વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • hf ભાગ ૩ પાન ૯-૧૧
  • મુશ્કેલીઓ કઈ રીતે થાળે પાડવી?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મુશ્કેલીઓ કઈ રીતે થાળે પાડવી?
  • કુટુંબ સુખી બનાવો
  • મથાળાં
  • સરખી માહિતી
  • ૧ મુશ્કેલીની ચર્ચા કરો
  • ૨ સાંભળો અને સમજો
  • ૩ નક્કી કર્યા પ્રમાણે જ કરો
  • જીવનસાથીને આદર બતાવો
    ચોકીબુરજ: પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
  • એકબીજાને વફાદાર રહો
    કુટુંબ સુખી બનાવો
  • ઈશ્વરની મદદથી લગ્‍નજીવન સુખી બનાવો
    કુટુંબ સુખી બનાવો
  • સગાં-વહાલાં સાથે સારા સંબંધો કઈ રીતે જાળવવા?
    કુટુંબ સુખી બનાવો
વધુ જુઓ
કુટુંબ સુખી બનાવો
hf ભાગ ૩ પાન ૯-૧૧
પત્ની પોતાની લાગણીઓ જણાવે છે તેમ પતિ તેને સાંભળી રહ્યો છે

ભાગ ૩

મુશ્કેલીઓ કઈ રીતે થાળે પાડવી?

‘એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ બધાં પાપને ઢાંકે છે.’—૧ પીતર ૪:૮

લગ્‍નજીવનની શરૂઆતમાં ઘણાં કારણોને લીધે મુશ્કેલીઓ આવી શકે છે. જેમ કે, તમારા વિચારો, લાગણીઓ કે જીવવાની રીતભાત અલગ હોય. અથવા બીજા લોકોને લીધે અને અણધારી આફતોના લીધે પણ મુશ્કેલીઓ આવી શકે છે.

આવી કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે, આપણે કદાચ એનાથી દૂર ભાગીએ છીએ. પરંતુ, બાઇબલ સલાહ આપે છે કે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ. (માથ્થી ૫:૨૩, ૨૪) બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી તમે મુશ્કેલીઓને સારી રીતે થાળે પાડી શકશો.

૧ મુશ્કેલીની ચર્ચા કરો

બાઇબલ શું કહે છે? “બોલવાનો વખત” હોય છે. (સભાશિક્ષક ૩:૧, ૭) મુશ્કેલી વિશે વાત કરવા ચોક્કસ સમય કાઢો. મુશ્કેલી વિશે તમને કેવું લાગે છે અને તમે શું વિચારો છો, એ સાથીને જણાવો. સાથી જોડે હંમેશાં “સાચું બોલો.” (એફેસી ૪:૨૫) તમારા સાથી ગુસ્સે થઈ જાય, તોપણ તમે શાંત રહો અને ઝઘડવાનું ટાળો. નાનીસૂની વાતમાંથી મોટો ઝઘડો ન થાય, એ માટે શાંતિથી જવાબ આપો.—નીતિવચનો ૧૫:૧; ૨૬:૨૦.

સાથી જોડે સહમત ન હો, તોપણ તમે શાંત રહો. હંમેશાં પ્રેમ અને આદરથી વર્તો. (કોલોસી ૪:૬) મુશ્કેલીને જલદી થાળે પાડવાનો પ્રયત્ન કરો. તેમ જ, એકબીજા સાથે વાત કરવાનું બંધ ન કરો.—એફેસી ૪:૨૬.

લગ્‍નસાથી સાથે મળીને મુશ્કેલીની ચર્ચા કરે છે

તમે શું કરી શકો?

  • મુશ્કેલીની ચર્ચા કરવા યોગ્ય સમય નક્કી કરો

  • સાથીની વાત શાંતિથી સાંભળો અને વચ્ચે ન બોલો. વાત સાંભળ્યા પછી તમારા વિચારો જણાવો

૨ સાંભળો અને સમજો

બાઇબલ શું કહે છે? ‘એકબીજા પર ગાઢ પ્રેમ રાખો; પોતાના કરતાં બીજાને’ વધારે માન આપો. (રોમનો ૧૨:૧૦) તમે કઈ રીતે સાંભળો છો એ ખૂબ જ મહત્ત્વનું છે. ‘સહાનુભૂતિ અને નમ્રતાથી’ તમારા સાથીના વિચારો સમજવા પ્રયત્ન કરો. (૧ પીતર ૩:૮; યાકૂબ ૧:૧૯) સાંભળવાનો ઢોંગ ન કરો. બની શકે તો, તમારું કામ બાજુ પર મૂકીને તમારા સાથીની વાત ધ્યાનથી સાંભળો. અથવા પૂછો કે બીજા કોઈ સમયે વાત કરી શકાય કે કેમ. લગ્‍નસાથીને દુશ્મન નહિ પણ સાથી ગણશો તો, તમે ‘ગુસ્સો કરવામાં ઉતાવળા નહિ બનો.’—સભાશિક્ષક ૭:૯.

તમે શું કરી શકો?

  • સહમત ન હો, તોપણ ખુલ્લા મનથી લગ્‍નસાથીની વાત સાંભળો

  • તે શું કહેવા માંગે છે એ સમજો. તેમના હાવભાવ અને વાત કરવાની રીત પર ધ્યાન આપો

૩ નક્કી કર્યા પ્રમાણે જ કરો

બાઇબલ શું કહે છે? ‘મહેનત કરવાથી લાભ થાય છે; પણ વાતો’ કરવાથી લાભ થતો નથી. (નીતિવચનો ૧૪:૨૩) કોઈ નિર્ણય પર આવવું જ પૂરતું નથી. નિર્ણય પ્રમાણે કામ પણ કરવું જોઈએ. એમ કરવા સખત મહેનત અને પ્રયત્ન જરૂરી છે અને એનાથી ચોક્કસ લાભ થશે. (નીતિવચનો ૧૦:૪) સાથે મળીને કામ કરશો તો, તમને ‘મહેનતનું સારું ફળ મળશે.’—સભાશિક્ષક ૪:૯.

તમે શું કરી શકો?

  • નક્કી કરો કે મુશ્કેલીને થાળે પાડવા તમે બંને શું કરશો

  • વારંવાર તપાસતા રહો કે તમે કેવા સુધારા કરી રહ્યા છો

સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરો

સાથે મળીને કામ કરવાથી તમારું લગ્‍નજીવન નબળું અને દુઃખી નહિ, પણ વધારે મજબૂત અને આનંદી બનશે. (નીતિવચનો ૨૪:૩) શું બન્યું એ ભૂલી જાઓ અને શું કરી શકો એનો વિચાર કરો. (નીતિવચનો ૧૭:૯) એકબીજાને સાથ-સહકાર આપશો અને બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડશો તો, કોઈ પણ મુશ્કેલી સહેલાઈથી હલ કરી શકશો.

આનો વિચાર કરો . . .

  • એવી કઈ મુશ્કેલી છે, જેના વિશે સાથી જોડે હમણાં જ વાત કરવી જરૂરી છે?

  • મુશ્કેલી વિશે સાથીના વિચારો જાણવા હું શું કરી શકું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો