વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp પ્રકરણ ૩૮ પાન ૩૦૫
  • મારા માટે ભાવિમાં શું રહેલું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મારા માટે ભાવિમાં શું રહેલું છે?
  • પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મથાળાં
  • સરખી માહિતી
  • પૃથ્વી માટેનો દેવનો હેતુ—અને તમારું ભાવિ
  • દેવના વચનોની ‘પારખ કરવી’
  • બાઈબલ સાચું છે એમ પોતે સાબિત કરવું
  • શાસ્ત્ર શું જણાવે છે?
    સજાગ બનો!—૨૦૧૭
  • શું જીવનમાં કદી સુખ-શાંતિ આવશે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • પૃથ્વી
    સજાગ બનો!—૨૦૧૫
પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
yp પ્રકરણ ૩૮ પાન ૩૦૫

પ્રકરણ ૩૮

મારા માટે ભાવિમાં શું રહેલું છે?

“ન્યુકલીયર ધમકીઓથી ચિહ્‍નિત જગતમાં મને ભાવિનો ડર લાગે છે.” એક જર્મન યુવકે પોતાના દેશના સૌથી મોટા રાજકીય અધિકારીને સંબોધતા એમ કહ્યું.

તેવી જ રીતે કદાચ ભાવિની તમારી દ્રષ્ટિમાં પણ ન્યુકલીયર અગ્‍નિગોળામાં નાશ પામવાના ભણકારા વાગી રહ્યાં હશે. “શા માટે મારે સારા માકર્સ મેળવવાની પરવા કરવી જોઈએ?” એક યુવકે પૂછ્યું. “છેવટે તો જગતનો નાશ જ થવાનો છેને.” ખરેખર, શાળામાંના બાળકોના એક સર્વેક્ષણમાં, નાના છોકરાઓએ ન્યુકલીયર યુદ્ધને તેઓના સૌથી મોટા ભય તરીકે ઉલ્લેખ્યું. છોકરીઓએ ફકત “મારા માબાપના મૃત્યુ”ના ભય પછી, એને બીજે નંબરે મૂકયું.

જો કે, ન્યુકલીયર ધુમાડાનો ગોટો ક્ષિતિજ પરનું એક માત્ર વાદળ નથી. “વસ્તી વધારો, કુદરતી સંપત્તિ ખૂટી પડવી, વાતાવરણનું પ્રદુષણ” અને ઝઝૂમી રહેલી બીજી આફતોની ધમકી પ્રખ્યાત માનસશાસ્ત્રી બી. એફ. સ્કીનરને એમ તારવવા દોરી ગઈ: “હવે આપણો જૂથપ્રકાર (સ્પીશીઝ) ધમકી હેઠળ હોય એમ દેખાય છે.” પછીથી તેમણે કબૂલ્યું: “હું ઘણો નિરાશાવાદી છું. ખરેખર, આપણે આપણા કોયડા હલ કરી શકવાના નથી.”

શિક્ષિત અવલોકનકર્તાઓ પણ ભાવિને ગભરાટસહિત જુએ છે તેથી, એમાં કંઈ નવાઈ નથી કે ઘણાં યુવાનો એવું વલણ પ્રદર્શિત કરે છે: “ભલે ખાઈએ તથા પીઈએ, કેમકે કાલે આપણે મરવાના છીએ.” (૧ કોરીંથી ૧૫:૩૨) તમારું ભાવિ રાજકારણીઓ અને વૈજ્ઞાનિકો પર આધાર રાખતું હોય તો, એ ખરેખર ગમગીન દેખાય છે. કેમ કે યિર્મેયાહ ૧૦:૨૩ કહે છે: “મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”

એવું નથી કે માણસ પાસે શાસન ચલાવવાની ક્ષમતા નથી. નોંધ લો કે એમ કરવું માણસના “હાથમાં નથી”—પૃથ્વીના ભાવિની વ્યવસ્થા કરવાનો તેને હક્ક નથી. આમ તેના પ્રયત્નો નિષ્ફળ જવા બંધાયેલા છે. એ કારણથી, યિર્મેયાહે દૈવી દરમ્યાનગીરી માટે પ્રાર્થના કરી: “હે યહોવાહ, કેવળ ન્યાયની રૂએ મને શિક્ષા કર.” (યિર્મેયાહ ૧૦:૨૪) એનો અર્થ થાય કે આપણા ઉત્પન્‍નકર્તા આપણું ભાવિ નક્કી કરશે. પરંતુ એ ભાવિ કેવું હશે?

પૃથ્વી માટેનો દેવનો હેતુ—અને તમારું ભાવિ

માણસની ઉત્પત્તિના થોડા જ સમય પછી, દેવે પ્રથમ માનવ યુગલને કહ્યું: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” (ઉત્પત્તિ ૧:૨૮) આમ માણસ સમક્ષ ગોળાવ્યાપી પારાદેશમાં જીવનનું ભાવિ મૂકવામાં આવ્યું હતું.

જો કે, પ્રથમ યુગલે દેવના શાસન વિરુદ્ધ બળવો કર્યો. સુલેમાને પછીથી કહ્યું તેમ, “ઈશ્વરે મનુષ્યને નેક બનાવ્યું છે ખરૂં; પણ તેઓએ ઘણી યુકિતઓ શોધી કાઢી છે.” (સભાશિક્ષક ૭:૨૯) માનવ યુકિતઓ આફતમય સાબિત થઈ છે, જે હાલની પેઢી માટે દુઃખ અને ભાવિની સૌથી ગમગીન અપેક્ષાઓનો વારસો મૂકી ગઈ છે.

શું એનો અર્થ એવો થાય કે દેવે પૃથ્વીને પ્રદુષિત, કિરણોત્સર્ગી—અને કદાચ જીવનવિહીન—ગોળો બનવા પડતી મૂકી છે? અશકય! “પૃથ્વીનો બનાવનાર તથા તેનો કર્તા તે છે; તેણે એને સ્થાપન કરી, ઉજ્જડ રહેવા સારૂં એને ઉત્પન્‍ન કરી નથી, તેણે વસ્તીને સારૂં તેને બનાવી.” આમ પૃથ્વી માટેનો તેમણે વ્યકત કરેલો હેતુ જરૂર પરિપૂર્ણ થશે!—યશાયાહ ૪૫:૧૮; ૫૫:૧૦, ૧૧.

પરંતુ કયારે—અને કઈ રીતે? તમે પોતે લુકનો ૨૧મો અધ્યાય વાંચો. ત્યાં ઈસુએ આ સદી દરમ્યાન માણસજાતને ભરડામાં લેનાર કોયડા વિષે ભાખ્યું: આંતરરાષ્ટ્રીય યુદ્ધો, ધરતીકંપો, રોગ, ખોરાકની અછત, વિસ્તૃત ફેલાયેલો ગુનો. આ બનાવો શું દર્શાવે છે? ઈસુ પોતે સમજાવે છે: “પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમકે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે. . . . તમે પણ આ સઘળાં થતાં જુઓ ત્યારે જાણજો કે દેવનું રાજ પાસે છે.”—લુક ૨૧:૧૦, ૧૧, ૨૮, ૩૧.

એ રાજ્ય તમારા ભાવિ માટેની ચાવી છે. સાદા શબ્દોમાં, એ એક સરકાર છે, પૃથ્વી પર શાસન કરવાનું દેવનું સાધન. એ રાજ્ય સરકાર પૃથ્વીનો કાબૂ માનવી હાથોમાંથી બળપૂર્વક લઈ લેશે. (દાનીયેલ ૨:૪૪) “પૃથ્વીનો નાશ કરનારા” પોતે દેવના હાથે નાશનો સામનો કરશે, જે પૃથ્વીને—અને માણસજાતને—માનવ અત્યાચારના આક્રમણમાંથી બચાવશે.—પ્રકટીકરણ ૧૧:૧૮; સભાશિક્ષક ૧:૪.

પૃથ્વી દેવના રાજ્યની વ્યવસ્થા હેઠળ સલામતીમાં ધીમે ધીમે ગોળાવ્યાપી પારાદેશ બનશે. (લુક ૨૩:૪૩) આમ પર્યાવરણ ફરી સંપૂર્ણ સમતોલ બનશે. કેમ વળી, માણસ અને પશુ વચ્ચે પણ સુમેળ હશે. (યશાયાહ ૧૧:૬-૯) યુદ્ધ અને યુદ્ધના શસ્ત્રો અદ્રશ્ય થશે. (ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯) ગુનો, ભૂખમરો, ઘરની અછત, માંદગી—અરે ખુદ મરણ પણ—નાબૂદ કરાશે. પૃથ્વીના રહેવાસીઓ ‘પુષ્કળ શાંતિમાં આનંદ કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; ૭૨:૧૬; યશાયાહ ૬૫:૨૧, ૨૨; પ્રકટીકરણ ૨૧:૩, ૪.

દેવના વચનોની ‘પારખ કરવી’

પારાદેશમાં અનંતજીવન—એ તમારું ભાવિ બની શકે! પરંતુ એ વિચાર અસરકારક જણાતો હોય ત્યારે, કદાચ તમને બધા સારા લોકો આકાશમાં જાય છે એ માન્યતા જતી કરવી મુશ્કેલ લાગતું હશે, અથવા તમને ખુદ બાઈબલ વિષે શંકાઓ હશે. કેટલીક વાર યહોવાહના સાક્ષીઓ મધ્યેના કેટલાક યુવાનોને પણ પોતાનો વિશ્વાસ ચોંકાવનારી રીતે ડગમગતો જણાયો છે. દાખલા તરીકે, મિશેલને સાક્ષી માબાપ દ્વારા ઉછેરવામાં આવી હતી. બાઈબલ સાચું છે એ સ્વીકારવું જાણે દિવસને રાત અનુસરે છે એ સ્વીકારવા જેવું હતું. જો કે, એક દિવસ તેને વિચાર આવ્યો—તેને ખબર ન હતી કે તે શા માટે બાઈબલમાં માનતી હતી. “મને લાગે છે મેં ત્યાર સુધી માન્યું કેમ કે મારા પપ્પા-મમ્મીએ એમ માન્યું,” તેણે કહ્યું.

“વિશ્વાસ વગર દેવને પ્રસન્‍ન કરવો એ બનતું નથી,” બાઈબલ કહે છે. (હેબ્રી ૧૧:૬) તોપણ, વિશ્વાસ એવી બાબત નથી જે તમારા પપ્પા-મમ્મી પાસે હોય એટલે તમને પણ મળે. તમારું ભાવિ સલામત બને એ માટે, તમારે નક્કર પુરાવા—“જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી”—પર આધારિત વિશ્વાસ ઘડવો જોઈએ. (હેબ્રી ૧૧:૧) બાઈબલ જણાવે છે તેમ, તમારે ‘સઘળાંની પારખ કરવી’ જોઈએ.—૧ થેસ્સાલોનીકી ૫:૨૧.

બાઈબલ સાચું છે એમ પોતે સાબિત કરવું

બાઈબલ સાચે જ “ઈશ્વરપ્રેરિત છે” કે નહિ એ તમારે પ્રથમ પારખવાની જરૂર પડે. (૨ તીમોથી ૩:૧૬) તમે એમ કઈ રીતે કરી શકો? વારુ, ફકત સર્વશકિતમાન દેવ જ અચૂકપણે ‘આરંભથી પરિણામ જાહેર કરી’ શકે. (યશાયાહ ૪૩:૯; ૪૬:૧૦) અને તે બાઈબલમાં વારંવાર એમ કરે છે. યરૂશાલેમના પતન વિષેની લુક ૧૯:૪૧-૪૪ અને ૨૧:૨૦, ૨૧માં નોંધવામાં આવેલી, અથવા યશાયાહ ૪૪:૨૭, ૨૮ અને ૪૫:૧-૪માંની બાબેલોનના પતન વિષેની, ભવિષ્યવાણીઓ વાંચો. બાઈબલે એ બનાવો કેટલા અચૂકપણે ભાખ્યા હતા એ દુન્યવી ઇતિહાસ સાબિત કરે છે! “એની કેટલીક ભવિષ્યવાણીઓ તપાસ્યા પછી,” ૧૪ વર્ષનો જેનાઈન કહે છે, “મને નવાઈ લાગી કે એ કેટલું બધું ભાખી શકયું છે.”

બાઈબલના ઐતિહાસિક ચોકસાઈ, પ્રમાણિકતા, નિખાલસતા, અને વિરોધાભાસનો અભાવ બાઈબલમાં વિશ્વાસ મૂકવાના વધારાના કારણો છે.a પરંતુ યહોવાહના સાક્ષીઓ બાઈબલને જે રીતે સમજે છે એ સાચું છે એ તમે કઈ રીતે જાણો? પ્રાચીન બેરીઆના લોકોએ પ્રેષિત પાઊલની સમજણ નિર્વિવાદપણે સ્વીકારી ન લીધી. એને બદલે, તેઓએ ‘એ બાબતો એમ જ છે કે નહિ એ વિષે દરરોજ શાસ્ત્રવચનો તપાસ્યાં.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧.

તેવી જ રીતે બાઈબલના શિક્ષણોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા અમે તમને અરજ કરીએ છીએ. તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો અને એક માત્ર સાચા દેવની ઉપાસનામાં એકતામાં આવેલા (વોચટાવર બાઈબલ એન્ડ ટ્રેકટ સોસાયટી દ્વારા પ્રકાશિત) પ્રકાશનો એ શિક્ષણો સ્પષ્ટપણે સમજાવે છે. તમારા માબાપ યહોવાહના સાક્ષીઓ હોય તો, નિઃશંક તેઓ તમને તમારા કોઈ પણ પ્રશ્ન વિષે મદદ કરી શકશે. “આ બાબતે તમને કોઈ પણ કોયડો હોય તો તમારા માબાપ સાથે વાત કરવા પ્રમાણિક બનો,” જેનલ નામની એક યુવતી સૂચવે છે. “તમને કંઈક સમજવું અઘરું લાગે તો પ્રશ્નો પૂછો.” (નીતિવચન ૧૫:૨૨) સમય જતાં તમે નિઃશંક એની કદર કરતા થશો કે યહોવાહે ખરેખર પોતાના સાક્ષીઓને બાઈબલ સત્યોની અદ્‍ભુત સમજણનો આશીર્વાદ આપ્યો છે!

પ્રેન્ટીસ નામની યુવતી કહે છે: “કેટલીક વાર જગતની પરિસ્થિતિ જોઈ હું ઉદાસીન બનું છું. હું પ્રકટીકરણ ૨૧:૪ જેવા શાસ્ત્રવચનો વાંચું છું, અને એ મને આશા આપે છે.” હા, દેવના વચનોમાંનો વિશ્વાસ તમારી દ્રષ્ટિને જરૂર અસર કરશે. તમે ભાવિને સુખદ આતુરતાથી જુઓ છો, ગમગીનીથી નહિ. તમારું હાલનું જીવન, હેતુ વિનાનો સંઘર્ષ નહિ, પરંતુ ‘ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરવો, જેથી જે ખરેખરૂં જીવન છે તે જીવન તમે ધારણ કરો’ એ માટેનું સાધન બને છે.—૧ તીમોથી ૬:૧૯.

પરંતુ શું “ખરેખરૂં જીવન” પ્રાપ્ત કરવામાં ફકત શીખવું અને બાઈબલનું શિક્ષણ માનતા થવું એ કરતાં વધુ રહેલું છે?

[ફુટનોટ]

a બાઈબલની પ્રમાણભૂતતાની વધુ વિગતવાર માહિતી માટે રીઝનીંગ ફ્રોમ ધ સ્ક્રિપ્ચર્સ (વોચટાવર બાઈબલ એન્ડ ટ્રેકટ સોસાયટી દ્વારા પ્રકાશિત) પ્રકાશનના પાન ૫૮-૬૮ જુઓ.

“હું ઘણો નિરાશાવાદી છું. ખરેખર, આપણે આપણા કોયડા હલ કરી શકવાના નથી.”—માનસશાસ્ત્રી બી. એફ. સ્કીનર

પૃથ્વીના ઉત્પન્‍નકર્તા માણસને આપણા ગ્રહનો નાશ કરવા નહિ દે

શું તમે બાઈબલની સત્યતાની પોતાને ખાતરી કરાવી છે?

ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૩૮

◻ ઘણાં યુવાનોને પોતાના ભાવિ વિષે કયા ભયો હોય છે?

◻ પૃથ્વી માટે દેવનો મૂળ હેતુ શું હતો? આપણે શા માટે ભરોસો રાખી શકીએ કે દેવનો મૂળ હેતુ બદલાયો નથી?

◻ પૃથ્વી માટેનો દેવનો હેતુ પરિપૂર્ણ કરવામાં રાજ્ય કયો ભાગ ભજવે છે?

◻ તમે બાઈબલના શિક્ષણની સત્યતાની પારખ કરો એ શા માટે જરૂરી છે, અને તમે એમ કઈ રીતે કરી શકો?

◻ બાઈબલ દેવથી પ્રેરિત છે એ તમે કઈ રીતે સાબિત કરી શકો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો