ભાગ ૧૩
ભગવાનની કૃપા પામવા શું કરવું જોઈએ?
ખોટાં કામ ન કરો. ૧ કરિંથી ૬:૯, ૧૦
યહોવાને દિલથી ભજતા હોઈશું તો, તેમને નફરત છે એવાં કામો નહિ કરીએ.
યહોવા ચાહે છે કે આપણે ચોરી ન કરીએ, દારૂડિયા ન બનીએ કે પછી નશીલી દવા ન લઈએ.
ખૂન, ગર્ભપાત અને પુરુષ-પુરુષ વચ્ચે કે સ્ત્રી-સ્ત્રી વચ્ચેના જાતીય સંબંધોથી યહોવાને સખત નફરત છે. તે નથી ચાહતા કે આપણે લોભી બનીએ અથવા બીજાઓ સાથે લડીએ-ઝઘડીએ.
આપણે મૂર્તિ-પૂજા ન કરવી જોઈએ. જાદુ-ટોણાંમાં ન માનવું જોઈએ.
ભગવાન ધરતી પર સુખ-શાંતિ લાવતા પહેલાં, ખોટાં કામ કરનારાનો નાશ કરશે.
સારાં કામ કરો. માથ્થી ૭:૧૨
ભગવાનની કૃપા પામવા, આપણે તેમના જેવા બનવાની પૂરી કોશિશ કરીએ.
દયાળુ અને ઉદાર બનીને પ્રેમ બતાવીએ.
ઈમાનદાર રહીએ.
માયાળુ બનીએ, માફ કરીએ.
યહોવા અને તેમના માર્ગ વિષે બધાને જણાવીએ.—યશાયા ૪૩:૧૦.