૩
“ઈશ્વર પ્રેમ છે”
૧. તું છો પ્રેમ, તારી પ્રીત અમને
પ્હેરાવીને શણગારે
તારા પ્રેમની ચાદર સૌને
તું ઓઢાડી આપે છે
પ્હેરીને તારી એ પ્રીતિ
જીવવાની છે રીત સાચી
નહિ ખૂટે આ પ્રીત તારી
નહિ તૂટે તારી પ્રીત
૨. તારા પ્રેમનો સુંદર છેડો
રત્નોથી છે ગૂંથેલો
બસ એક છેડો પ્રેમનો તું આપ
લપસીને જો થઈ જાય પાપ
ઊનથી પણ ઊજળો તારો પ્રેમ
એમાં તો ડાઘ લાગે કેમ
સાચો પ્રેમ તારો ફેલાવું
તારો પ્રેમ ન છુપાવું
૩. દિલમાં ભરી ખારનો તણખો
ન ચાલું હું દિન આખો
ખોલ તું મારા દિલનો પડદો
જેમાં વસે પ્રેમ તારો
તારા હેતનો સ્પર્શ સુંવાળો
સાચો દે છે દિલાસો
તારા પ્રેમનું અનમોલ મોતી
ગૂંથું મારા દિલ મહીં
(માર્ક ૧૨:૩૦, ૩૧; ૧ કોરીં. ૧૨:૩૧–૧૩:૮; ૧ યોહા. ૩:૨૩ પણ જુઓ.)