પ્રકરણ ૧૯
શા માટે બાળકો મને રહેવા દેતાં નથી?
છોકરાની ચાલ સ્પષ્ટ કરી દે છે. અક્કડ અને આત્મસંદેહી, તે દેખીતી રીતે જ આસપાસની નવી પરિસ્થિતિથી મૂંઝવણમાં છે. વધુ મોટા વિદ્યાર્થીઓ તેને શાળામાંના નવા છોકરા તરીકે તરત જ ઓળખી કાઢે છે. અપશબ્દોથી તેના પર આક્રમણ કરતાં યુવાનો થોડી ક્ષણોમાં જ તેને વીંટળાઈ વળે છે! લાલ ચહેરા સાથે, તે સૌથી નજીકના આશ્રયસ્થાન—જાજરૂ—માં નાસે છે. દિવાલોમાંથી હસવાના પડઘા પડે છે.
ઘણાં યુવાનો બીજાઓને હેરાન, મજાક, અને અપમાન કરી ક્રૂર વિનોદ કરે છે. અરે બાઈબલ સમયોમાં પણ, કેટલાક યુવાનોએ આવી મીંઢી મનોવૃત્તિ પ્રદર્શિત કરી હતી. દાખલા તરીકે, યુવાન છોકરાઓના એક વૃંદે એક વાર એલિશા પ્રબોધકને હેરાન કર્યો. યુવાનોએ તેની પદવી માટે તિરસ્કાર બતાવી, અપમાનજનક રીતે બૂમો પાડી: “હે ટાલવાળા, આગળ ચાલ; હે ટાલવાળા, આગળ ચાલ!” (૨ રાજા ૨:૨૩-૨૫) તેવી જ રીતે, આજે ઘણાં યુવાનો બીજાઓની અપમાનજનક, હાનિકારક ટીકા કરવાનું વલણ ધરાવે છે.
“હું નવમા ધોરણમાં બીજાઓ કરતાં નાનો હતો,” ગ્રોઈંગ પેઈન્સ ઇન ધ કલાસરૂમના લેખકોમાંના એક કહે છે. “વર્ગમાં સૌથી હોંશિયાર અને સૌથી બટકો છોકરો હોવું માધ્યમિક શાળા માટે વિનાશક મિશ્રણ હતું: હું બટકો હોવાથી જેઓ મને મારવા માગતા ન હતાં તેઓ મને તેજસ્વી છોકરો હોવાને લીધે મારતાં હતાં. મને ‘ચાર આંખો’ ઉપરાંત, ‘ફરતી ડિક્ષનરી,’ અને બીજા ૮૦૦ ઉપનામો [અપશબ્દો]થી બોલાવવામાં આવતો હતો.” ધ લોનલીનેસ ઓફ ચિલ્ડ્રનના લેખક ઉમેરે છે: “શારીરિક અપંગતા, વાણીના કોયડા, અથવા દેખીતી શારીરિક કે વર્તનની લાક્ષણિકતાઓવાળા બાળકો બીજા બાળકોની મજાકનું લક્ષ્ય બને છે.”
કેટલીક વાર યુવાનો ક્રૂર સ્પર્ધામાં જોડાઈને પોતાનો બચાવ કરે છે: એકબીજા પ્રત્યે વધુને વધુ હાનિકારક અપમાનો ઝીંકવા (ઘણી વાર બીજાના માબાપ પ્રત્યે). પરંતુ ઘણાં યુવાનો સમોવડિયાની હેરાનગતિ સામે રક્ષણ વિનાનાં હોય છે. એક યુવાન યાદ કરે છે કે સહાધ્યાયીઓની મજાક અને હેરાનગતિને લીધે, કેટલાક દિવસ તે એટલો બધો ભયભિત અને દુઃખી રહેતો કે તેને ‘લાગતું કે તે ઊલટી કરશે.’ બીજા વિદ્યાર્થીઓ તેને શું કરશે એની ચિંતાને લીધે તે પોતાના અભ્યાસમાં એકાગ્રતા ધરાવી ન શકયો.
હસવાની બાબત નથી
શું તમે સમોવડિયાની ક્રૂરતાનું નિશાન બન્યા છો? તો પછી તમને એ જાણીને દિલાસો મળશે કે દેવ એને હસવાની બાબત ગણતા નથી. ઈબ્રાહીમના પુત્ર ઇસ્હાકનું ધાવણ છોડાવવાની ઉજવણી માટે ગોઠવવામાં આવેલી મિજબાનીના બાઈબલના અહેવાલનો વિચાર કરો. દેખીતી રીતે જ ઇસ્હાક જે વારસો મેળવશે એ વિષે ઇર્ષા ધરાવવાને લીધે, ઈબ્રાહીમના મોટા પુત્ર ઇશ્માએલે ઇસ્હાકની “ચેષ્ટા” કરવાનું શરૂ કર્યું. જો કે, સારી જાતની મશ્કરી હોવાને બદલે, એ મજાક ‘સતાવણી’ જેવી હતી. (ગલાતી ૪:૨૯) આમ, ઇસ્હાકની મા સારાહે, મજાકમાં તિરસ્કાર અનુભવ્યો. તેણે એને પોતાના પુત્ર ઇસ્હાક દ્વારા “સંતાન,” અથવા મસીહ, પેદા કરવાના યહોવાહના હેતુથી વિરુદ્ધની બાબત તરીકે જોઈ. સારાહની વિનંતીથી, ઇશ્માએલ અને તેની માને ઈબ્રાહીમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યાં.—ઉત્પત્તિ ૨૧:૮-૧૪.
તેવી જ રીતે, યુવાનો તમને કપટથી હેરાન કરે—ખાસ કરીને તમે બાઈબલ ધોરણો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરો છો એને લીધે—ત્યારે એ હસવાની બાબત નથી. દાખલા તરીકે, ખ્રિસ્તી યુવાનો બીજાઓ સાથે પોતાના વિશ્વાસના સહભાગી થવા માટે જાણીતા છે. પરંતુ, યહોવાહના યુવાન સાક્ષીઓના એક વૃંદે કહ્યું તેમ: “અમે બારણે બારણે પ્રચાર કરીએ છીએ માટે શાળામાંના બાળકો અમારી મશ્કરી કરે છે અને તેઓ એને માટે અમને નીચા પાડે છે.” હા, દેવના પ્રાચીન સમયોના વિશ્વાસુ સેવકોની જેમ, ઘણાં ખ્રિસ્તી યુવાનો “મશ્કરીઓથી કસોટી” પામે છે. (હેબ્રી ૧૧:૩૬) આવી નિંદા સહન કરવામાં તેઓની હિંમત માટે તેઓની પ્રશંસા કરવામાં આવે છે!
તેઓ શા માટે એમ કરે છે
છતાં, તમારા સતાવનારાઓ તમને રહેવા દે એવું કઈ રીતે કરી શકાય એ વિષે તમે વિચાર કરી શકો. પ્રથમ, મજાક શા માટે કરવામાં આવે છે એ વિચારો. “હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે,” બાઈબલ નીતિવચન ૧૪:૧૩માં કહે છે. યુવાનોનું વૃંદ કોઈકની મશ્કરી કરે ત્યારે હાસ્ય ફાટી નીકળે છે. પરંતુ તેઓ ‘હૃદયના ઉમળકાને લીધે હર્ષનાદ’ કરતાં હોતાં નથી. (યશાયાહ ૬૫:૧૪) ઘણી વાર હાસ્ય તો આંતરિક ખળભળાટને ઢાંકી દેતું આવરણ માત્ર હોય છે. બહાદુરી પાછળ, સતાવનારાઓ ખરેખર કહેતા હોય શકે: ‘અમને ખરેખર અમે ગમતાં નથી, પરંતુ બીજાઓને નીચા પાડવાથી અમને સારું લાગે છે.’
ઇર્ષા પણ હુમલાઓને પ્રોત્સાહન આપે છે. તરુણ યુસફ તેના પિતાનો માનિતો હતો એ માટે તેના પોતાના ભાઈઓ તેની વિરુદ્ધ થયાં એ વિષેનો બાઈબલનો અહેવાલ યાદ કરો. તીવ્ર ઇર્ષા શાબ્દિક અત્યાચાર જ નહિ પરંતુ ખૂનની યોજના સુધી દોરી ગઈ! (ઉત્પત્તિ ૩૭:૪, ૧૧, ૨૦) તેવી જ રીતે, અપવાદરૂપ તેજસ્વી હોય અથવા શિક્ષકોને ગમતો હોય એવો વિદ્યાર્થી પોતાના સમોવડિયામાં ઇર્ષા પેદા કરી શકે. અપમાનો જાણે કે ‘તેને કાપીને માપસરનો બનાવે છે.’
આમ, ઘણી વાર અસલામતી, ઇર્ષા, અને નીચું સ્વમાન મશ્કરીના કારણો હોય છે. તો પછી, કોઈક અસાલમત યુવાને પોતાનું સ્વમાન ગુમાવ્યું હોય તેથી શા માટે તમારે તમારું સ્વમાન ગુમાવવું જોઈએ?
હેરાનગતિ અટકાવવી
“જે નિંદાખોરોની [“મશ્કરી કરનારાઓની,” NW] સાથે બેસતો નથી, તેને ધન્ય છે!” ગીતકર્તા કહે છે. (ગીતશાસ્ત્ર ૧:૧) ધ્યાન પોતા પરથી બીજે વાળવા મશ્કરીમાં જોડાવું અપમાનના ચક્રને ફકત લંબાવે છે. “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. . . . સારાથી ભૂંડાનો પરાજય કર” એ દૈવી સલાહ છે.—રૂમી ૧૨:૧૭-૨૧.
વધુમાં સભાશિક્ષક ૭:૯ કહે છે: “ગુસ્સો કરવામાં [“માઠું લગાડવામાં,” NW] ઉતાવળા મિજાજનો ન થા; કેમ કે ગુસ્સો મૂર્ખોના હૃદયમાં રહે છે.” હા, શા માટે તમારે મજાક એટલી ગંભીરપણે લેવી જોઈએ? કબૂલ કે, કોઈક તમારા શરીર વિષે મશ્કરી કરે અથવા તમારા ચહેરા પરના ડાઘમાં મનોરંજન મેળવે તો એનાથી દુઃખ થાય છે. જો કે, ટીકાઓ અવિચારી હોય શકે છતાં, કપટી હોય એવું જરૂરી નથી. તેથી કોઈક નિર્દોષપણે—અથવા કદાચ એટલી નિર્દોષતા વિના—તમારા તીવ્ર લાગણીમય પાસાને સ્પર્શે, તો શા માટે કચડાઈ જવું? જે કહેવામાં આવે એ બીભત્સ અથવા બિનઆદરણીય ન હોય તો, એમાં વિનોદ જોવાનો પ્રયત્ન કરો. “હસવાનો વખત” હોય છે, અને ગમ્મતવાળી મજાકનું માઠું લગાડવું વધુ પડતો પ્રત્યાઘાત હોય શકે.—સભાશિક્ષક ૩:૪.
પરંતુ મજાક ક્રૂર અથવા ઘાતકી હોય તો શું? યાદ રાખો કે મશ્કરી કરનાર તમારા પ્રત્યાઘાતનો આનંદ, તમારા દુઃખમાં મોજ, માણવા માગે છે. વળતો ઘા કરવો, રક્ષણાત્મક બનવું, અથવા રડી પડવું શકયપણે તેને હેરાનગતિ ચાલુ રાખવાનું ઉત્તેજન આપશે. શા માટે તેને તમને ચીડાતા જોવાનો સંતોષ આપવો? તેઓને બેપરવાથી અવગણવા, ઘણી વાર અપમાનો ખાળવાની સૌથી સારી રીત છે.
વધુમાં સુલેમાન રાજાએ કહ્યું: “વળી જે જે શબ્દો બોલવામાં આવે છે તે સર્વને લક્ષમાં ન લે [“લોકો જે કહે છે એ સર્વને ધ્યાન ન આપ”—ટૂડેઝ ઈંગ્લીશ વર્શન]; રખેને તું તારા ચાકરને તને શાપ દેતાં સાંભળે; કેમ કે તારું પોતાનું અંતઃકરણ જાણે છે કે તેં પણ વારંવાર બીજાઓને શાપ દીધા છે.” (સભાશિક્ષક ૭:૨૧, ૨૨) મશ્કરી કરનારાઓની ઉગ્ર ટીકાઓને “લક્ષમાં લેવા”નો અર્થ તમારે વિષે બીજાઓના અભિપ્રાયો પ્રત્યે વધુ પડતું ચિંતાતુર બનવું થાય છે. શું તેઓનો અભિપ્રાય ખરો છે? પ્રેષિત પાઊલ પર ઇર્ષાળુ સમોવડિયાએ અયોગ્ય હુમલો કર્યો, પરંતુ તેણે જવાબ આપ્યો: “પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરે, એની મને ઝાઝી દરકાર નથી; . . . મારો ન્યાય કરનાર તો પ્રભુ [“યહોવાહ,” NW] છે.” (૧ કોરીંથી ૪:૩, ૪) દેવ સાથેનો પાઊલનો સંબંધ એટલો બધો મજબૂત હતો કે અયોગ્ય હુમલાઓનો સામનો કરવા તેની પાસે ભરોસો અને આંતરિક સામર્થ્ય હતાં.
પોતાનો પ્રકાશ ફેલાવવો
કેટલીક વાર ખ્રિસ્તી તરીકેના જીવનની તમારી રીતને લીધે તમારી મશ્કરી થઈ શકે. ઈસુ ખ્રિસ્તે પોતે આવો “વિરોધ” સહન કરવાનો હતો. (હેબ્રી ૧૨:૩) યહોવાહનો સંદેશો હિંમતથી બોલવાને લીધે યિર્મેયાહ પણ “આખો દિવસ મશ્કરીને પાત્ર બન્યો.” હેરાનગતિ એટલી લાંબી ચાલી કે યિર્મેયાહ થોડાંક સમય માટે નિરાશ થઈ ગયો. “તેને [યહોવાહને] વિષે હું વાત કરીશ નહિ, ને તેને નામે ફરી બોલીશ નહિ,” તેણે નિર્ણય કર્યો. તેમ છતાં, દેવ અને સત્ય માટેના તેના પ્રેમે છેવટે તેને પોતાનો ભય આંબવા પ્રેર્યો.—યિર્મેયાહ ૨૦:૭-૯.
તેવી જ રીતે આજે કેટલાક ખ્રિસ્તી યુવાનો નિરુત્સાહ થયાં છે. મજાક બંધ કરવા માટે ચિંતાતુર બની, કેટલાકે પોતે ખ્રિસ્તીઓ છે એ હકીકત છુપાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ઘણી વાર દેવ માટેનો તેઓનો પ્રેમ આવી વ્યકિતઓને પોતાનો ભય આંબવા અને ‘પોતાનો પ્રકાશ ફેલાવવા દેવા’ પ્રેરે છે! (માત્થી ૫:૧૬) દાખલા તરીકે, એક તરુણ છોકરાએ કહ્યું: “મારું વલણ બદલાયું. મેં ખ્રિસ્તી હોવાને ઊંચકીને ફરવાના બોજ તરીકે જોવાનું બંધ કર્યું અને એને ગર્વ લેવાની બાબત તરીકે જોવાનું શરૂ કર્યું.” તમે પણ દેવને જાણવાના અને બીજાઓને મદદ કરવા તે તમારો ઉપયોગ કરે છે એ લહાવામાં “અભિમાન” કરી શકો.—૧ કોરીંથી ૧:૩૧.
તેમ છતાં, બીજાઓની સતત ટીકા કરી અથવા તમે બીજાઓ કરતાં ઉચ્ચ છો એવી છાપ પાડી તિરસ્કારને આમંત્રણ ન આપો. તમારા વિશ્વાસના સહભાગી થવાની તક ઊભી થાય ત્યારે, સહભાગી થાઓ, પરંતુ એ “નમ્રતાથી તથા સત્યતાથી” કરો. (૧ પીતર ૩:૧૫) તમે શાળામાં છો એ દરમ્યાન સારી વર્તણૂક માટેની તમારી શાખ તમારું સૌથી મોટું રક્ષણ સાબિત થઈ શકે. બીજાઓને તમારું હિંમતવાન સ્થાન ન ગમે છતાં, ઘણી વાર કચવાતા મને પણ તેઓ એને માટે તમને માન આપશે.
છોકરીઓનું એક વૃંદ વનેસ્સા નામની એક છોકરીને માર મારી, ધક્કા મારી, તેના હાથમાંથી પુસ્તકો પાડી નાખી તેને હેરાન કરતું—ઝગડો ઊભો કરવા. તેઓએ તેના માથા અને ચોખ્ખા સફેદ ડ્રેસ પર ચોકલેટ મિલ્ક શેક પણ રેડ્યું. તોપણ તે ઉશ્કેરણી આગળ કદી પણ નમી નહિ. કેટલાક વખત પછી, વનેસ્સા વૃંદની આગેવાનને યહોવાહના સાક્ષીઓના મહાસંમેલનમાં મળી! “હું તારો ધિક્કાર કરતી હતી . . . ,” અગાઉની બદમાશે કહ્યું. “હું જોવા માગતી હતી કે તું ફકત એક વાર તારી સ્વસ્થતા ગુમાવે.” તેમ છતાં, વનેસ્સાએ પોતાની સ્વસ્થતા કઈ રીતે જાળવી એ વિષેની તેની જિજ્ઞાસા તેને યહોવાહના સાક્ષીઓ સાથે બાઈબલનો અભ્યાસ સ્વીકારવા દોરી ગઈ. “હું જે શીખી એને હું પ્રેમ કરવા લાગી,” તેણે ચાલુ રાખ્યું, “અને આવતી કાલે હું બાપ્તિસ્મા લેવાની છું.”
તેથી સમોવડિયાના “વિરોધ”ને તમારા આત્માને તોડવા ન દો. યોગ્ય હોય ત્યારે, વિનોદવૃત્તિ બતાવો. દુષ્ટતાને માયાળુપણાંથી પ્રત્યુત્તર આપો. ઝગડાના અગ્નિમાં બળતણ નાખવાની ના પાડો, અને સમય જતાં તમારા સતાવનારાઓ તમને મશ્કરીનું લક્ષ્ય બનાવવામાં જરા પણ આનંદ નહિ લે, કેમ કે “બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે.”—નીતિવચન ૨૬:૨૦.
ઘણાં યુવાનો સમોવડિયાની હેરાનગતિનો ભોગ બને છે
મશ્કરી કરનાર તમારા પ્રત્યાઘાતનો આનંદ, તમારા દુઃખમાં મોજ, માણવા માગે છે. વળતો ઘા કરવો, રક્ષણાત્મક બનવું, અથવા રડી પડવું શકયપણે તેને હેરાનગતિ ચાલુ રાખવાનું ઉત્તેજન આપશે
_
બહાદુરી પાછળ, સતાવનારાઓ ખરેખર કહેતા હોય શકે: ‘અમને ખરેખર અમે ગમતાં નથી, પરંતુ બીજાઓને નીચા પાડવાથી અમને સારું લાગે છે’
_
મજાક કરવામાં આવે ત્યારે વિનોદવૃત્તિ પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરો
_
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૧૯
_
◻ બીજાઓની ક્રૂર મશ્કરી કરનારાઓને દેવ કઈ દ્રષ્ટિથી જુએ છે?
◻ ઘણી વાર યુવાનોની હેરાનગતિ પાછળ શું રહેલું હોય છે?
◻ તમે કઈ રીતે મશ્કરી ઓછી અથવા બંધ પણ કરી શકો?
◻ બીજાઓ તમારી મજાક કરતાં હોય ત્યારે પણ, તમે શાળામાં “તમારો પ્રકાશ ફેલાવવા દો” એ શા માટે મહત્ત્વનું છે?
◻ શાળામાં હિંસાથી પોતાને રક્ષવા તમે કયાં પગલાં લઈ શકો?
_
હું માર ખાવાનું કઈ રીતે નિવારી શકું?
‘જીવ મૂઠ્ઠીમાં લઈને શાળામાં જવાનું હોય છે.’ ઘણાં વિદ્યાર્થીઓ એમ કહે છે. પરંતુ હથિયાર રાખવું મૂર્ખતાભર્યું છે અને મુશ્કેલી નોંતરે છે. (નીતિવચન ૧૧:૨૭) તો પછી, તમે પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકો?
જોખમકારક જગ્યાઓ જાણો અને નિવારો. કેટલીક શાળાઓમાં પરશાળ, દાદરો, અને લોકર રૂમ ખરેખરા તોફાનની જગ્યાઓ હોય છે. અને મારામારી તથા કેફી દવાઓના ઉપયોગ માટે ભેગા થવાની જગ્યા તરીકે જાજરૂઓ એટલા બધા નામચીન હોય છે કે ઘણાં યુવાનો એ સુવિધાઓનો ઉપયોગ કરવાને બદલે અગવડ સહન કરશે.
તમારી સંગત વિષે સાવધ રહો. ઘણી વાર ફકત ખોટા ટોળા સાથે સંગત રાખવાને લીધે યુવાન પોતે ઝગડામાં સંડોવાઈ શકે. (જુઓ નીતિવચન ૨૨:૨૪, ૨૫.) અલબત્ત, તમારા સહાધ્યાયીઓની ઉપેક્ષા કરવી તેઓને દૂર કરી શકે અથવા તમારા પ્રત્યે તિરસ્કરણીય બનાવી શકે. તમે તેઓ સાથે મૈત્રીભર્યા અને વિનમ્ર હો તો, તેઓ તમને રહેવા દે એવી શકયતા વધુ છે.
ઝગડાથી દૂર ચાલ્યા જાઓ. “એકબીજાને પ્રદર્શન કરવાની ફરજ પાડવાનું” નિવારો. (ગલાતી ૫:૨૬, NW નિમ્નનોંધ) ઝગડામાં તમે વિજય મેળવો છતાં, તમારો વિરોધી ફરી ઝગડો કરવાના લાગનો સમય શોધી શકે. તેથી પ્રથમ વાત કરી ઝગડામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો. (નીતિવચન ૧૫:૧) વાતચીત સફળ ન થાય તો ચાલવા માંડો—અથવા દોડીને પણ—હિંસક મુકાબલાથી દૂર જાઓ. યાદ રાખો, “જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.” (સભાશિક્ષક ૯:૪) છેવટના ઉપાય તરીકે પોતાના રક્ષણ અને બચાવ માટે જરૂરી કોઈ પણ વાજબી સાધનનો ઉપયોગ કરો.—રૂમી ૧૨:૧૮.
તમારા માબાપને વાત કરો. યુવાનો “માબાપ તેઓને ડરપોક ગણશે અથવા બદમાશોનો સામનો ન કરવા માટે ધમકાવશે એવા ભયને લીધે, ભાગ્યે જ પોતાના માબાપને શાળામાંના બદમાશો રીપોર્ટ કરે છે.” (ધ લોનલીનેસ ઓફ ચિલ્ડ્રન) તેમ છતાં, ઘણી વાર માબાપની દરમ્યાનગીરી મુશ્કેલીનો અંત લાવવાનો એક માત્ર ઉપાય હોય છે.
દેવને પ્રાર્થના કરો. તમને શારીરિક હાનિમાંથી બચાવવામાં આવશે એવી દેવ બાંયધરી આપતા નથી. પરંતુ તે તમને મુકાબલાનો સામનો કરવા હિંમત અને પરિસ્થિતિ શાંત પાડવા જરૂરી ડહાપણ આપી શકે.—યાકૂબ ૧:૫.