ગીત ૧૫૧
ઈશ્વરના દીકરાઓ પ્રગટ થશે
હવે યહોવા પ્હેરાવશે
દીકરાઓને મુગટ
ઈસુ સાથે રાજ કરશે ને
બળવાન તેઓ થશે
(ટેક)
સાથોસાથ રાજા ઈસુની
પ્રગટ તેઓ થશે
સાથોસાથ રાજા ઈસુની
જીત તેઓ મેળવશે
પોકાર ઈસુનો સાંભળશે
બાકી રહેલા જન
રાજાઓના રાજા પછી
તેઓને લઈ જશે
(ટેક)
સાથોસાથ રાજા ઈસુની
પ્રગટ તેઓ થશે
સાથોસાથ રાજા ઈસુની
જીત તેઓ મેળવશે
(ખાસ પંક્તિઓ)
મહાન રાજા, ઈસુ સાથે
આ છેલ્લી જંગ જીતશે
દુલહનની જેમ, ઈસુ સાથે
કાયમ તેઓ રેʼશે
(ટેક)
સાથોસાથ રાજા ઈસુની
પ્રગટ તેઓ થશે
સાથોસાથ રાજા ઈસુની
જીત તેઓ મેળવશે
(દાની. ૨:૩૪, ૩૫; ૨ કોરીં. ૪:૧૮ પણ જુઓ.)