વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp પ્રકરણ ૩૬ પાન ૨૮૯
  • હું ટીવી જોવાની મારી ટેવ પર કઈ રીતે કાબૂ રાખી શકું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હું ટીવી જોવાની મારી ટેવ પર કઈ રીતે કાબૂ રાખી શકું?
  • પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મથાળાં
  • સરખી માહિતી
  • હું ટીવી જોવા પર કઈ રીતે કાબૂ રાખી શકું?
  • ટેલિવિઝનથી સાવધાન
    સજાગ બનો!—૨૦૦૦
પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
yp પ્રકરણ ૩૬ પાન ૨૮૯

પ્રકરણ ૩૬

હું ટીવી જોવાની મારી ટેવ પર કઈ રીતે કાબૂ રાખી શકું?

ઘણાં યુવાનો અને વૃદ્ધો માટે ટીવી જોવું ગંભીર વ્યસન બની ગયું છે. સર્વેક્ષણ દર્શાવે છે કે ૧૮ની ઉંમર સુધીમાં સરેરાશ અમેરિકી યુવાને કંઈક ૧૫,૦૦૦ કલાક ટીવી જોયું હશે! અને ઘણું બધું જોનારાઓ એ ટેવ છોડવાનો પ્રયત્ન કરે છે ત્યારે એમાં ખરેખરું વ્યસન સમાયેલું છે એ દેખીતું થાય છે.

“મને ટેલિવિઝન અત્યંત મોહક લાગે છે. એ ચાલુ હોય ત્યારે હું એની અવગણના કરી શકતો નથી. હું એને બંધ કરી દઈ શકતો નથી. . . . હું એને બંધ કરવા હાથ લંબાવું છું ત્યારે, મારા હાથમાંથી શકિત જતી રહે છે. તેથી હું કલાકો સુધી ત્યાં બેસી રહું છું.” એક અપરિપકવ યુવક? ના, એ તો કોલેજના અંગ્રેજીના શિક્ષક છે! પરંતુ યુવાનો પણ ટીવીના રસિયા હોય શકે છે. “ટીવી વિનાનું સપ્તાહ” માટે સહમત થયેલા કેટલાકના પ્રત્યાઘાતોની નોંધ લો:

“હું ઉદાસીનતાની સ્થિતિમાં આવી પડી છું . . . હું પાગલ બની જઈ રહી છું.”—બાર વર્ષની સુઝન.

“મને લાગતું નથી કે હું એ ટેવ છોડી શકું. મને ટીવી અતિશય ગમે છે.”—તેર વર્ષની લિન્ડા.

“ભયંકર દબાણ હતું. મને તલપ લાગવાનું ચાલું રહ્યું. સૌથી અઘરો સમય રાતે આઠ અને દશ વાગ્યા વચ્ચેનો સમય હતો.”—અગિયાર વર્ષની લુઈસ.

તો પછી, એમાં કંઈ નવાઈ નથી કે, મોટા ભાગના યુવાનોએ “ટીવી વિનાનું સપ્તાહ”ની ઉજવણી પાગલની જેમ ટીવી પાસે દોડી જઈને કરી. પરંતુ ટીવીનું વ્યસન હસવાની બાબત હોવાને બદલે, પોતાની સાથે સંભવિત કોયડાનું ઝુંડ લાવે છે. એમાંના ફકત થોડાંકનો વિચાર કરો:

ઘટતા માકર્સ: ધ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ (યુ.એસ.)એ જણાવ્યું કે વધુ પડતું ટીવી જોવું “શાળામાં, ખાસ કરી વાંચનમાં, સિદ્ધિ ઓછી થવામાં” દોરી જઈ શકે. ધ લિટરસી હોક્ષ પુસ્તક વધારાનો આરોપ મૂકે છે: “ટીવી બાળકો પર એવી અપેક્ષા પેદા કરતી અસર પાડે છે કે શીખવું સહેલું, નિષ્ક્રિય, અને મનોરંજક હોવું જોઈએ.” આમ ટીવીના વ્યસનીને અભ્યાસ કરવો આકરી કસોટી જેવું લાગી શકે.

વાંચનની નબળી ટેવો: તમે છેલ્લી વાર કયારે પુસ્તક ઉપાડી પાનેપાના વાંચ્યું? વેસ્ટ જર્મન એસોસીએશન ઓફ ધ બુક ડીલર્સના વકતાએ વિલાપ કર્યો: “આપણે એવા લોકોનું રાષ્ટ્ર બન્યા છીએ જેઓ નોકરી પછી ઘરે જઈ ટેલિવિઝન સામે બેઠા-બેઠા ઊંઘી જાય છે. આપણે ઓછુંને ઓછું વાંચી રહ્યાં છીએ.” તેવી જ રીતે ઓસ્ટ્રેલિયામાંના એક અહેવાલે કહ્યું: “સરેરાશ ઓસ્ટ્રેલીયન બાળકે દર એક કલાકના વાંચન પાછળ સાત કલાક ટેલિવિઝન જોયું હશે.”

ઘટી ગયેલું કૌટુંબિક જીવન: એક ખ્રિસ્તી સ્ત્રીએ લખ્યું: “અતિશય ટીવી જોવાને લીધે . . . હું ઘણી જ એકલવાયી હતી અને મને એકલતા લાગી. એ એવું હતું જાણે [મારા] કુટુંબમાં બધા અજાણ્યા હતાં.” તેવી જ રીતે શું તમને લાગે છે કે તમે ટીવીને લીધે તમારા કુટુંબ સાથે ઓછો સમય પસાર કરી રહ્યા છો?

આળસ: કેટલાકને લાગે છે કે ટીવીની નિષ્ક્રિયતા પોતે જ “[યુવકને] પ્રયત્ન વિના [તેની] જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે એવી અપેક્ષા અને જીવન પ્રત્યેની નિષ્ક્રિય દ્રષ્ટિ તરફ દોરી જઈ શકે.”

બિનઆરોગ્યપ્રદ અસરોના સંપર્કમાં આવવું: કેબલ ટેલિવિઝનની કેટલીક ચેનલો ઘરમાં બીભત્સતા લાવે છે. અને ઘણી વાર સામાન્ય કાર્યક્રમો કાર અકસ્માતો, વિસ્ફોટ, ખૂન, ગોળીબાર, અને કરાટે લાતોનો સતત આહાર પૂરો પાડે છે. એક અંદાજ અનુસાર, યુનાઈટેડ સ્ટેટ્‌સમાં યુવક ૧૪ વર્ષનો થાય ત્યાં સુધીમાં, ટીવી પર ૧૮,૦૦૦ લોકોની કતલનો સાક્ષી બનશે; મારામારી અને ભાંગફોડ તો બાજુએ જ રહી.

બ્રિટિશ સંશોધક વિલિયમ બેલ્સનને જણાયું કે ટીવી પર હિંસક કાર્યક્રમો જોઈને ઉછરનારા છોકરાઓ “ગંભીર પ્રકારની હિંસામાં પરોવાય” એવી શકયતા વધુ છે. તેણે એવો પણ દાવો કર્યો કે ટીવીમાંની હિંસા “અપશબ્દો અને ગંદી ભાષાના ઉપયોગ, રમતગમતમાં આક્રમકતા, બીજા છોકરા પર હિંસાનો ઉપયોગ કરવાની ધમકી, દિવાલો પર સૂત્રો લખવા, [અને] બારીઓ તોડવી” ઉશ્કેરે છે. તમે વિચારી શકો કે આવી બધી અસરો તમને અસર નહિ કરે ત્યારે, બેલ્સનના અભ્યાસને જણાયું કે ટીવી હિંસાના સંપર્કમાં આવવાથી હિંસા પ્રત્યેની “છોકરાઓના સજાગ વલણો બદલાયાં” નહિ. દેખીતી રીતે જ હિંસાના સતત આહારે હિંસા વિરુદ્ધની તેઓની બિનસજાગ મર્યાદાઓને કોતરી ખાધી.

જો કે, વધુ ચિંતાની બાબત તો, ટીવી હિંસાના વ્યસનની વ્યકિતના દેવ સાથેના સંબંધ પરની અસર છે, જે ‘હિંસા ચાહનાર દરેકને ધિક્કારે છે.’—ગીતશાસ્ત્ર ૧૧:૫.

હું ટીવી જોવા પર કઈ રીતે કાબૂ રાખી શકું?

એનો અર્થ એવો થતો નથી કે ટીવીને સ્વાભાવિક રીતે જ દુષ્ટ તરીકે જોવામાં આવે. લેખક વાન્સ પેકાર્ડ ચીંધે છે: “યુ.એસ. ટેલિવિઝન પરનું ઘણું બધું બદલો આપનારું બની શકે . . . ઘણી વાર વહેલી સાંજે એવા કાર્યક્રમો હોય છે જેઓ કુદરતનું કાર્ય—ચામાચીડિયા, બીવર, બિસનથી માંડીને બ્લોફિશ સુધીનું—બતાવતી ફોટોગ્રાફીમાં ભવ્ય સિદ્ધિ હોય છે. જાહેર ટેલિવિઝનમાં આશ્ચાર્યચકિત કરતું બેલે, સંગીત નાટક, અને વૃંદ સંગીત હોય છે. મહત્ત્વના પ્રસંગો આવરવામાં ટીવી ઘણું સારું હોય છે . . . પ્રસંગોપાત ટીવી પ્રકાશિત કરતા નાટકીય કાર્યક્રમો રજૂ કરે છે.”

તથાપિ, સારી બાબત પણ વધુ પડતી હોય તો હાનિકારક બની શકે. (સરખાવો નીતિવચન ૨૫:૨૭.) અને તમને લાગે કે તમારી પાસે હાનિકારક કાર્યક્રમો બંધ કરવાનો આત્મસંયમ નથી તો, પ્રેષિત પાઊલના શબ્દો યાદ રાખવા સારું છે: “હું કોઈ પણ બાબતને મને એનો ગુલામ બનાવવા નહિ દઉં.” (૧ કોરીંથી ૬:૧૨, ટૂડેઝ ઈંગ્લીશ વર્શન) તો પછી, તમે ટીવીની ગુલામીમાંથી કઈ રીતે મુકત થઈ શકો અને તમારા જોવા પર કાબૂ રાખી શકો?

લેખિકા લિન્ડા નીલસન અવલોકે છે: “આત્મસંયમ ધ્યેયો બેસાડવાનું શીખવાથી શરૂ થાય છે.” પ્રથમ, તમારી હાલની ટેવોનું પૃથક્કરણ કરો. એક સપ્તાહ માટે, તમે કયા કાર્યક્રમો જુઓ છો અને દરરોજ ટીવી સામે તમે કેટલો સમય વિતાવો છો એની નોંધ રાખો. તમે ઘરે આવો છો એ જ ઘડીએ એને ચાલુ કરો છો? તમે એને કયારે બંધ કરો છો? દર અઠવાડીયે “જોવા જ પડે” એવા કેટલા કાર્યક્રમો છે? પરિણામો જોઈને તમને આઘાત લાગશે.

પછી તમે જે કાર્યક્રમો જુઓ છો એ પર ઝીંણવટભરી નજર નાખો. “જેમ તાળવું અન્‍નનો સ્વાદ પારખે છે, તેમ શું કાન શબ્દોની પરીક્ષા કરતો નથી?” બાઈબલ પૂછે છે. (અયૂબ ૧૨:૧૧) તેથી (તમારા માબાપની સલાહસહિત) નિર્ણાયકતાનો ઉપયોગ કરો અને કયા કાર્યક્રમો ખરેખર જોવાને લાયક છે એ તપાસો. કેટલાક કયા કાર્યક્રમો જોવા એ અગાઉથી નક્કી કરે છે અને ફકત એ કાર્યક્રમો માટે જ ટીવી ચાલુ કરે છે! બીજાઓ શાળાના-સપ્તાહ-દરમ્યાન-ટેલિવિઝન-નહિ અથવા દિવસમાં-એક-જ-કલાક જેવા નિયમો સ્થાપી વધુ કડક પગલાં લે છે.

પરંતુ શાંત ટીવી વધુ પડતી લાલચ બનતું હોય તો શું? એક કુટુંબે આ રીતે કોયડો હલ કર્યો: “અમે અમારું ટીવી નજર બહાર ભોંયરામાં રાખીએ છીએ . . . એ ભોંયરામાં હોવાથી તમે ઘરમાં પ્રવેશો કે તરત જ એને ચાલુ કરવાની લાલચ ઓછી હોય છે. તમારે કંઈક જોવું હોય તો ખાસ પ્રયત્ન કરી નીચે જવું પડે.” તમારું ટીવી કબાટમાં, અથવા ફકત પ્લગ કાઢી નાખીને રાખવું પણ એટલું જ અસરકારક બની શકે.

રસપ્રદપણે, “ટીવી વિનાનું સપ્તાહ”માં ભાગ લેનારા યુવાનોને તેઓની સર્વ ‘પીછેહઠ પીડા’ છતાં ટીવી માટે કેટલાક હકારાત્મક અવેજી કાર્યો મળ્યાં. એક છોકરીએ યાદ કર્યું: “મેં મારી મમ્મી સાથે વાત કરી. મારું ધ્યાન તેની અને ટેલિવિઝનની વચ્ચે વહેંચાયું ન હોવાથી, મારી દ્રષ્ટિમાં તે વધુ રસપ્રદ વ્યકિત બની.” બીજી છોકરીએ રસોઈમાં હાથ અજમાવી સમય પસાર કર્યો. જેસન નામના યુવકને જણાયું કે “ટીવીને બદલે બાગમાં” જવું, માછલી પકડવી, વાંચવું, અથવા દરિયા કિનારે જવું પણ મઝાનું બની શકે.

વાયંતનો અનુભવ (“હું ટીવીનો વ્યસની હતો” શીર્ષકવાળું સામેલપત્રક જુઓ) દ્રષ્ટાંત પૂરું પાડે છે કે ટીવી જોવા પર કાબૂ રાખવાની બીજી ચાવી છે “પ્રભુના કામમાં સદા મચ્યા” રહેવું. (૧ કોરીંથી ૧૫:૫૮) તમને પણ જણાશે કે દેવની નિકટ આવવું, હવે પ્રાપ્ય ઘણાં સારા પ્રકાશનોની મદદથી બાઈબલનો અભ્યાસ કરવો, અને દેવના કામમાં પોતાને વ્યસ્ત રાખવા ટીવીનું વ્યસન આંબવા તમને મદદ કરશે. (યાકૂબ ૪:૮) સાચું, ટીવી જોવું માર્યાદિત કરવાનો અર્થ તમારા કેટલાક માનીતા કાર્યક્રમો ચૂકવા થશે. પરંતુ તમારે શા માટે દરેક કાર્યક્રમને ગુલામની જેમ અનુસરી, ટીવીનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ? (૧ કોરીંથી ૭:૨૯, ૩૧ જુઓ.) પ્રેષિત પાઊલની જેમ પોતાની સાથે ‘આકરા’ બનવું વધારે સારું છે, જેણે એક વાર કહ્યું: “હું મારા દહેનું દમન કરૂં છું, તથા તેને વશમાં રાખું છું.” (૧ કોરીંથી ૯:૨૭) શું ટીવીના ગુલામ બનવા કરતા એ વધારે સારું નથી?

ટીવી જોવું કેટલાક માટે ગંભીર વ્યસન છે

ટેલિવિઝન પ્રતિકૂળ જગ્યાએ મૂકવામાં આવે ત્યારે, એને ચાલુ કરવાની લાલચ ઓછી હોય છે

“હું ઉદાસીનતાની સ્થિતિમાં આવી પડી છું . . . હું પાગલ બની જઈ રહી છું.”—“ટીવી વિનાનું સપ્તાહ”માં ભાગ લેનાર, બાર વર્ષની સુઝન.

ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૩૬

◻ શા માટે ટીવી જોવું કેટલાક યુવાનો માટે વ્યસન છે એમ કહી શકાય?

◻ વધુ પડતું ટીવી જોવાની કેટલીક સંભવિત નુકસાનકારક અસરો કઈ છે?

◻ ટીવી જોવા પર કાબૂ રાખવાની કેટલીક રીતો કઈ છે?

◻ ટીવી જોવાને બદલે તમે શું કરી શકો?

“હું ટીવીનો વ્યસની હતો”—ઇન્ટર્વ્યૂ

ઇન્ટર્વ્યૂ લેનાર: વાયંત, તમે ટીવીના બંધાણી બન્યા ત્યારે તમારી ઉંમર કેટલી હતી?

વાયંત: લગભગ દશ વર્ષની. હું નિશાળેથી આવતો કે તરત જ ટીવી ચાલુ કરતો. પ્રથમ, હું કાર્ટૂન અને બાળકોના કાર્યક્રમો જોતો. પછી સમાચાર આવતા, . . . અને હું રસોડામાં જઈ કંઈક ખાવાનું શોધતો. પછી, હું ટીવી પાસે પાછો જતો અને ઊંઘ આવતી ત્યાં સુધી જોતો.

ઇન્ટર્વ્યૂ લેનાર: તમને તમારા મિત્રો માટે કયારે સમય મળતો?

વાયંત: ટીવી મારો મિત્ર હતું.

ઇન્ટર્વ્યૂ લેનાર: તો પછી તમારી પાસે રમવા કે રમતગમત માટે સમય ન હતો?

વાયંત: [હસતા હસતા] મારી પાસે વ્યાયામની ક્ષમતા જ નથી. મેં બધો વખત ટીવી જોયા કર્યું તેથી, મેં કદી પણ એ વિકસાવી નહિ. મને બાસ્કેટ બોલ બરાબર રમતા આવડતું નથી. અને વ્યાયામના વર્ગમાં મને સૌથી છેલ્લે પસંદ કરવામાં આવતો. જો કે, મેં વ્યાયામની ક્ષમતા થોડી વધારે વિકસાવી હોત તો સારું થાત—એટલા માટે નહિ કે હું બડાઈ મારી શકું, પરંતુ એટલા માટે કે ઓછામાં ઓછું મેં થોડોક આનંદ માણ્યો હોત.

ઇન્ટર્વ્યૂ લેનાર: તમારા માકર્સ વિષે શું?

વાયંત: મને પ્રાથમિક શાળામાં વાંધો ન આવ્યો. હું છેલ્લી ઘડીએ મોડે સુધી જાગી મારું લેશન કરતો. પરંતુ મેં અભ્યાસની આવી નબળી ટેવો વિકસાવી હોવાથી માધ્યમિક શાળામાં અઘરું પડ્યું.

ઇન્ટર્વ્યૂ લેનાર: શું આટલું બધું ટીવી જોવાએ તમને અસર કરી છે?

વાયંત: હા. કેટલીક વાર હું લોકો મધ્યે હોઉં છું ત્યારે વાતચીતમાં ભાગ લેવાને બદલે હું તેઓને ફકત નિહાળતો હોઉં એમ લાગે છે—જાણે હું ટીવી પર ચર્ચાનો કાર્યક્રમ જોતો હોઉં. હું ઇચ્છું છું કે હું લોકો સાથે વધારે સારી રીતે ભળી શકું તો સારું.

ઇન્ટર્વ્યૂ લેનાર: વારુ, તમે આ વાતચીત સારી રીતે કરી. દેખીતી રીતે જ તમે તમારું વ્યસન આંબ્યું છે.

વાયંત: હું માધ્યમિક શાળામાં પ્રવેશ્યો પછી મેં ટીવીથી દૂર થવાનું શરૂ કર્યું. . . . મેં સાક્ષી યુવકોની સંગત શોધી અને આત્મિક પ્રગતિ કરવાનું શરૂ કર્યું.

ઇન્ટર્વ્યૂ લેનાર: પરંતુ તમારા ટીવી જોવા સાથે એને શું સંબંધ?

વાયંત: આત્મિક બાબતો માટેની મારી કદર વધી તેમ, મને સમજાયું કે હું જોતો હતો એવા ઘણાં કાર્યક્રમો ખરેખર ખ્રિસ્તીઓ માટે ન હતાં. વળી, મને બાઈબલનો વધુ અભ્યાસ કરવાની અને ખ્રિસ્તી સભાઓ માટે તૈયારી કરવાની જરૂર જણાઈ. એનો અર્થ થયો મોટા ભાગનું ટીવી જોવું બાકાત કરવું. જો કે, એ સહેલું ન હતું. મને શનિવાર સવારના કાર્ટૂન બહુ ગમતા હતા. પરંતુ પછી મંડળમાંના એક ખ્રિસ્તી ભાઈએ શનિવારે સવારે મને તેમની સાથે બારણે-બારણેના પ્રચાર કાર્યમાં જવા આમંત્રણ આપ્યું. એણે મારી શનિવાર સવારની ટીવી જોવાની ટેવ ભાંગી. આમ છેવટે હું ટીવી જોવાને ખરેખર ઓછું કરતા શીખ્યો.

ઇન્ટર્વ્યૂ લેનાર: આજને વિષે શું?

વાયંત: વારુ, મારે હજુ પણ કોયડો છે કે ટીવી ચાલુ હોય તો, હું બીજું કંઈ કરી શકતો નથી. તેથી હું મોટા ભાગે એને બંધ રાખું છું. હકીકતમાં, થોડા મહિનાઓ પહેલા મારું ટીવી બગડી ગયું અને મેં એને સુધારવાની તસ્દી લીધી નથી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો