પ્રકરણ ૧૨
શા માટે મને હું ગમતો નથી?
“હું વિશેષ વ્યકિત છું એવું મને જરા પણ લાગતું નથી,” લુઈસ વિલાપ કરે છે. શું તમને પણ પ્રસંગોપાત પોતાને વિષે ખરાબ લાગે છે?
ખરેખર, દરેકને અમુક પ્રમાણમાં સ્વમાનની જરૂર હોય છે. એને “માનવ અસ્તિત્વને ગૌરવ આપનાર” કહેવામાં આવ્યું છે. તદુપરાંત, બાઈબલ કહે છે: “પોતાના પડોશી પર પોતાના જેવી પ્રીતિ કર.” (માત્થી ૧૯:૧૯) અને તમને પોતાને વિષે ખરાબ લાગતું હશે તો, બીજાઓ વિષે પણ ખરાબ લાગશે.
‘હું કશું જ બરાબર કરી શકતો નથી!’
શા માટે તમને તમારે વિષે આવી નકારાત્મક લાગણીઓ હોય શકે? એક બાબત એ છે કે, તમારી મર્યાદાઓ તમને નિરુત્સાહ કરી દેતી હોય શકે. તમે વધી રહ્યા છો, અને ઘણી વાર કઢંગાપણાંનો એવો સમયગાળો હોય છે જ્યારે વસ્તુઓ સરકી પડે અથવા એની સાથે અથડાઓ એ દરરોજની શરમિંદી કરતી બિના હોય છે. અને વળી, નિરુત્સાહમાંથી પાછા સ્વસ્થ થવાનો પરિપકવ અનુભવ પણ તમારી પાસે નથી. વળી, તમારી “પારખશકિતઓ” “ઉપયોગ દ્વારા” પૂરતી તાલીમ પામેલી ન હોવાથી, તમે હંમેશા સૌથી ડહાપણભર્યાં નિર્ણયો ન પણ કરી શકો. (હેબ્રી ૫:૧૪, NW) કેટલીક વાર તમને એમ લાગી શકે કે તમે કશું જ બરાબર કરી શકતા નથી!
માબાપની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની નિષ્ફળતા પણ ઓછા સ્વમાનનું બીજું કારણ બની શકે. “હું શાળામાં ‘૭૦ ટકા માર્ક’ લાવું,” એક યુવાન કહે છે, “તો મારા માબાપ જાણવા માગે છે કે ‘૭૫ ટકા’ શા માટે નહિ આવ્યા અને મને કહે છે કે હું ડોબો છું.” અલબત્ત, બાળકોને તેઓનું સૌથી સારું કરવાની અરજ કરવી એ માબાપ માટે સ્વયંસ્ફૂરિત છે. અને તમે વાજબી અપેક્ષાઓ પૂરી ન કરો ત્યારે, તમને એને વિષે સાંભળવું પડશે એવી તમને ખાતરી હોય છે. બાઈબલની સલાહ છે: “મારા દીકરા [અથવા દીકરી], તારા બાપની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ મા.” (નીતિવચન ૧:૮, ૯) નિરુત્સાહ થઈ જવાને બદલે, ટીકાઓ ખમો અને એમાંથી શીખો.
તેમ છતાં, વ્યકિતના માબાપ અયોગ્ય સરખામણીઓ કરે તો શું? (“તું તારા મોટા ભાઈ પોલ જેવો શા માટે નથી? તે હંમેશા વિશેષ યોગ્યતા મેળવતો વિદ્યાર્થી હતો.”) આવી સરખામણીઓ, એ સમયે દુઃખદ લાગી શકે છતાં, ઘણી વાર સબળ મુદ્દો રજૂ કરે છે. તમારાં માબાપ તમારે માટે સૌથી સારું જ ઇચ્છે છે. અને તમને એમ લાગતું હોય કે તેઓ તમારી સાથે વધારે પડતાં કડક છે તો, શા માટે તેઓ સાથે બાબતો શાંતિથી ચર્ચતા નથી?
સ્વમાન ઘડવું
તમે કથળેલા સ્વમાનને કઈ રીતે આધાર આપી શકો? પ્રથમ, તમારી આવડતો અને નબળાઈઓ તરફ પ્રમાણિક નજર નાખો. તમે શોધી કાઢશો કે તમારી કેટલીક કહેવાતી નબળાઈઓ બહુ જ નજીવી છે. ગંભીર ખામીઓ વિષે શું, જેમ કે જલદી જ ગુસ્સે થઈ જવું અથવા સ્વાર્થ? અંતઃકરણપૂર્વક આ કોયડા સુધારવા કાર્ય કરો અને તમારું સ્વમાન જરૂર વધશે.
તદુપરાંત, તમારી પાસે આવડતો છે જ એ હકીકત પ્રત્યે આંખો બંધ ન કરો! રસોઈ કરતા આવડવું અથવા પંચરવાળું ટાયર બદલવું એ મહત્ત્વનું છે એમ તમે નહિ વિચારતા હો. પરંતુ ભૂખી વ્યકિત અથવા અટવાઈ પડેલો વાહનચાલક આવી આવડત હોવાને લીધે તમારી પ્રશંસા કરશે! તમારા સદ્ગુણોનો પણ વિચાર કરો. તમે અભ્યાસી છો? ધીરજવાન? કરુણાળુ? ઉદાર? માયાળુ? આ ગુણો ગૌણ ખામીઓને ઢાંકી દે છે.
આ ટૂંકું ચેકલીસ્ટ વિચારવું પણ મદદરૂપ થઈ શકે:
વાસ્તવિક ધ્યેયો બેસાડો: તમે હંમેશા તારાઓનું નિશાન તાકતા હો તો, કડવી નિરાશા સહન કરશો. પ્રાપ્ત કરી શકાય એવા ધ્યેયો બેસાડો. ટાઈપીંગ જેવી કળા શીખવા વિષે શું? સંગીતનું સાધન વગાડતા અથવા બીજી ભાષા બોલતા શીખો. તમારું વાંચન સુધારો અથવા વિસ્તૃત બનાવો. સ્વમાન સિદ્ધિની ઉપયોગી આડપેદાશ છે.
બરાબર કામ કરો: તમે વેઠ ઊતારો તો, તમને પોતાને સારું નહિ લાગે. દેવે પોતાના ઉત્પત્તિ કાર્યમાં આનંદ લીધો અને ઉત્પત્તિ સમયગાળાની સમાપ્તિમાં તેઓને “ઉત્તમોત્તમ” જાહેર કર્યાં. (ઉત્પત્તિ ૧:૩-૩૧) તમે, ઘરે અથવા શાળામાં જે કંઈ કામ કરો, એ આવડતથી અને અંતઃકરણપૂર્વક કરીને એમાં આનંદ લઈ શકો.—નીતિવચન ૨૨:૨૯ જુઓ.
બીજા માટે કામ કરો: આરામથી બેસીને બીજાઓને તમારી ખાટલેથી પાટલે સેવા કરવા દેવાથી સ્વમાન મેળવાતું નથી. ઈસુએ કહ્યું કે “જે કોઈ મોટો થવા ચાહે, તે . . . સેવક થાય,” અથવા બીજાઓનો દાસ થાય.—માર્ક ૧૦:૪૩-૪૫.
દાખલા તરીકે, ૧૭ વર્ષની કિમે બીજાઓને બાઈબલ સત્યો શીખવામાં મદદ કરવા ઉનાળાના વેકેશનના દર મહિનામાંથી ૬૦ કલાક ફાળવ્યાં. તે કહે છે: “એ મને યહોવાહની નિકટ લાવ્યું છે. એણે મને લોકો માટે ખરો પ્રેમ વિકસાવવા પણ મદદ કરી છે.” એ શકય નથી કે આ આનંદી યુવતી સ્વમાનની ખામી ધરાવતી હોય!
તમારા મિત્રોની પસંદગી કાળજીપૂર્વક કરો: “મારી પોતાની સાથેનો મારો સંબંધ ઘણો દુઃખદ છે,” ૧૭ વર્ષની બાર્બરાએ કહ્યું. “હું મારામાં ભરોસો ધરાવતાં લોકો મધ્યે હોઉં છું ત્યારે, હું સારું કામ કરું છું. મારી સાથે મશીનના એક ભાગ જેવો વ્યવહાર કરવામાં આવે છે ત્યારે, હું મૂર્ખ બનું છું.”
અહંકારી અથવા અપમાનજનક લોકો ખરેખર તમને ખરાબ લાગતું કરી શકે. તેથી તમારી ભલાઈમાં સાચી રીતે રસ ધરાવતાં હોય એવા મિત્રો પસંદ કરો, એવાં મિત્રો જેઓ તમને સુદ્રઢ કરે.—નીતિવચન ૧૩:૨૦.
દેવને તમારા સૌથી નિકટના મિત્ર બનાવો: “યહોવાહ મારો ખડક, મારો કિલ્લો છે,” ગીતકર્તા દાઊદે જાહેર કર્યું. (ગીતશાસ્ત્ર ૧૮:૨) તેનો ભરોસો તેની પોતાની આવડતમાં ન હતો, પરંતુ યહોવાહ સાથેની તેની નિકટની મૈત્રીમાં હતો. આમ, પછીથી આફત આવી પડી ત્યારે, તે સ્વસ્થતા ગુમાવ્યા વિના સખત ટીકાનો સામનો કરી શકયો. (૨ શમૂએલ ૧૬:૭, ૧૦) તમે પણ, “દેવની પાસે” આવી શકો અને એમ પોતાનામાં નહિ, પરંતુ યહોવાહમાં “અભિમાન” કરી શકો!—યાકૂબ ૨:૨૧-૨૩; ૪:૮; ૧ કોરીંથી ૧:૩૧.
બંધ રસ્તાઓ
એક લેખકે કહ્યું: “કેટલીક વાર નબળા વ્યકિતત્વ અને ઓછા સ્વમાનવાળો તરુણ જગતનો સામનો કરવા માટે ખોટો દેખાવ અથવા નકલી ચહેરો વિકસાવે છે.” કેટલાક જે ભાગ અપનાવે છે એ પરિચિત છે: “પહાડી છોકરો,” ખાણીપીણી કરનાર જાતીય અવિવેકી, ભયંકર કપડાં પહેરનાર પંક રોકર. પરંતુ નકલી ચહેરાની નીચે, આવા યુવાનો પણ લઘુતા ગ્રંથીની લાગણીઓ સામે મથતાં હોય છે.—નીતિવચન ૧૪:૧૩.
દાખલા તરીકે, “ઉદાસીનતાની લાગણીઓ દૂર કરવા, [ઇચ્છનીય હોવાની લાગણી દ્વારા] સ્વમાન વધારવા, ગાઢ પરિચય મેળવવા અને, ગર્ભાધાનથી, બીજા માનવ—બાળક—ના પ્રેમ અને નિર્વિવાદ સ્વીકાર મેળવવા” જાતીય છૂટછાટ લેનારાઓનો વિચાર કરો. (કોપીંગ વિથ ટીનેજ ડીપ્રેશન) મોહપાશમાંથી છૂટેલી એક યુવાતીએ લખ્યું: “મેં મારા ઉત્પન્નકર્તા સાથે મજબૂત સંબંધ બાંધવાનો પ્રયત્ન કરવાને બદલે, એની જગ્યાએ જાતીય ગાઢ પરિચયને દિલાસા તરીકે મૂકવાનો પ્રયત્ન કર્યો. મેં જે બાંધ્યું એ ખાલીપણું, એકલતા અને વધુ ઉદાસીનતા હતાં.” તો પછી, આવા બંધ રસ્તાઓથી સાવધ રહો.
ચેતવણીના બે શબ્દો
રસપ્રદપણે, શાસ્ત્રવચનો પોતાને વિષે ઘણું જ ઊંચું વિચારવા વિરુદ્ધ વારંવાર ચેતવણી આપે છે! એમ શા માટે છે? દેખીતી રીતે જ આપણામાંના મોટા ભાગનાઓ, આત્મ-ભરોસો મેળવવાના પ્રયત્નમાં લક્ષ્યાંકને વધુ પડતું તાકવાનું વલણ ધરાવીએ છીએ. ઘણાં અહંકારી બની જાય છે અને પોતાની કળા અને આવડતોની અનેકગણી અતિશયોકિત કરે છે. કેટલાક બીજાઓને નીચા પાડીને પોતાને ઊંચા કરે છે.
ભૂતકાળમાં પ્રથમ સદીમાં, યહુદીઓ અને વિદેશીઓ (બિનયહુદીઓ) વચ્ચેની તીવ્ર હરીફાઈએ રોમમાંના ખ્રિસ્તી મંડળને દુઃખી કર્યું. તેથી પ્રેષિત પાઊલે વિદેશીઓને યાદ દેવડાવ્યું કે ફકત દેવના ‘માયાળુપણાʼને લીધે જ તેઓને દેવની કૃપાની સ્થિતિમાં “કલમ તરીકે રોપવામાં” આવ્યાં હતાં. (રૂમી ૧૧:૧૭-૩૬) પોતાને ન્યાયી ગણાવતા યહુદીઓએ પણ પોતાની અપૂર્ણતાઓનો સામનો કરવાનો હતો. “કારણ કે સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે,” પાઊલે કહ્યું.—રૂમી ૩:૨૩.
પાઊલે તેઓનું સ્વમાન ખૂંચવી લીધું નહિ પરંતુ કહ્યું: “વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું, કે પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો.” (રૂમી ૧૨:૩) તેથી અમુક પ્રમાણમાં સ્વમાન “જરૂરી” છે ત્યારે, વ્યકિતએ આ બાબતે અતિરેક કરવો ન જોઈએ.
ડો. એલન ફ્રોમ અવલોકે છે તેમ: “પોતાને વિષે યથાયોગ્ય વિચાર ધરાવનાર વ્યકિત દુઃખી થતી નથી, પરંતુ તેણે અતિશય આનંદી પણ થવાની જરૂર નથી. . . . તે નિરાશાવાદી નથી, પરંતુ તેનો આશાવાદ બેમર્યાદ પણ નથી. તે અવિચારી નથી તેમ જ ચોક્કસ ભયોથી મુકત પણ નથી . . . તે સમજે છે કે તે સર્વ સમયે નોંધપાત્ર રીતે સફળ થતો નથી, તેમ જ તે સતત નિષ્ફળ પણ ગયો નથી.”
તેથી વિનયી બનો. “દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.” (યાકૂબ ૪:૬) તમારી આવડતોને જાણો, પરંતુ તમારી ભૂલોની અવગણના ન કરો. એને બદલે, તેઓને સુધારવા માટે કાર્ય કરો. તોપણ વખતોવખત તમે પોતાને વિષે શંકા કરશો. પરંતુ તમારે કદી પણ તમારા પોતાના વિષે અથવા દેવ તમારી કાળજી રાખે છે એ વિષે શંકા કરવાની જરૂર નથી. કેમ કે “જો કોઈ દેવ પર પ્રેમ રાખે છે, તો તેને તે ઓળખે છે.”—૧ કોરીંથી ૮:૩.
સ્વમાનને “માનવ અસ્તિત્વને ગૌરવ આપનાર” કહેવામાં આવ્યું છે
શું તમને નિરાશા, ઉતરતા હોવાનું લાગે છે? એનો ઉપાય છે
અહંકારી કે બડાઈ મારનાર બનવું નીચું સ્વમાન હોવાનો ઉપાય નથી
શું તમને કેટલીક વાર એવું લાગે છે કે તમે કશું જ બરાબર કરી શકતા નથી?
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૧૨
◻ શા માટે કેટલાક યુવાનોને પોતાને વિષે નકારાત્મક લાગણીઓ હોય છે? આવા યુવાનોને લાગે છે એવું જ શું તમને લાગે છે?
◻ તમારા માબાપની માગણીઓને તમે કઈ રીતે હાથ ધરી શકો?
◻ સ્વમાન બાંધવાની કેટલીક રીતો કઈ છે?
◻ સ્વમાન બાંધવાના કેટલાક બંધ રસ્તાઓ કયાં છે?
◻ શા માટે પોતાને વિષે વધુ ઊંચું ન વિચારવા તમારે કાળજી રાખવી જોઈએ?