વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lv પાન ૨૪૬-પાન ૨૪૯ ફકરો ૨
  • લોહીના અંશો અને સારવારની રીતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લોહીના અંશો અને સારવારની રીતો
  • ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • સરખી માહિતી
  • લોહી વિશે ઈશ્વરના વિચારો જાણો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ઈશ્વરના કહેવા પ્રમાણે કરતા રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
lv પાન ૨૪૬-પાન ૨૪૯ ફકરો ૨

વધારે માહિતી

લોહીના અંશો અને સારવારની રીતો

લોહીના અંશો. લોહી ચાર મુખ્ય ભાગોનું બનેલું હોય છે: રક્તકણો, શ્વેતકણો, પ્લેટલેટ્‌સ અને પ્લાઝમા. એ ચાર મુખ્ય ભાગમાંથી નાના નાના અંશો છૂટા પાડીને દવા કે સારવારમાં વાપરવામાં આવે છે. જેમ કે રક્તકણોમાંથી હીમોગ્લોબિન નામનું પ્રોટીન છૂટું પાડવામાં આવે છે. મનુષ્ય કે પ્રાણીઓના હીમોગ્લોબિનમાંથી દવા બનાવવામાં આવે છે. આ દવા એવા દરદીઓને આપવામાં આવે છે, જેઓને પાંડુરોગ (ઍનિમિયા) હોય અથવા કોઈ કારણે ઘણું લોહી વહી ગયું હોય.

પ્લાઝમામાં ૯૦ ટકા પાણી હોય છે. એમાં ઘણા હોર્મોન્સ, ખનિજ ક્ષાર, પાચક રસ, પોષક તત્ત્વો, ખનિજ અને શર્કરા પણ હોય છે. પ્લાઝમામાં લોહી થીજાવતા કે એને વહેતું અટકાવતા તત્ત્વો હોય છે. પ્લાઝમામાં રોગ સામે લડનારા તત્ત્વો અને આલ્બુમિન જેવા પ્રોટીન પણ હોય છે. જો દરદીને કોઈ ખાસ પ્રકારનો રોગ થયો હોય, તો ડૉક્ટર તેને ગામા ગ્લોબ્યુલિનના ઇંજેક્શન લેવાનું કહી શકે. આ દવા એવા લોકોના પ્લાઝમામાંથી બનેલી હોય છે, જેઓમાં પહેલેથી એ બીમારી સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ હોય છે. શ્વેતકણોમાંથી ઇન્ટરફેરોન અને ઇન્ટરલ્યુકીન પ્રોટીન મળી આવે છે. કૅન્સર અને બીજા અમુક વાઇરસના ચેપની સારવારમાં એનો ઉપયોગ થાય છે.

શું યહોવાના ભક્તોએ સારવારમાં લોહીના અંશોમાંથી બનેલી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ? બાઇબલ એ વિષે વધારે માહિતી આપતું નથી. એટલે દરેકે યહોવાના સિદ્ધાંતોને માન આપીને એવો નિર્ણય લેવો જોઈએ, જેનાથી પોતાનું દિલ ન ડંખે. અમુક ભક્તો એવો નિર્ણય લે છે કે સારવારમાં લોહીના અંશોથી બનેલી કોઈ પણ દવા નહિ લે. તેમને લાગે છે કે જૂના જમાનાના ઇઝરાયલને આપેલા નિયમ પ્રમાણે, લોહી એક વાર શરીર બહાર જાય પછી “પાણીની જેમ જમીન પર ઢોળી દેવું” જોઈએ. (પુનર્નિયમ ૧૨:૨૨-૨૪) જ્યારે કે અમુક ભક્તો એવો નિર્ણય લે છે કે લોહીના મુખ્ય ભાગોમાંથી બનતી કોઈ પણ દવા સારવારમાં નહિ લે, પણ કદાચ એના અંશોથી બનેલી દવા સારવારમાં લેશે. તેઓને કદાચ લાગે કે લોહીના ચાર મુખ્ય ભાગોમાંથી અંશો છૂટા પાડ્યા પછી, એ હવે જીવન બરાબર ન કહેવાય.

લોહીના અંશોમાંથી બનેલી દવા સારવારમાં વાપરવી કે નહિ એનો નિર્ણય લેતા પહેલાં, આ સવાલોનો વિચાર કરો: જો હું લોહીના અંશોથી બનેલી કોઈ પણ દવા લેવાની ના પાડું, તો શું એ પણ સ્વીકારું છું કે કોઈ રોગ સામે લડવા કે લોહી વહેતું બંધ કરવા મદદ કરતી દવાઓની પણ ના પાડું છું? શું હું ડૉક્ટરને સમજાવી શકીશ કે લોહીના એક કે વધારે અંશોથી બનેલી દવા શા માટે સારવારમાં લઉં છું અથવા નથી લેતો?

સારવારની રીતો. આમાં હિમોડાઇલ્યુશન અને સેલ-સેલ્વેજ જેવી સારવારની રીતો હોય છે. હિમોડાઇલ્યુશનમાં, ઑપરેશન પહેલાં દરદીનું અમુક લોહી શરીરમાંથી નળી દ્વારા બેગમાં એકઠું કરવામાં આવે છે. એની જગ્યાએ લોહી વગરના વોલ્યૂમ એક્સપેન્ડર પ્રવાહી આપવામાં આવે છે. પછી ઑપરેશન પૂરું થવા આવે ત્યારે દરદીને તેનું લોહી બેગમાંથી પાછું આપવામાં આવે છે. સેલ-સેલ્વેજમાં ઑપરેશન દરમિયાન નીકળતું લોહી મશીનમાં શુદ્ધ કે ફિલ્ટર થઈને દરદીના શરીરમાં પાછું જાય છે. ડૉક્ટરો સારવારમાં આવી રીતો જુદી જુદી રીતે વાપરે છે. એટલે યહોવાના ભક્તે પહેલેથી પોતાના ડૉક્ટરને પૂછી લેવું જોઈએ કે એ રીતનો તે કેવો ઉપયોગ કરશે.

સારવારની આવી કોઈ પણ રીત વિષે નિર્ણય લેતા પહેલાં, આ વિચારો: ‘જો મારું થોડું લોહી શરીરની બહાર નળી દ્વારા વાળી લેવામાં આવે અને કદાચ જરા વાર માટે એ સતત વહેતું બંધ થાય તો શું? મારું દિલ સ્વીકારશે કે એ લોહી હજુ મારો જ ભાગ છે અને એને “જમીન પર ઢોળી દેવું” જરૂરી નથી? (પુનર્નિયમ ૧૨:૨૩, ૨૪) જો કોઈ વાર સારવારમાં જરૂરી બને કે મારું થોડું લોહી કાઢીને એમાં દવા ઉમેરી મને પાછું આપવામાં આવે, તો શું બાઇબલ સિદ્ધાંતોથી ઘડાયેલું મારું અંતર ડંખશે? મારું પોતાનું લોહી વાપરીને આપવામાં આવતી બધી સારવારની ના પાડું તો, શું હું જાણું છું કે હું કોઈ પણ બ્લડ ટેસ્ટ કરાવવાની, હિમોડાયાલિસિસ કરાવવાની અથવા હૃદય-ફેફસાંને બદલે કામ કરતું ‘બાયપાસ મશીન’ વાપરવાની પણ ના પાડું છું?’

પાન ૨૪૭ પર ચાર્ટ

યહોવાના દરેક ભક્તે સમજી-વિચારીને પોતે નિર્ણય લેવાની જરૂર છે કે કોઈ પણ સારવાર લેતી વખતે પોતાના લોહીનો કેવો ઉપયોગ થવો જોઈએ. એ જ નિર્ણય એમાં પણ લાગુ પડશે, જ્યારે કોઈ મેડિકલ ટેસ્ટ કરાવવાનો હોય, અથવા કોઈ સારવારમાં દરદીનું થોડું લોહી કાઢીને એને કોઈ રીતે સુધારીને પાછું દરદીને આપવામાં આવતું હોય.

ડૉક્ટરને તમે આવા સવાલ પૂછી શકો

તમારે કોઈ ઑપરેશન કે સારવાર કરાવવાની જરૂર પડે, જેમાં કદાચ લોહીમાંથી બનેલી કોઈ દવા વપરાય પણ ખરી. સૌથી પહેલા તો ખાતરી કરી લો કે તમારી પાસે સારી રીતે ભરેલું એડવાન્સ હેલ્થ કેર ડિરેક્ટીવ (ઘણા દેશોમાં એને ડ્યુરેબલ પાવર ઑફ એટર્ની કહેવાય છે) કાર્ડ છે. આ કાર્ડ એક કાનૂની દસ્તાવેજ છે. આ કાર્ડ તમારી પાસે હશે તો તમને લોહી આપવામાં નહિ આવે. તમે ડૉક્ટરને આવા સવાલો પણ પૂછી શકો:

  • મને સારવાર આપનાર બધા ડૉક્ટર, નર્સ વગેરેને ખબર છે કે હું યહોવાનો સાક્ષી છું અને કોઈ પણ સંજોગોમાં હું લોહી અથવા એનો એકેય મુખ્ય ભાગ (રક્તકણો, શ્વેતકણો, પ્લેટલેટ્‌સ કે પ્લાઝમા) નહિ લઉં?

  • જો મને લોહીના અંશોમાંથી બનેલી કોઈ દવા લેવાનું કહેવામાં આવે, તો એમાં કયા કયા અંશો હશે? એ દવા કેટલી લેવી પડશે અને એ કઈ રીતે આપવામાં આવશે?

  • લોહીના કોઈ અંશમાંથી બનેલી દવા લેવાનો મેં નિર્ણય લીધો હોય, તો એ સારવારમાં કયાં જોખમો રહેલાં છે? શું એ સિવાય બીજી કોઈ સારવાર કે દવા છે?

આ બધી બાબતો વિષે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં, યહોવાને પ્રાર્થનામાં એના વિષે જણાવો. તે વચન આપે છે કે ‘વિશ્વાસથી માગનાર’ દરેકને યોગ્ય નિર્ણય લેવા તે જરૂર મદદ આપશે.—યાકૂબ ૧:૫, ૬.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો