ગીત ૧૪૦
પાયોનિયરનું જીવન
દર સવાર સૂરજના, ઊગતા પહેલાં અમે
આંખમાંથી નિંદરને ખંખેર્યે અને દુઆ કરʼયે
મુખ અમે મલકાવી મળ્યે સૌ લોકોને
કોઈ સાંભળે કે ન સાંભળે અમે તો જણાવતા રહ્યે
(ટેક)
જીવન આ અમારું
ઈશ્વર માટે જીવશું
જે તે કેʼશે એ કરતા રેʼશું
તડકો હોય કે છાંયો
એ કામ કરતા રેʼશું
એમ કરીને અમે બતાવશું,
પ્રેમ તને
દિવસ તો પૂરો થાય, અને સૂરજ ઢળે
થાક્યે પણ અમે ન હિંમત હાર્યે દુઆ એ કરʼયે
ઈશ્વરને આપણું આ જીવન અર્પણ કરʼયે
આપ્યો સારો દિવસ માટે ઈશ્વરનો એહસાન માન્યે
(ટેક)
જીવન આ અમારું
ઈશ્વર માટે જીવશું
જે તે કેʼશે એ કરતા રેʼશું
તડકો હોય કે છાંયો
એ કામ કરતા રેʼશું
એમ કરીને અમે બતાવશું,
પ્રેમ તને
(યહો. ૨૪:૧૫; ગીત. ૯૨:૨; રોમ. ૧૪:૮ પણ જુઓ.)