વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bm ભાગ ૨૪ પાન ૨૭-૨૮
  • પાઉલ મંડળોને પત્રો લખે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પાઉલ મંડળોને પત્રો લખે છે
  • બાઇબલનો સંદેશો શું છે?
  • સરખી માહિતી
  • શ્રદ્ધા, સંસ્કાર અને પ્રેમ વિષે સલાહ
    બાઇબલનો સંદેશો શું છે?
  • મનુષ્ય ઈશ્વરના આશીર્વાદ ગુમાવે છે
    બાઇબલનો સંદેશો શું છે?
  • ઈશ્વર સુંદર ધરતી આપે છે
    બાઇબલનો સંદેશો શું છે?
બાઇબલનો સંદેશો શું છે?
bm ભાગ ૨૪ પાન ૨૭-૨૮
નજરકેદ વખતે, પાઉલ પત્ર લખાવે છે

ભાગ ૨૪

પાઉલ મંડળોને પત્રો લખે છે

પાઉલના પત્રોથી ખ્રિસ્તી મંડળોની શ્રદ્ધા વધે છે

પહેલી સદીમાં ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ હતી. યહોવાનો મકસદ પૂરો કરવામાં એ મંડળો મહત્ત્વનો ભાગ ભજવવાના હતા. પણ એ જમાનાના ખ્રિસ્તીઓનો ખૂબ જ વિરોધ થયો. મંડળમાં પણ અંદરોઅંદર તકલીફ ઊભી થવા લાગી. તેઓ ઈશ્વરને વળગી રહે માટે સલાહ ને ઉત્તેજન આપવા ૨૧ પત્રો લખાયા હતા. એ પત્રો બાઇબલના ગ્રીક શાસ્ત્રમાં જોવા મળે છે.

રોમનથી હિબ્રૂ સુધીના ૧૪ પત્રો પાઉલે લખ્યા હતા. તેમણે અમુક વ્યક્તિ કે મંડળના નામથી એ પત્રો લખ્યા હતા. એમાં પાઉલે શાના વિષે લખ્યું એ જોઈએ.

સારા સંસ્કાર અને વાણી-વર્તન જાળવી રાખો. વ્યભિચાર જેવા પાપ કરનારને ‘ઈશ્વરના રાજ્યના આશીર્વાદો મળશે નહિ.’ (ગલાતી ૫:૧૯-૨૧; ૧ કરિંથી ૬:૯-૧૧) ઈશ્વરના ભક્તો ભલે જુદી જુદી જાતિ કે દેશના હોય, તેઓમાં સંપ હોવો જોઈએ. (રોમનો ૨:૧૧; એફેસી ૪:૧-૬) મંડળમાં એકબીજાને જરૂર પડે તેમ રાજીખુશીથી મદદ કરવી જોઈએ. (૨ કરિંથી ૯:૭) પાઉલે દિલ ઠાલવીને ‘હંમેશા પ્રાર્થના’ કરવાનું ઉત્તેજન આપ્યું. (૧ થેસ્સાલોનિકી ૫:૧૭; ૨ થેસ્સાલોનિકી ૩:૧; ફિલિપી ૪:૬, ૭) પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરીશું તો જ ઈશ્વર સાંભળશે.—હિબ્રૂ ૧૧:૬.

કુટુંબ કઈ રીતે સુખી થઈ શકે? પતિ જેમ પોતાની સંભાળ રાખે છે, તેમ પ્રેમથી પત્નીની સંભાળ રાખવી જોઈએ. પત્નીએ પણ પતિને માન આપવું જોઈએ. બાળકોએ માબાપનું માનવું જોઈએ, ઈશ્વર એ જ ચાહે છે. માબાપે પ્રેમથી બાળકોને યહોવાનું માર્ગદર્શન આપવું જોઈએ. શિખામણ આપવી જોઈએ.—એફેસી ૫:૨૨–૬:૪; કલોસી ૩:૧૮-૨૧.

પાઉલે આ જગ્યાઓથી પત્રો લખ્યા

ઈશ્વરનો મકસદ સમજવા મદદ. મસીહ આવ્યા ત્યાં સુધી મૂસાને આપેલા નિયમો ઇઝરાયલી લોકોનું રક્ષણ કરતા. માર્ગદર્શન આપતા. (ગલાતી ૩:૨૪) પણ ખ્રિસ્તીઓએ હવે એ નિયમો પાળવાની જરૂર નથી. એ જણાવવા પાઉલે હિબ્રૂ મંડળને પત્ર લખ્યો હતો. એ મંડળના ખ્રિસ્તીઓ અગાઉ યહુદી હતા. પાઉલે તેઓને સમજાવ્યું કે નિયમો શા માટે આપવામાં આવ્યા હતા. નિયમોમાં જે ગોઠવણ હતી એ શાને રજૂ કરે છે એ પણ સમજાવ્યું. દાખલા તરીકે, પ્રાણીઓનું બલિદાન ઈસુની કુરબાનીને રજૂ કરતું હતું. એ કુરબાનીથી મનુષ્યને પાપોની માફી મળે છે. (હિબ્રૂ ૧૦:૧-૪) આમ પાઉલે સમજાવ્યું કે ઈસુમાં કઈ રીતે ઈશ્વરનો મકસદ પૂરો થયો. ઈસુએ આપેલી કુરબાનીને લીધે મૂસાને આપેલા નિયમોની હવે જરૂર ન હતી. એટલે યહોવાએ એ નિયમો રદ કર્યા.—કલોસી ૨:૧૩-૧૭; હિબ્રૂ ૮:૧૩.

શરૂઆતના મંડળમાં પાઉલે લખેલા પત્રોમાંનો એક વાંચવામાં આવી રહ્યો છે

મંડળની સંભાળ રાખવા માર્ગદર્શન. મંડળમાં રાજીખુશીથી સેવા કરવા ચાહતા હોય એવા પુરુષોને જવાબદારી સોંપવામાં આવી. એ માટે તેઓએ ઈશ્વરે જણાવેલા ઊંચા ધોરણો પ્રમાણે ચાલવાનું હતું. (૧ તિમોથી ૩:૧-૧૦, ૧૨, ૧૩; તિતસ ૧:૫-૯) યહોવાના ભક્તોએ નિયમિત ભેગા મળવું જોઈએ. એકબીજાની શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) એ સત્સંગમાં બધાને માર્ગદર્શન અને ઉત્તેજન મળવું જોઈએ.—૧ કરિંથી ૧૪:૨૬, ૩૧.

રોમમાં પાઉલને નજરકેદમાં રાખ્યા હતા ત્યારે, તેમણે તિમોથીને બીજો પત્ર લખ્યો. પાઉલ પોતાને ન્યાય મળે એની રાહ જોતા હતા. અમુક હિંમતવાન શિષ્યોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને તેમની મુલાકાત લીધી. પાઉલ જાણતા હતા કે પોતાના જીવનની ઘડીઓ ગણાઈ રહી છે. એટલે તેમણે લખ્યું: ‘ઈશ્વરની ખાતર હું સારી લડાઈ લડ્યો છું. મેં દોડ પૂરી કરી છે. વિશ્વાસ રાખ્યો છે.’ (૨ તિમોથી ૪:૭) એવું લાગે છે કે એ પત્ર લખ્યાના થોડા સમય પછી તે શહીદ થયા. પાઉલના એ પત્રોથી આજે પણ યહોવાના ભક્તોને લાભ થાય છે.

—આ માહિતી રોમનો; ૧ કરિંથી; ૨ કરિંથી; ગલાતી; એફેસી; ફિલિપી; કલોસી; ૧ થેસ્સાલોનિકી; ૨ થેસ્સાલોનિકી; ૧ તિમોથી; ૨ તિમોથી; તિતસ; ફિલેમોન; હિબ્રૂમાંથી છે.

  • પાઉલે પત્રોમાં સંસ્કાર અને વાણી-વર્તન વિષે શું કહ્યું?

  • ઈશ્વરનો મકસદ ઈસુમાં કઈ રીતે પૂરો થયો, એ વિષે પાઉલે શું કહ્યું?

  • મંડળની સંભાળ રાખવા પાઉલે કેવું માર્ગદર્શન આપ્યું?

ઈશ્વરે વચન આપેલું સંતાન કોણ છે?

આદમ ને હવાએ પાપ કર્યું ત્યારે, ઈશ્વરે સાપને કહ્યું: “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત્પત્તિ ૩:૧૫) એ સાપ પાછળ શેતાન હતો. એટલે બાઇબલ શેતાનને ‘જૂનો સાપ’ કહે છે. (પ્રકટીકરણ ૧૨:૯) યહોવાએ વચન આપ્યું હતું એ સંતાન કે તારણહાર વિષે શું? એની ઓળખ સદીઓ સુધી છૂપી રહી. સદીઓ જતાં, યહોવાએ ધીમે ધીમે બાઇબલમાં જણાવ્યું કે સંતાન કોણ હશે.

આદમ અને હવાએ પાપ કર્યું એના આશરે બે હજાર વર્ષ પછી, યહોવાએ જણાવ્યું કે ઇબ્રાહિમના વંશમાંથી એ સંતાન આવશે. (ઉત્પત્તિ ૨૨:૧૭, ૧૮) એની સદીઓ પછી પાઉલે જણાવ્યું કે એ સંતાન ઈસુ છે. (ગલાતી ૩:૧૬) ઈસુને મારી નાખવામાં આવ્યા ત્યારે, ઉત્પત્તિ ૩:૧૫ પ્રમાણે જાણે તેમની ‘એડી છૂંદાઈ’ હતી. પછી ઈશ્વરે તેમને સ્વર્ગદૂત તરીકે સજીવન કર્યા.—૧ પિતર ૩:૧૮.

ઈશ્વરે નક્કી કર્યું હતું કે એ સંતાનમાં ઈસુ સાથે ૧,૪૪,૦૦૦ લોકો પણ જોડાશે. (ગલાતી ૩:૨૯; પ્રકટીકરણ ૧૪:૧) ઈશ્વર તેઓને મરણ પછી સ્વર્ગમાં સજીવન કરે છે. તેઓ ઈસુ સાથે સ્વર્ગમાંથી ધરતી પર રાજ કરશે.—રોમનો ૮:૧૬, ૧૭.

ઈસુ આજે સ્વર્ગમાં રાજ કરે છે. તે જલદી જ શેતાનના સંતાનનો નાશ કરશે. શેતાનના સંતાનમાં તેના દૂતો અને ખરાબ માણસો આવી જાય છે. (યોહાન ૮:૪૪; એફેસી ૬:૧૨) પછી ઈસુના રાજમાં ધરતી પર બધે જ સુખ-શાંતિ હશે. ઈસુ છેવટે સાપનું “માથું છૂંદશે,” એટલે કે શેતાનનો કાયમ માટે નાશ કરશે.—હિબ્રૂ ૨:૧૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો