વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • fg પાઠ ૩ ૧-૪
  • શું ખુશખબર ખરેખર ઈશ્વર તરફથી છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું ખુશખબર ખરેખર ઈશ્વર તરફથી છે?
  • ઈશ્વર પાસેથી ખુશખબર!
  • સરખી માહિતી
  • શા માટે ઈશ્વર પાસેથી શીખવું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • બાઇબલ—ઈશ્વરનો સંદેશો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ઈશ્વર પાસેથી આવતું જ્ઞાન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • બાઇબલ એટલે શું?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
વધુ જુઓ
ઈશ્વર પાસેથી ખુશખબર!
fg પાઠ ૩ ૧-૪

પાઠ ૩

શું ખુશખબર ખરેખર ઈશ્વર તરફથી છે?

૧. બાઇબલના લેખક કોણ છે?

બાઇબલની અલગ અલગ પ્રતો અને બાઇબલના પ્રાચીન લખાણો

મનુષ્ય પૃથ્વી પર કાયમ જીવશે, એ ખુશખબર બાઇબલમાં લખવામાં આવી છે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) બાઇબલ ૬૬ નાનાં પુસ્તકોનું બનેલું છે. ઈશ્વરે આશરે ૪૦ ભક્તો દ્વારા બાઇબલ લખાવ્યું. લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાં મુસા નામે એક ઈશ્વરભક્તે બાઇબલનાં પ્રથમ પાંચ પુસ્તકો લખ્યાં હતાં. ઈશ્વરભક્ત યોહાને લગભગ ૧,૯૦૦ વર્ષ પહેલાં બાઇબલનું છેલ્લું પુસ્તક લખ્યું હતું. એ લેખકોએ બાઇબલમાં કોના વિચારો લખ્યા? ઈશ્વરે પવિત્ર શક્તિ દ્વારા તેઓને પોતાના વિચારો જણાવ્યા હતા. (૨ શમૂએલ ૨૩:૨) એટલે તેઓએ પોતાના નહિ, પણ ઈશ્વરના વિચારો લખ્યા હતા. આમ, કહી શકાય કે બાઇબલના લેખક યહોવા છે.​—૨ તીમોથી ૩:૧૬; ૨ પીતર ૧:૨૦, ૨૧ વાંચો.

૨. કઈ રીતે કહી શકીએ કે બાઇબલનું શિક્ષણ ખરું છે?

ભાવિમાં શું બનવાનું છે એની વિગતવાર માહિતી બાઇબલમાં અગાઉથી લખેલી છે. એવી ભવિષ્યવાણી કોઈ પણ માણસ કરી શકતો નથી. એટલે આપણે જાણીએ છીએ કે બાઇબલ ઈશ્વર પાસેથી છે. (યહોશુઆ ૨૩:૧૪) ફક્ત સર્વશક્તિમાન ઈશ્વર મનુષ્યનું ભાવિ જોઈ શકે છે.​—યશાયા ૪૨:૯; ૪૬:૧૦ વાંચો.

ઈશ્વર પાસેથી આવતો આ ધર્મગ્રંથ અજોડ છે! દુનિયામાં ૪૫૦ કરતાં વધારે ભાષાઓમાં આશરે બે અબજ બાઇબલોનું વિતરણ થયું છે. ભલે બાઇબલ આટલું જૂનું છે, તોપણ એની વિગતો વિજ્ઞાન સાથે બરાબર બંધબેસે છે. વધુમાં, એના ૪૦ લેખકોનાં લખાણોમાં એકરાગિતા છે. બાઇબલમાં ઈશ્વરનો અપાર પ્રેમ જોવા મળે છે. એમાં લોકોનાં જીવન સુધારવાની તાકાત છે. આ હકીકતોથી લાખો લોકોને ખાતરી થઈ છે કે બાઇબલ ઈશ્વર પાસેથી આવ્યું છે.​—૧ થેસ્સાલોનીકી ૨:૧૩ વાંચો.

૩. બાઇબલ શાના વિષે છે?

મનુષ્યો માટે ઈશ્વરનો એક સુંદર હેતુ રહેલો છે. આ ખુશખબર બાઇબલનો મુખ્ય વિષય છે. બાઇબલ જણાવે છે કે કઈ રીતે પ્રથમ સ્ત્રી-પુરુષે ધરતી પર સુંદર જીવન ગુમાવ્યું. એ પણ જણાવે છે કે ઈશ્વરના હેતુ પ્રમાણે મનુષ્યો કઈ રીતે ફરીથી કાયમ સુખચેનમાં જીવશે.​—પ્રકટીકરણ ૨૧:૪, ૫ વાંચો.

બાઇબલમાં અનેક નિયમો, સિદ્ધાંતો અને સલાહ જોવા મળે છે. એ ઉપરાંત, મનુષ્યો સાથે ઈશ્વર કઈ રીતે વર્ત્યા હતા, એનો ઇતિહાસ એમાં છે. એમાં આપણને ઈશ્વરનો સ્વભાવ જાણવા મળે છે. આમ, ઈશ્વરને સારી રીતે ઓળખવા બાઇબલ મદદ કરે છે. એ સમજાવે છે કે તમે કઈ રીતે તેમની નજીક જઈ શકો.​—ગીતશાસ્ત્ર ૧૯:૭, ૧૧; યાકૂબ ૨:૨૩; ૪:૮ વાંચો.

૪. તમે બાઇબલ કેવી રીતે સમજી શકો?

ઈસુએ એક પછી એક શાસ્ત્રની કલમ ટાંકીને એનો અર્થ ‘સમજાવ્યો’ હતો. ઈસુની એ જ રીત આ ચોપડીમાં પણ વાપરવામાં આવી છે. એનાથી તમને બાઇબલ સમજવા મદદ મળશે.​—લુક ૨૪:૨૭, ૪૫ વાંચો.

ઈશ્વરે આપેલી ખુશખબર અજોડ છે. એની તોલે બીજી કોઈ ખુશખબર આવી જ ન શકે. તેમ છતાં, અમુક લોકોને એ ખુશખબરની કંઈ પડી નથી. અરે, અમુક લોકોને તો એ જરાય ગમતી નથી. પરંતુ, તમે હિંમત હારશો નહિ! તમે ખરા ઈશ્વર વિષે શીખતા રહો. ઈશ્વર તમને હંમેશ માટેના જીવનનો આશીર્વાદ જરૂર આપશે.​—યોહાન ૧૭:૩ વાંચો.

વધારે માહિતી માટે, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૨ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો