

  • આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જંગલ હવામાંથી કાર્બન ડાયૉક્સાઇડ શોષી લે છે. પણ દરિયા કિનારા પાસેની ભીની જમીન પર ચેર વૃક્ષો (મેનગ્રોવ) ઊગે છે, જે જંગલો કરતાં પણ સરસ રીતે કામ કરે છે. એ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. ગરમ વિસ્તારનાં જંગલો જેટલો કાર્બન ડાયૉક્સાઇડ શોષે છે એનાથી આશરે પાંચ ગણો વધારે કાર્બન ડાયૉક્સાઇડ આ ચેર વૃક્ષો શોષે છે.

  • હાલમાં જ થયેલા અભ્યાસથી ખબર પડે છે કે અમુક પ્રકારની મોટી મોટી શેવાળ એટલે કે દરિયાઈ વનસ્પતિ હવામાંથી ફક્ત કાર્બન ડાયૉક્સાઇડ લેતી જ નથી, એને જમીનમાં દાટી પણ દે છે. એમાંની એક વનસ્પતિ છે, કેલ્પ. એ વનસ્પતિનાં પાંદડાંમાં નાની નાની થેલીઓ હોય છે જેમાં હવા ભરેલી હોય છે. એના કારણે એ ઘણી દૂર સુધી તરી શકે છે. જ્યારે એ વનસ્પતિ સમુદ્ર કિનારેથી દૂર જતી રહે છે, ત્યારે એની થેલીઓ ફાટી જાય છે. પછી એ વનસ્પતિ જેમાં કાર્બન ડાયૉક્સાઇડ ભેગો થયેલો હોય છે, એ સમુદ્રની અંદર ડૂબી જાય છે અને જમીનમાં દટાઈ જાય છે. પુરાવા બતાવે છે કે એ વનસ્પતિ સદીઓ સુધી ત્યાં જ દટાયેલી રહે છે.

  • આપણા વાતાવરણમાં દૂષિત હવાને આપોઆપ શુદ્ધ કરવાની ક્ષમતા છે. એવું જ કંઈક ૨૦૨૦માં થયું હતું. કોવિડ-૧૯ મહામારી દરમિયાન, લોકડાઉન થયું હતું ત્યારે, દુનિયાના લગભગ બધા કારખાનાઓ બંધ થઈ ગયા હતા અને લોકોએ વાહન ચલાવવાનું બંધ કરી દીધું હતું. એ કારણે થોડા જ સમયમાં હવામાં પ્રદૂષણ ઓછું થઈ ગયું હતું. ૨૦૨૦ના વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટમાં જણાવ્યું છે કે જે દેશો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો, એમાંના ૮૦ ટકા કરતાં વધારે દેશોમાં લોકડાઉનના થોડા જ સમયમાં હવા શુદ્ધ થઈ ગઈ.

    શું તમે જાણો છો?

    હવા શુદ્ધ થઈ શકે છે

    ભારતના નવી દિલ્હીમાં હવા કેટલી શુદ્ધ છે એ બતાવતો ગ્રાફ. એમાં બતાવ્યું છે કે પ્રદૂષણ ફેલાવતા કણોની માત્રા (પીએમ૨.૫) જાન્યુઆરી ૨૦૨૦માં ૧૨૮.૧ હતી, જે બહુ ખરાબ કહેવાય. પણ ઑગસ્ટ ૨૦૨૦માં એની માત્રા ૩૫.૫થી થોડી ઓછી હતી, જે મધ્યમ કહેવાય.

    કોવિડ-૧૯ મહામારી દરમિયાન લોકડાઉન થયું હતું ત્યારે, ભારતના નવી દિલ્હીમાં બધાં કારખાનાઓ બંધ થઈ ગયાં હતાં. લોકોએ વાહન ચલાવવાનું પણ બંધ કરી દીધું હતું. એના લીધે ત્યાંની હવામાં પ્રદૂષણ ઘટી ગયું હતું, એટલે સુધી કે પ્રદૂષણ ફેલાવતા કણોની માત્રા (પીએમ૨.૫) પણ ઓછી થઈ ગઈ હતી. એ કણ ૦.૦૦૨૫ મિલિમીટર કે એનાથી પણ નાના હોય છે. એનાથી શ્વાસની બીમારીઓ અને બીજી મોટી મોટી બીમારીઓ પણ થઈ શકે છે. જોકે, દિલ્હીની હવામાં આવેલો સુધારો ફક્ત થોડા જ સમય માટે હતો. પણ એનાથી સાબિત થાય છે કે પ્રદૂષણની માત્રા ઘટે, તો હવા જલદી શુદ્ધ થઈ શકે છે.

    ૨૦૧૯ના છેલ્લા મહિનાઓમાં ભારતના નવી દિલ્હીમાં હવાનું પ્રદૂષણ વધી ગયું હતું જેના લીધે બધું ધૂંધળું દેખાતું હતું.

    © Amit kg/Shutterstock

    ૨૦૧૯ના છેલ્લા મહિનાઓ

    કોવિડ-૧૯ મહામારીમાં લોકડાઉન થયું ત્યારે ભારતના નવી દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઘટી ગયું જેના લીધે બધું ચોખ્ખું દેખાતું હતું.

    © Volobotti/Shutterstock

    કોવિડ-૧૯ મહામારીમાં લોકડાઉન થયું હતું ત્યારે

માણસોના પ્રયાસો

એક માણસ સાઇકલ લઈને કામ પર આવ્યો છે અને એને પાર્ક કરી રહ્યો છે.

સાઇકલથી અવર-જવર કરવાથી હવામાં પ્રદૂષણ ઘટે છે

સરકારો કારખાનાઓને અવાર-નવાર જણાવે છે કે તેઓ પ્રદૂષણ ઓછું ફેલાવે. વૈજ્ઞાનિકો અલગ અલગ રીતો શોધી રહ્યા છે, જેથી પ્રદૂષણની ખરાબ અસરોને ઓછી કરી શકાય. દાખલા તરીકે, બૅક્ટેરિયાનો ઉપયોગ કરીને પ્રદૂષણની ખરાબ અસરો દૂર કરવાની નવી રીત શોધવામાં આવી છે. આ બૅક્ટેરિયા ઝેરી ગેસ અને હાનિકારક કણોમાં એવા ફેરફારો કરે છે જેથી આપણને નુકસાન ન થાય. એ ઉપરાંત, નિષ્ણાતો પણ લોકોને પ્રદૂષણ ઓછું કરવાની સલાહ આપે છે. જેમ કે, કોઈ જગ્યાએ જવું હોય તો બાઇક કે કારને બદલે ચાલીને કે સાઇકલ પર જવું. ઘરમાં લાઇટ અને ગેસ જેવી વસ્તુઓ જરૂર પૂરતી જ વાપરવી.

એક સ્ત્રી પોતાના નાના ઘરમાં જમીન પર બેસીને જમવાનું બનાવી રહી છે. તેની સગડી એકદમ સાદી છે અને એમાંથી ઓછો ધુમાડો નીકળી રહ્યો છે.

અમુક સરકારો લોકોને આધુનિક સગડી આપે છે, જેથી હવામાં પ્રદૂષણ ઓછું થાય. પણ હજી ઘણા દેશો પાસે એવી સગડી નથી

પણ વધારે પગલાં ભરવાની જરૂર છે. એવું જ કંઈક ૨૦૨૨ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું, જે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ધ વર્લ્ડ બેન્ક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ મળીને બનાવ્યો હતો.

એ અહેવાલમાં જણાવ્યું છે કે ૨૦૨૦માં દુનિયાની દર ત્રીજી વ્યક્તિ ખાવાનું બનાવવા એવું ઈંધણ વાપરે છે જેનાથી હવા પ્રદૂષિત થાય છે. ઘણા વિસ્તારોમાં બહુ ઓછા લોકો આધુનિક સ્ટવ ખરીદી શકે છે અથવા પ્રદૂષણ ઓછું થાય એવું ઈંધણ વાપરી શકે છે.

ઈશ્વર આપે છે આશાનું કિરણ

‘જે મહાન ઈશ્વરે આકાશ રચ્યું, જેમણે પૃથ્વી બનાવીને એની પેદાશ ઉગાડી છે, જે પૃથ્વીના લોકોને જીવન આપે છે અને જીવન ટકાવી રાખવા શ્વાસ આપે છે, એ સાચા ઈશ્વર યહોવા છે.’—યશાયા ૪૨:૫.

ઈશ્વરે હવા બનાવી છે, જે આપણે શ્વાસમાં લઈએ છીએ. હવાને શુદ્ધ રાખવા તેમણે ઘણી કુદરતી ગોઠવણો કરી છે. એટલું જ નહિ, તે માણસોને બહુ પ્રેમ કરે છે અને તેમની પાસે પુષ્કળ શક્તિ છે. એટલે આપણે ખાતરી રાખી શકીએ કે તે હવામાંથી પ્રદૂષણ કાઢી નાખશે. એ વિશે જાણવા આ લેખ વાંચો: “ઈશ્વરનું વચન, પૃથ્વી રહેશે કાયમ.”

વધુ જાણવા

અંતરિક્ષમાંથી દેખાતો પૃથ્વીનો ગોળો.

આપણા વાતાવરણની શરૂઆત કઈ રીતે થઈ, એ વિશે જાણવા jw.org/gu પર શું વિશ્વનું સર્જન થયું હતું? વીડિયો જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો